લાગણી નાં ફૂલ Bhavna Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણી નાં ફૂલ

*લાગણી નાં ફૂલ*. વાર્તા... ૪-૨-૨૦૨૦


આવે હજુ સુગંધ એ યાદો ના ફુલો ની, અને એકાંત માં પણ ભીડ નો એહસાસ કરાવી જાય છે..
અમે તો ફકત શ્વાસ જ લીધાં છે ,બાકી આ જીવન તો આખું તારી યાદમાં જ વહ્યું છે.... આમ કોઈ નું આપેલું ફૂલ છેલ્લું સંભારણું બની ગયું...
આ વાત છે ૧૯૮૫ ની સાલની...
આણંદ શહેરમાં એક જ સોસાયટીમાં રહેતી બે સખીઓ ની...
ભૂમિકા બ્રાહ્મણ હતી અને હિના બારોટ હતી ...
પણ આ બન્ને નો પ્રેમ બધે જ ચર્ચા નો વિષય હતો... આમ એકબીજા માટે દિલમાં લાગણી ના ફૂલ ખિલેલા હતાં...
એક ટાઈમ હિના ને ત્યાં જમે એક થાળીમાં તો...
એક ટાઈમ ભૂમિકા નાં ઘરે જમે સાથે...
સ્કૂલ જવાનું હોય ત્યારે ભૂમિકા સાયકલ ચલાવે અને હિના પાછળ બેસે...
બન્ને ની સ્કુલ અલગ અલગ હતી ...
પણ જવા આવવાનું સાથે જ...
હિના ના મમ્મી પપ્પા બન્ને નોકરી કરતા હતા...
હિના અને ભૂમિકા જાણે એકબીજા માટે જ બન્યા હોય એમ જ્યાં પણ જાય સાથે ને સાથે જ જાય...
ભૂમિકા ના પિતા ને ધંધો હતો... ભૂમિકા પોતાની દરેક બહેનપણીઓ ને પોતાના રૂપિયા થી પિક્ચર બતાવતી હતી અને નાસ્તો પણ કરાવે...
જો બધા સાથે પિક્ચર જોવા ગયા હોય અને ભૂમિકા ની બાજુ ની સીટમાં કોઈ બીજી બેહનપણી બેસે તો હિના નું મોં ચઢી જાય ....
કોઈ પણ તહેવાર હોય બન્ને સાથે જ ઉજવે... નવરાત્રી માં વલાસણ ગરબા જોવા સોસાયટીમાં થી બધાં ટેમ્પો કરીને જાય... તો પણ બન્ને સાથે જ હોય જો એક ના જાય તો બીજું પણ ના જાય...
આ બન્ને નો પ્રેમ અનોખો હતો... જાણે એક સિક્કાની બે બાજુ...
આમ કરતાં હિના અને ભૂમિકા દશમાં ધોરણમાં આવ્યા..
અને એક દિવસ ભૂમિકા ની તબિયત ખુબ જ બગડી જતાં ડોક્ટર ને બતાવ્યું...
એમણે પેટનાં સ્પેશિયલ ડોક્ટરને બતાવવા નું કહ્યું...
ભૂમિકા નું તાત્કાલિક એપન્ડિક્સ નું ઓપરેશન કરવાનું હોવાથી એને દવાખાનામાં દાખલ કરી..
હિના ને જાણ થતાં જ આવી ગઈ...
બીજા દિવસે સવારે વહેલું ઓપરેશન થઈ ગયું... ભૂમિકા બે કલાક પછી ભાનમાં આવી પણ હજુ પાણી આપવાનું ન હતું..... ભૂમિકા અર્ધ બેભાન અવસ્થામાં બોલે હિના તું તો મને પાણી આપ.. તું પણ મને તરસે જ મારી નાખીશ...
હિના તું તો મારી પ્રિય સખી છે તને મારી દયા નથી આવતી..
હિના રડી પડી...
ડોક્ટરે હજુ પાણી આપવાનું ના કહી હતી... તો કેમ આપવું..
અને હિના એ પણ રાતનું પાણી કે ચા, જમવાનું કંઈ જ લીધું ન હતું... એ ભગવાન ને એક જ પ્રાર્થના કરતી હતી કે હે ભગવાન મારી સખી ને જલ્દી સ્વસ્થ કરી દે...
થોડી થોડીવારે ભૂમિકા નો બબડાટ ચાલુ જ રહેતો..
પછી ડોક્ટર આવ્યા અને અને ભૂમિકા ને તપાસી ને બે ચમચી પાણી પીવા આપ્યું..
જ્યારે ભૂમિકા પૂરી ભાનમાં આવી ત્યારે બે સખીઓ એક બીજાનો હાથ પકડી ને ખૂબ રડી...
ભૂમિકા ને ઓપરેશન નાં લીધે ખીચડી ને મોળા દાળભાત જ ખાવાનું તો હિના પણ એ જ ખાય...
આમ કરતાં બન્ને બારમાં ધોરણમાં આવ્યા ...
હિના એ સાયન્સ લીધું... ભૂમિકા એ આર્ટસ લીધું હતું...
બન્ને ને હવે રાત્રે જ મળવાનો સમય મળે તો પણ એકબીજા ની ભાવતી વાનગી બની હોય તો એકબીજાને આપવા દોડે...
ભૂમિકા નાં પપ્પા એ ભૂમિકા ને લ્યૂના લઈ આપ્યું એટલે હવે પાછાં એ બન્ને સાથે જવા આવવા લાગ્યા...
ભૂમિકા લ્યૂના પર હિના ને સ્કૂલ મૂકી ને પછી પોતાની સ્કૂલ જાય.. આમ આ બે સખીઓ નો સાચો પ્રેમ આખાં આણંદ પંથકમાં જાણીતો બન્યો....
આમ કરતાં બન્ને બારમાં ધોરણમાં પાસ થઈ ગયા...
હિના ને સારા ટકા આવ્યા અને એને નર્સ નો કોર્સ કરવો હતો તો એનાં પપ્પા એ એને જામનગર ભણવા મૂકી..
જે દિવસે હિના ને જવાનું હતું એ દિવસ બન્ને એકબીજાને ભેટી ને ખુબ જ રડ્યા...
ભૂમિકા એ હિના ને યાદગીરી માટે બન્ને નો સાથે પડાવેલો ફોટો ફ્રેમ માં મઢાવીને આપ્યો...
હિના એ એનાં ઘરમાં ઉગાડેલાં ગુલાબ માં થી એક ગુલાબ નું ફૂલ આપ્યું...
હિના જામનગર ગઈ પછી ભૂમિકા ઉદાસ રહેવા લાગી...
હિના નું આપેલું ફૂલ એણે એની ડાયરી માં મૂકી દીધું હતું તે રોજ જોતી રહેતી..
એક દિવસ જામનગર થી સમાચાર આવ્યા કે જમવામાં ફૂડ પોઈઝન આવી ગયું તો દશ થી વધુ છોકરીઓ મરણનો ભોગ બની એમાં હિના પણ હતી...
ભૂમિકા તો આ સાંભળીને પાગલ જ થઈ ગઈ...
એણે રીતસર ભગવાન સાથે લડાઈ ચાલુ કરી...
અને હીના ની યાદમાં ડીપ્રેશનમા જતી રહી... હિના ની ભાવતી જલેબી ને એણે ક્યારેય ના ખાધી... અને હિના નો એક ફોટો અને એ ગુલાબ નું ફૂલ જ આખો દિવસ પાસે રાખે...
આમ એનું આપેલું છેલ્લું ફૂલ ભૂમિકા નું જીવન ભર નું સંભારણું બની રહ્યું...
ભાવના ભટ્ટ અમદાવાદ....