નમસ્કાર મિત્રો.
આ વખતે થોડી કવિતાઓ લખવાની કોશિશ કરી છે.તો આપ સર્વે મિત્રો મારી કવિતા વાંચીને આપનો પ્રતિભાવ જણાવવા વિનંતી.તથા કોઈ સૂચન અથવા ભૂલ હોય તો જણાવવા વિનંતી.
મુકેશ.
################################
કવિતા.=1
##########
'મારી વાતું.'
""""""""""""""""
વાત જેવી એ ગામ ના ચોરે ચડી,
જિંદગી એવીજ ચકડોળે ચડી.
શું કરૂ શુ ના કરૂ , સમજાયું નહી કશું,
લાગણી એવી, ભર બપોરે ચડી.
નદી, તળાવ ને કૂવા યાદ આવ્યા જ્યારે,
નીશાનીયું એની વંટોળે ચડી.
છે ચર્ચા ચોતરફ મારી,
ઢોલ, દાંડી, ટંકોરે ચડી.
જીવવું બન્યું અશક્ય 'મન',
વાતું હવે, ઘર, પોળે ચડી.
" મન".
૨૪/૪/૨૦૨૦.
################################
કવિતા =૨
"""""""""""""""""
આવ તું.!
##########
કાબૂમાં રાખ તારી ઊડતી આ લટ ને,
એને અમથી ના આમ લહેરાવ તું,
આવ મારી પાસ જરા આવ તું.
પડેછે જ્યારે તારા ગાલો માં ભમ્મર,
દિલ ને ચડી જાય છે તમ્મર,
એવા ભમ્મર ના ચક્કર ના ચલાવ તું,
આવ મારી પાસ ઝરા આવ તું.
કેડે કંદોરો ને ગળા માં હાંસડી,
થઈ ન જા આમ તું સાંકડી,
તારો પાલવ ના આમ સરકાવ તુ
આવ મારી પાસ ઝરા આવ તું.
લલાટે ટીલડી ને હેમ ની છે ચૂડી,
મારા થી ના થા તું જુદી,
શાને મારાથી સરમાવ તું
આવ મારી પાસ ઝરા આવ તું.
લટકતી ચાલ ને પગ માં છે પાયલ,
દિલ ને કરે છે તું ઘાયલ,
મને તારા વિના ઘડી ના ફાવતું,
આવ મારી પાસ ઝરા આવ તું.
"મન"
૧/૫/૨૦૨૦.
######₹#########################
કવિતા. =૩
"""""""""""”"""”"
હું છેલછબીલો ગુજરાતી.
*****************
મારી આ ભાષા ને બોલી ,
વાત વાત માં લેહકાતી,
હું છેલછબીલો ગુજરાતી
જન્મ થી હું ઝાલાવાડી,
દરેક પ્રાંત માં લઈ ફરતો ગાડી,
જાત જાત ને ભાત ભાત ની બોલી સૌવ મેહકાતી,
હું છેલછબીલો ગુજરાતી.
મારે ગામ પાદર એક વાડી,
ગાય,બકરી અને એક પાડી,
જુવાર બાજરી અને મકાઈ, ખેતર માં લેહરાતી,
હું છેલછબીલો ગુજરાતી.
'મન.'
૧/૫/૨૦૨૦.
#₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹__₹₹₹₹_₹_₹₹₹₹₹
કવિતા=૪
"""""""""
મહામારી
""'''"''"""""""''""""
આતે કેવી મહામારી,
ના પૈસા ના પૂરતું પાણી,
ખાલી થય ગઈ બધી કમાણી,
આતે કેવી મહામારી.
ભૂખ્યા બાળ ભોજન ને તરસે,
આંખું માં જો શ્રાવણ વરસે.
જિંદગી તારી કેવી કહાણી,
આતે કેવી મહામારી.
ન જાણે કેટલા લોગ મરસે,
દેશ જો આ વિકાસ ને તરસે,
હપ્તા વારા કરે ઉઘરાણી,
આતે કેવી મહામારી.
ખેડુ સૌવ આત્મહત્યા કરશે,
એનું દેવું હવે કેમ ભરસે,
ખેડુ ની આખી જાત ઘસાણી,
આતે કેવી મહામારી.
મુકેશ.
૬/૫/૨૦૨૦
################################
કવિતા=૫
""'''''''''''""''''''''""''""""""""""""
કોઈ તો ઉગારો!.
"""""""""""""""""""""""""
છે કોઈ જગત નો તારણહારો ?
આ મહામારી થી કોઇ તો ઉગારો,
કોણ દેસે હવે સહારો,
કેમ રહેશે જીવવાનો આરો.
માણસ બન્યો મોટો વિજ્ઞાની,
વાતું કરે જાણે મોટો જ્ઞાની,
થઈના શકે કઈ એનાથી,
આ છે જગત માં મોટો પુરાવો.
દવાખાના તો બહુ ઉભરાણા,
ડોક્ટરો જાણે બહુ મુજાણા,
સૌવ કોઈ કહે મને ઉગારો,
કોનો કોનો કરૂ રાખવાંળો.
માણસ સૌવ મારવા ને પડ્યા,
ચૂંટાયેલા સભ્યો ગોત્યા ના જડ્યા,
જે ચૂંટણી ટાણે કર્યા વદાળો,
એ પૂછતાં પણ નથી કેમ છે? આવો પધારો.
**********************************************
કવિતા =૬
""""''''''''""""""'''''''
મારી માં.
""""""""''''''''''"""""
એક વૃક્ષ સુગંધિત મહેકે છે,
એની ડાળીએ ફૂલડાં લહેકે છે,
એ ફૂલડાં ની સર્જનહારી છે,
મારી માં બધા થી ન્યારી છે.
એને સુખ ની છાયડી જોઈ છે,
એ પાનખર માં એ રોઈ છે,
એ પેઢી ની તારણહારી છે,
મારી માં બધા થી ન્યારી છે.
સંઘર્ષ એનું બહુ મોટું છે,
મારી માનું હદય સાવ પોચું છે,
એ તુલસી કેરી ક્યારી છે,
મારી માં બધા થી ન્યારી છે.
માં ના ચરણો મા વંદન છે,
જીવન એનું સ્પંદન છે,
મારી માં મને બહુ વાલી છે,
મારી માં બધા થી ન્યારી છે.
મુકેશ
૧૦/૫/૨૦૨૦.
Happy mother's day.
################################
વહલા મિત્રો અહી થોડીક કવિતાઓ લખવાની કોશિશ કરી છે. એમાં ભૂલ, ચૂક શક્ય છે તો આપ મને ધ્યાન દોરવા વિનંતી.આ બધી કવિતાઓ મે પહેલ વહેલા જ લખી છે. મને કવિતા નું જાજુ જ્ઞાન તો નથી પણ જે આવડે છે એમ લખવાની શરૂઆત કરી છે.તો આપ આપનો અમૂલ્ય પ્રતિભાવ આપવાનું ભૂલશો નહિ. આપનું સુચન સદા આવકાર્ય છે.
આભાર.
મુકેશ.
૧૦/૫/૨૦૨૦.