Ek vaat kahu dosti ni - 16 - last part books and stories free download online pdf in Gujarati

એક વાત કહું દોસ્તી ની - 16 ( અંતિમ ભાગ )

બધા ને મનુષ્કા અને સંકેત ની લાશ મળે છે. મંતવ્ય વિશ્વાસ નથી કરી શકતો કે એ મનુષ્કા ની છે. સાથે જ મનુષ્કા ની લખેલી ચિઠ્ઠી મળે છે. મંતવ્ય પોતાની ફોઇ પ્રિત ને ઇન્ડિયા બોલાવે છે. મંતવ્ય ને શક હોય છે કે એ લાશ મનુષ્કા ની નથી... હવે આગળ......

પ્રિત એક વકીલ હોય છે જેથી તેની પાસે ફોરેન્સિક ટીમ ના કોન્ટેકટ હોય છે. પ્રિત એમને કોલ કરી તપાસ કરવા બોલાવે છે. ફોરેન્સિક ટીમ એ એક અઠવાડિયા નો સમય માંગ્યો. મંતવ્યને આ સમય ઘણાં બધાં વર્ષો જેટલો લાગ્યો. પોતાને રૂમ માં બંધ કરી સિગાર સળગાવી , ગેલેરીમાં બેસી ને મનુષ્કા ની યાદો ને જીવંત કરવાની એ એનું રોજ નું કામ હતું.

પણ અઠવાડિયા પછી આવેલા રીપોર્ટ મુજબ મનુષ્કા ની લાશ અને સંકેત ની લાશ એમની હતી જ નહીં. એમનાં જેવો જ શારીરિક બાંધો ધરાવતા કોઇ બીજા જ વ્યક્તિઓ ની હ્તી. જેમા મનુષ્કા ના વાળ ના અમુક અંશ મુકયા જેથી લાશ મનુષ્કા ની હોય એમ સાબિત થઈ શકે.

મંતવ્ય આ વાંચતા જ રડી પડ્યો. " પ્રિત , મેં તો એને સાચો પ્રેમ કર્યો હતો ને તોય એણે મને દગો કેમ આપ્યો??"

પ્રિત પાસે એના કોઇ સવાલ નો જવાબ નોહ્તો.

આ તરફ મનુષ્કા ના દાદા દાદી ને વિરાટ પોતાના હદય પર પથ્થર મુકી ને જણાવે છે.. એના દાદા દાદી આ આઘાત સહન કરી શકે એમ નહોતાં. એટલે એના દાદા દાદી એમના એક સંબંધી ને ત્યાં મુંબઈ જતા રહે છે.

રીશી , આદિત્ય , વિરાટ , યશ , સનમ , રુહાની , સુહાની , દિવાની બધાય આ વાત ને સ્વીકારી જ ના શક્યા.
પિહુ માનવા જ તૈયાર નોહ્તી. કે એની મનુષ્કા આવું કરી શકે....
ઘણી બધી કોશિશ થઈ મનુષ્કા ને શોધવાની પણ એ મળી જ નહી ..
મંતવ્ય ભુલી નોહ્તો શકતો પણ યાદ કર્યા વગર રહી પણ નોહ્તો શકતો...


સમય તો ચાલતો જ રહ્યો. એ ક્યા કોઇ માટે રોકાય છે ?!
સમય જ ઘાવ આપે છે અને સમય જ એને રૂઝાવી દે છે.
બધાં ને બે મહીના પછી ક્યારેક મનુષ્કા યાદ આવી જાય છે , સિવાય પિહુ અને મંતવ્ય....જે એને રોજ યાદ કરતા હોય છે..

-------------

એક દિવસ.....
એક્સએક્ટ 8: 30 વાગ્યા હતા. આણંદ-સોજિત્રા હાઈવે પર એક ઘટના થઈ જાય છે......

100 થી વધારે સ્પીડ પર આવતુ Harley davidson બાઇક ....... બાઇક પર બેઠેલા hureeee બોલતા ને ચીસો પડતા આગળ વધતા હતા..આગળ બેસનાર તો ગ્રીક શિલ્પ જ જોય લો. એકદમ જીમ મા બનાવેલ perfect શરીર, six pack એના એની બ્રાન્ડેડ t-shirt માથી ઊભરી આવતા હતા . ગ્રે કલર ની પાનીદાર આંખો, highlighted બ્લ્યુ કલર ના વાળ. ને ચેહરા પેર એનો ઘમંડ દેખાય આવતો હતો. અને તે હતો સનમ...

પાછળ બેસનાર પણ એના થી જાય એમ નોહ્તો. અજીબ charm એનો પણ હતો. એની કાળી આંખો મા જાણે નાની વયે જમાની જાણ હતી. કસાયેલું શરીર ને આંખો પર PARDA ના મોંઘા ગોગ્ગ્લ્સ, ને કાન મા હમેશા ની જેમ ભરાવેલ headphones.....તે હતો મંતવ્ય...... જેણે હવે ફિલ્મી ગીતો માં જ એનો પ્રેમ શોધવા માંડ્યો હતો.

ત્યાં જ એ લોકો baleno ની બાજુ માથી પસાર થયા. ને સનમ ની નજર બારી પાસે બેઠેલા વ્યક્તિ પર પડી ને જે નશા થી બાઇક ચલાવતો હતો એ ઊતરી ગયો... પણ....
મોડુ થઈ ગયુ હતું..... જોવા મા ને જોવા મા એનુ Harley davidson સ્લીપ ખાય ગયુ ........ આસપાસ ના લોકો ની સામે જ બાઇક ટેંકર જોડે અથડાઈ ગયું....

એક મોટો ધમાકો !!!! મંતવ્ય ઉછળ્યો..... અને....સનમ ટેંકર પાછળ અથડાઇ ગયો.....

એક સિસ્કારો નિકળી ગયો લોકોથી, ભીડ થઈ ગઈ 5 મિનીટમા તો.. લોકો વાતો પણ કરવા લાગ્યા. છોકરાઓ જ સ્પીડ મા ચાલે ને એકસિડેન્ટ થાય તો વાંક એમનો જ ને. તો કોઈ વળી કેહવા લાગ્યું કે એકનો એક હસે તો..... અમીર બાપ ના બિગડેલ ઓલાદ.... પાંખો આવી ગઈ છે... તો કોઇ વળી એ બેવ ક્યાં પડ્યા ને બહું વાગ્યુ છે કે નય તેની વાતો કરવા લાગ્યાં..
ને અમુક નવરા લોકો video ઉતારવા લાગ્યા ને viral કરવા લાગ્યા..... વિચિત્ર માનવી ને એના વિચિત્ર નખરા...... ( ભાગ -1 મુજબ)

મંતવ્ય ઉછળી ને ખાલી પડ્યો જ હોવાથી એને સહેજ છોલાયું જ હોય છે.
મંતવ્ય ," રીશી ... હલો... રીશી.... હાઇવે પર આવ . મારો અને ..... આહહ... સનમ નો...ઍક્.... એક્સીડન્ટ થઈ ગયો છે... જલદી ... આવ... "

" ઓ...નો... હા.. હું આવ્યો... ઓકે.... " રીશી ઘભરાઇ ને બોલ્યો...


રીશી અને યશ પહોચ્યાં અને સનમ ને દાખલ કર્યો. એને માથાં માં વાગ્યું હતું. એનું ઘણું બધું લોહી વહી ગયું હતું.

યશ એ મંતવ્ય ને પુછ્યું," થયું કેમનું ?? "

" અરે..બરોબર જ જતાં હતાં. ખબર નય આની નજર baleno કાર પર પડી અને એમાં શું જોયું..!!!તે કંટ્રોલ ખોઇ દિધો.... અને પડી ગયા અમે... " મંતવ્ય એ કહ્યું.

" સારું હવે શાસ્ત્રી બાગ જઈને બેસીએ કદાચ આદિત્ય ના પપ્પા એ એને આજે આવવ દિધો હોય તો... કેમ કે સનમ ની સર્જરી મા વાર લાગશે. " રીશી.

ત્રણેય શાસ્ત્રી બાગે જવ નિકળે છે.

------------

આ તરફ .....

કરમસદ મા આવેલ કૃષ્ણ હોસ્પિટલ...
એનો ત્રીજો માળ....
પાંચમો વોર્ડ....
એક બેડ...


એક જિંદગી ના મૌત ને જીવન નો સોદો કરી રહ્યા હતા, યમરાજાને હોસ્પિટલ ના ડૉક્ટર ....


" wrist cutting... within 5 hours ... the patient is male ... age is 19 year .... " ડૉક્ટર તેનો report વાંચતા બોલ્યા ...

વોર્ડ બાહર આદિત્ય ના મમ્મી પપ્પા ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા હતા . પોતના દિકરા ને બચવવા આજીજી કરી રહ્યા હતા. રોનકભાઈ એ તરત મોટા દિકરા રામ ને ફોન કર્યો.

રામ ને જેવી ખબર પડી એણે મંતવ્ય ને ફોન કર્યો પણ એ ઉપાડતો નોહ્તો. એટલે એને યશ ને કર્યો..

યશ એ જેવું સાંભળયું કે આદિત્ય એ આત્મહત્યા કરી છે એ અવાક્ જ થઈ ગયો. એને મંતવ્ય ને કહેવાની હિંમત જ ના થઈ.

ત્યાં જ રીશી ને યાદ આવ્યું કે સનમ ની દવાઓ લેવા જવાનું છે. એટલે એ ત્રણેય હોસ્પિટલ જાય છે.

" મંતવ્ય, તારો પગ બતાવી દે એકવાર ડૉક્ટર ને. " રીશી.

" ના . કંઈ ખાસ નથી વાગ્યું. " મંતવ્ય ની નજર એ બોલતાં બોલતાં એના ફોન પર પડે છે. જેમા રામ ના બવ બધાં મિસ્ડ કોલ હોય છે.

" હા , રામ ભૈયા બોલો.. "

" મંતવ્ય, તને યશ એ કીધું કે આદિત્ય એ આત્મહત્યા કરી છે .... !!"

" શું... આદિ એ આત્મહત્યા.... કેમ.... પણ..."

" જોકે આ જબરજસ્તીથી કરાવી હોય એવું લાગે છે... તું ક્યાં છે અત્યારે ? "

" હોસ્પિટલ... એકસિડેન્ટ થયો છે મારો અને સનમ નો. મને નથી બવ વાગ્યું પણ સનમ ને બહું જ વાગ્યું છે. અને એક વાત પૂછું .... વિરાટ કેમ આમ અચાનક સૈન્ય મા ભરતી થઈ ગયો.... !!?"

" મનુષ્કા સિવાય એને બિજી કોઇ વસ્તુ મા લગાવ હતો તો એ દેશ માટે મરવાનો જ હતો. મનુષ્કા નથી રહી તો....તો હવે એ અહીયાં રહીને શું કરત.... " રામે એક ઊંડો નિસાસો ખાધો..

" હા.... તો મળિએ ...ચાલો..." મનુષ્કા નામ યાદ આવતાં મંતવ્ય નું ખુન ગરમ થવા લાગ્યું....

----------------

પિહુ અને દિવાની આદિત્ય ને જોવા આવ્યાં હતાં. પિહુ બહું જ રડી હોય એવું લાગતું હતું... આંખો ફુલી ગઈ હ્તી. નાકનું ટેરવુ લાલ થઈ ગયું હતું....

એ બન્ને નીકળતા જ હતા ને રામ સામે મલ્યો.
" રામ ભૈયા.... મનુષ્કા તો ખબર નય ક્ય ગતી રહી... !!
જીવવાનો સહારો મારી તુફાન અને આદિત્ય જ હતા. હવે આદિત્ય ને કંઈક થશે તો હું શું કરીશ...!!?" પિહુ એ રામ ને કહ્યું...

" કેમ મંતવ્ય નથી ... ?! તારા ભાઈ ને કેમ ભુલી જાય છે .... "

" એ બિચારો પોતાને જ મનુષ્કા ની યાદો માંથી કાઢી નથી શકયો... હું જ સાચવુ છું એને..."

" બરાબર.... અને હા ... સનમ અને મંતવ્ય ને એકસિડેન્ટ થયો છે. "

" ઓહ..નો... સારુ અમે જઈએ છીએ..."

દિવાની ," પિહુ આઇ થિન્ક આપડે રુહાની ને કહી દેવું જોઈએ... "

પિહુ એ ડોકું હલાવી હા પાડી....અને દિવાની એ રુહાની ને કોલ કર્યો....

સુહાની ક્યારની ચિંતા મા હતી. રૂહાની રૂમ બંધ કરીને ખબર નય શુ કરતી હતી... એટલુ એનુ સમજાયું ખરુ કે એને કંઈક તો થયુ છે. બાકી એ આવું તો ક્યારેય ના કરે..

એ જોર જોર થી દરવાજો ખખડાવા લાગી. મોમ ડેડ્ ઘરે નથી ને દીદી છે કે દરવાજો ખોલતી નથી ... અંદર થી અચાનક સુહાની નિ બેહેંને દરવાજો ખોલ્યો , " સુહિ, ... સનમ ને એકસિડેન્ટ થયો છે..."એમ કહી ને સુહાની ને ભેટી ને રડવા લાગી......

-----------------


આદિત્ય ની હાલત ગંભીર હ્તી. એને હજી હોશ નહોતો આવ્યો. એના હાથ પર ના ધારદાર ચપ્પુ ના ઘાવ ઊંડા હતાં. એના ભરતા ઘણી વાર લાગે એવી હતી. પિહુ અને દિવાની અને વિરાટ , રામ આદિત્ય સાથે જ હતાં.

બધા સનમ ના ભાન માં આવવાની રાહ જોઇ રહ્યા હતાં.
સનમ હોસ્પિટલ માં બેડ પર સુતો હતો. એની ડાબી બાજુએ મંતવ્ય બેઠો હતો. રીશી અને રુહાની સામે ચેર માં બેઠા હતાં. સુહાની સનમ નો હાથ પકડી ને એની પાસે બેઠી હતી.....

ત્યાં જ સનમ માથું હલાવીને કંઈક બબડવા લાગ્યો..
ના...એ....મ.... ..... ના...... અને અચાનક આંખો ખોલી ને સફાળો જાગી ગયો. બધાં એની આજુબાજુ આવી ગયા. રીશી એ ડૉક્ટર ને બૂમ પાડી . સનમ ને માથાં પર વાગ્યું હતું ત્યાં કણસવા લાગ્યું એટલે એના થી દર્દ ભરી આહ નિકળી ગઇ...

સુહાની," અરે.... સનમ શું થયું અચાનક... શાંતિ રાખ. હજી તારાં ઘાવ ભરાયા નથી...."

એકદમ જ મંતવ્ય સામે જોઇને સનમ બોલે છે," મંતવ્ય, તારી મનુષ્કા.... મનુષ્કા જીવે છે.. એને જ મે પેલી બલેનો કાર માં જોઇ!!!!"

" શું...?!! મનુષ્કાને જોઇ તે .. " રુહાની થોડી શોક્ડ થઇને કહે છે.

મંતવ્ય," મને તો ખબર જ હ્તી. મને દગો આપીને એ....એ પેલા સંકેત સાથે ક્યાંક તો જીવે છે.. " ગુસ્સા થી ભરેલ અવાજ છેલ્લે તરડાય ગયો.

રીશી મંતવ્ય ને બહાર લઈ ગયો . રીશી વિરાટ ને ફોન કરીને જણાવે છે.

પિહુ ને થોડી ખુશી થાય છે. પણ પછી એ ખુશી વધારે ટકતી નથી.

------------------

બધાં હવે આદિત્ય ના સાજા થવાની રાહ જોઇ રહ્યા હતાં.
થોડાં દિવસો પછી ...

આદિત્ય ભાન માં આવે છે. પિહુ તરત જ એના પર સવાલો નો મારો કરી દે છે. " કેમ સ્યુસાઈડ કર્યુ તે?! કંઈ ભાન - બાન છે તને... અને એવું તો શું થયું કે તારે સ્યુસાઈડ કરવું પડ્યું..!!?"

" પિહુ , શાંત થા..એને બોલવા તો દે.." મંતવ્ય એની બહેન ને શાંત પાડતા બોલ્યો..

આદિત્ય બેઠો થયો અને બધાં સામે જોઇ કીધું," મનુષ્કા...ને બચાવવા ...માટે ..." અને એની આંખમાં થી આંસુ પડ્યું..

" આપણે બધાં કેટલાં ખરાબ દોસ્ત છીએ એના.. એ.. એને જ ખરાબ સમજી બેઠા.. આપણે ભુલી ગયાં કે સંકેત કંઈ પણ કરી શકે છે. મંતવ્ય...તારી મનુષ્કા તારી રાહ જોવે છે.. " આદિત્ય

" આદિ સમજાય એવું બોલ... " રીશી અને યશ એ સાથે કીધું.

" થોડાં દિવસ પહેલા ની વાત છે. પિહુ ને મનુષ્કા ની યાદ આવતી હ્તી. તો મેં વિચાર્યુ એને તુફાન ની ફેવરિટ કોલ્ડ ટી પીવડાવુ તો એનો મૂડ સારો થાય. એટલે..એટલે હું CCD ગયો. ત્યાં મને પેલી વેઈટર અનેરી મળી. એણે સામેથી જ પુછ્યું કે આદિત્ય ભાઈ તમારી અને પિહુ દીદી વચ્ચે બધું સારું છે ને ..?! તો મને આશ્ચર્ય થયું કે આ આવું કેમ પુછે છે..તો એણે કહ્યું કે છેલ્લીવાર જ્યારે મનુષ્કા આવી હતી ને ત્યારે એ તમારા બેવ નો ફોટો જોઇને રડતી હતી. એટલે મને એમ લાગ્યું કે તમારા વચ્ચે કંઈક થયું હશે...."

" તો એને અને તારે શું લાગે વળગે યાર??" સુહાની થોડું ચિડાય ને બોલી.. રુહાની એ તરત એને ટોકી.

મંતવ્ય ," આદિ તુ જલદી વાત પુરી કર.. મારથી નથી રહેવાતું.."

" ત્યારે મને યાદ આવ્યું કે એ જ દિવસે મનુષ્કા ગાયબ થઈ ગઈ હતી. મેં એને થોડું વધારે પુછ્યું કે કોઇ એનો પીછો કરતું હતું .... તો એણે કીધું ના , પણ થોડાં દિવસ પહેલાં કોઇ એની લગતી પૂછપરછ કરવા આવ્યું હતું. હું મનુષ્કા ને એ વાત કહું એ પહેલા તો એ નીકળી ગઈ હતી.
એટલે મેં એને કીધું કે તું મને CCTV મા એનો ચહેરો બતાવી શકે? તો એણે હા પાડી. અને એ ફોટો અખિલ નો હતો. એટલે હું સમજી ગયો કે આ બધાં પાછળ સંકેત છે..... પાણી..પિહુ..."

પિહુ એને પાણી પીવડાવે છે...

આદિત્ય પછી કહે છે," તો હું ત્યાંથી નિકળી ને પિહુ ને કહેવા આવતો હતો. કેમ કે પપ્પા નું થોડું કામ પતાવવા મારે બહાર જવાનું હતું.તો હું પિહુ ને કવ તો એ મંતવ્ય અને બીજા સાથે મળીને મનુષ્કા ને શોધી શકે. પણ એ પહેલા હું જ કિડનેપ થઈ ગયો. સંકેત ને ખબર પડી જાય છે કે હૂ હવે એના વિશે જાણું છું એટલે..

" કોઇ ખાલી બંગલા હતો હુ. આજુબાજુ અંધારું હતું. મારી આંખો ઘેન ને લીધે ધીમે થી આસપાસ નું જોતી હ્તી. ત્યાં લાગ્યું કોઇ મને બૂમ પાડે છે. જોયું તો મનુષ્કા હ્તી... અને પછી બધું સ્પષ્ટપણે દેખાવા લાગ્યું. એ ની હાલત બવ જ ખરાબ હ્તી. એના બે હાથ અને પગ સાંકળો થી બાંધેલા હતા. એના વાળ વિખરાયેલા હતા.
એને ઘણી બધી જગ્યાએ થી લોહી નીકળતું હતું. એમ લાગતું હતું કે, એને કોઇ રોજ મારતું હતું. એના હાથ પર નિશાન હતા. ..."

પિહુ તરત રડવા લાગી... મંતવ્ય સચ્ચાઇ જાણતાં જ બે હાથે માથું પકડી ને બેસી ગયો. કંઈ જ બોલી ના શક્યો. એની આંખો માં ઝળઝળીયાં આવી ગયા." એણે મને કીધું કે ભાગી જા.. અહીયાં થી.....

" ભાગ... આદિ.. આ કટર લે. અને ભાગ... જલદી."મનુષ્કા એ આંખોમાં આંસુ સાથે કીધું.

" ના , હું તને લીધાં વગર નહી જવ.. " આદિ.

" મારી પિહુ.. શું કરે છે.. મંતવ્ય, વિરાટ ભૈયા , અને આપણા બધાં દોસ્તો..!!?"

" બધાં બસ તારી રાહ જોવે છે.. "

" પણ મારી તો લાશ મળી ને આદિ.."

" હા અને એ નકલી છે એ પણ મંતવ્ય એ શોધી લિધું. પણ..."

" હા. ખબર છે. એ જ ને મંતવ્ય ને લાગતું હશે કે મેં એને દગો આપ્યો.. શું કરું આદિ. નસીબ જ એવું છે. પણ પ્લીઝ તું ભાગી જા. સંકેત નો જરાય ભરોસો નથી. "

" તને એકલી મૂકીને ભાગું તો આપણી દોસ્તી લાજે .."

ત્યાં જ સંકેત આવ્યો. ,"ઓહ તો બેવ વચ્ચે ઇમોશનલ વાતચીત ચાલી રહી છે... " જોરથી અટ્ટહાસ્ય કર્યું.

" આદિ ભાગ...." મનુષ્કા એ કહ્યુ.

પણ મારુ મન નહોતુ માનતું. પણ હું જેવો સંકેત પર હાથ ઉગામુ અખિલે મનુષ્કા ના ગળા પર ચપ્પુ રાખ્યું.
અને સંકેતે કહ્યું કે જો હું જાતે જ મારી નસ નહી કાપું તો અખિલ મનુષ્કા ને મારી નાખશે.. એટલે મેં જાતે જ નસ કાપવા નું નાટક કર્યું પણ ખબર નહી સંકેત ને બ્લ્યુટૂથ થી જેની જોડે વાત કરતો તો એણે શું કહ્યું એણે ચપ્પુ ઝુંટવી મારી નસ કાપી નાખી. પણ એનાથી થોડી ભૂલ થઈ એની એને ખબર જ ના રહી. એ ફોન પર વાત કરતા કરતા મારી નસ કાપવા ગયો અને એનું ધ્યાન ના હોવાથી મેં હાથ થોડો ત્રાંસો કરી દીધો. મારી પાસે બહું ટાઈમ નોહ્તો બચ્યો. જેવા અખિલ અને સંકેત ગયા. કે મે મારા ખિસ્સાં મા પડી રહેતી માસ્ટર કી મનુષ્કા તરફ સરકાવી જે રામ ભૈયા એ આપી હ્તી.


મનુષ્કા એ ફટાફટ સાંકળો ખોલી. બારી નો કાચ તોડી અમે ભાગ્યા. સંકેત ને અવાજ આવતાં એ પાછળ જ આવતો હતો. નસીબ સારા હતાં કે કોઇ ઓટોરિક્ષા વાળો મળી ગયો. મનુષ્કા એ મને બેસાડી દીધો. અને પોતે ત્યાં જ રહી જેથી સંકેત નો ટાઈમ વેસ્ટ કરી મને બચાવી શકે ...

મંતવ્ય...પ્લીઝ બચાય ... તારી મનુષ્કા ને.."હકિકત સાંભળ્યાં પછી મંતવ્ય નો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. એના હાથમાં અનાયાસે જ ગન નિકળી ગઈ. પણ રીશી એને સંભાળી લે છે. સનમ આદિત્ય અને પિહુ સાથે રહે છે.

મંતવ્ય સંકેત નાં બધાં જ ઠેકાણાં જાણતો હતો. વિરાટ અને રામ ને ખબર પડતા બેવ ખુશ થાય છે. પરંતુ વિરાટ સરહદ પર હોવાથી આવી શકે એમ નહોતો. રામ તરત પોલીસ ફોર્સ ની મદદ થી સંકેત અને અખિલ ને શોધવા મા લાગી જાય છે.

અખિલ ક્યાં છે તે મળી જાય છે. મંતવ્ય અને બીજા બધાં પોલીસ સ્ટેશન માં રામ ની સાથે હોય છે. અખિલ ને થર્ડ ડિગ્રી ટોર્ચર આપતાં જ બધું બકી નાખે છે. કે આ બધું સંકેત અને વેનિશા નું કામ હતું.

યશ તરત જ પુછે છે," યાર મંતવ્ય આ વેનિશા કોણ છે?!"

ત્યાં જ પ્રિત આવે છે. " મંતવ્ય... વેનિશા તારા મોટા પપ્પાની છોકરી છે. દાદી એ કીધુંતું ને કે બદલો લેવાની ભાવના હમેશાં ખરાબ હોય છે. કોઇ ને માફ કરવાની ભાવના રાખે એ જ સાચો શુરવીર કહેવાય... હવે તારી મનુષ્કા ને શોધ અને વેનિશા અને સંકેત ને કાનુન ના હવાલે કર ... સાચી વીરતા ક્ષમા મા જ હોય છે બદલા માં નહિ.."

અખિલ ને લીધે સંકેત અને વેનિશા પકડાય જાય છે. અને રામ એમને કાનુન ના હવાલે કરી જેલ મા ધકેલી દે છે.

પણ મનુષ્કા સંકેત ના હાથ માં થી ભાગી ગઈ હોય છે. મંતવ્ય ને અચાનક યાદ આવે છે મનુષ્કા ના દાદા દાદી મુંબઈ હોય છે. એટલે એ તરત જ ફ્લાઈટ બૂક કરાવી મુંબઈ જાય છે.

ખરેખર મનુષ્કા ત્યાં જ હોય છે. મનુષ્કા ની હાલત ખરાબ હ્તી. અને ત્યાં જ એને એના દાદા ના જ ખાસ
દોસ્ત મળે છે. એ મનુષ્કા ને જોવે છે અને મુંબઈ લઈ આવે છે. એના દાદા ત્યાં એની સારવાર કરાવે છે.

હિંચકા પર મનુષ્કા એની દાદી ના ખોળામાં સુતી હતી. દાદા સામે બેસીને મહાભારત વાંચતાં હતાં.

મંતવ્ય આવીને તરત જ મનુષ્કા પાસે જાય છે. અને નીચે બેસી ને બસ એને જોવાં લાગે છે. જેવો મંતવ્ય મનુષ્કા ને માથે હાથ ફેરવે છે , મનુષ્કા એકદમ બેઠી થઈ ગઈ.

" મન.... તું .... " આગળ બોલી જ નથી શકતી ..આંસુ જ વહેવા લાગે છે..

" આઇ એમ સો સોરી.... મારી ઝાંસીની રાણી..... હું ચાહત તો તને વહેલી શો...." મનુષ્કા મંતવ્ય ના હોઠ પર આંગળી મુકી એને બોલવાની ના પાડે છે.

" એ બધું પતી ગયું હવે યાદ ના કર .... " અને બેવ એકબીજા ને ભેટી પડે છે..

-------------

5 વર્ષ પછી...

મંતવ્ય - મનુષ્કા , આદિત્ય - પિહુ , રીશી - રુહાની , સનમ - સુહાની , યશ - દિવાની , વિરાટ - દિવ્યા , રામ-રેશમા...... બધાય ના લગ્ન થઈ ગયા હોય છે..

બધાં ફરી એકવાર તસ્મોરિરિ સરોવર ફરવા જાય છે.

ફરી 14836 ફિટ ઊંચે સોન્ગ વાગે છે...

" તેરે જૈસા યાર કહા.. કહા ઐસા યારાના..... "
💙❤💙સમાપ્ત...


મારી નવલકથા ને આટલો બધો પ્રેમ આપવાં બદલ ખુબ ખુબ આભાર......

આ નવલકથાની શરૂઆતમાં તો લેખન વિશે કંઈ વધું જાણતી નહોતી. પરંતુ આ નવલકથાના અંત સુધી માં હું આપ સૌને કારણે ઘણુંબધું શીખી શકી.....

🙏🙏🙏

Instagram : the._mansi_.23બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED