કૂબો સ્નેહનો - 5 Artisoni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

કૂબો સ્નેહનો - 5

? આરતીસોની ?
પ્રકરણ : 5

❣️કૂબો સ્નેહનો❣️

આપણે આગળ જોયું કંચન વિરાજને શહેરમાં ભણવા જવા માટે હા તો પાડી દે છે પણ રૂપિયાની કોઈ ગોઠવણ હોતી નથી.. મણીકાકાને વાત કરતાં એમણે પ્રિન્સિપાલ સાહેબ પાસેથી લેવાની વાત કરતાં કંચનની ચિંતા બમણી થઈ ગઈ હતી.. હવે આગળ જોઈએ..

બીજા દિવસે સ્કૂલમાં કંચનને ચહેરે પરસેવાના રેલા ઉતરી ગયાં હતાં. ઉધારી રકમ જોઈએ છે એવી વાત સાહેબને કેમની કરવી એજ એને સમજાતું નહોતું.

આમેય અભાગી માણસને કાયમ કંઈક કરવાની શરૂઆત પહેલાં જ ખોટું થવાનો ડર વધારે સતાવતો હોય છે. કંચને થોડીક પળો ધબકારાઓ સાથે પરસ્પર વિચાર વિમર્શ કર્યા કર્યુ અને પછી એવાં નિર્ણય પર આવી કે, 'વાત કરવામાં શું થશે થઈ થઈને.. ના પાડશે સાહેબ..!! લાવ, વાત તો કરી જોઉં.!!' ને ધીમે ધીમે થડકારા શાંત પડ્યાં એટલે કંચન પ્રિન્સિપાલ સાહેબની ઑફિસ તરફ પાછાં પડતા પગલે પહોંચી તો ગઈ.

"આવું સાહેબ."
"આવો કંચન બેન." સાહેબે ચશ્માંમાંથી આંખો ઊંચી કરીને આવકારો આપ્યો.

"સાહેબ મારા અંજળપાણી ખૂટી ગયાં છે તે આજે તમારી પાહે કંઈક માંગવા આવવું પડ્યું સે અહીં."

"તમારા પતિ જગદીશના અવસાનને દસ વર્ષ થયાં, પણ ક્યારેય કોઈ બાબતે હાથ લાંબો કરવાનો વખત તમે આવવા નથી દીધો. એવી શું તકલીફ આવી પડી છે કે તમારે આજે કશુંક માંગવાની જરૂર પડી.?"

"સાહેબ વિરાજન શ્હેરમો ભણવા મોકલવો'તો એટલે થોડી રકમ જોયતી'તી.."

ઘડીભર માટે સાહેબ ચૂપ થઈ ગયાં અને કંચન તો જાણે જડવત્ થઈને ત્યાંને ત્યાં ખોડાઈ જ ગઈ હતી. બંને એકબીજા સામે ઘડીક જોતાં રહ્યાં .

"સાહેબ, મન મારી જાત પ્રત્યે ફિટકાર થાય એવું સે. પણ તમે ના કેશો તો કોઈ વાંધો નથી. એને ભણવા આવતા વર્ષે થોડું ઘણું બચત કરીને પસી મોકલે હો સાહેબ."

"ના.. ના.. કંચન બેન એવું નથી. પણ થોડી સબર તો કરો.!! એને શહેરમાં ભણવા મોકલવો હોય તો પણ હજું ઘણો સમય છે એને મોકલવામાં. પરીક્ષા પછી રિઝલ્ટ જાહેર થાય ત્યાં સુધી રાહ તો જોવી પડશેને.? બે થી અઢી મહિનાનો સમય છે. ત્યાં સુધીમાં કોઈ બંદોબસ્ત ગોઠવાઈ જશે.! અત્યારથી ખોટી ઉપાધીઓ ઉભી કરો છો.!" પ્રિન્સિપાલ સાહેબ મૂંછોમાં તાગ દેતાં દેતાં બોલી ગયાં.

બિલકુલ મૂઢ થઈ ગયેલી કંચન માથું નમાવીને ઉભી રહી ગઈ.
"હા સાહેબ." કહી ત્યાંથી એ નીકળી ગઈ. પણ એ સાહેબનો શું ઈરાદો છે સમજી શકી નહોતી. પણ સાહેબના આવાં બધાં બહાનાં હેઠળ એમનો ના હોવાનો ઈશારો હતો એવી અનુભવી આંખો સમજી ગઈ હતી.

એણે આવું કંઈ ધાર્યુ જ નહોતું ને આવી કોઈ અપેક્ષા જ નહોતી કે સાહેબ આવું કહેશે.. હળવે હળવે સ્ટેશન પર કોઈ લાંબી ટ્રેન છૂટી રહી છે અને એ નિર્લેપભાવે વિહવળતાથી તાકી રહી હોય એવું એને ભાસી રહ્યું હતું. અને વિચારોએ ચઢી ગઈ કે વિરુ કહેશે કે ‘અમ્મા હું સારી ટકાવારી સાથે પાસ થયો છું, તો શહેરમાં ભણવા જવાનું હવે તો પાક્કું ને?? તો હું એને શું કહીશ.?? કે વિરુ બેટા, તેં તો વચન પૂરું કર્યુ પણ મારાથી રકમ એકઠી થઈ શકી નથી.!!!'

સાંજની આરતી સમયે મંદિરમાં કામ કરતાં કરતાં ફરી પાછી વિચારોના ઠેબે ચઢી, ‘હવે ચ્યોથી ગોઠવણ થાહે !? પ્રિન્સિપલ સાહેબે બધુંયે હસવામાં કાઢી વાતને ટાળી દીધી.'

'વિરુન શહેરમાં ભણવા મોકલવા માટ આપેલું વચન કેમનું પાળીશ મું?'

‘ઈસ્કુલની એડમીશન ફી, હોસ્ટેલમાં રહેવાનો, ખાવાનો ખર્ચો, બીજા ભણવાના ખર્ચાઓ ચ્યોથી પૂરાં થાહે??’ ને કંચન આખો દિવસ આમને આમ વિચારોમાં ડૂબકીઓ મારતી રહી.

તે દિવસથી કંચન રકમ બીજી રીતે એકઠી કરવાના વેતમાં પડી ગઈ. કંચને જોયું કે જેમ જેમ પરીક્ષાના દિવસો નજીક આવતા જતાં હતાં, તેમ તેમ વિરાજનો ભણવા પ્રત્યેનો ઉત્સાહ પણ વધતો જતો હતો. એના હરખનો તો જાણે કોઈ પાર રહ્યો નહોતો.

‘સ્કૂલ સૂટ્યા પસી ગમે તે પણ મજૂરી કોમ કરીનેય રૂપિયા એકઠા કરીશ, પણ ગમે તેમ કરીનેય મારા વિરુન શ્હેરમો ભણવા મોકલવો તો સે જ. ઈનો ભણવા પ્રત્યેનો ઉત્સાહ તૂટવો ના જોયે.’

આમને આમ પરીક્ષા જેમ નજીક આવતી ગઈ તેમ કંચનના માથે બોજો વધતો જતો હતો..©

-આરતીસોની ©

ક્રમશઃ આવતા છઠ્ઠા પ્રકરણમાં.. કંચનને પ્રિન્સિપાલ સાહેબે ના પાડવા પાછળ શું કારણ હશે.? શું રકમ એકઠી થઈ શકશે કંચનથી? કે પછી વિરાજનું ભણતર અટકી જશે?