dil ka rishta - 16 books and stories free download online pdf in Gujarati

દિલ કા રિશ્તા - 16( મિત્રો આપણે આગળ જોયું કે વિરાજના મિત્રો વિરાજના ઘરે જમવા આવે છે. અને ત્યાં સમર્થ કહે છે કે કાવ્યાના દાદાની તબિયત સારી નથી અને એમની ઈચ્છા છે કે આ બંનેનાં મેરેજ થઈ જાય એટલે એ બંને પણ મેરેજ માટે સહમતી આપે છે. અને એક મહિના પછી એ બંનેનાં મેરેજ થવાના હોય છે. હવે જોઈશું આગળ શું થાય છે. )

વિરાજ આજે ઈમરજન્સી હોવાથી વહેલો હોસ્પિટલ ચાલ્યો જાય છે. આશ્કા પણ બધું કામ કરી વાંચવા બેસે છે. આમ તો એ બહું હોશિયાર હોય છે. એટલે એને વધું તકલીફ નથી પડતી. પણ એક ટૉપિક પર એને સમજ નથી પડતી તો એ એના માટે વિરાજને પૂછવાનું નક્કી કરે છે.

સાંજે જ્યારે વિરાજ આવે છે ત્યારે એ ખૂબ થાકેલો લાગે છે. આશ્કા એના માટે મસાલાવાળી ચા બનાવે છે. પહેલાં તો વિરાજ આશ્ચર્યથી એની તરફ જુએ છે અને પછી આંખોથી જ પૂછે છે કે ચા કેમ !!

આશ્કા એના ઈશારાને સમજી જાય છે અને કહે છે, તમે ખૂબ થાકી ગયા છો તો આ મસાલા ચા પીઓ એનાથી તમારો થાક ઉતરી જશે. વિરાજ એક ચૂસકી લે છે અને એની આંખોમાં ચમક આવી જાય છે. ચા પીને એ આશ્કાને thank you કહે છે. અને રિલેક્સ થઈને સોફા પર બેસી ટીવી ચાલું કરી સમાચાર જુએ છે.

કાવેરીબેન પણ એમની બાજુંમાં આવીને બેસે છે થોડીવાર પછી તેઓ વિરાજને પૂછે છે, બેટા કેવો રહ્યો આજનો દિવસ ?

વિરાજ : અરે મમ્મી આજે તો હું બહું થાકી ગયો. એટલું કામ હતું હોસ્પિટલમાં. બે બે ઈમરજન્સી હતી. ઉપરથી ઓપીડી પણ સંભાળવાની. પણ આશ્કાએ મસ્ત મસાલા ચા બનાવી આપી એનાથી મારો બધો થાક ઉતરી ગયો.

કાવેરીબેન : હા આશ્કાના હાથમાં તો જાદુ છે. હું શું કહું વિરાજ. મેરેજ પછી આશ્કા એકપણ વાર આશ્રમ નથી ગઈ. ભલે એ કેહતી ના હોય પણ એને પણ બધાને મળવાનું મન થતું હશે ને. તો તું તારી જ્યારે રજા પડે ત્યારે એને આશ્રમમાં બધાને મળાવવા લઈ જજે.

વિરાજ : હા હા મમ્મી મે પણ એ વિશે વિચાર્યું જ હતું. Infact કાલે જ મારે ઓછું કામ છે તો હું હોસ્પિટલ જતાં જતાં આશ્કાને આશ્રમ મૂકતો જઈશ અને આવતા આવતાં પાછો લેતો આવીશ. અને સાથે સાથે રાકેશભાઈને ચેક પણ આપતો આવીશ.

કાવેરીબેન : હું કહું છું એને બે દિવસ ત્યાં રહેવા દે બધી સહેલીઓ સાથે રેહશે તો એને પણ ગમશે. કાવેરીબેનના આશ્કાને બે દિવસ આશ્રમમાં રહેવા દેવાની વાત સાંભળી વિરાજનું મોઢું પડી જાય છે પણ એ કંઈ કેહતો નથી.

રાતે જમતી વખતે કાવેરીબેન આશ્કાને કહે છે કે કાલે વિરાજ એને આશ્રમ મૂકવા જશે અને બે દિવસ પછી પાછો લેવાં આવશે. આશ્રમ જવાની વાત સાંભળીને આશ્કા તો બહું ખુશ થઈ જાય છે પણ જ્યારે એ બે દિવસનુ સાંભળે છે ત્યારે કહે છે, પણ પછી મમ્મી અહીં તમારી દેખભાળ કોણ રાખશે !

કાવેરીબેન : એ બધી ચિંતા તું ના કર હું મારી કાળજી રાખી લઈશ. અને વિરાજ તો છે જ. સાથે સાથે રાજુ અને દમયંતિ પણ છે જ. એટલે તું ફીકર કર્યા વગર જા.

જમીને થોડીવાર બહાર બગીચામાં બેસી ત્રણેય જણા આખા દિવસની ચર્ચા કરે છે. વિરાજ આશ્કાને એના અભ્યાસ વિશે પૂછે છે ત્યારે આશ્કાને યાદ આવે છે કે એને એક દાખલો સમજ નથી આવતો. અને એ વિશે વિરાજને પૂછવાનું હોય છે. એ કહે છે,

આશ્કા : વાંચવાનું તો ખૂબ સરસ ચાલે છે પણ આજે એક દાખલો સમજમાં જ નથી આવતો. હું તમને એ પૂછવાની જ હતી.

વિરાજ : સારું પછી બતાવજે હું તને સમજાવી દઈશ.

કાવેરીબેનને ઉઘ આવતાં એ એમના બેડરૂમમાં ચાલ્યા જાય છે. વિરાજ અને આશ્કા થોડીવાર લૉન પર ચાલે છે અને પછી એ બંને પણ સૂવા માટે બેડરૂમમાં જાય છે.

આશ્કા ઉદાસ મને એના કપડાં પેક કરતી હોય છે. વિરાજ પણ એના લેપટોપ પર કંઈક કરતો હોય છે. આશ્કાના કપડાં પેકીંગ થઈ જતા એ એની બુક્સ લઈ વિરાજ પાસે આવે છે અને કહે છે, જુઓને મને આ દાખલો સમજ નથી પડતો. વિરાજ એનાં હાથમાંથી બુક લે છે અને જુએ છે પછી થોડીવાર કંઈક વિચારે છે અને આશ્કાને સમજાવવા લાગે છે. વિરાજના સમજાવવાથી આશ્કાને સમજ પડી જાય છે. એ ખુશ થતા કહે છે, અરે મે આ રીતે તો વિચાર્યું જ નહોતુ. કેટલું સહેલું હતું આ તો. Thank you. આશ્કાના ચેહરા પરની બાળ સહજ હસી જોઈ વિરાજને ખૂબ જ ગમે છે. અને પછી બંને સૂઈ જાય છે.

સવારે નાસ્તો કરી વિરાજ આશ્કાને અપના ઘર લઈ જાય છે. ત્યાં પહોંચતા જ બધાં આશ્કાદીદી આશ્કાદીદી કરતા એને વિટળાઈ વળે છે. અને પછી ખેંચીને એને અંદર લઈ જાય છે. આશ્કા પણ એમને બધાને જોઈને ખૂબ ખુશ થાય છે. વિરાજ રાકેશભાઈને મળે છે. અને આશ્રમનાં ખર્ચા માટે ચેક આપે છે. અને આશ્કાને બે દિવસ પછી લેવા આવીશ એમ કહી રવાના થાય છે. બધાં છોકરાંઓ આશ્કાને ઘેરી વળેલાં હોય છે એટલે એ એને સારી રીતે બાય પણ નથી કહી શકતો.

વિરાજ ના ગયા પછી આશ્કા આખાં આશ્રમને જોઈ આવે છે. આશ્રમનાં એક એક ખૂણાને જોઈને એને એની પુરાની જીંદગી યાદ આવે છે અને એની આંખોમા આંસુ આવી જાય છે.

રાતે જમીને બધાં આશ્કાને સાંભળવા આતુર હોય છે. બધાં આશ્કાની ગોળ ફરતે ટોળું વળીને બેસી જાય છે. આશ્કા પણ ખૂબ જ ઉત્સાહથી એના નવા જીવન વિશે કહે છે. કાવેરીબેનની મમતા, વિરાજની સમજદારી અને એના દોસ્તોનું અપનાપન. એ બધું જ એ કહે છે. રાકેશભાઈ પણ એને ખુશ જોઈને ખુશ થાય છે.

આખો દિવસ તો વિરાજ હોસ્પિટલના કામમાં હોય છે એટલે એને આશ્કા ની યાદ ના આવી. પણ જ્યારે એ ઘરે ગયો ત્યારે એક ખાલીપો એને ઘેરી વળ્યો. કાવેરીબેન પણ ઉદાસ થઈને બેઠેલા હોય છે. વિરાજ આવીને એમને દિવસ કેવો ગયો એ પૂછે છે ત્યારે તેઓ કહે છે,

કાવેરીબેન : આશ્કા વગર બધું સુનું સુનું લાગે છે. આખું ઘર જાણે ખાવા દોડે છે. મને એના વગર જરા પણ ગમતું નથી.

જોવા જઈએ તો કાવેરીબેનના આમ કહેવાથી વિરાજે દુઃખી થવું જોઈએ કે એની મમ્મી ઉદાસ છે છતાં પણ એ મનમાં ને મનમાં ખુશ થાય છે. અને એનું ખુશીનું કારણ એ હોય છે કે હવે એની પાસે ચોક્કસ કારણ હોય છે આશ્કાને ઘરે લઈ આવવાનું.

છતાં પણ એ એના મુખ પર એ હાવભાવ દેખાવા નથી દેતો. અને કહે છે, મમ્મી તમે કહે તો કાલે ને આશ્કાનો પાછો લઈ આવું ?

કાવેરીબેન : અરે ના ના આમ આપણાં સ્વાર્થના કારણે એની ખુશી શા માટે રોકીએ. એને એના પરિવાર સાથે થોડો સમય્ રહેવા દે.

કાવેરીબેનના આમ કહેવાથી વિરાજ ઉદાસ થઈ જાય છે અને એના રૂમમાં જઈ ફ્રેશ થવા જાય છે.
અને જમવાના સમયે જ બહાર આવે છે. અને જેમ તેમ કરીને જમવાનું પૂરું કરી ફરીથી એના રૂમમાં ચાલ્યો જાય છે.

વિરાજના આમ ઉદાસ થવાથી કાવેરીબેન પણ સમજી જાય છે કે વિરાજ આશ્કાને યાદ કરી રહ્યો છે પણ કહી શકતો નથી. પણ એનાથી એ ખુશ થાય પણ થાય છે કે વિરાજના હ્રદયમાં આશ્કાએ સ્થાન લઈ લીધું છે.

આશ્કા પણ આખો દિવસ સહેલીઓ સાથે ગપ્પાં મારે છે પણ જમીને જ્યારે એ પલંગ પર પડે છે ત્યારે એને વિરાજની યાદ ઘેરી વળે છે. વિરાજ બરાબર જમ્યો હશે કે નહી કાવેરીબેને સમયસર દવા લીધી હશે કે નહી એ બધા સવાલો એના મનમાં ઉદ્દભવે છે. વિરાજ સાથેનો એ થોડા દિવસનો સહવાસ યાદ કરીને એનું દિલ બેચેન થઈ ઉઠે છે. અને એ આમ તેમ પડખાં ફેરવે છે.

આ બાજુ વિરાજની પણ આ જ હાલત હોય છે એ પણ આમ તેમ પડખાં ફેરવીને સૂવાની કોશિશ કરે છે પણ એની નજર સામે આશ્કાનો હસતો ચેહરો તરવરે છે. એના કાનમાં આશ્કાની હસી ગૂંજી રહે છે. કેટલાય પ્રયત્નો કર્યા પછી પણ જ્યારે એને ઉંઘ નથી આવતી ત્યારે એ એક નિર્ણય લે છે અને પછી એને શાંતિથી ઉંઘ આવે છે.

** ** **

વધું આવતાં ભાગમાં..

Tinu Rathod - Tamanna

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED