Black eye - 8 books and stories free download online pdf in Gujarati

બ્લેક આઈ - 8

બ્લેક આઈ પાર્ટ 8

તે દિવસ ની તેમની લાઈબ્રેરી વાળી મુલાકાત પછી તો તેમની દોસ્તી નો રંગ એકદમ ગાઢો થઇ જાય.
હવે તો બંને ફોન માં પણ વાતો કરવા લાગ્યા હોય છે અને ધીમે ધીમે તેમને સમજાય પણ રહ્યું હોય છે કે ખાલી આ દોસ્તી નથી પણ દોસ્તી થી વધારે છે પણ આ પ્રેમ છે તે હજુ તેમને સમજાયું હોતું નથી . તેઓ confuse હોય છે કે આ પ્રેમ છે કે નહીં .
તેમને બંને ને પ્રેમ છે તેનો અહેસાસ તેમના મિત્રો સાગર અને સંધ્યા એ કરાવ્યો .

સંધ્યા , એ દ્રષ્ટિ મુંબઈ આવી ત્યારે પહેલી ફ્રેન્ડ બની હતી અને સાગર એ અમર નો નાનપણ નો ફ્રેન્ડ હતો અને સંધ્યા પણ અમર અને સાગર ની નાનપણ ની ફ્રેન્ડ હતી . તેને નાનપણ થી જ સાગર પર crash હતો પણ તે સાગર ને કહી શકી ન હતી . સાગર પણ આ જાણતો હતો આથી જયારે તેઓએ કોલેજ માં એડમિશન લીધું તેમના પહેલા વૅલેન્ટાઇ ડે ના દિવસે પુરી કોલેજ સામે તેને પ્રપોઝ કરી જેનો સંધ્યા એ સ્વીકાર કર્યો અને હાલ માં તેઓ બોયફ્રેન્ડ - ગર્લફ્રેન્ડ છે તેમના ઘરે પણ આ ખબર છે કોલેજ પુરી થતા જ તેમના મેરેઝ થવાના છે .

એક દિવસ સાગર અને સંધ્યા ગાર્ડન બેઠા બેઠા વાતો કરતા હોય છે.

સાગર : સંધુ ( સાગરે સંધ્યા નું લાડ માં પાડેલું નામ ) તને નથી લાગતું આ અમર અને દ્રષ્ટિ બંને એકબીજા ને લવ કરે છે .

સંધ્યા : મને પણ લાગે છે

સાગર : મને લાગે છે આપણે જ એકબીજા પાસે કબૂલ કરાવું પડશે નહિતર આ બબૂચકો તેમની લાઈબ્રેરી , ભણવામાંથી અને દોસ્તી છે કે પ્રેમ છે એ કન્ફ્યુઝન માંથી બહાર જ નહીં નીકળે .

થોડીવાર તો બંને વિચારતા બેઠા કે શું કરવું જેથી તેમને તેમના લવ નો અહેસાસ થાય . ત્યાં જ સાગર ના મનમાં જોરદાર પ્લાન આવ્યો તે તેને સંધ્યા ને કીધો અને સંધ્યા પણ ખુશ થઇ , પછી તેઓ થોડીવાર વાતો કરીને નીકળી ગયા .

સાગર આ બાજુ વિચારતો જ હતો કે અમર ને કેવી રીતે બહાર બોલાવીને પ્લાન એક્ઝીક્યુટ કરવો ત્યાં સામેથી અમર નો ફોન આવ્યો કે થોડીવારમાં તૈયાર થઇ જાય આપણે ચોપાટી જઈએ .

સાગર તરત જ તૈયાર થઇ ને અમર ની રાહ જોઈને બેઠો હોય , ત્યાં જ અમર આવે છે અને તેની બાઈક પાછળ બેસી જાય છે . સાગર ને અમર નો ચહેરો જોઈને જ ખબર પડી ગઈ હોય છે કે આજ તેની અને દ્રષ્ટિ વચ્ચે કંઈક તો થયું જ છે તો જ આનો ચહેરો આટલો ઉતરેલો છે અને જયારે અમર ઉદાશ હોય છે ત્યારે જ ચોપાટી આવે છે પણ સાગર , અમર ના બોલવાની રાહ જોતો હોય છે . અમર ચોપાટી આવી જાય છે ત્યાં સુધી મૂંગો જ રહે અને સાગર પણ તેને અત્યારે કઈ ન પૂછવું હિતાવહ સમજે છે .

અમર બાઈક ને પાર્કિંગ માં પાર્ક કરે છે અને સાગર પણ ચુપચાપ ઉતરી જાય છે , અમર આગળ આગળ જવા લાગે અને સાગર પણ પાછળ આવે છે . અમર આગળ જતા જ ઉભો રહી જાય છે અને સાગર ની તરફ ગુસ્સે થી જોતા કહે તારે મને કઈ પૂછવું નથી .

સાગર : શાંતી થી જવાબ આપતા કહે છે મને ખબર છે કે તારું મૂડ ઓફ છે પણ હું તને પૂછું અને તું તરત જ જવાબ દઈ દે એ વાત માં માલ નથી , મને ખબર છે કે તું જ્યાં સુધી સામેથી કશું નહીં કે ત્યાં સુધી હું તને પૂછું તો તું જવાબ નથી જ આપવાનો , એટલે શાંતિથી પાછળ ચાલ્યો આવતો હતો .

અમર : સોરી યાર , પણ હું શું કરું મને કઈ ખબર પડતી નથી .

સાગર : એ પાગલ તને કેટલીવાર કીધું દોસ્તી મેં નો સોરી નો થૅન્ક યુ , હવે મને સરખું કે વાત શું છે ?

અમર : સાંભળ ..... દ્રષ્ટિ ને આજે સવારથી જ ફોન લગાડતો હતો પણ તે ઉપાડતી ન હતી , આથી મને તેની ખુબ ચિંતા થઇ ગમે તેમ તો તે મારી બેસ્ટ ફ્રેન્ડ છે ને , આથી કોલેજ માં આવીને સીધો તેના ડિપાર્ટમેન્ટ ગયો ત્યાં જઈને જોવ તો તે તેના ડિપાર્ટમેન્ટવાળો પેલો ઓમ છે ને તેની સાથે મસ્તી કરતી બેઠી હતી અને તેનો ફોન પણ બાજુમાં જ પડ્યો હતો . તેને આટલા મિસ્ડ કોલ પછી મને ફોન કરવો પણ જરૂરી ન સમજ્યો . ગમે તેમ તો હું તેનો બેસ્ટ ફ્રેન્ડ છુ .

સાગર : મને ખબર છે તું શું કહેવા માંગે છે પણ જયારે આપણે કોઈ સ્પેશ્યલ વ્યક્તિ જોડે હોય ને ત્યારે આપણને આજુ બાજુ નું કોઈ ભાન રહેતું નથી .

અમર : સ્પેશ્યલ ?? કોણ પેલો ઓમ ? એ મારા કરતાંય વધારે ઈમ્પોર્ટન્ટ છે .

સાગર : હા , લગભગ મેં સાંભળ્યું છે કે તેવો બોયફ્રેન્ડ - ગર્લફ્રેન્ડ છે .

અમર : સાચ્ચે જ ?

અમર આ સાંભળીને ખુબ દુઃખી થઇ જાય છે , તેને પણ ખબર નથી કે તેની સાથે શું થાય છે . તે તરત જ દ્રષ્ટિ ને ફોન કરે છે પણ તેનો ફોન બીઝી બતાવે છે , તે મનમાં ને મનમાં બોલે છે હવે અમે ક્યાં તેના માટે ઈમ્પોર્ટન્ટ છીએ , વાત કરતી હશે પેલા ઓમ સાથે . તેની ધ્યાન બહાર તેની આંખમાંથી આંશુ વહેવા લાગે છે , અને તે ખુબ વ્યતીત થઇ જાય છે .

સાગર તેની બાજુમાં આવીને કહે છે તું આટલો દુઃખી કેમ છે તને નથી ખબર , મને ખબર છે , હવે મારી વાત સંભાળ એક હાથ દિલ પર રાખ અને આંખ બંધ કર .

અમર આનાકાની બાદ સાગર ની વાત માને છે અને આંખ બંધ કરે છે , સાગર તેને પૂછે છે તને બંધ આંખે થી કોણ દેખાણું ? અમર જવાબ આપે છે દ્રષ્ટિ . પછી તરત આશ્ચર્ય થી આંખો ખોલી ને ફરીથી સાગર ને કહે છે મને દ્રષ્ટિ કેમ દેખાણી ? પાછો પોતેને પોતે જવાબ આપતા કહે છે એતો હું સવાર નો તેના વિશે વિચારું છુ ને એટલે હશે .

સાગર : અરે ! ડોબા તને કેમ કરીને સમજાવું તેને પ્રેમ કહેવાય .

અમર : પ્રેમ અને મને ? એ પણ દ્રષ્ટિ સાથે ? ન હોય .... સાચ્ચે જ આ લવ હશે , હોય તોય હવે શું છે તે તો પેલા ઓમ ને લવ કરે છે ને .

સાગર : અરે , એ બંને વચ્ચે કઈ નથી . દ્રષ્ટિ તો તેને ભાઈ માને છે . આતો તને અહેસાસ કરાવા માટે હતું . હવે જલ્દી તેને પ્રપોઝ કરી દેજે જેથી તમારી આ સો કોલ્ડ ફ્રેન્ડશીપ ને કંઈક નામ મળે .

અમર : મારે જલ્દી જ કંઈક કરવું પડશે , હમણાં જ તેનો birthday આવે છે ત્યારે જ હું તેને પ્રપોઝ કરીશ , તેના બીજા દિવસે વેલન્ટાઇ ડે છે હું તેને એવું સરપ્રાઈઝ આવીશ કે તેને ઝીંદગી ભર યાદ રહેશે .

અમર , દ્રષ્ટિ ને કેવું સરપ્રાઈઝ આપશે . કેવી રીતે પ્રપોઝ કરશે , દ્રષ્ટિ નો જવાબ શું હશે તે જાણવામાટે વાંચતા રહો બ્લેક આઈ .

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED