Koobo Sneh no - 37 books and stories free download online pdf in Gujarati

કૂબો સ્નેહનો - 37

🌺 આરતીસોની 🌺
પ્રકરણ : 37

લાગણીઓ ખરેખર પ્રબળ બનતી ત્યારે દિક્ષાનો ક્રમે ક્રમે ચ્હેરો ઘડીભર માટે કરમાઈ જતો હતો. સઘડી સંઘર્ષની.....

❣️કૂબો સ્નેહનો❣️

અત્યારે દિક્ષાની પોતાની બધી કળાઓ સમયની તાબેદાર બનતી જતી હતી. અમ્માથી છુપાવવા હજુયે વળી પાછી પોતાની છટા સાથે સમય સામે ટક્કર લઈ રહીને બોલી રહી હતી.

"પાર્ટીની બધી તૈયારીઓ લગભગ થઈ ગઈ હતી.. મારી ખાસ બહેનપણી બંસરી આવી ગઈ હતી.. આયુષ નાનો હતો ત્યારથી એણે જ મને પહેલેથી સાથ આપ્યો હતો.. આજે પણ એ મને મદદરૂપ થવા જૉબ પરથી લીવ લઈને વહેલી આવી ગઈ હતી.. કંઈ રહી નથી જતું ને? અમે કામ ગણ ગણતાં અમે વાતો કરી રહ્યાં હતાં.. હું બોલી, ‘બધી તૈયારીઓ થઈ ગઈ છે બંસરી..., ફ્રેશ ફૂડ કેટરીંગને ડીનરનો ઓર્ડર અપાઈ ગયો છે. પ્લેટ્સ, સ્પૂન્સ, કોલ્ડ્રિક્સ બધું તૈયાર થઈ ગયું છે.. અને કેક પણ ઓર્ડર થઈ ગઈ છે..'

'ઓયે.. દિક્ષુ.. કેક બાકી છે લાવવાની..!! 'ટેક ધ ડિલિવરી છે..'

'ઓહ... ગોડ... હવે ટાઇમ બહુ ઓછો છે.. કેક લેવા જવાનું છે!! ઑર્ડર કરી દીધો બસ લેવા જ જવાની છે. વિરુને કેટલી વાર છે? આજે તો એણે જલ્દી આવી જવું જોઈતું હતું!! લાવ પુછી જ લઉં..’ અને ડાઇનિંગ ટેબલ પરથી મોબાઈલ ફોન લઈને મેં વિરુનો નંબર ક્લિક કર્યો..

‘હેલો વિરુ... તમારે હવે કેટલો સમય લાગશે ઘરે પહોંચવામાં? બધી તૈયારીઓ થઈ ગઈ છે. ફક્ત કેક લેવા જવાનું છે. તમે આવો પછી લઈ આવીએ..’

‘દિક્ષુ હું રસ્તામાં જ છું.. બસ પહોંચવા જ આવ્યો છું, તું તૈયાર રહે તો બહારથી જ આપણે નીકળી જઈએ. હું પાછો આવીને ફ્રેશ થઈ જઈશ..’

‘ધેટ્સ ગુડ.. એવું જ કરીએ! આવો તમે.. હું ગેટ પાસે તમારી રાહ જોઈને બહાર ઊભી રહું છું..’

ને આયુષને બંસરી પાસે મૂકીને અમે બંને કેક લેવા નીકળ્યાં.. રસ્તામાં વિરુએ કહ્યું કે, 'ફોન કરીને સંદિપને કહેવાનું છે કે એના મમ્મીને પણ સાથે લેતો આવે.. તું ફોન લગાવીને ખાસ વાત કરી લેજે દિક્ષુ..'

'હા વિરુ.. હમણાં જ ફોન કરી દઉં છું..' ડાઉનટાઉન મેઇન સ્ટ્રીટ પહોંચતાં અમને પાંચ મિનિટ જેવો સમય લાગ્યો હતો..
‘દિક્ષુ તું કારમાં જ બેસ.. હું બે મિનિટમાં ફટોફટ સામેથી કેક લઈને આવું છું..’

‘વિરુ તમે આગળથી ટર્ન લઈને, ત્યાં બેકરી પાસે જ લઈ લો ને..!! પાંચ મિનિટ વધારે સમય જશે તો શું વાંધો છે.. હું કેક લઈ આવું છું..!'

‘દિક્ષુ, વી આર ઑલરેડી લેટ.. ગેસ્ટ પણ સાત વાગ્યાથી આવવાના શરૂ થઈ જશે. અને તારે ફોન પણ કરવાના છે, હું આવું ત્યાં સુધીમાં તું એ કામ પહેલાં જ પતાવી દે..'

'અને જો આ વન વે છે, આપણે અહીંથી જ સીધાં આગળ જવાનું છે. ગોળ ગોળ ફરવા કરતાં, હું જઈને લઈ આવું છું!!'

આમ પણ અમારે થોડું લેટ તો થઈ જ ગયું હતું.. એટલે મેં હા ભણી દીધી અને એક બે કૉલ પણ મારે કરવાના હતાં, એ કામ પતાવવાના ઈરાદા સાથે મેં સહમતી પણ દર્શાવી દીધી..
'ઓકે.. પણ જોઈ લેજો હોં વિરુ.. કેક બરાબર બનાવી છે ને એણે.. આયુષની ફેવરિટ મિનીયન્સ કૅરેક્ટર કેકનો ઓર્ડર આપ્યો છે.. બરાબર નહીં હોય તો પાછો કહેશે, 'ધીસ ઇઝ નોટ મિનીયન્સ!!' અને આજે એની બર્થ-ડે ના દિવસે જ નારાજ થઈ જશે..'

'ઓકે.. દિક્ષુ.. માય ડાર્લિગ.. હું બધું જ બરાબર ચેક કરી લઈશ.. એન્ડ આઇ એમ એક્સાઇટેડ ફોર યોર સરપ્રાઈઝ!! મેં યૂ ગયાં ઔર યૂ આયાં..’ આમ આંખો મચકારી વિરુ નીકળી ગયા..

સમી સાંજનો સમય હતો.. સૌ પોતપોતાની મસ્તીમાં ધૂત હતાં. માયામી શહેરની મધ્યમાં આવેલી એક જાણીતી ઑલ્વેયઝ બેકરીની બહાર આલીશાન લેક્સસ કારમાં હું વિરાજની રાહ જોઈ રહી હતી.. ચીલ્ડ પવન સાથે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો.. હીટરના ધીમાં ધીમાં ગરમાવા હેઠળ હાઈ વોલ્યુમ સાથે હિન્દી ફિલ્મી ગીતોની હું મજા માણી રહી હતી.. વૉલ્યુમ સ્લો કરીને હું સંદિપ ભાટિયાને મોબાઇલમાંથી નંબર શોધીને કૉલ લગાવી વાત કરવા લાગી.. જે વિરુના ખાસ ફ્રેન્ડ છે.. ને અચાનક..
સરરરર્...સટટટટ્.. ધડામ્...

જોરદાર ધડાકા સાથે એક્સીડન્ટનો અવાજ આવ્યો ને હું ઝબકી..
“ઓહ ગોડ !!!! ફરી એક એક્સીડન્ટ...?"

લેક્સસ કારનો પાવર ગ્લાસ વિન્ડો ખોલીને પાછો બંધ કરતાં કરતાં હું બબડી..
‘ડીસ્ઘસ્ટીંગ !!! અહીં રોજનું થયું છે આ બધું !!! જવા દે.. આપણે શું..’
અહીં એક્સિડન્ટની કોઈ જ નવાઈ નથી હોતી.. દરરોજ હજારો એક્સિડન્ટ થતાં હોય છે.. મેં કારમાંથી જોવા પ્રયત્ન કર્યો પણ કંઈ દેખાઈ નહોતું રહ્યું.. એટલે હું પાછી મારા કૉલમાં મસ્ત થઈ ગઈ.. અને સંદિપ સાથે વાત પૂર્ણ થયા પછી હું ગીતો અદલ બદલ કરતી મજા લેતી રહી.. આમ થોડોક સમય નીકળ્યો હશે઼.. અને બહુ વાર સુધી વિરુ ન આવતાં હું વિચાર કરવા લાગી કે,
'વિરુને કેક લઈને આવતાં બહુ વાર લાગી.. પંદરથી વીસ મિનિટ થવા આવી !!! કેક બનાવવાનો ઓર્ડર તો સવારથી જ આપી દીધો હતો. ખાલી ડિલિવરી લેવામાં આટલી બધી વાર?’
આવા વિચારો સાથે મેં વિરાજનો મોબાઈલ નંબર ક્લિક કર્યો.

‘ધ નંબર યુ હેવ ડાયલ મોબાઈલ ઈઝ સ્વીચ ઑફ.. ટ્રુ… ટ્રુ… ટ્રુ..’

‘મોબાઈલ સ્વીચ ઓફ કેમ આવે છે? હમણાં તો વાત થઈ હતી!! ત્યારે તો ફોન ચાલુ હતો!!’

છતાં હું એમ વિચારી રાહ જોતી રહી કે, ‘કંઈક કારણ હશે, નેટવર્ક પ્રોબ્લેમ હશે, એટલે નોટ રિચેબલ આવે છે.. અને બેકરીમાં કદાચ ભીડ હશે એટલે બિલ બનાવવામાં વાર લાગી હશે. હમણાં આવી જશે ને ! એવું વિચારી રાહ જોઈ બેસી રહી..

પણ બીજી દસ મિનિટ સુધી વિરાજ ન આવતાં આગળનાં ચાર રસ્તેથી કાર વાળી હું સામેની લેનમાં લઈ ગઈ.. કારને પાર્કિંગ લોટમાં પાર્ક કરી બેકરીમાં ગઈ..

‘વિરુ અંદર પણ ક્યાંય દેખાતા નથી તો વિરુ ગયા ક્યાં? અને મોબાઇલ પણ સ્વીચ ઓફ છે !!

મેં બેકરીના કાઉન્ટર પર પૂછ્યું,
‘આઈ પ્લેસ એન ઓર્ડર ફોર ફાઈવ પાઉન્ડ ઑફ કેક.. ઑન નેમ ઓફ આયુષ ઠાકોર..’

‘યા મેમ.. યોર ઓર્ડર ઈઝ રેડી..’

ને ત્યાં જ મારી ચિંતા વધતી ગઈ..
‘અરે વિરુ કેક લેવાં અંદર જ નથી આવ્યાં!!! તો ગયા ક્યાં?’

હું ચિંતા સાથે ગભરામણ અનુભવવા લાગી, દોડતી બહાર આવી.
‘વિરુ.. વિરુ…’ નામની બૂમાબૂમ કરી હાંફળી ફાંફળી હું લગભગ રોડના કિનારા તરફ સુધી ખેંચાઈ આવી હતી.. પણ વિરુ કશે હતા જ નહીં.. હું અનહદ ગભરાઈ ગઈ હતી..

અમ્માના હૈયે ફફડાટ વ્યાપી ગયો હતો. એમના દરેકે દરેક આંસુડે આકાશ વિજળીનો ચમકારો મારી જતું હતું. એમને વાતાવરણમાં પરિવર્તનની શરૂઆત થઈ ગયેલાનો ખ્યાલ આવી ગયો હતો. સારા નરસા વિચારો સાથે અમ્મા પાછા આમતેમ અફળાવા લાગ્યાં હતાં.

આસપાસની દરેક ચીજો એમની વાતો સાથે વહી રહી હતી. બારીમાંથી અંધારો અને સૂતો મહોલ્લો ભયંકર ભાસી રહ્યો હતો. વરસાદી પવનના સૂસવાટા સાથે ફક્ત એ બારી બારણાં જાગતાં હતાં. જે દિક્ષાના શબ્દે શબ્દથી વાકેફ હતાં..©

ક્રમશઃ વધુ આવતા પ્રકરણ : 38 માં.. વિરાજ ક્યાં ગયો?? શું દિક્ષા વિરાજને શોધી શકી??

-આરતીસોની ©

તમને આ એપિસોડ કેવો લાગ્યો..?? અભિપ્રાય આપવા ખાસ વિનંતી..🙏🌹🥰 થેંક્યું સો મચ 💞🙏🌹


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED