Black Eye - 40 books and stories free download online pdf in Gujarati

બ્લેક આઈ - પાર્ટ 40

બ્લેક આઈ પાર્ટ 40

ધીમે ધીમે જંગ જામતો જાય છે . આ બાજુ અમર ફૂલ પ્રીપરેશન માં હતો પણ તેની જેની સાથે લડાઈ હતી તે પણ કમ નોહ્તો . કહેવાય જ છે ને જયારે વિલન તમારી ટક્કર નો હોય ત્યારે લડાઈ ખરેખર ની જામે છે . હવે ધીમે ધીમે વિલન પણ પિક્ચર માં આવતો જાય છે .

સાગર થોડીવાર ઉભો રહે છે અને વિચારમાં ને વિચારમાં અમર ને ફોન કરીને મળવાનું ફિક્સ કરે છે , સાગર ની ટેવ કહો કે કુટેવ એક જ હોય છે તે જ્યાં સુધી વાતનો ગહેરાઈ માં ન પહોંચી જાય ત્યાં સુધી તેને ચેન પડતું નથી .

અમર ત્યારે ઘરે પોંહચી ગયો હોય છે તેને આજે દ્રષ્ટિ ને ટાઈમ આપવાનો નક્કી કર્યો હોય તેને કેટલા દિવસથી દ્રષ્ટિ સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો ન હતો . આથી તેની સાથે રહેવાનું નક્કી કર્યું હોય છે . હજુ તે ઘરે પોહ્ચ્યો અને દ્રષ્ટિ ને તૈયાર થવાનું કહીને પોતે ફ્રેશ થવા ગયો ત્યાં જ સાગરનો ફોન આવ્યો અને મળવા બોલાવ્યો . તે આ મિશનની અગત્યતા જાણતો હતો આથી મળવાનું ટાળી શકે તેમ નહતો .

અમર : દ્રષ્ટિ તૈયાર થઇ ગઈ ?

દ્રષ્ટિ : ના થોડીવાર છે કેમ ?

અમર : તો તું તૈયાર થઇ જા ત્યાં હું આવું છું , મારે એક અગત્યનું કામ આવી ગયું છે તો જવું પડશે .

દ્રષ્ટિ : જવું જરૂરી છે તું ન જા તો નહીં ચાલે ?

અમર : તને તો ખબર છે અમારી ડ્યૂટી ગમે ત્યારે જવું પડે , જો જરૂરી ન હોત તો હું જાત જ નહીં .

દ્રષ્ટિ : કઈ નહીં તું જઈ આવ , પણ જલ્દી આવજે .

અમર : ઓકે હમણાં જાવ ને હમણાં આવું , આઈ લવ યુ , બાય .

દ્રષ્ટિ : આઈ લવ યુ ટુ , બાય .

દ્રષ્ટિ ને મનાવી અમર સાગરને મળવા માટે પોહચી જાય છે , તેના આશ્ચર્ય વચ્ચે સાગર પહેલા જ આવી ગયો હોય છે .તે ત્યાં જાય છે .
અમર : હાઈ , શું ચાલે છે .

સાગર કઈ જવાબ નથી આપતો ખાલી તેની સામે જ જોવે છે .

અમર : તું કેમ કઈ બોલતો નથી .

તો પણ સાગર કઈ જવાબ નથી આપતો .

અમર : મને મળવા બોલાવ્યો અને હવે કઈ બોલતો નથી ! પ્રોબ્લમ શું છે એ કે તો ખબર પડે ને ?

સાગર : પ્રોબ્લમ શું છે એમ પૂછે છે , એ તો મારે તને પૂછવું જોયે

અમર : શું પૂછવું જોયે હવે કંઈક કહે તો ખબર પડે .

સાગર : તું હંમેશા મારાથી વાત કેમ છુપાવે છે .

અમર : મેં તારાથી કોઈ વાત છુપાવી નથી .

સાગર : તો એમ કે જીગાને ફોન કરીને મળવા કેમ બોલાવ્યો હતો ?

અમર : મેં ...મેં તો એમનમ જ બોલાવ્યો હતો .

સાગર : આ તું હકલાય છે તેના પરથી જ ખબર પડે છે કે તું ખોટું બોલે છે . હું તને બચપણ થી ઓળખું છું . તું જયારે મારાથી કોઈ વાત છુપાવે છે ત્યારે તું હકલાવા લાગે છે .

અમર : એવું કઈ નથી .

સાગર : હવે તારે સાચી વાત કરવી હોય તો કર નહિતર હું અહીંથી ચાલ્યો જઈશ અને જ્યાં સુધી તું મને હકીકત નહીં કે ત્યાં સુધી હું તને બોલાવીશ નહીં .

આટલું કહીને સાગર ચાલવા લાગ્યો . અમર તેને જતો જોઈ રહીયો અને વિચાર કરવા લાગ્યો હવે મારે સાગર ને સત્ય હકીકત કહેવી પડશે , નહિતર આજ વખતે તે સાચે મારી કોઈ વાત નહીં માને .

આમ વિચારીને અમર સાગરને પાછો બોલાવે છે , સાગર પાછો તો આવે છે પણ આવીને ચુપચાપ અમરની સામે ઉભો રહી જાય છે , અમરને પણ ખબર હોય છે સાગરને જ્યાં સુધી હકીકત નહીં કહું ત્યાં સુધી મારી સાથે કઈ નહીં બોલે .

અમર : મેં જીગા ને એટલે બોલાવ્યો હતો કે તે આપણી મદદ કરી શકે આ મિશન માં ( આટલું બોલ્યો ત્યાં સાગરના હાવભાવ જોવા જેવા હતા )
મને ખબર છે તારા મનમાં શું પ્રશ્ન છે કે જીગો આપણે કેવી રીતે હેલ્પ કરશે ? તેની ઉપર કોઈ ખતરો આવશે તો ? વગેરે વગેરે પણ મારો યકીન કર તેને કઈ નહીં થાય . જીગો આપડી પેલાથી આ કોલેજ માં છે તે બધાને સારી રીતે ઓળખે છે અને કોલેજવાળા પણ તેને સારી રીતે ઓળખે છે . જો જીગો અચાનક આ રીતે નશો કરવાનો છોડી દેશે તો કોલેજ માં જરૂર કોઈને શક પડશે અને સોમલિંગ સંગઠનના ખબરીને પણ ખબર પડી જશે , આથી જ મેં જીગાને બોલાવ્યો હતો .

સાગર : પણ જીગાને આપણા મિશન વિશે કહેવાની શું જરૂર હતી .

અમર : અરે બાબા હું તને એટલો નાસમજ લાગુ છું કે તેને આ મિશન વિશે કહી ને તેનો જીવ જોખમમાં નાખું . મેં તેને ખાલી આપણા નશા મુક્તિ મિશન વિશે જ કહ્યું છે .

સાગર : સારું તે આટલું જ કહીંયુ છે જો હવે જીગાને કઈ થઇ જશે તો સંધ્યા તો મારી વાટ લગાવી દેશે , તેને કેટલા સમય પછી તેનો ભાઈ મળ્યો છે ,જો કઈ આડુંઅવળું થયું તો ખબર નહીં શું થશે , અરે મારી વાત ઉપરથી યાદ આવ્યું કે દ્રષ્ટિ શું કરે છે આજકાલ , તેની સાથે તો હમણાં કોઈ વાત જ નથી થતી .

અમર : અરે તારી વાત માં તો સાવ ભુલાય જ ગયું .

સાગર : શું ભુલાય ગયું ?

અમર : અત્યારે અહીં એ વાત કરવાનો ટાઈમ નથી ચાલ હું રસ્તા માં વાત કરતો જઈશ અને તને ઘરે છોડી પણ દઈશ .
બંને ત્યાંથી જવા લાગ્યા .

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED