GOLD MEDAL..A Unique love story books and stories free download online pdf in Gujarati

GOLD MEDAL..A Unique love story

ख्वाब, जिनके कल तक ,
मेरी नींद पे, महेरबान थे ।

देखो, कदम उनके,आज,
इस चोखट पे,आके रुके है ।

"અને,
"જો સાંભળ, મે, એ છોકરા ની મમ્મી પાસેથી હજુ ગયા અઠવાડિયે જ જન્માક્ષર મંગાવ્યા છે"
"બત્રીસે બત્રીશ ગુણ મળે છે,એના તારી કુંડળી સાથે'...
"મારા માનવા મુજબ તો કોઈ કમી નથી,
એ છોકરા મા"...??....

આખાય શહેર માં નામના ધરાવતા પ્રખર જ્યોતિષ, વિદ્વાન એવા પ્રભાશંકર પંડ્યા,પૂજા પાઠ પતાવ્યા પછી, પોતાની પોતાની એક ની એક દીકરી ધ્વનિ ને સવાર ના પહોરમાં છાપુ વાંચતા વાંચતા જ થોડા ઊંચા અવાજે ખખડાવતા હોય એ રીતે બોલી ઉઠ્યા......

એટલા માં ધ્વનિ ની મમ્મી એ પણ રસોડા માંથી બહાર આવી ને ધ્વનિ ને સમજાવતા હોય તે રીતે કહ્યુ....

" જો, બેટા તારા પપ્પા ની વાત જરાય ખોટી નથી"
"એ નીલ પણ તારી સાથે શોભે એટલો રૂપાળો તો છે જ"... "
"ભણવામાં પણ અવ્વલ બાપ વિનાનો એ છોકરો ભણતા ભણતા ટ્યુશન કરી ને આખા ઘર નો ખર્ચ કાઢે છે"

"અત્યારે ભલે એ ઘર સાધારણ હોય પણ.અને એકવાર એને ડીગ્રી મળશે પછી તો સારી નોકરી પણ મળવાની જ છે ને"....

"અને લગ્ન પણ તમારું ગ્રેજયુએશન પતે પછી જ કરવાના છે"..આતો ફક્ત તારી પસંદગી જાણવાની વાત છે"....
"અને તું અમારે તો એક ની એક જ છે...એટલે..
પરણેલી દીકરી નજર સામે રહે એવું, કયા માબાપ ના વિચારે"...?

ધ્વનિ ની મમ્મી ની વાત તો સો એ સો ટકા સાચી હતી....

પણ,
આમ સાવ, અચાનક નીકળેલી વાત થી થોડુક મૂંઝાતા અને શરમાતા સ્વરે ધ્વનિ બોલી......

"પણ, મમ્મી, એ નીલ ને તો મે ફક્ત,
એક દોસ્ત ની નજર થી જોયો છે...
અને ,એની સાથે લગ્ન...??..,

"એ તો મે ક્યારેય વિચાર્યું જ નથી...ના, ના, હું અત્યારે આ બાબત માં કશુ જ નહિ કહી શકું"...
અને.....
"મમ્મી, મારે હવે કોલેજ જવાનું મોડું થાય છે"....."હું જાઉં છું..."

એમ કહી ને ધ્વનિ પોતાનું એકટીવા લઈને સડસડાટ સોસાયટી ના એ બંગલા ની બહાર નીકળી ગઈ....

હવે,
એ ધ્વનિ માટે જે છોકરા ની વાત થતી હતી....
એ તમે પોતે જ એટલે કે,

નીલ ત્રિવેદી....

એક જ સોસાયટી માં રહેતા હોવાથી ,
અને એક જ જ્ઞાતિ ના હોવાથી એ, ધ્વનિ પંડ્યા નું એ આખું પરિવાર તમારું જાણીતું...
અને વળી નીલ,
તમે અને ધ્વનિ તો સાથે રમતા રમતા મોટા થાય છો....નીલ..
પ્રાથમિક શિક્ષણ થી લઇ ને માધ્યમિક સુધી ધ્વનિ તમારી સાથે જ ભણતી હતી,
અને હાલ માં પણ તમે બંને એ શહેર ની એક જ એન્જિનિયરિંગ કોલેજ માં સાથે જ એડમીશન લીધેલું છે....

અલબત્ત,
નીલ તમે ભણવામાં હમેશા અવ્વલ નંબરે હોવાથી કોમ્પ્યુટર સાયન્સ ની બ્રાન્ચ પસંદ કરી હતી ....જ્યારે ધ્વનિ, આઇ.સી એન્જિનિયરીંગ બ્રાન્ચ પર પસંદગી ઉતારી...

અત્યારે,
યુવાન વય હિરોઈન જેવી લાગતી ધ્વનિ નાનપણ થી જ ખુબ જ રૂપાળી લાગતી હતી...
સોનેરી વાળ ધરાવતી હોવાથી સોસાયટી માં બધા એને ગોલ્ડન ગર્લ કહી ને ચીડવતા....

અને નીલ,....
સરખી જ્ઞાતિ તેમજ, નાનપણ થી ધ્વનિ તમને ગમતી હોવા છતાં પણ એ તમારી જીવન સાથી બને એ બાબત માં તમે ક્યારેય વિચાર્યું નહોતું.....

જોકે ,નીલ,
યુવાન વય માં પ્રવેશ્યા ત્યારથી જ
આખીય સોસાયટી માં તમારા ઉમદા અને સેવાભાવી સ્વભાવ ને કારણે ધ્વનિ ના માતા પિતા ની આંખો માં તો ક્યારના વસી ગયા હતા

પણ, અત્યાર સુધીના ધ્વનિ ના તમારા પ્રત્યેના વર્તન થી તો, તમે ધ્વનિ ની પસંદગી નથી , એવું તો ચોક્કસ જાણી લીધું હતું ...નીલ

નીલ....
તમને બરાબર યાદ છે કે...નાનપણ માં
સોસાયટી ની બધી જ નાની છોકરીઓની સાથે
ધ્વનિ ને ગૌરી વ્રત ની પૂજા કરતા જોઇને,હમેશા બધા ધ્વનિ ની મમ્મી ને કહેતા.......

"જુવો આ, તમારી ધ્વનિ કેવી ધ્યાન પૂર્વક પૂજા કરે છે", એને તો શંકર ભગવાન જેવો વર મળવાનો છે".........

અને ત્યારે પણ,
કાચી સમજણ ધરાવતી ધ્વનિ શરમાય વિના મક્કમતા પૂર્વક કહેતી.....
"હા,હું તો હમેશા મારું ધ્યાન રાખે એવા શિવ ભગવાન જેવો જ જીવનસાથી પસંદ કરવાની છું" ....

સાહેબ,વાત પણ સાચી છે.....
આપનો દેશ ટેકનોલોજી અત્યારે ભલે ગમે તેટલો આગળ વધી રહ્યો હોય,પણ વિવિધતા માં એકતા ધરાવતા આ દેશ માં આવા સંસ્કાર નું સિંચન કરે એવા ઘણાય તહેવાર હજુય પોતાનુ આગવું મહત્વ ધરાવે છે....

નાનપણ થી જ સબંધોમાં જરૂરી એવા સ્નેહ નું ઈજન મળે એવા સંસ્કારો અને વિચારો આપતા તહેવારો હજુય એટલે જ લોકપ્રિય છે ....

છોકરી ઓ દ્વારા કરતા વ્રત પૂજા કે ઉપવાસ ભલે શ્રદ્ધા નો વિષય હોય.....
પણ,
એના દ્વારા કેળવાતી સમજ અને અભિગમ કુમળી વય થી જ છોકરીઓમાં, દરેક સબંધો ને ટકાવી રાખે એવા વર્તન અને વિચારો નુ વાવેતર કરવાનું કામ કરે છે......

અને એટલે જ,
ધ્વનિ ની જીવન સાથી ની પસંદગી પણ કઈક આવી જ હશે...એ વાત તમે પણ જાણતા હતા નીલ.....

ખેર... આ વાત ને બે થી ત્રણ મહિના થાય.

એક જ કોલેજ માં હોવા ને લીધે ઘણી વાર કોલેજ કેમ્પસ માં તમારી મુલાકાત ધ્વનિ સાથે થતી હતી....
ત્યારે કોઈક વાર એ હસી ને તમારી સાથે થોડી વાત કરી લેતી હતી......

પણ છેલ્લા આ બે ત્રણ મહિના ના સમય ગાળા દરમિયાન તમે અનુભવ્યું કે...
તમારી જ કોલેજ નો અને ધ્વનિ ની જ બ્રાન્ચ માં એની સાથે ભણતો રાહુલ શાહ....

કેટલાક સમય થી ધ્વનિ સાથે નિકટતા કેળવવાનો પ્રયત્ન કરી રહ્યોં હતો...

આ એ જ રાહુલ હતો , કે જેણે,પોતાની ઇમ્પોટેડ બાઈક પર એકાદી વાર ધ્વનિ ને લિફ્ટ પણ આપેલી.

પણ, ક્યારેક જે રીતે,
ધ્વનિ, રાહુલ સાથે વાત કરતી ત્યારે જાણે અજાણે એ રાહુલ તરફ ધીમે ધીમે ઢળી રહી હોય એવું તમને લાગતું.....નીલ..

અને એટલે જ કદાચ..
હમણાં થોડા સમય થીરાહુલ ને કારણે કદાચ, કોલેજ કેમ્પસ માં ધ્વનિ,
તમારી સાથે ખપ પૂરતી જ વાત કરતી હોય તેવું તમને લાગ્યું,હતું...નીલ.....

ખેર એ જે કંઈ હોય તે,
પણ,હવે.....
આવતા અઠવાડિયા થી યુનિવર્સિટી ની ફાયનલ સેમિસ્તર ની એક્ઝામ ચાલુ થવાની હતી.....

અને આ વખતે તો,..નીલ....

તમારી આખી કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ ની બ્રાન્ચ માં સ્કોલર હોવાને નાતે યુનિવર્સિટી ની એક્ઝામ માં એકાદ વિષય માં તો તમારો ગોલ્ડ મેડલ પાક્કો જ હતો એ વિશ્વાસ થી તમે પણ પૂરજોશ માં તૈયારી કરતા હતા....નીલ

એક્ઝામ ના કાર્યક્રમ મુજબ.....

આજે તમારા ફેવરિટ સબજેક્ટ ની એક્ઝામ હતી..

નીલ...તમારું પોતાનું વેહિકલ ન હોવાથી તમે હંમેશ સિટી બસ માં જ કોલેજ જતા હતા...

અને એ મુજબ આજે પણ...તમે
બસ સ્ટેન્ડ થી ઉતરી ને સમયસર ચાલતા ચાલતા કોલેજ કેમ્પસ માંથી પસાર થઇ ને પરિક્ષા હોલ તરફ જઈ રહ્યા હતા....નીલ...

અને ત્યાં,
તમારી નજર ત્યાં ઉભેલી ધ્વનિ તરફ પડી....એ થોડી હાંફળી ફાંફળી લાગતી હતી...
રાહુલ પણ એની સાથે જ ઉભો હતો...સાથે ધ્વનિ ની કેટલીક ફ્રેન્ડસ પણ ઊભી હતી...

એક્ઝામ શરૂ થવાની હજુ દસેક મિનિટ ની વાર હતી.

ધ્વનિ કઈક મુશ્કેલી માં હશે..એવું અનુમાન લગાવતા જ , સ્વભાવગત રીતે તમારા પગ તમને એ તરફ દોરી ગયા....નીલ

ધ્વનિ પાસે પહોંચતા જ આખી ઘટના તમારા મગજ માં આવી ગઈ.....

અને એ, મુજબ,
ધ્વનિ પોતાની એક્ઝામ રીસિપ્ટ આજે ઘેરથી લાવવાનું ભૂલી ગઈ હોવાથી રિસિપ્ટ વગર એક્ઝામ હોલ માં એ પરિક્ષા આપી શકે નહિ.એવી પરિસ્થિતિ ઉભી થઇ હતી...

અને આવા સંજોગો માં,જો, ધ્વનિ ,
રીસીપ્ટ લેવા માટે ઘેર પાછી જાય તો ઓછામાં ઓછો અડધો થી પોણો કલાક નીકળી જાય એમ હતું....આવા સંજોગો માં શું કરવું એ લઈને બધા ચિંતા માં હતા....

ધ્વનિ તો રડમસ ચેહરે ટેન્શન ને લીધે કઈ વિચારી જ નહોતી શકતી..નીલ

પણ, પાસે ઉભેલા રાહુલ ને જોઈને,
તમને મન માં અચાનક વિચાર આવ્યો અને તમે પાસે ઉભેલા રાહુલ ને કહ્યું....
"રાહુલ યાર,
"હું તો સિટી બસ માં આવું છું,પણ તું તો બાઈક લઈને આવ્યો છે ને"...."તું જો તારું બાઈક લઈને ધ્વનિ ની સાથે એના ઘેર થી ફટાફટ રિસીપ્ટ લઈ આવે તો કદાચ વીસ પચીસ મિનિટ માં જ પાછા આવી શકો"...."કદાચ એટલું પેપર છૂટી જાય પણ પરિક્ષા નહિ આપવાને કારણે ધ્વનિ ફેલ તો નહિ જ થાય"....

એટલા માં તો તમારી વાત માં સુર પુરાવતા હોય એ રીતે બધાય બોલી ઉઠ્યા....
"સાચી વાત છે નીલ ,તારી"..
"પણ જે કરવું હોય એ જડપથી કરો"...

હવે, ધ્વનિ ના રડમસ ચેહરા પર થોડી આશા ની ચમક આવી.પણ,ત્યાં તો..

કાયમ, પોતાના ઇમ્પોટેડ બાઈક પર ધ્વનિ ને લિફ્ટ આપવા માટે તલપાપડ રહેતો રાહુલ આજે અણી ના સમયે ફસકી જતા બોલ્યો....

"ના, યાર..મારે તો હજુ જ લાસ્ટ યાર ના બે બેકલોગ બાકી છે" .

"અને આજે થોડી ઘણી તૈયારી કરી ને આવ્યો છું..."
"હવે જો મારું આ અડધો કલાક નું પેપર છૂટી જાય ને,પછી એમાં પણ બેકલોગ આવી જાય તો યાર"..!!!
"તમે બધા એના સિવાય બીજો કોઈ રસ્તો વિચારો યાર"
"ચાલો હવે હું તો જાઉં છું એક્ઝામ આપવા માટે"...

"આમ પણ આજનું પેપર બહુ હાર્ડ નીકળવાનું છે,એવું સંભળાય છે"....

બસ,
આમ કહીને,
જેમ એક હારેલો સિપાહી જેમ મેદાન છોડી ને ભાગે એમ રાહુલ, ધ્વનિને મૂકીને એક્ઝામ હોલ તરફ ઝડપથી ચાલતો થયો....

એક ક્ષણ માટે તો,
ધ્વનિ એ પણ રાહુલ તરફ નફરત ની નજર થી જોયું...
પણ રાહુલ તો આ બધા ની પરવાહ કર્યા વિના ત્યાંથી રવાના થઇ ગયો...

હવે તો,
ધ્વનિ રીતસર ની ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી..

સમય હવે ધીરે ધીરે સરકતો હતો....

ધ્વનિ ની બધી ફ્રેન્ડસ પણ એક પછી એક એક્ઝામ હોલ તરફ જવા લાગી....નીલ.

પણ,
તમારા મગજ માં તરત જ એક વિચાર આવ્યો..અને તમે નિર્ણય લઈ લીધો નીલ...

તમે ધ્વનિ ને શાંત રાખતા કહ્યું....
"જો,ધ્વનિ... એક્ઝામ શરૂ થવાનો બેલ વાગી ગયો છે તું હવે,એક્ઝામ હોલમાં પરિક્ષા આપવા માટે જા,.....
અને,
"એકઝામીનર ને કહેજે હું,ઘેરથી ફટાફટ તારી રીસિપટ લઈ ને આવું છું...લાવ,

"ઝડપથી તારા એકટીવા ની ચાવી મને આપ, અને તારા ઘરે ફોન કરી ને કહી દે કે રીસિપ્ટ તૈયાર રાખે"....હું ફટાફટ આવી જઈશ"

"કારણ કે જો તું, ઘેર જઈશ તો પછી,કલાકે ય પાછી નહિ આવે શકે અને ઘણું મોડું થઈ જશે" ..."લાવ ફટાફટ...ચાવી"

ધ્વનિ ના ચેહરા પર હવે થોડી ચમક આવી....

પણ તરત જ એણે તમને અટકાવતા કહ્યું....

"નીલ...તો પછી તારી એક્ઝામ નું શું થશે...તું પણ એક્ઝામ માં લેટ થઈ જઈશ...તારું પણ પેપર છૂટી જશે"....

અને નીલ, તમે,
ધ્વનિ ને સમજાવતા કહ્યું...."છોડ, એ બધી વાત હવે એક્ઝામ પતે પછી કરીશું" "યાર..અત્યારે તો મને જવા દે....

એમ કહી ને નીલ,
તમે ધ્વનિ નું એકટીવા લઈ ને સડસડાટ ઘેર જઈ ને રિસિપ્ટ લાવી ને એક્ઝામ હોલ માં ધ્વનિ ને હાથ માં સોંપી દીધી...

ધ્વનિ દ્વારા કહેવાયેલી થેંક યું સાંભળવાનો સમય પણ ક્યાં હતો તારી પાસે નીલ.....

ઘડિયાળ નો સમય મુજબ પૂરી,
પાત્રિશ મિનિટ પછી તમે એકઝમિનાર ને સમજાવી ને ફટાફટ તમારું પેપર લખવાનું શરૂ કર્યું......

અંતે, હેમખેમ રીતે એક્ઝામ પેપર પૂરું થયું ....

પણ,
નીલ,...જેવા તમે પરિક્ષા આપી ને હોલ ની બહાર નીકળ્યા ...તમે જોયું કે...

ધ્વનિ એનું એકટીવા લઈ ને બહાર તમારી રાહ જોતી ઉભી હતી....
એણે બૂમ પાડી....
"એય નીલ...
"ચાલ આજે તને હું છેક ઘર સુધી ની લિફ્ટ આપી દઉં"...

ધ્વનિ ના અવાજ માં આજે કઈ અલગ જ અંદાજ હતો...ખુબજ ખુશ જણાતી હતી.. એ આજે....
.

ફાયનલ સેમ હોવાથી એક્ઝામ પત્યા પછી હવે કોલેજ ના દિવસો પણ પૂરા થયા હતા...નીલ

પણ હવે તમે નોંધ્યું નીલ કે,
અગાઉ ઓછું બોલતી ધ્વનિ,
સોસાયટી માં હવે ક્યારેક તમને મળતી તો હળવું સ્માઇલ આપી ને તમારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરતી હતી....

છતાં પણ તમે હજુ, ધ્વનિ ના મન ની વાત કળવા માટે અસમર્થ હતા, નીલ.....

એકાદ મહિના પછી યુનિવર્સિટી ના પરિણામ જાહેર થવાનો દિવસ આવી પહોંચ્યો થયું....

નીલ....
તમે તો જાણતા જ હતા કે એ દિવસ ના તમારા એક્ઝામ પેપર લખવાની પાત્રિશ મિનિટ ની મોડી શરૂઆત ની અસર તમારા ટોટલ માર્ક્સ પર પડવાની જ હતી...

યુનિવર્સિટી ના નોટિસ બોર્ડ ઉપર મુકેલા એક્ઝામ ના રીઝલ્ટ ના મેરીટ લીસ્ટ માં તમે તમારું નામ જોવા માટે વિદ્યાર્થીઓ ના ટોળા વચ્ચે ઊભા હતા...નીલ

અને એ,
મેરીટ લીસ્ટ વાંચતા ની સાથે જ તમે થોડા નીરસ થઈ ગયા.......

કારણ કે મેરીટ માં તમારો આખાય ક્લાસ માંથી તમારો ત્રીજો રેન્ક હતો...નીલ

જોકે,એ કોઈ ચિંતા નો વિષય નહોતો પણ,

થોડા માર્ક માટે તમે તમારા માનીતા વિષય માં ગોલ્ડ મેડલ ગુમાવી બેઠા હતા....

પરિણામ જોયા પછી થોડા અસ્વસ્થ થઈ ને યુનિવર્સિટી કેમ્પસ ની બહાર નીકળી રહ્યા હતા....નીલ..

અને અચાનક પાછળ થી એક સુંવાળો હાથ આવી ને તમારા મજબૂત ખભા પર મુકાયો....

પાછળ વળી ને જોયું તો એ ધ્વનિ હતી....

એણે તમારી આંખો માં આંખો પરોવી ને, ત્યાં રહેલા કેટલાય વિદ્યાર્થી ઓ ની પરવાહ કર્યા વિના જ તારો હાથ એના હાથ માં લઇ લેતા તમને કહ્યું.....

"નીલ.....
"હું જાણું છું કે તું તારા આ રીઝલ્ટ ને લઇ ને અપસેટ છે ને..!!!
" આ બધું મારા લીધે થયું છે"...
"એ દિવસે જો તું મારી ચિંતા કરી ને મારી રિસિપટ લેવા ઘેર ના ગયો હોત તો,આજે એ વિષય માં તને ગોલ્ડ મેડલ આવત,
ખરું ને"

"એના માટે હું જ જવાબદાર છું....."આઇ એમ સોરી" ....નીલ

ધ્વનિ ના મોઢે થી આ શબ્દો સાંભળતાં જ
નીલ, તમે એને સમજાવતા કહ્યું...

"અરે... ધ્વનિ....
No,No.... it's ok...and you don't mind, ....
It's just a coincidence...યાર...
"એમાં તારો કોઈ જ વાંક નથી"

હવે નીલ,
તમે કઈ આગળ બોલો એ પહેલાં તો ધ્વનિ એ એની હથેળી તમારા હોઠ પર મૂકી દીધી...
ધ્વનિ સાથે નો આ તમારો પહેલો સ્પર્શ હતો
તમારા આખાય શરીર માં ઝણઝણાટી થઈ ગઈ...
ધ્વનિ ની આ હરકત આજુ બાજુ ઉભેલા ઘણા જોઈ રહ્યા હતા ...

પણ ધરતી એ આ બધાની પરવાહ કર્યા વિના તમારો હાથ પકડી ને કહી દીધું......

"નીલ,...મને ખબર છે કે તું નાનપણ થી મને પસંદ કરે છે,ખરું ને.....
" આજકાલ લોકો, કેરિયર માટે પોતાના મોંઘા સબંધો ને પણ દાવ પર લગાવી દેતાં અચકાતા નથી" ..
"એવા વિપરીત સંજોગો માં પણ તે એક્ઝામ ના દિવસે ફક્ત મારા માટે જ, તારા કેરિયર અને ગોલ્ડ મેડલ ને પણ દાવ પર લગાવી દીધો હતો...ખરું ને"...નીલ..

"નીલ,.....તને યાદ છે, હું નાની હતી ત્યારે મારા આ ગોલ્ડન હેર ને કારણે સોસાયટી માં તમે બધા મને ગોલ્ડન ગર્લ કહી ને ચીડવતા હતા...

આજે ફક્ત મારા લીધે જ તે તારા મનગમતા વિષય માં ગોલ્ડ મેડલ ગુમાવ્યો છે એ હું જાણું છું અને એટલે જ....
તો, તારા એ તારા ગોલ્ડ મેડલ ની જગ્યા એ આ આખીય ગોલ્ડન ગર્લ આજ થી તારી થઇ ગઈ....બસ....
"ખરેખર,નીલ,હું તને ચાહવા લાગી છું"....

પોતાના ની કેર કરવા માટે આખું કેરિયર દાવ પર લગાવી જાય એનાથી વધારે યોગ્ય જીવન સાથી મને બીજો કયો મળવાનો હતો.....

"અને. હા,.....ડોબા, તારા અને મારા તો બત્રીસે બત્રીસ ગુણ મળે છે"......
"એવું પાપા પણ તારા જન્માક્ષર જોઈને કહેતાં હતાં.....એટલે હવે આમ પણ તારા માટે
છટકવાના કોઈ ચાન્સ નથી, My Hero"..!!!

ધ્વનિ એની સામે શરારત કરતી હોય એ રીતે આંખો નચાવતા બોલી.....
બસ,
ધ્વનિ દ્વારા કહેવાયેલા આ શબ્દો જ તમારા માટે પૂરતા હતા.....
તમારી એક્ઝામ ના એ ,નહિ ધારેલા પરિણામ ને ભૂલી જવા માટે.......નીલ

અને પછી, તમે પણ ત્યાં હાજર રહેલા કોઈની પરવાહ કર્યા વિના ધ્વનિ ને તમારી મજબૂત બાહો માં ઉંચકી લીધી. ...


નરેશ ગજ્જર

























બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED