Black Eye - 2 books and stories free download online pdf in Gujarati

બ્લેક આઈ - 2

બ્લેક આઈ

પાર્ટ 2

આગળ ના પાર્ટ માં જોયું તેમ અમર અને તેના માતા - પિતા અને અજાણ્યા વ્યક્તિ ને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવે છે હવે આગળ જોઈએ.

એમ્બ્યુલન્સ હજી તો હોસ્પિટલ પોહચી કે તરત રાહુલ પણ એમ્બ્યુલન્સ ની સાથે સાથે ત્યાં પોહચી ગયો, અને ત્યાંના સ્ટાફ ની સાથે સાથે તેમને બધા ને એમ્બ્યુલન્સ માંથી અંદર હોસ્પિટલ માં લઇ જવા માં હેલ્પ કરવા લાગ્યો.

હોસ્પિટલ નું તેને ફોર્મ ભર્યું ત્યાં સુધીમાં તો અમર અને બીજા વ્યક્તિ ને ઓપરેશન થીએટર માં અને તેના માતા - પિતા ને બીજા રૂમ માં શિફ્ટ કરી દેવા માં આવ્યા હતા.

પેલા માણસ કન્ડિશન ક્રિટિકલ હતી, અમર ની કન્ડિશન તેની સાપેક્ષ માં સારી હતી પણ તેને આંખ પાસે લાગ્યું હતું ત્યાં લોહી બંધ થવાનું નામ લેતું હતું.

તે માણસ નું તરત ઓપરેશન કરવા માં આવ્યું ત્યારે તે માણસ ની કન્ડિશન પહેલા ની સાપેક્ષ માં થોડી સારી થઇ. પુરા 3 કલાક ઓપરેશન ચાલુ હતું. તે માણસ ની હાલત હજી પણ નાજુક હતી.

અમર ને આંખ પાસે જે લાગેલું હતું તે ધીમે ધીમે તેની આંખ માં ચાલ્યું ગયું , અને ધીમે ધીમે તેની આંખ ની રોશની પણ જવા લાગી હતી.

બીજે દિવસે અમર ને આંખ માં દેખાતું બંધ થઇ ગયું. તે માણસ પણ બીજે દિવસે ભાન માં આવ્યો પણ તે થોડીવાર ભાન માં આવતો અને પાછો બેભાન બની જતો હતો. પોલીસે તેની તાપસ કરી તો તેની પાસેથી કહી મળ્યું કે જેનાથી તેની ઓળખ થઇ શકે. બાજુ અમર ની આંખ ના કોર્નિયા માં અસર થઇ અને તેને સાવ દેખાતું બંધ થઇ ગયું. જયારે પેલો માણસ હોશ માં આવ્યો ત્યારે બાજુ માં ઉભેલા ડોકટરો ને કહેતા સાંભળ્યા કે માણસ તો જીવન મરણવચ્ચે ઝોલા ખાય છે અને તે ઇન્સ્પેક્ટર ની તો આંખ ની રોશની ચાલી ગઈ છે. તે પેશન્ટ પાછો બેભાન બની ગયો.

તે જયારે બીજી વાર ભાન માં આવ્યો ત્યારે તેને દ્રઢ નિશ્ચય કરી લીધો હતો કે જો મારી આંખ તે ઇન્સ્પેક્ટર ની સાથે મેચ થશે તો તેને મારી આંખો ડોનેટ કરી દઈશ. તેને બાજુ માં ઉભેલા ડોક્ટર ને હાથ ના ઈશારા થી પાસે બોલાવ્યા અને તૂટક તૂટક શબ્દો થી કહ્યું તમે ગમે તેટલી કોશિશ કરશો તો પણ મારુ આયુષ્ય સમાપ્ત થવાની અણી ઉપર છે આથી ઈચ્છું કે મારી આંખો તે ઇન્સ્પેક્ટર ને ડોનેટ કરી દયો. આટલું બોલી ને તે પેશન્ટ પાછો બેભાન બની ગયો.

ડોક્ટર પણ તેની વાત સાથે સહમત હતા. આથી તેમને તેની આંખો ના બધા ટેસ્ટ કર્યા અને રિઝલ્ટ તેમના ધાર્યા કરતા ઉલટું આવ્યું. તેમને નોહ્તું વિચાર્યું કે બંને ની આંખ આટલી હદ સુધી સિમિલર હશે પણ બંને ની આંખો પર્ફેક્ટ્લી મેચ થતી હતી.

હવે તો બધા તે પેશન્ટ ના ભાન માં આવવાની રાહ જોવા લાગ્યા હતા ,અમર ના માતા - પિતા પણ ખુશ હતા કારણ કે તેના દીકરા ને આંખ મળવાની હતી. તેઓ દિલ થી તે માણસ દુવા દેતા હતા. આટલા દિવસ માં તેમને તેની સાથે અલગ એક માયા બંધાય ગઈ હતી.

બાજુ દ્રષ્ટિ કેટલા દિવસ થી અમર ને ફોન લગાવતી હતી પણ તેનો ફોન લાગતો હતો. બન્યું એવું હતું કે અમર નો ફોન ગાડી માં આગળ એક્સિડન્ટ ના દિવસે પડ્યો હતો આથી તે ખરાબ થઇ ગયો હતો, પણ આજે બીજા એક ઈન્સ્પેક્ટરે ફોન રિપેર કરી ને રાહુલ ને આપ્યો હતો ત્યાં તેને જોયું કે જિંદગી નામે સેવ કરેલા નંબર પરથી કોઈનો ફોન આવતો. રાહુલ ને સમજતા વાર લાગી એજ વ્યક્તિ છે જેની સાથે અમર વાત કરતો હોય છે. આથી તેને તરત ફોન રિસિવ કરી લીધો.

બાજુ દ્રષ્ટિ પણ રાહત નો શ્વાસ લીધો કે ચાલો ફોન રિસિવ તો થયો. તે બહુ ગુસ્સા માં હતી તે કઈ બોલવા જાય તે પેહલા રાહુલે કીધું સોરી અમર નહીં પણ તેનો ફ્રેન્ડ અને તેની સાથે કામ કરતો રાહુલ બોલું છું. આટલું બોલી ને રાહુલ થોડીવાર માટે કઈ બોલ્યો.આટલી વારમાંજ દ્રષ્ટિ ના મનમાં વાવાઝોડા નું તુફાન ચાલુ થઇ ગયું. તે વિચારવા લાગી અમર નો ફોન કેમ રાહુલ પાસે ? તે ક્યાંય ગયો હશે ? તો મને કેમ કહ્યું ? તેને કહી થઇ ગયું હશે ? આવા તો કેટલાય સવાલો તેના મનમાં રમતા હતા. બાજુ રાહુલ મેમ મેમ બોલતો હતો જે તેને સંભળાતું હતું. આથી રાહુલ જોર થી બોલ્યો મેડમ સાંભળો છો કે નહીં. સાંભળી ને દ્રષ્ટિ હોશ માં આવી અને તેને હા પડી. આથી રાહુલે તેને પુરી હકીકત જણાવી બની શકે તો વહેલા માં વહેલી તકે આવવા માટે કહ્યું, પણ જે તેને કહેવા ની જરૂર નોહતી કારણ કે દ્રષ્ટિ એમ પણ વગર કીધે આવી જવાની હતી.

દ્રષ્ટિ કોણ છે તેની અમર ની લાઈફ માં શું ભૂમિકા છે ? અને આગળ સ્ટોરી માં કેવા કેવા વળાંક આવે છે તે જોવા માટે વાંચતા રહો બ્લેકઆઇ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED