Black Eye -39 books and stories free download online pdf in Gujarati

બ્લેક આઈ - પાર્ટ 39

બ્લેક આઈ પાર્ટ 39

અમર પોતાનો પ્લાન જણાવતા કહે છે મેં જ સાગરને તમારી કોલેજમાં મોકલ્યો હતો , જેથી અમે ડ્રગ રેકેટ પકડી શકીએ અને આજની યુવાપેઢીને સાચામાર્ગ પર વાળી શકીએ અને તે આમેય સ્ટુડન્ટ જેવો લાગતો હોવાથી અમારા માટે વાત થોડી સહેલી થઇ ગઈ હતી પણ તું હજુ સાગરને સરખી રીતે ઓળખતો નથી , એ એક નાજુક દિલનો માણસ છે જો તેને આગળ આવનારા ખતરા ની જાણ થશે તો તે થોડો સમય ડરી જશે પછી બમણા જોશથી કામ કરશે . ક્યાંક તેનો એ જોશ જ બધા કર્યા કરાયા ઉપર પાણી ન ફેરવે તે માટે મારે તારી હેલ્પ જોઈએ છીએ . જેમ મેં તમારી કોલેજને સિલેક્ટ કરી તેમ મને લાગે છે કે તે ડ્રગ વેંચવાવાળાએ પણ તમારી કોલેજને સિલેક્ટ કરી હશે અને તે તમારી ઉપર નજર પણ રાખતા હશે , અત્યાર સુધીમાં તો તેણે ખબર પણ પડી ગઈ હશે કે કેટલા કેટલા સ્ટુડન્ટ ડ્રગ લે છે કોની પાસેથી તેઓ વધારે પૈસા ખંખેરી શકશે . તેની પાસે તમારી બધી ડિટેઇલ હશે , હવે જો તમે આવી રીતે તમારી કોલેજમાં ઝૂંબેશ ઉપાડશો તો તમે તેની રડારમાં આવી જશો

જીગો : તો હવે આપણે શું કરશું ? આ કામ કેવી રીતે પાર પાડશું .

અમર : એટલે જ મેં તને બોલાવ્યો છે આપણે તેનો ખબરી કોણ છે તે જાણવાનું છે અને તેની પરથી આપણે આગળનો પ્લાન કરવાનો છે . હું તને ખબરી ને પકડવાના થોડા બેઝિક સ્ટેપ શીખવાડી દઈશ પરંતુ તારે તારી કોઈ હોશિયારી કરવાની જરૂર નથી , નહિતર જાન થી હાથ ધોવાનો વખત આવશે તો સંધ્યા તો મને મારી જ નાખશે .
સ્ટેપ 1 : જે ખબરી હોય એ ખાલી તમારી વાત સાંભળશે પણ ક્યારેય પોતાની વાત કરશે નહીં .
સ્ટેપ 2 : તમારી પાસેથી વાત કઢાવવાની કોશિશ કરશે અને તમને ખબર પણ નહીં પડે .
આનાથી આગળ તો તારે જાતે જ વિચારીને આગળ વધવું પડશે . હું તમારી કોલેજ આવી શકું તેમ નથી , જો વધારે આવન જાવન કરીશ તો તેમની નજર માં આવી જઈશ તો મારે આગળ મુશ્કેલી પડશે , આ વાત તું સાગરને કહેતો નહીં , મને જ્યાં સુધી ખબર ત્યાં સુધી તેમની નજર પહેલેથી જ સાગર તરફ હશે અને હવે તેઓ જલ્દી જ મને મળવા માટે સાગરનો કોન્ટકટ કરશે .

જીગો પોતાનો રોલ કેવી રીતે અદા કરવો તે વિચારતા વિચારતા જ અમર ને પછી મળવાનું કહીને નીકળી જાય છે . અમરને ખબર હોય છે કે જીગો પાછો કોલેજ જશે કેમ કે તેના બોલાવવાથી તે ઉતાવળ થી આવી ગયો હોય છે આથી ત્યાં જઈને તેને બધાના સવાલોના જવાબ આપવા પડશે .
જીગો કોલેજ પોંહ્ચે છે ત્યારે બધા તેની રાહ જ જોતા હોય છે .

આ બાજુ અમર પણ વિચારતો હોય છે કે મેં જીગાને ખબરી વિશે તો કીધું પણ મને લાગે છે કોલેજમાં પણ એક કરતા વધારે જ લોકો હશે , જે ડાયરેક્ટ ઈનડાઈરેક્ટ સોમલિંગ સંગઠન સાથે સંકળાયેલ હશે . મારે વધારે હોશિયાર રહેવું પડશે નહિતર સાગર અને જીગા બંને નો જીવ જોખમ માં મુકાશે .

આ બાજુ સાગર કોલેજમાં વિચારતો હતો કે જીગાને વાત કહેવા આવ્યો તો ખરો અને હજુ તો કઈ વાત કરું એ પહેલા ન તેને ફોન આવી ગયો અને ચાલ્યો ગયો , એવો તો કોનો ફોન હતો કે તરત જ આમ ચાલ્યો ગયો . મારે ગોતવું પડશે કે કોનો ફોન હશે , તે કઈ મુશ્કેલીમાં નહિ મુકાણો હોય ? જોવા તો દે કોનો ફોન હતો . આમ વિચારીને તેને પોતાનો ફોન કાઢ્યો અને તેને જે સ્પેશિયલ ફોન ટ્રેકિંગ ની એપ્લિકેશન બનાવી હતી તે ચાલુ કરી અને જીગા ના નંબર નાખ્યો ત્યાં તો જીગા ના ફોન ની બધી ડિટેઇલ આવવા લાગી અને તેને છેલ્લે જોયું તો છેલ્લો નંબર અમર નો હતો . તે ઓફિશ્યિલ નંબર ન હતો પણ આ ઓપરેશન માટેનો લીધેલો નંબર હતો .

સાગર વિચારતો ઉભો રહી ગયો કે અમરને તો એવું કેવું કામ હશે કે જીગાને આવી રીતે બોલાવ્યો . બોલાવ્યો તો ઠીક પણ એવું તો શું કહ્યું હશે કે જીગો તાત્કાલિક ચાલ્યો ગયો . મારે હવે અમરને જ આ વિશે પૂછવું પડશે .

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED