Sanvedna na sur books and stories free download online pdf in Gujarati

સંવેદના ના સુર (ઉત્તરાયણ સ્પેશિયલ)

સંવેદના ના સૂર....(ઉત્તરાયણ સ્પેશિયલ)

"હસરતે તો થી આસમાન કો છુને કી ,મગર" "હવાઓ કે રૂખ કા હમ એતબાર કર બૈઠે"..
નરેશ ગજ્જર

પ્રોફેસર પ્રજ્ઞા ચોકસી... તમારી કોલેજ માં ઉત્તરાયણ ના આગલા દિવસે રવિવાર ની રજા હોવાથી કાઇટ ફેસ્ટિવલ યોજવામાં આવ્યો હતો..
એ અંગેની પ્રિન્સિપાલ સાથેની મિટિંગ માં જોકે તમારી સંમતિ નહોતી... પણ અન્ય પ્રાધ્યાપકો અને વળી ખાસ કરીને તમારી આ કોમર્સ કોલેજના છોકરા છોકરીઓના આગ્રહ ને કારણે આ આખોય મહોત્સવ યોજવાનું નક્કી કરવામાં આવ્યું ..... અને આ મહોત્સવ નાં આયોજન નાં ભાગ રૂપે વહેલી સવારથી જ તમારી કોમર્સ કોલેજ ના પ્રાંગણ માં જ આવેલા મેદાન માં આખીય તૈયારી થઈ ચૂકી હતી..પ્રો.પ્રજ્ઞા ચોકસી
તે કાર્યક્રમ ની રૂપરેખા ના ભાગરૂપે સૌ પ્રથમ કોલેજના છોકરા અને છોકરીઓ વચ્ચે પતંગ ચડાવવાની હરીફાઈ અને એ પછી ડીજે સાથે ડાન્સ અને પછી બપોરે ઉંધીયું જલેબી ના લંચ પછી કાર્યક્રમ ની પૂર્ણાહુતિ....
અને આ આખા કાર્યક્રમ ના સંચાલન ની જવાબદારી અને એક સિનિયર પ્રોફેસર ના નાતે તમે પણ વેહલી સવારથી તમારી કાર લઈને કોલેજ પહોંચી ગયા.. .. પ્રો.પ્રજ્ઞા ચોકસી....
તમે આ કોલેજ ના એકાઉન્ટ ના વિષય નાં સિનિયર પ્રોફેસર છો. નિવૃત્તિ ને થોડાક જ વરસો ની વાર છે.. અને વિદ્યાર્થીઓમાં થોડી કડક છાપ ધરાવતા તમે 'પીસી મેમ' તરીકે પણ જાણીતા છો..પ્રો.પ્રજ્ઞા ચોકસી...
કાર્યક્રમ ની રૂપરેખા ના ભાગ રૂપે શરૂઆત માં જ વહેલી સવાર થી જ કોલેજ ના છોકરા અને છોકરીઓના ગ્રુપ વચ્ચે પતંગ હરીફાઈની શરૂઆત થઇ. ..અને મકર સંક્રાંતિ નાં આગલા દિવસ એટલેકે રવિવારે તો પવન પણ જાણે કે આ આખાય કાર્યક્રમ ને સાથ આપતો હોય તેમ અનુકૂળ માત્રા માં હતો. એક તરફ ડી. જે. નું ધમાલિયું મ્યુઝિક મોટે થી કાંન નાં પડદા ચીરતું હતું...ચારે તરફ મસ્તી નો માહોલ છવાયેલો હતો...અને માઇક ઉપર થી છોકરાઓ અને છોકરીઓ વચ્ચે પતંગ કાપવાની હરીફાઈ શરૂ થવાની જાહેરાત થઈ ગઈ... આખો સ્ટાફ એક તરફ ખુરશીઓ ઢાળીને બૅઠો હતો જેમાં તમે પણ હતા... પ્રો. પ્રજ્ઞા ચોકસી...
અને એકતરફ આખી કોલેજ નાં છોકરા છોકરીઓ ટોળે વળીને હરીફાઈ શરૂ થવાની રાહ જોતા ચિચિયારીઓ કરતા હતા...અંતે પતંગ હરીફાઈ શરૂ થઈ...એક પક્ષે છોકરાઓ નું ગ્રૂપ..અને બીજી તરફ છોકરીઓ નું ગ્રૂપ....બધા હાથમાં પતંગ દોરી લઈને હરીફ ગ્રુપ નાં પતંગો કાપવા માટે તૈયાર હતા... એક યુદ્ધ નાં સમરાંગણ જેવો માહોલ લાગતો હતો... આકાશ મેઘ ધનુષ નાં રંગો ની જેમ વિવિધ રંગો નાં પતંગો થી રંગીન થઈ ગયું....અને વાત પણ સાચી છે મેઘ ધનુષ નાં રંગો જેવી વિવિધતા જો બીજે ક્યાંય જોવા મળતી હોય તો એ કોલેજ નું કેમ્પસ જ હોઈ શકે જેમાં બેમત નથી..
હરીફાઈની શરૂઆત થઇ ચૂકી હતી ... પણ પ્રો.પ્રજ્ઞા ચોકસી....તમે જોતા હતા કે થોડી થોડી વારે છોકરા ઓના ગ્રુપ તરફથી " કાપ્યો છે....કાપ્યો છે"... "લુસર...લુસર"...તેવી જાત જાત ની બૂમો વારે ઘડીએ સંભળાતી હતી...તો બીજી તરફ છોકરીઓ ની છાવણી માં સોપો પડી ગયો હતો....કારણકે છેલ્લા એકાદ કલાક થી છોકરીઓ તરફ થી માંડ માંડ હવામાં આવેલા પતંગો ને આ છોકરાઓ થોડો ઉંચો થાય એ પહેલાં જ કાપી નાખતા...અને ચિચિયારી કરી મુકતા.
મુકાબલો લગભગ એક તરફી હતો..છોકરા ઓ એ લગભગ ત્રીસ થી પાત્રીસ જેટલા પતંગો છોકરીઓના કાપી નાખ્યાં હતાં સામે પક્ષે છોકરીઓની સ્કોર નહિવત હતો...
પ્રો.પ્રજ્ઞા ચોકસી...તમે જોયું કે છોકરીઓ નું આખું ટોળુ લગભગ નિરાશ હતું કારણ કે તેમના થી છોકરાઓના પતંગ કાપવાની વાત તો બાજુ રહી ...પણ સરખી રીતે પતંગ ચડતા પણ નહોતા.....
આ જોઈને તમારાથી ના રહેવાયું.... પ્રો.પ્રજ્ઞા ચોકસી....
અને તમે સીધા ખુરશીમાંથી ઉભા થઈને છોકરિઓની છાવણી માં પહોચી ગયા...અને બોલ્યા...."છોકરીઓ આ રીતે પતંગ ચગવશો તો તમારો એકેય પતંગ બાકી રેહશે નહિ...અને છોકરાઓ બાઝી મારી જશે"..
એમ કહીને તમે પતંગ ની દોર તમે હાથમાં લઈ લીધી...પ્રો.પ્રજ્ઞા ચોકસી ..
બસ ત્યાર પછી તો પૂછવું શું...એકલે હાથે તમે છોકરાઓ ની પતંગો ને કાપવાનું ચાલુ કર્યું..આખી કોલેજ ભેગી થઈ ગઈ તમને આ રીતે પતંગ ચગાવતા જોવા માટે...
હવે ચિંતા કરવાનો વારો છોકરા ઓનાં ગ્રુપ નો હતો...તમારી પતંગ ચડવાની આવડત સામે એ એકેય ટકી શક્યો નહિ અને એકાદ કલાક માં તો આ આખો મુકાબલો છોકરીઓ ના પક્ષ માં તમે એકલે હાથે જીતાડ્યો... તમે બેચલર હતા એ વાત તો આખીય કોલેજ જાણતી હતી પણ.. તમે પતંગ ચડવાના એટલા કુશળ છો...એની ખબર આજે આખી કોલેજ માં થઈ ગઈ.. છોકરીઓનું ટોળુ તો તમને આવીને વીંટળાઈ જ ગયું... આ આખાય પતંગ મુકાબલા દરમિયાન તમારી જ ચર્ચા થતી હતી...અને વાત પણ સાવ સાચી હતી..તમારા વિના છોકરીઓ ને આ મુકાબલો જીતવો અશક્ય જ નહિ પણ અસંભવ જ હતો...
પ્રો. પ્રજ્ઞા ચોકસી......

મુકાબલો પુરો કરીને હજુ માંડ તમે બેઠા હતા ત્યારે કેટલાક છોકરા છોકરીઓના ટોળુ તમારી પાસે આવીને પૂછવા લાગ્યું..."મેમ તમે નાનપણ થી જ આટલા સરસ પતંગ ચગાવતા આવડે છે..?તમે ક્યારેય આ વાત કરી નથી..આજે તો તમે છોકરીઓ ને જીતાડી ને એમનો વટ પાડી દીધો"....

બસ, આટલું સાંભળતા ની સાથે જ તમારી નજર સામે તમારો ત્રીસ વરસ જૂનો ભૂતકાળ તરવરવા લાગ્યો..... પ્રોફેસર પ્રજ્ઞા ચોકસી

ત્યારે તો તમે ફક્ત પ્રજ્ઞા ચોકસી હતા.... નાના હતા ત્યારથી જ તમને છોકરાઓની જેમ જ પતંગ ચગાવવાનો ગાંડો શોખ હતો...ઉત્તરાયણ આવાં ની હોય તેના એકાદ મહિના પહેલાજ શાળા એ થી આવીને સ્કુલ બેગ ફંગોળી ને સીધા જ તમે પતંગ દોરી લઈ ને ધાબા પર ચડી જતા...અને છેક અંધારું થાય ત્યારે નીચે આવતા..
.તમારા આ પતંગ ચડાવવાના શોખ ને લીધે તો તમે તમારી આખીય સોસાયટી માં જાણીતા હતા .તમારી મમ્મી ઘણી વાર તમને કેહતી "અલી..પ્રજ્ઞાડી..આવા છોકરાઓ જેવા શોખ ના રખાય"...તું તો વળી છોકરીની જાત.. કોણ તારી સાથે પરણશે.".? ત્યારે માની એ વાત તમે હશી કાઢતા અને કહેતા... "હું તો આ પતંગ સાથે પરણવાની છું...કમસે કમ એની દોર મારા હાથ માં તો રહેશે"...
અને વાત પણ ખરી હતી, સોસાયટીના બીજા બધાના ધાબા પર છોકરાઓ હોય ત્યારે તમારા એકલા ના ધાબા પર તમે પતંગ ચગાવતા હોય. અને હા ..ઉત્તરાયણમાં આખી સોસાયટી માં થી કોઈ છોકરા ની તાકાત નથી કે તમારા આકાશને આંબતા એક પણ પતંગ ને એ કાપી બતાવે.. પતંગ ચડાવવાની બાબતમાં તો આખી સોસાયટી માં તમારું એકચક્રી શાશન હતું...પ્રજ્ઞા.. એમ કરતાં તમે કોલેજમાં આવ્યા પણ તમારો પતંગ ચગાવવાનો શોખ તો અકબંધ જ રહ્યો...તમને યાદ છે પ્રજ્ઞા ...તમે કોલેજમાં બીજા વર્ષ હતા ત્યારે મયંક તમને જોવા માટે આવેલા ..ત્યારે પણ મયંક સાથેની વાતચીત મા તમે સ્પસ્ટ કહી દીધેલું કે "મને બીજી બધી છોકરીઓની જેમ ગરબા નો નહિ પણ પતંગ ચડવાનો ગાંડો શોખ છે". અને જો તમને પણ પતંગ ચડવાનો શોખ હોય તો વાંધો નહિ આવે નહિતર કાયમ તમારે મારી ફિરકી પકડવી પડશે"... ..
.પ્રજ્ઞા .. તમે તો સહેજ ભીને વાન હતા..એટલે એમબીએ થયેલો ફૂટડો યુવાન મયંક, તમને તો ગમી જ ગયેલો પણ એને તમને કેમ હા પડી તેની તમને ખબર ના પડી..કદાચ તમારું અલ્લડપનું એને ગમી ગયું હશે..પ્રજ્ઞા...
પણ આ આવે તે ઉત્તરાયણ પત્યા પછી કમુરતા ઉતરતા જ ગોળ ધાણા નું નક્કી થઈ ગયું..તમારું ગોઠવાઈ ગયું તેથી આખું ઘર ખુશ હતું...અને તમારા ઘરનાઓએ આ નવા થનાર જમાઈ રાજાને ઉત્તરાયણ મા સાસરી માં આવવાનું આમંત્રણ પણ આપી દીધું......તે દિવસે ઉત્તરાયણ હતી... પ્રજ્ઞા...તમે તો વેહલી સવારથી જ ધાબા ઉપર પહોંચી ગયા હતા..સવાર ની ચા પણ તમે મમ્મી પાસે ધાબા ઉપર મંગાવીને પીધેલી...ત્યારે મમ્મી એ તમને કીધેલું..."અલી..છોકરી નાહી ધોઈને તૈયાર થઈ જા...ગમે ત્યારે મયંક કુમાર.. આવી ચડશે...આ તારા દેદાર જોઈને ક્યાંક સગાઈ ની નાં પાડી દેશે તો"...પણ તમે તો પતંગ ચડવામાં એટલા મશગુલ હતા કે મમ્મી ની આ બધી વાતો કાને ધરવાનો સમય જ ક્યાં હતો તમારી પાસે....પ્રજ્ઞા લગભગ સવારે અગિયાર વાગે મયંક આવી પહોંચ્યા ત્યારે પણ તમેતો ધાબા પર પતંગ જ ચડાવતા હતા...અને વળી ધાબા પર આવીને મયંક ના નસીબમાં તો ફિરકી પકડવાની જ આવી...જોકે મયંક ને પતંગ કરતા વધુ રસ અજુ બાજુના ધાબા પર લોકોને પતંગ ચડાવતા જોવામાં હતો તેવું તમને લાગ્યું... અને પ્રજ્ઞાં તમે પણ પતંગ ચગાવતા ચગાવતા મયંક ને નખરાળી અદાઓ થી કહી પણ દીધુ.."મયંક આપણા લગ્ન પછી પણ તમારે તો ફિરકી જ પકડવાની છે એ વાત ભૂલી ન જતા .અને કાયમ...આ પતંગ ની દોર તો મારા હાથ માં જ રહેશે"...આખો દિવસ મયંક તમારે ત્યાં ધાબા ઉપર રહ્યો. પણ તમને કોણ જાણે કેમ આવું લાગ્યું કે ફિરકી પકડવાની સાથે સાથે તેની નજર તમારી જ સોસાયટીના છેલ્લા મકાન ઉપર પોતાના કઝીનો સાથે પતંગ ચગાવતી તમારી જ્ઞાતિ ની સુહાની પર વધારે હતી....પણ તમે તો આ બધાથી બેપરવાહ થઈને પતંગ ચગાવવામાં જ મશગુલ હતા....પ્રજ્ઞા... જો કે તમારી આખી સોસાયટીમાં તમારા સોની નાં ઘર આમેય વધારે હતા.... અને એ આખા દિવસ ની મયંક સાથે ઉજવેલી ઉત્તરાયણ નો થાક છેક સાંજે અંધારું થતા તમને વર્તાયો...પ્રજ્ઞા ....ઘરના બધા ખુશ હતા..બધા મયંક માં મૃદુભાષી સ્વભાવ ના વખાણ કરતા કહેતા .. બેટા પ્રજ્ઞા ...'જમાઈ તો સ્વભાવ ના સારા મળ્યા છે...પણ હવે સાસરે ગયા પછી ઘર અને વર બંને ને બાંધીને રાખવાની જવાબદારી તારી રહેશે.....
ઉત્તરાયણ ની એ મોડી સાંજે મયંક પણ પોતાના ઘેર ગયો...તમે પણ આખા દિવસ ના ઉત્તરાયણ ના થાક ને કારણે બીજા દિવસે સવારે થોડા મોડા ઉઠ્યા પ્રજ્ઞા ...એ દિવસે વાસી ઉતરાયણ હતી....
બપોરે મયંક નો તમારા પર ફોન આવ્યો ...કોઈ પણ વાદવિવાદ માં ઉતર્યા વિના અને તમારી એક પણ વાત સાંભળ્યા વિના સીધી જ તમને સગાઈ માટેની નાં પાડી દીધી.... પ્રજ્ઞા..
મયંકે સગાઈ માટે નાં કેમ પાડી હશે તેનું કોઈ અનુમાન તમે લગાવી જ નાં શક્યા.. વાસી ઉતરયણ નો એ આખો દિવસ તમે રડવામાં જ કાઢ્યો.....ઘરનાઓએ વાત કરી પણ મયંક અને તેના કુટુંબ તરફ થી કોઈ પણ કારણ આપ્યા વિના ધરાર ના જ આવી....આમ અચાનક એવું તે શું બની ગયું તમારી અને મયંક ની વચ્ચે એની કોઈને કશી જ સમજણ ના પડી. પ્રજ્ઞા....
પણ અંતે તમારા ઘરનાઓએ તમને હૈયા ધારણા આપતા સમજાવ્યા કે " પ્રજ્ઞા, એનાથી પણ સારું પાત્ર તને મળી જશે ....જે થયું તેને ભૂલી જા"...એકાદ અઠવાડિયાની માનસિક તાણ પછી તમે થોડીક સ્વસ્થતા કેળવી લીધી...પ્રજ્ઞા..
પણ એના થોડા દિવસ પછી જ મયંકે સગાઈ તોડી નાખી તે નાં દુઃખ કરતાંય મોટો ઝટકો તમને ત્યારે લાગ્યો કે જ્યારે તમને એમ જાણવા મળ્યું કે સોસાયટી ના એ છેલ્લા મકાન માં રહેતી તમારી જ જ્ઞાતિ ની એ સુહાની સાથે મયંક નું ગોઠવવાની વાતો ચાલે છે..અને ટૂંક સમય માં જ તેઓની સગાઈ પણ થવાની છે......
અને અંદર થી પૂરેપૂરા ભાંગી પડ્યા તમે પ્રજ્ઞા..
પછી એક દિવસ જ્યારે તમે સોસાયટી માંથી પસાર થતા હતા ત્યારે ખૂણા ઉપર બેઠેલા કેટલાક ટીખળી છોકરાઓમાં થી કોઇએ ટકોર કરી....." આ પ્રજ્ઞા ડી.. બહુ બધાના પતંગો કાપતી હતી આજે એનો જ પતંગ એના હાથ માં ના રહ્યો. .. અને પેલી સુહાની પેચ લડાવીને કાપી ગઈ" .....
બસ ત્યાર થી લઈને અજ સુધી તમે ક્યારેય જીવન માં પતંગ ફિરકી હાથ માં જ નથી પકડી...કોલેજ પૂરી કર્યા પછી તમે બીએડ કર્યું અને પછી અધ્યાપક તરીકે ની નોકરી સ્વીકારી......
ત્યારથી લઈને આજ સુધી એવું તો મનમાં તમને શું થઈ ગયું કે પરણવાની ઉંમર માં અનેક સારા માંગા આવવા છતાં અને ઘરનાં સભ્યો એ સમજાવ્યા છતાં પણ તમે જીવનભર નહી પરણવા નો નિર્ણય કર્યો..... જાણે કે તમને પરણવામાંથી રસ જ ઉડી ગયો હતો... પ્રો.પ્રજ્ઞા ચોકસી...
અને જ્યારે આજે અડતાલીસ વર્ષ ની પાકટ વયે આ પતંગ મહોત્સવ માં છોકરીઓ ને હારતા જોઈને તમારાથી રેહવાયું નહી....અને આટલા વર્ષો પછી તમે પતંગ ફિરકી ને હાથ માં પકડ્યા છે...પ્રો પ્રજ્ઞા ચોકસી....અને ત્યારે પતંગ મહોત્સવ ના વિજેતા ટ્રોફી અને ઈનામ વિતરણ વખતે તમારી ચશ્મા નાં આવરણ થી ઢંકાયેલી આંખો ના ભીના થયેલા ખૂણા ને લૂછતાં લૂછતાં જ તમને તમારા પ્રશ્ન નો જવાબ જડી ગયો કે "માણસ ધારે તો કોઈ એક શોખ ના સહારે આખી જિંદગી કાઢી શકે. અને 'જિંદગી નો સાચો આનંદ તમને કેવળ તમારો શોખ જ આપી શકે.". .. અને રહી વાત લગ્ન કરીને ઘર ગૃહસ્થી વસાવવાની તો આખીય કોલેજ ના વિદ્યાર્થી ઓ મારા બાળકો જ છે ને...........અને હા આ કોલેજમાં બીજી મહત્વની વાત એ બની કે તે દિવસ થી લઈને તમે પ્રિન્સીપાલ તરીકે રીટાયર થયા ત્યાં સુધી દર વર્ષે કોલેજ માં ઉજવાતો એકેય પતંગ મહોત્સવ બોયસ્ ક્યારેય જીતી શક્યા નથી વિજેતા ટ્રોફી હંમેશા છોકરી ઓના હાથમાજ આવી છે.........પ્રો.પ્રજ્ઞા ચોકસી

નરેશ ગજ્જર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED