Black eye books and stories free download online pdf in Gujarati

બ્લેક આઈ - 5

બ્લેક આઈ પાર્ટ - 5

તે વ્યક્તિ બીજા કોઈ નહીં પરંતુ દ્રષ્ટિ ના પપ્પા હતા. જે ત્યાં હાજર રહેલા બધાને હમણાં જ ખબર પડી હતી . તેમનું નામ જોની ડિસોઝા હતું . બધાને તરત જ તે નામ અજુગતું લાગ્યું કારણ કે તે ક્રિશ્ચિયન નામ હતું , અને દ્રષ્ટિ તો હિન્દૂ નામ છે , પરંતુ બધા એ આ વાત પુછવી યોગ્ય ન માની કારણ કે દ્રષ્ટિ ની હાલત હજુ સારી ન હતી . તેને હમણાં જ તેના પપ્પા ગુમાવ્યા હતા . આ પુરી દુનિયા માં તેના પપ્પા અને અમર સિવાય તેનું કોઈ ન હતું .

અમર ની કન્ડિશન પહેલા કરતા હવે સારી હતી . રાહુલ ને જયારે ખબર પડી કે તે વ્યક્તિ દ્રષ્ટિ ના પપ્પા છે ત્યારે તે ટાઈમ વેસ્ટ કર્યાં વગર અમર પાસે આવ્યો કેમ કે તેને ખબર હતી કે આ કન્ડિશન માં અમર જ દ્રષ્ટિ ને સંભાળી શકશે .

રાહુલે જયારે તેના રૂમ માં આવી ને મિસ્ટર જોની ડિસોઝા વિષે કહ્યું ત્યારે તેને પણ ખુબ દુઃખ થયું કારણ કે તે જાણતો હતો કે દ્રષ્ટિ તેના પપ્પા ને ખુબ પ્રેમ કરે છે . તેને તરત જ થયું કે મારે હવે દ્રષ્ટિ ને ખુબ સાચવવી પડશે કારણ કે હવે મારા સિવાય તેનું આ દુનિયા કોઈ નથી .

અમર ની આંખ પરથી હજી પટ્ટી ખોલવામાં આવી ન હતી . આથી તેને રાહુલ ને કીધું પ્લીઝ ભાઈ મને દ્રષ્ટિ પાસે લઇ જા , તેને મારી જરૂરત છે . રાહુલ પણ તેની વાત સમજી ગયો અને દ્રષ્ટિ જ્યાં તેના પપ્પા ના રૂમ માં હતી ,ત્યાં લઈને આવ્યો .

દ્રષ્ટિ એ જેવો અમર ને જોયો તેવી તરત દોડીને તેને ગળે લગાવી ને રડવા લાગી . અમરે થોડીવાર તેને એમનેમ જ રડવા દીધી . થોડીવાર પછી ધીમે ધીમે તેને સાંત્વના દેવા લાગ્યો , અને કહ્યું દ્રષ્ટિ હવે રડવાનું બંધ , જો તને કહી થઇ જશે તો તારા પપ્પા ને પણ સારું નહીં લાગે . તેઓ જ્યાં હશે ત્યાં તારી ચિંતા અચૂક કરતા હશે , અને જો તેમને ખબર પડશે કે તેમના ગયા પછી તારી હાલત સારી નથી તો તેમના આત્મા ને પણ દુઃખ પહોંચશે .

અમર આમ ઘણીવાર સાંત્વના આપી ત્યારે દ્રષ્ટિ થોડી શાંત થઇ પણ તેના હીબકા તો હજુ ચાલુ જ હતા . દ્રષ્ટિ ના પરિવાર માં બીજું કોઈ તો હતું નહીં . આથી અમર ના પરિવારે જ તેના પપ્પા ની અંતીમવિધિ ની તૈયારી કરી . તેમને અંતિમ દાહ પણ દ્રષ્ટિ એજ આપ્યો , ત્યારે દ્રષ્ટિ એ આખું સ્મશાન આક્રંદ કરવા લાગે તેવું વલોપાત કર્યું ને પછી તરત જ બેભાન થઇ ગઈ . અમર ને હજુ દેખાતું ન હતું આથી રાહુલ તે બંને કાર માં લઈને હોસ્પિટલ આવવા નીકળી ગયો . પાછળ ની સીટ માં દ્રષ્ટિ ને સુવડાવેલી હતી અને તેનું માથું અમર ના ખોળા માં હતું.તે જોઈ નોતો શકતો પરંતુ દ્રષ્ટિ ની બેચેની સમજી શકતો હતો . વિચાર માં ને વિચાર માં તે પોતાની કોલેજ લાઈફ માં ચાલ્યો ગયો જ્યાં તેમની પહેલી મુલાકાત થઇ હતી .

અમર અને દ્રષ્ટિ ની મુલાકાત કેવી રીતે થઇ હતી ? તેઓ કેવી રીતે ફ્રેન્ડ બન્યા ? જો તેઓ એક જ કોલેજ માં હતા તો તેમના પેરેન્ટ ને કેમ ખબર નથી અને તેમની લવસ્ટોરી કેવી રીતે આગળ વધી તે જોવા માટે વાંચતા રહો બ્લેક આઈ .

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED