Ek vaat kahu dostini - 15 books and stories free download online pdf in Gujarati

એક વાત કહું દોસ્તીની - 15

સમ્રાટ પિહુને મેળવવા માટે , પોતાની હવસ સંતોષવા માટે પિહુ ના ઘરે આવે છે પણ સમયસર મનુષ્કા આવીને એને બચાવી લે છે. મનુષ્કા બધાને ભેગા કરીને આ ઘટના કહેવાની હોય છે પણ એ મોમ્સ કાફે પહોચતી જ નથી. બધા બસ એની જ ચિંતા કરતા હતા....
હવે આગળ......

યશ ," જો કોઇએ એને કિડનેપ કરી હસે તો એનો ફોન સ્વીચ ઓફ આવે પણ રિંગ તો જાય જ છે. "

મંતવ્ય એકદમ બોલી ઉઠ્યો," ઓહ ..નો.... એનો ઍકસિડેન્ટ તો નહી થયો હોયને ... "

સુહાની એ કીધું," પોસ્સીબલ છે..... હોકે..."

આદિત્ય પિહુને સંભળાતા એક તરફ હતો એણે રામને કોલ કરી દિધો હતો. પિહુની બીજી તરફ રુહાની એનો હાથ પકડીને બેઠી હતી. રીશીએ વિરાટને કોલ કરી કિધુ.

મંતવ્યને યાદ આવ્યું કે વિરાટએ મનુષ્કાની બાઇક પર ટ્રેકર લગાવ્યું હતું. એટલે એ તરત ટ્રેક કરવા લાગ્યો. જેવી જગ્યા મળી એ, રીશી , યશ અને વિરાટ ત્યાં જવા નિકળ્યા. બીજા બધા ને ત્યાં જ રાખ્યા....

ટ્રેકર મુજબ મનુષ્કાનુ લોકેશન નાના બજારની ગલિયો મા બતાવતું હતું. એક મેદાન જેની સામે ખાલી પડેલું મકાન હતું. જગ્યા થોડી સુમસામ હ્તી. એક તરફ મનુષ્કાનું બાઇક પડ્યું હતું. બીજી તરફ કંઈક કાગળિયાં હાતા.
મંતવ્ય ગાંડાની જેમ એની પાછળ ભાગ્યો. બાઇક અને બીજુ બધું લિધું. મંતવ્યને મનુષ્કાનો ફોન અને બીજા કોઇનો ફોન પણ મળ્યો. એ ફોન એણે પોતાના ખિસ્સામાં સરકાઇ દિધા. રામ એ ત્યાં આવીને બધી ફોર્માલીટી પતાવી. વિરાટે અને સનમે થોડે દુર જઈ પૂછપરછ પણ કરી. પણ આ ઘર ગલી ના છેડે હોવાથી કોઇની ખાસ અવર-જવર નોહ્તી. પછી એ લોકો ત્યાંથી નિકળી ગયા.

નીતિનભાઈ પોલિટિકલ પોઝિશન પર હોવાથી આખાય શહેરની પોલીસને પોતાની દિકરીને શોધવા લગાડી દિધી. મંતવ્યએ પણ પોતાના અંડરવર્લ્ડના લોકોને લગાડયા.
વિરાટ પણ ખુદ રામ સાથે રહીને તપાસ મા લાગતો.
પિહુ , રુહાની , સુહાની , દિવાની , આદિત્ય , રીશી , સનમ , યશ બધાય બસ મનુષ્કા ની રાહ જોતા હતા.

રાતે મોડાં સુધી બધાં પોલીસ સ્ટેશન એ રોકાય ને તપાસ ચાલું રાખે છે. ઘણું મોડું થય ગયું હોવાથી વિરાટ બધાને ઘરે જવાનું કહે છે અને પોતે રામ જોડે જ પોલીસ સ્ટેશન માં જ રોકાય છે.


મંતવ્ય ઘરે આવે છે. ફ્રેશ થઇ એ મનુષ્કાના ફોનનો પાસવર્ડ ખોલી બધું ચેક કરે છે.... ગેલેરીમા એનુ ધ્યાન એક ફોલ્ડર પર જાય છે. જેનું નામ " હાર્ટ " હતું. એણે એના પર ક્લિક કર્યું. જેમા એના અને મંતવ્યના સાથે પાડેલા, મંતવ્યના , બેવના વિડીયો કોલના સ્ક્રીન શોટ હતા. મંતવ્ય એ ફોટોસ જોવા લાગ્યો. એને મનુષ્કાની યાદ આવવા લાગી. એની આંખો ભીની થઈ ગઈ.

એ પછી એનું ધ્યાન રીસન્ટલી ઓપન કરેલ એપ ની હિસ્ટરી મા ગયું. એમા વોઇસ રેકોર્ડર બતાવતું હતું. એણે રેકોર્ડિંગ સાંભળવાના શરૂ કર્યા. જેમા લાસ્ટ હતું.....

" કાલે જ ખબર પડી કે પિહુનો ભાઈ મંતવ્ય છે. પિહુ બવ જ ખુશ હતી. હું પણ ખુશ હતી કેમ કે ભલે મંતવ્યએ ખરાબ કામ કર્યા હતા, પણ વિરાટને મળ્યા પછી પોતાને સુધરવાનો એક મોકો આપ્યો. મંતવ્ય મારી લાઈફ મા બવ જ ખાસ બની ગયો છે. એણે સંકેતને ધમકી આપી મારી લાઈફ માંથી દુર કરી દિધો. હું ખરેખર મંતવ્યને ચાહું છું................ "

મંતવ્ય આગળ સાંભળી જ ન શકયો. ત્યાં એને મનુષ્કા ના ફોન જોડે મળેલો બીજો ફોન યાદ આવ્યો. એણે જોયું તો એ ફોન લોક હતો. એણે રીશી ની હેલ્પથી એ ફોનનું લોક ખોલ્યું. ત્યારે ખબર પડી કે આ તો સમ્રાટ નો ફોન છે. પણ સમ્રાટ નો ફોન મનુષ્કા પાસે કેવી રીતે આવ્યો?? એ તરત આદિત્ય ને બોલવી પિહુ ના ઘરે જવા નિકળ્યો. પછી કંઈક વિચારીને બધાને આદિત્યની વિલાએ બોલાવ્યાં.

બધા આદિત્યની વિલાએ પહોંચી ગયા. મંતવ્ય એ તરત પુછવાનું શરૂ કરી દીધું. પણ પિહુ હજીય આઘાત મા હ્તી. સમ્રાટએ એની સાથે જે કર્યુ એના અને મનુષ્કા હજી નોહ્તી મળી એના.... રુહાની ને કહેવુ હતું પણ એ કયા શબ્દો એ ગોઝારી ઘટના વર્ણવે ...!! એટલે એણે રીશી ને બધું જ કહ્યું. રીશી એ બધા બોય્સ ને એક તરફ બોલાવી ને આખીય ઘટના કીધી. દિવાની પિહુ ની સાથે જ બેસી રહી.

વાત સાંભળતા જ આદિત્ય દોડીને પિહુને ભેટી પડ્યો.
" પાગલ , તારો મૂડ ઑફ હતો એટલે મને લાગ્યું જ કે કંઈક તો થયું જ હશે.... અને તને ભાન ના પડે કે મને કહું એમ...... તું ચિંતા ના કર એને તો બરાબરનો પાઠ ભણાવીશું.... " આદિત્ય એ કહ્યું.
પિહુ હજીય આંસુ સારતી હતી , " મનુષ્કા ખોવાય એટલે મને થયું પહેલા એ મળી જાય પછી કહીશ ... પણ ..મારી તુફાન........."

મંતવ્યએ પિહુને બાથમા ભરી લીધી. " મારી બેન છે તું. ચાલ આમ હિંમત ના હાર... મારી મનુષ્કા પણ મળશે અને આ સમ્રાટને બરાબર નો માર પણ પડશે. મેં મનુષ્કાને પ્રોમિસ આપ્યું હતું. .... તું ચિંતા ના કરીશ..."

દિવાની એ યશને કહ્યું," સમ્રાટ ક્યાં છુપાયો હશે મને ખબર છે... "
" આવો નક્કામો તારો ફ્રેન્ડ કેવી રીતે બન્યો? એ કહીશ પહેલા...." યશ એ થોડું ચિડાય ને પુછ્યું.

દિવાની ના બદલે સુહાની જ બોલી... એ મુંબઈ હ્તી ત્યારે એક વાર જાન બચાવીતી સમ્રાટે દિવાની ના મમ્મીની .. એ ફોન પર વાત કરતા કરતા ચાલતાં હતા અને ટ્રકનું ટાયર ફરી જતાં ટ્રક બેકાબૂ થઇ ગઇ હ્તી ને એજ સમયે સમ્રાટે આવીને એની મમ્મી ને બચાવી લીધી ત્યારથી......."

" હવે વાતો કરવા નો સમય નથી. ચાલો સમ્રાટ ને પકડવા... એન જેવા લોકો ને લીધે જ કેટલીયે માસુમ છોકરીઓ સાથે આવુ થતું હસે... એ સાલો બચવો ના જોઇએ..." સનમ એ બધા ને સંબોધતા કહ્યું.


દિવાની સમ્રાટની અમુક જગ્યાઓ જાણતી હતી. બધા બોય્સ નિકળી જાય છે સમ્રાટ ને શોધવા... એ જગ્યાઓ માંથી એક પણ જગ્યા એ સમ્રાટ મળતો નથી. છેવટે એ લોકો ગાડી મા પેટ્રોલ પુરાવા ઉભા રહે છે. યશ ગાડી મા પેટ્રોલ પુરાવતો હોય છે અને બાકીના એક તરફ ઉભા રહ્યા હોય છે. ત્યાં આદિત્ય નું ધ્યાન એક બાઇક પર જાય છે. જેની નંબર પ્લેટ પર માટી નો કાદવ હતો અને બેસનારએ મોઢું ઢાંકયું હતું. મંતવ્યનું ધ્યાન આદિત્ય એ તરફ ખેંચ્યું...

" મંતવ્ય, જોતો પેલું બાઇક. જાણી જોઇને નંબર પ્લેટ છુપાવતો હોય એવું નથી લાગતું..!?"

" હા , આદિ... કદાચ... સમ્રાટ જ હોય. તો...." મંતવ્ય એ આદિત્ય તરફ શંકા સાથે જોયું..

જેવા એ બાઇક સવાર ની નજર આદિત્ય અને મંતવ્ય પર પડી કે એણે ભાગવાની કોશિશ કરી....

એટલે વોશરૂમ બાજુ થી આવતા સનમ અને રીશીને મંતવ્યએ બૂમ મારી ચેતવ્યા. અને એ લોકો એ ઈશારો સમજી બાઇક વાળા ને પકડી પાડયો.

એનું મોઢું ખોલ્યું તો એ સમ્રાટ જ હતો.... બધા એ બરાબર નો માર ખવડાવ્યો એને..... આદિત્યએ એના મોટા ભાઈ રામને ફોન કરી બોલાવ્યા સમ્રાટને જેલ મા લઈ જવા માટે. એ આવ્યા ત્યાં સુધીમાં તો સમ્રાટ ના હાલ બેહાલ થઈ ગયા હતા. ચાલી પણ નોહ્તો શક્તો.
એની આંખો ફુલી ગઈ હતી. એના નાકમાં થી, હોઠ પર થી, લોહી નિકળી રહ્યું હતું. એના કાંડામા અને ડાબા પગમાં ફ્રેક્ચર થયું હતું... રામ એ એની સારવાર કરાવી ને
એને જેલ ભેગો કરી દીધો.

પિહુ ખુબ ખુશ થઈ પણ મનુષ્કા નો હજીય કોઇ પત્તો લાગ્યો નોહ્તો. એટલે એની ખુશી ક્ષણભર ટકીને તરત વિલીન થઈ ગઈ...
મંતવ્ય માટે તો જીવવું મુશ્કેલ થઈ ચુક્યું હતું.
હજીય વિરાટ એની બહેનની રાહ જોતો હતો...
બધાં પ્રયાસ કરતા હતા કે મનુષ્કા મળી જાય.. પણ હજીય એનો કોઇ અતોપતો નહોતો...

-------------------------

ક્યારેક દિવાની ખુદને કોષતી હતી સમ્રાટ માટે. પણ યશ એને સમજાવતો કે એમા તારી કોઇ જ ભૂલ નથી. આદિત્ય પિહુને દિલાસો આપતો રહેતો. પિહુ અંદરથી ખુબ દુખી થઈ ગઇ હતી. એને બસ એની તુફાન જોડે જ્વુતું. સુહિ-રૂહી પણ ઉદાસ હતા. મંતવ્ય ને લીધે રીશી અને યશ નો પણ કશામા મૂડ નહોતો રહેતો. બસ એક સનમ જ હતો જે બધાને જોડી રાખતો હસવવાની કોશિશ કરતો.


------------------------

એક મહીના પછી..........


અચાનક મંતવ્ય પર વિરાટ નો ફોન આવે છે.
" મંતવ્ય, મનુષ્કા ની લાશ મળી છે. પહાડી વાળા રસ્તે. ...
અને ... એની સાથે સં.....સંકેતની લાશ પણ છે.... "

" શું ......... તું શુ બકે છે... વિરાટ.... મારી...મારી મનુષ્કાની લાશ...... અને એય પાછી..સંકેત સાથે.... ના ... એવું ના બની શકે...." ગુસ્સાથી બરાડયો પણ તરત જ રડી પડ્યો....

મંતવ્યએ રીશી અને આદિત્યને કોલ કર્યો... બધા પહાડી વાળા રસ્તે આવ્યા.

લોહી મા લથપથ હ્તી બંને લાશ. મનુષ્કા નું માથું છુંદાય ગયું હતું એટલે એનો ચહેરો ઓળખવો મુશ્કેલ હતો પણ 3 - 4 વાળ લઇને DNA ટેસ્ટ થી ખબર પડી કે એ મનુષ્કાની જ છે. વિરાટ અને સનમ બેવે મંતવ્યને પકડી રાખવો પડયો.... એ જોર જોર થી બૂમો પાડતો હતો.

" મને.. જવાં દો... મારી મનુષ્કા જોડે... મનુષ્કા.....મનુષ...કા કા કા કા...... પ્લીઝ પાછી આવી જા........ "

રીશી એ ધીરે થી કીધું," એક ચિઠ્ઠી મળી છે... લાશ પાસેથી . યશ વાંચ ને જરા..."

" કોઇએ મને કિડનેપ નોહ્તી કરી... હું મારી મરજીથી !!!...........મરજી થી સંકેત જોડે જાવ છું. સંકેત જોડે આવ્યાં પછી મને ખબર પડી કે એ જ મને સાચો પ... પ્રેમ.... કરતો હતો... જો અમે ખુલ્લે આમ આવી જાત તો મંતવ્ય .............અમને મારી નાખત..... એટલે અને જાતે જ આત્મહત્યા કરીએ છીએ....."

આટલું સાંભળતા જ મંતવ્ય એ યશ ને લાફો મારી દીધો. યશ સમજતો એટલે કંઈ જ ના બોલ્યો.. આદિત્ય યશ ને દુર લઇ જાય છે. રીશી મંતવ્ય પાસે આવે છે.

" મંતવ્ય , સત્ય તો સ્વીકારે જ છુટકો છે મારા ભાઈ...સમજું છું તારાં હદય પર શું વીતતી હશે!! ..." મંતવ્ય નાં ખભા પર હાથ મુક્તા એણે કીધું.


મને નથી લાગતું આ લાશ મારી મનુષ્કા ની હોય.. હું એની બોડી પાસે જ રાખીશ...

વિરાટ થી કંઈ જ બોલી જ નોહ્તું શકાતું.... તોય એણે પરાણે પિહુ ને હકિકત થી વાકેફ કરી. પિહુ તો સાંભળતા જ બેભાન થઈ ગઈ.. લગભગ બધા જ સુધ બુધ ખોઇ બેઠાં હતાં.

એ આખો દિવસ મંતવ્ય રૂમ માં પુરાઇ રહ્યો. કોઇ સાથે વાત ના કરી. બીજા દિવસે એણે પ્રિત ને ફોન લગાવ્યો.
પ્રિત તરત ફ્લાઈટ બૂક કરી ઇન્ડિયા આવવા નિકળી ગઈ.
મંતવ્ય પ્રિત ને રિસિવ કરવા આવ્યો હતો..

" મંતવ્ય, બેટા ખરેખર હું સમજું છું. તારા પર શું વિતતી હશે.... મારા દિકરા છાનો રે અવે.... " પ્રિતે એના ખોળા માં માથું મુકી રોઇ રહેલા મંતવ્ય ને પ્રેમથી કહ્યું.

" પ્રિત , તું ખાલી તારી ફોરેન્સિક ટીમ ને કહીને એટલું જાણી આપ કે આ લાશ મારી મનુષ્કા ની છે કે નહી."

" હા . કેમ નહિ.. પણ જો બેવ લાશ કોઇ બીજા જ વ્યક્તિ ની નિકળી તો...!! જેનો શારીરિક બાંધો મનુષ્કા અને સંકેત સાથે મળતો હોય.. તો.... " પ્રિત એ એનો પોઇન્ટ કિધો..

" તો.. તો...પ્રિત એમ સમજવાનું મનુષ્કા એ મને દગો આપ્યો... મારા પ્રેમ નું એને મન કોઇ જ મુલ્ય નોહ્તું. .....એ .....સા.... ... સોરી.... એ મારી હતી જ નહિ... એ સંકેત જોડે જ ભાગી ગઇ... " મંતવ્ય નો અવાજ તરડાય ગયો...શું થશે હવે ?!!..

બસ હવે રાહ જોવો અંતિમ ભાગ ની.......

Next part coming soon....બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED