કોલેજના દિવસો અને પ્રેમ - ૪ વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોલેજના દિવસો અને પ્રેમ - ૪

એક દિવસ હું ઘરમાં મારા કોમ્પ્યુટર ઉપર બેઠો હતો. મારી ટેવ મુજબ તેના અલગ કરેલા ફોટાનું ફોલ્ડર ખોલીને રાખ્યું હતું. ઘરના બધા જ સભ્યો જેવા આમ-તેમ થાય કે તરત જ હું તેના ફોટા જોવા લાગતો હતો. પણ જ્યારથી મને ખબર પડી કે હું પણ તેને ગમું છું ત્યારથી હું કોમ્પ્યુટરમાં તેના ફોટા જોતા-જોતા તેની સાથે વાતોએ વળગી જતો. પણ આજે તેના ફોટા જોતા-જોતા હું ખોવાઈ ગયો, બરાબર એ જ સમયે મારી મમ્મી પાછળ આવી ને ઉભી રહી ગઈ અને હું એકલા એકલા જે બબડ્યા કરતો હતો તે સાંભળતી હતી. તે સમજી ગઈ કે આજકાલ મારૂં ચિત્ત ક્યાં ચોંટ્યું હતું. રહી રહી ને મને ખબર પડી કે મમ્મી પાછળ ઉભી છે અને મે ભીનું સંકેલવાનો વ્યર્થ પ્રયાસ કર્યો. અને ફજેતો થઈ ગયો. મમ્મીને ફોટો જોતા તો એ ગમી જ ગઈ અને પુછ્યું, “આ કોણ છે? તારી ગર્લફ્રેન્ડ છે?”

મે કહ્યું,” ના રે ના! હજું નસીબ નથી ઉઘડ્યા!”

એક ગુજરાતી મમ્મી જેમ તેના બધા સંતાનો ને કહેતી હોય તેમ જ મને કહેવા માંડી,” ભાઈ ભણવામાં ધ્યાન આપ. આ બધું હમણાં રહેવા દે.”

પણ તેને કોણ સમજાવે કે હાલ તો પરિસ્થિતિ કાબું બહાર છે.

રાત્રે તેની સાથે SMSમાં વાત કરતા-કરતા આજે પહેલી વાર મે તેને THREE GOLDEN WORDS કહ્યાં પણ સ્પષ્ટ રીતે નહી, 143 કહ્યું. તે સરમાઈ ગઈ અને SMS બંધ થઈ ગયા. હવે શું કરવું? અહિં મને એમ કે તે ગુસ્સે થઈ ગઈ હશે? તેને મારી વાત નહી ગમી હોય? પાછો તેને ગુમાવવાનો ડર સતાવવા લાગ્યો. પણ હવે તો નક્કી જ કરી નાંખ્યું કે ‘હિંમતે મર્દા તો મદદે ખુદા’.

આખી રાત વિચારતો રહ્યો કે તેને મનાવવા શું કરવું? છેવટે નક્કી કર્યું કે આજે તો એક લવલેટર આપી જ દેવો છે. પછી જોયું જશે જે થવું હશે તે થાય. પણ આજે તો હિંમત કરી જ નાંખવી છે. ઘણું વિચાર્યા બાદ મારી જિંદગીનો પ્રથમ લવલેટર લખ્યો. પ્રથમ અનુભવ હતો. માટે અનુભવહિન લખાણ તો કેવું હોય? પણ લેટર લખ્યા પછીનો પ્રાણ પ્રશ્ન એ હતો કે આ પત્ર તેને ગમશે કે કેમ? અને જો ગમે તો પણ તેનો જવાબ શું હશે?

છેવટે એ દિવસ પણ આવી ગયો. બપોરના સમયે કોલેજ છુટી. કોલેજથી બસસ્ટેંડ સુધી ચાલી ને જવું પડતું. તે સમયે મેં એક્તાને કહ્યું, “આજે હું તેને લવલેટર આપવાનોં છું માટે તું તેને લઈ ને અલગથી બસસ્ટેંડ ઉપર ઉભા રહેજો.”

એ સમય પણ આવી ગયો. ધડકતા હ્રદયે મેં તેને લવલેટર આપ્યો. તે શરમાઈ ગઈ અને તેના હાથમાંથી મારો પત્ર છુટી ગયો. તે વધુ શરમાઈ. મે જમીન પર પડેલો પત્ર ફરી તેના હાથમાં આપ્યો. તે અને એક્તા એકબાજુ જતા રહ્યા અને ત્યાંથી જ મારો પત્ર વાંચવા લાગ્યા. મે જવાબની રાહ ના જોઈ અને હું મારા મિત્રો જ્યાં ઉભા હતા ત્યાં જતો રહ્યો. ત્યાંથી જ મેં ઉભા-ઉભા તેના જવાબની રાહ જોઈ પણ થોડી વાર પછી જોયું તો ત્યાં તે અને એક્તા દેખાયા નહીં. યાર! આ શું માંડ્યું છે? વારે વારે મારી સાથે એવું થતું ને કે મારૂં હ્રદય વધું જોરથી ધડકવા લાગતું.

મને આ ઘટના પછી તો એવું લાગવા માંડ્યું કે આપણા તો બારે વહાણ ડુબી ગયા. બસસ્ટેંડ ઉપરથી બસ પકડી અને હું ઘેર જવા રવાના થયો. પણ હજું તો ઘેર પહોંચું ત્યાં રસ્તામાં જ એક્તાનો મને ફોન આવ્યો અને.....

(આગળ શું થયું તેને હા પાડી હશે કે નહિં તે માટે રાહ જુઓ.....)