એક ભૂલ Bhavna Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ભૂલ

*એક ભૂલ* વાર્તા... ૩૧-૧-૨૦૨૦


આખી જિંદગી અત્તર છાંટી છાંટીને મરી જાઈશું, તો પણ રાખમાં થી સુગંધ નહિ આવે...પણ સાહેબ,
કોઈ ના અંતર આત્મા ને જો ઠારીએ તો શ્વાસે શ્વાસે સુગંધ આવશે..!!
અને જો અજાણતાં થયેલી ભૂલ હોય તો પણ એનું કર્મ ભોગવવું જ પડે છે....
આ વાત છે ગુજરાત નાં એક મોટાં શહેરના નાના આંતરિયાળ ગામની...
ગામમાં સૌથી મોટું ( હવેલી ) ઘર હતું... રમેશભાઈ વૈધ અને એમનો પરિવાર રહેતો હતો...
રમેશભાઈ અને અનુબેન નાં બે સંતાનો હતા એક દિકરી અને એક દિકરો...
દિકરી નું નામ જાગૃતિ અને દિકરાનું નામ સંજય હતું...
ભણવામાં ખૂબ હોશિયાર હોવાથી ... જાગૃતિ વકિલ બને છે અને સંજય ડોક્ટર બને છે... હોસ્ટેલમાં રહીને બન્ને ભણતા હોય છે...
સંજય ને સાથે ભણતી સંગીતા સાથે પ્રેમ થઈ જાય છે અને ગામ આવીને માતા પિતા ને વાત કરે છે ...
રમેશભાઈ અને અનુબેન છોકરાં ની ખુશી માટે હા પાડે છે અને બન્ને લગ્ન કરી લે છે...
જાગૃતિ વકીલ બનીને એક વેપારી પરેશ ભાઈ નો કેસ લડતા એમની સાથે પ્રેમ થઈ જાય છે અને લગ્ન કરી ને સાસરે અમદાવાદ જતી રહે છે...
ડોક્ટર સંજય અને ડોક્ટર સંગીતા પ્રેક્ટિસ ચાલુ કરે છે...
ધીમે ધીમે દર્દી ઓ આવવા લાગ્યા...
અને
બન્ને નું નાનાં ગામડાંમાં નામ થઈ ગયું...
એટલે..
આજૂબાજૂના ગામના લોકો પણ દવા લેવા આવવા લાગ્યા...
આમ ધીમે ધીમે એમની ખ્યાતિ પ્રસરવા લાગી... ધૂમ કમાણી અને નામનાં થવા લાગી...
આજુબાજુના ગામોમાં પણ વિઝટ માટે જવું પડતું...
આમ એક સુખનો દસકો ચાલી રહ્યો હતો..
એક દિવસ બાજુના ગામના સરપંચ નો એક નો એક દિકરો બિમાર પડ્યો એને સંજય ભાઈ પાસે લાવવામાં આવ્યો..
સંજય ભાઈ એ તપાસીને એક ઇન્જેક્શન આપ્યું અને દવા આપી ...
ટેમ્પા માં પાછા લઈ જતાં જ તબિયત વધુ બગડી અને કેશ ફેઈલ થઈ ગયો...
સરપંચે શહેરમાં મોટા ડોક્ટર પાસે લઈ ગયા ત્યાં નાં ડોક્ટરે કહ્યું કે સંજય ભાઈ એ ખોટું ઇન્જેક્શન આપ્યું એનાં લીધે મોત થયું છે તમારા દિકરાનું...
અને પછી એની પૂરી તપાસ થઈ....
એક બાજુ સરપંચ ના છોકરા ની ચિતા સળગી અને એક બાજુ આખું ગામ લાકડીઓ અને ધારીયા લઈને ડોક્ટર સંજય ભાઈ ને મારવા આવ્યું...
ડોક્ટર સંજય ભાઈ ના કંપાઉન્ડરે ઘરનો મેન દરવાજો બંધ કરી દિધો..
ઘરમાં આખું પરિવાર ફફડાટ અનુભવી રહ્યા...
ડોક્ટર સંજય ભાઈએ સમય સૂચકતા વાપરી પોલીસ ને ફોન કર્યો..
અને ગામના એક આગેવાન નો નંબર હતો એમને ફોન કર્યો કે અમને બચાવી લો...
દરવાજા પર લાકડીઓ અને ધારીયા નાં ઘા જોરદાર થતાં હતાં...
અંદર ફફડાટ માં જ રમેશ ભાઈ વૈધ ને એટેક આવી ગયો અને એમણે અંનતની વાટ પકડી લીધી...
ઘરમાં જ ડોક્ટર હતા પણ બચાવી શક્યા નહીં..
પોલીસ આવી અને પેલા આગેવાન એમનાં માણસો લઈને આવ્યા...
સરપંચ અને ગ્રામજનો ને સમજાવ્યું...
પોલીસ કેસ થયો..
ડોક્ટર સંજય ભાઈ નું સર્ટીફીકેટ જપ્ત કરી લીઘું...
ગામનાં સરપંચે જાણ્યું કે ડોક્ટર થી જ ભૂલ થઈ છે એ લોકો ને પહેરેલા કપડા એ ઘરમાં થી અને ગામમાં થી કાઢી મુક્યા...
પાસે રૂપિયા પણ નહીં...
છતે રૂપિયે અને અઢળક મિલ્કત પણ કામ ના આવી અને બધું આમ નું આમ પડતું મૂકી ને ઉઘાડા પગે ભાગવું પડ્યું..
ક્યાં જવું???
શું કરવું???
કોઈ સૂઝે નહીં..
કોઈ દિશા ના દેખાતાં બધાં છૂટા પડી ગયા..
ડોક્ટર સંગીતા પોતાના પિયર જતાં રહ્યાં...
ડોક્ટર સંજય ભાઈ એક મોટા ધર્મ સંપ્રદાય માં જોડાઈ ગયા..
અનુબેને એક ધર્મ સંપ્રદાય માં શરણ લીધું અને ત્યાં જ રહ્યા અને બાકીનું જીવન ત્યાં પુરૂં કરી પ્રભુ ધામ ગયા...
આમ એક ખુશહાલ પરિવાર એક ભૂલ થી વેરવિખેર થઈ ગયો અને ગુમનામ બની રહ્યા...
ભાવના ભટ્ટ અમદાવાદ....