લાગણી નાં છલ Bhavna Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

લાગણી નાં છલ

*લાગણી ના છલ*. વાર્તા.. સામાજિક.. ૩-૨-૨૦૨૦

એક ચેહરા પર બીજો ચહેરો લગાવી ફરે છે લોકો... પોતે ચોવીસ કલાક સોસયલ મિડિયા માં જ રહે છે અને બીજા ને એવું બતાવે કે હું તો કામ વગર મોબાઈલ હાથમાં લેતી જ નથી..
અને પાછુ થોડુંઘણું લખતા આવડતું એટલે..
શબ્દો પણ તોલી-તોલીને લખી ને મુકે અને વાંચવા વાળા ને ત્યારે દિલ પર એક અજાણ્યો ભાર સર્જાતો લાગતો હોય છે.
કંઈ લખતી વખતે કોને કેવું લાગશે એ વિચારે જ નહીં અને આવા લોકોને લીધે ત્યારે કલમનું ગળું થોડુંક સુકાતું હોય છે...
એક નાનાં શહેરોમાં રહેતા વંદના બેન વૈધ... એકદમ પ્રખ્યાત થવાનો ચસકો લાગ્યો... પરિવારમાં પતિ-પત્ની અને બે સંતાનો...
એક દિકરી નેહા અને દિકરો દીપ...
પરણીને સાસરે આવ્યા અને જોયું કે પતિ આકાશ જ ઘરમાં મોટા છે અને એક દિયર અને નણંદ પરણાવવાની જવાબદારી છે...
આકાશ એક સારી કંપનીમાં ઉચ્ચા હોદ્દા પર હતો તો પગાર પણ સારો હતો...
હવે વંદના એ ખેલ ચાલુ કર્યા..
વંદના એ લાગણી ના છલ કપટ કરી ને આકાશ ની આંખો પર પ્રેમ નામની પટ્ટી લગાવી દીધી...
એટલે વંદના આકાશ આવવાનો હોય એ સમયે અને ઘરમાં હાજર હોય ત્યાં સુધી ઘરના કામમાં જ રહેતી અને બધાને સાચવતી આમ કરીને એ આકાશ ને એવું બતાવતી કે તારી મમ્મી કે બહેન કંઈ જ કામ કરતા નથી અને હું એકલી જ ઘર સંભાળું છું...
આમ કરવાથી આકાશ ને પણ વંદના ની જ દરેક વાત સાચી લાગવા લાગી..
એટલે આકાશ ઘરમાં થી જુદો થયો..
હવે વંદના ને મોકળું મેદાન મળ્યું...
એણે પ્રેમ નાં ખેલ ખેલી ને લાડ પ્યાર કરીને આકાશ ને પૂરો વશ કરી લીધો કે જેથી આકાશ એનાં માતા-પિતા ને મળવા પણ નાં જાય..
મહિનામાં પગાર આવે એટલે આકાશ બધાં જ રૂપિયા વંદના ને આપી દેતો..
આકાશ ઓફિસ થી આવે એટલે વંદના એવાં ચેનચાળા કરતી કે આકાશ વંદના વગર રહી જ ના શકે...
આમ કરતાં સમય જતાં એક દિકરી જન્મી નેહા અને પછી બે વર્ષ પછી દીપ જન્મ્યો...
છોકરાઓ ને પણ નાનપણથી જ પોતાનું કામ જાતે કરવાની ટેવ પાડી અને પોતે સોશ્યલ મીડિયામાં... વોટ્સએપ, ફેશબુક, ઈન્સ્ટાગ્રામ,ટીકટોક,યુ ટ્યુબ, ટીવટર, અને લેખક માટે ની દરેક એપમા આખો દિવસ ઓનલાઈન જ રહે અને લેખ એવાં લખે કે હું મારા બાળકો ને મોબાઈલ આપતી જ નથી કારણકે હું કામ વગર મોબાઈલ અડતી જ નથી..
એમની પોસ્ટને લોકો વખાણતા...
એકાદ બે વોટ્સએપ ગ્રૂપ માં પ્રથમ નંબર આવ્યો અને એક વાર્તા હરિફાઈ માં ઈનામ મળ્યું એ તો એવું સમજી બેઠા કે હું તો મહાન લેખિકા છું...
આમ વંદના હાથીનાં દાંત બતાવવાના જુદા અને ચાવવાના જુદા એમ દોહરી જિંદગી જીવતાં હતાં..
એક દિવસ નાતના ફંકશન માં એમને બે શબ્દો બોલવા કેહવા કહ્યું....
એ માટે પણ આકાશ ભાઈ થી ખાનગી નાતમાં થોકબંધ રૂપિયા આપ્યા હતા...
વંદના બેન ટટ્ટાર ચાલે સ્ટેજ પર પહોંચ્યા ...
માઈક હાથમાં લઈને નાતનો અને હાજર વ્યક્તિઓ નો આભાર માન્યો અને પછી પોતે કેટલા આગળ છે
દરેક પ્રવૃત્તિ માં એની કથા કરી...
અને એ માટે પરિવાર નો સાથ છે એમ કહી ને પોતે પરિવાર નાં વખાણ કર્યા...
સ્ટેજ પર જતાં દિકરી ને કહીને ગયા હતાં કે મારાં માઈક સાથે નાં ફોટા સરસ અને સરખા પાડજે...
નેહા એ દસેક ફોટા અલગ-અલગ એન્ગલ થી પાડી લીધા...
વંદના બેન માઈક પકડી આગળ ભાષણ આપ્યું કહે મેં મારા બાળકો ને એવાં સંસ્કાર આપ્યા છે કે એ મોબાઈલ નો ઉપયોગ કરતાં જ નથી અને પુસ્તકો જ વાંચે છે અને ભણવામાં પણ હોશિયાર એટલાં છે કે એમને કોઈ ની મદદ ની જરૂર જ નથી પડતી...
પાછળ બેઠેલા નેહા અને દીપ એકસાથે ધીમેથી બોલ્યા કોઈ દિવસ પુછ્યું પણ ક્યાં છે???
પોતે પોતાની ઈતર પ્રવૃત્તિઓ માં થી નવરી પડે તો અમારી સામે જુએ...
આખો દિવસ તો મોબાઈલ માં લાગેલી હોય છે અને ઘરનાં કામકાજ અમારે કરવા પડે છે...
ખાલી રાત્રે પપ્પા આવે ત્યારે જ રસોડામાં જાય અને રસોઈ કરે ...
વંદના બહેન આગળ મારાં બાળકો ને મેં એવાં સંસ્કાર આપ્યા છે કે વડીલો નું માન સન્માન જાળવે છે અને એમની સેવા પણ કરે છે... જેમકે હું મારી લેખન પ્રવૃત્તિ અને રસોઈ શોમાં થી નવરી નથી પડતી પણ મારાં બાળકો એમનાં દાદા દાદીનો ખુબ જ ખ્યાલ રાખે છે...
નેહા અને દીપ બબડતાં મળવા પણ ક્યાં જવા દે છે ...
એક કલાક ભાષણ આપી વંદના બહેન સ્ટેજ પર થી નીચે આવ્યા...
અને ઘરે પણ પહોંચ્યા નહીં એ પહેલાં ફેશબુક નાં વિધ વિધ ગ્રુપ માં ફોટા અને વીડિયો ની પોસ્ટ મુકીને ગૌરવ ની લાગણી અનુભવી રહ્યા...
ભાવના ભટ્ટ અમદાવાદ.....