કૂબો સ્નેહનો - 4 Artisoni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

કૂબો સ્નેહનો - 4

? આરતીસોની ?
પ્રકરણ : 4

❣️કૂબો સ્નેહનો❣️

આપણે આગળ જોયું કંચન વિરાજને શહેરમાં ભણવા જવા માટે હા પાડી દે છે પણ પૈસાની કોઈ ગોઠવણ હોતી નથી.. માંડ માંડ ઘર પુરું પાડતી કંચનને માથે આ નવી જવાબદારીથી એની ઉંઘ હરામ થઈ જાય છે.. હવે આગળ જોઈએ..

આગળ ભણવા માટે ગામમાં હાઇસ્કૂલ કે કૉલેજ ઉપલબ્ધ નહોતી. આગળ શિક્ષણ મેળવવા શહેરમાં જવું પડતું હતું. શિક્ષણમાં અવ્વલ આવતાં વિરાજને આગળ શિક્ષણ મેળવવા શહેરમાં મોકલવા જેટલી આવક નહોતી કે શહેરમાં જઈને ભણવાના ખર્ચા કાઢી શકાય. એટલે કંચન મનોમન મુંઝાતી રહેતી હતી. કહે છે ને કે, ‘ડુખીયે કે બે ડુખ વધુ’ જેવી હાલત એની થઈ ગઈ હતી.

એ દિવસ પછી કંચન રાત્રે સરખું સૂઈ પણ શકતી નહોતી. આર્થિક વિપદાઓ અને આપદાઓ એના જીવનની કથા-વ્યથા છોડતાં જ નહોતાં. વિરાજના વિચારોમાં કંચનની ઊંઘ હરામ થઈ ગઈ હતી. આ બધું આમતો પૂર્વવત્ જ હતું. પરંતુ સદા વિરાજ ઉપર વેરેલો હેત-હુલાવ આજે અવઢવમાં હતો.. રાત્રે પડખા ઘસી ઘસીને થાકી ગઈ કે રૂપિયાની ગોઠવણ કરવી ક્યાંથી..? પરોઢિયે કેવળ સ્વપ્નાં જાગતા હતાં. આંખોના ખૂણા ચાંપતી નજર રાખી બેસી રહ્યાં હતાં. જીવનનું એક વાદળ આજ ફરી જાણે રૂઠી પડ્યું હતું. રૂપિયાની ભીડ ચારેકોરથી ચિખવા લાગી હતી.

ને કંચનના હા પાડ્યા પછી તો વિરાજ આખી સ્કૂલમાં બધાંને કહેતો ફરવા લાગ્યો હતો, ‘હું શહેરમાં આગળ ભણવા જવાનો છું.’ ને જોતજોતામાં તો લપકામણ ગામમાં અને સ્કૂલમાં વિરાજ શહેરમાં ભણવા જવાનો છે એવી વાતો વહેતી થઈ ગઈ.

પરીક્ષા નજીક આવી રહી હતી એવામાં અચાનક એક દિવસ કંચનનો ભેટો મંદિરમાં દર્શન કરવા માટે આવેલા મણીકાકા અને લીલાકાકી સાથે થઈ ગયો.
"જય શ્રી કૃષ્ણ કંચન ભાભી."

કંચન મણીકાકાને જોઈ ખુશ થઈને બોલી ઉઠી,
"જય શ્રી કૃષ્ણ.. જય શ્રી કૃષ્ણ ભૈ. ભાભી ચ્યમ સો?"

"હારું સે હો બુન." લીલાકાકી થોડા ઢીલા સ્વરે બોલ્યા.

"ભાભી આપની ઔદાર્યતા અને ખંતશીલતાની આખા ગામમાં ચર્ચાઓ થઈ રહી છે." મણીકાકા વખાણ કરતા બોલ્યાં.

"ભૈ ખૂંચી-ખપૂંચીને કામ કરવું એવા નોનપણથી સંસ્કાર સે, અને બેવડો ભાર વેંઢારવામાં ઘહઈ થોડાં જવાય સે !!! આ તો ભગવાનની સેવા-ભક્તિ સે. ઘેર રહીન ઈશ્વરની ભક્તિ કરવા ઘરમો બેહી રે'વું, ઈના કરતે મંદેરમો થાય એટલા કોમ કરી ભક્તિ કરું સુ." કંચન હસતાં હસતાં બોલે જતી હતી.‌

"હકીકતમાં સઘળું ઈશ્વરનું સર્જન છે. સુખ અને દુઃખ મનથી માનીએ તો છે. સુખી હોવાનો માપદંડ કેવળ આર્થિક સધ્ધરતા નથી. મન પ્રસન્ન રહે તો સુખી જ છીએ. એ તમે સાબિત કરી બતાવ્યું છે."

"હા ભૈ! ધ્યેય પૂર્ણ કરવા માટ ખુમારી પૂર્વક દુઃખોનો સામનો કરી આત્મવિશ્વાસ હારે જીવન હોમે ઝઝૂમવું પડે સે.”
"બૌ દહાડે દેખાણા, હમણેથી મંદેરમો દેખાણા જ નથી.?"

ને લીલાકાકી વચ્ચે જ બોલી ઉઠ્યા,
"હા જુઓને કંચન ભાભી અમારો ભરતો અઠવાડિયાથી ખાટલે પડ્યો સે. ઉઠી જ નઈ હકતો." મણીકાકા અને લીલાકાકીનો એકનો એક દીકરો ભરત ત્રણ વરસ નાનો હતો વિરાજથી.

"એટલ મુ વિચારું હમણેથી ભરત ચ્યમ નેહાર નઈ આવતો! દવા કરજો ભાભી. અતાર તાવના વાવડ બૌ સે બધે.!" ચિંતિત સ્વરે કંચન બોલી.

આગળ સહેજ વાર રહીને કંચન ખચકાતાં સ્વરે બોલી,
“દસમીની મોટી પરીક્ષા પસી હાઇસ્કુલ અન કૉલેજ કરવા વિરુન શહેરમો મોકલવાનું મન સે ભૈ !!! એય બૌ હરખ ઘેલો થઈ ગયો સે શ્હેરમો ભણવા માટ.. ઓયે તો આગળ ભણવા કોઈ હાઇસ્કુલ નહી.. ભણવામોય હૂશિયર સે હો મારો વિરુ અવ્વલ નંબર લાવે સે.. શહેરમો જવા ચ્યોકથી નોનકડી ઉધારીની રકમ મળી જાય તો…! ઈન શ્હેરમો ભણવા મોકલી હકું.!"

સ્હેજ વિચારીને મણીકાકા બોલ્યા,
"હા ભરતો કહેતો હતો કે, 'વિરુ શહેરમાં ભણવા જવાનો છે.!' અરે વાહ.. એ તો બહુ સારી વાત છે. પણ આ જુઓને જમાનો બદલાઈ રહ્યો છે એ જોતા મારા ધંધામાં પણ હમણાંથી કોઈ બરકત રહીં નથી. જબ્બર મંદી દેખાઈ છે."
પછી પાછા સ્હેજ ખચકાતા ખચકાતા બોલ્યા,
"કંચન ભાભી તમે તો સ્કૂલમાં જ કામ કરો છો. સ્કૂલમાં પ્રિન્સીપાલ સાહેબને વાત કરો, કદાચ તમને સ્કૂલમાંથી જ આછી પાતળી રકમ મળી જશે. થોડીઘણી થશે તો હું મદદ કરીશ. તમ તમારે વિરાજને શહેરમાં ભણવા મોકલવાની તૈયારીઓ શરૂ કરો."

“હા ભલે, તો તો ઘણું હારું. ઇસ્કૂલમાંથી મળી જાય તો ઇસ્કૂલના પ્રિન્સીપાલ સહેબને વાત કરી પ્રયાસ કરી જોઉં .!”
પણ કંચનને મણીકાકાનું આવું ઢીલું ઢીલું બોલવું અને વર્તન કંઈક સમજાયું નહીં. આમતો મણીકાકા કાયમ તત્પર રહેતા એમની મદદ માટે..©

ચારેકોર ખેંચી સોડ એણે તાણી,
છે ચાદર બિચારી કેટલી લાચારી..

માર્યા થીગડાં બૌ એ જીવન મડદાને,
સજીવન કરવા મથતી એ દુખિયારી..
©રુહાના.!

-આરતીસોની ©

ક્રમશઃ વધુ આવતા પ્રકરણમાં.. શું સ્કૂલ પ્રિન્સિપાલ સાહેબ વિરાજને મદદ કરશે કે પછી મણીકાકા કરશે? કે પછી વિરાજ નું ભણતર ખોટવાઈ પડશે?