MARI LASH books and stories free download online pdf in Gujarati

મારી લાશ

મારી લાશ

મુકેશ પંડયા

કાલાજાદૂ,કામરૂપ દેશ તરીકે ઓળખાતા આસામ પ્રદેશના ગૌહાટી શહેરમાં મારી લેખક શિબિર સમાપ્ત થઇ તે દિવસે શિબિર સંચાલકની વિદાય લઇને સાંજની 7.15ની સરાયઘાટ એકસપ્રેસમાં ગૌહાટી થી કોલકાતા જવા માટે હું રેલવે સ્ટેશન પર ખૂબજ વહેલો પહોંચી ગયો.ટ્રેન આવવામાં ઘણો સમય બાકી હતો.ગૌહાટી શહેરમાં બપોરના સમયે શહેરનું વાતાવરણ તંગ થઇ ગયુ હતુ.આસામ રાજયમાં ગેરકાયદે ઘુસેલા વિદેશીઓ અને ખાસ કરીને બાંગ્લાદેશીઓને ભગાવવા માટે બનેલા ઉલ્ફા નામના સંગઠનનાં કોઇક નેતાને હપ્તો ઉઘરાવવાના મુદ્દે લોકોએ બજાર વચ્ચે માર માર્યો હતો.તેનું થોડા કલાકો બાદ મૃત્યુ થઇ જતા ઉલ્ફાવાળાઓએ બદલો લેવાના રૂપે મોટો હત્યાકાંડ કરવાની ધમકી આપી હતી.જેના કારણે શહેરનું વાતાવરણ ખુબજ તંગ થઇ ગયુ હતું.શહેરી સત્તાવાળાઓએ અગમચેતી ખાતર શહેરમાં રાતનો કર્ફ્યુ નાખવાની જાહેરાત કરી દીધી હતી.અમદાવાદ શહેરના તોફાનો અને કર્ફ્યુના અનુભવને કારણે મેં સ્ટેશન પર વહેલા પહોંચી જઇને મારી સલામતી નિશ્ચિત કરી લીધી હતી.અમારા શિબિર સ્થળ પલટન બજારથી રેલવે સ્ટેશન માત્ર અર્ધો કિલોમીટર દૂર જ હતું જેથી સ્ટેશન પહોંચવામાં મને જરા પણ અસુવિધા ના થઇ. રેલવે સ્ટેશન પર પહોંચીને મારી ટ્રેનની સ્થિતી જાણવાની કોશીશ કરતા જાણવા મળ્યું કે ટ્રેન લેઇટ છે.પછી થોડીવાર બાદ સમાચાર મળ્યા કે ગૌહાટી-લિમડિંગ-દિમાપુર રેલવે લાઇન પર ઉલ્ફા ઉગ્રવાદીઓએ તોડફોડ કરી હોવાના કારણે દિમાપુરથી આવતી મારી ટ્રેન વધારે સમય પણ લેઇટ થઇ શકે છે.જોકે દિલ્લી,બિહાર તરફ જતી ટ્રેનો સમયસર ચાલી રહી હતી.મારા જેવા અનેક મુસાફરો સ્ટેશનમાં અટવાઇ ગયા હતા.થોડીવાર બાદ સ્ટેશનમાં સત્તાવાર જાહેરાત કરાઇ કે રાજયમાં ચારે તરફ તોફાન વધવાના કારણે થોડા સમય માટે સંપૂર્ણ રેલ વ્યવહાર સ્થગિત કરી દેવાયો છે.આવી ગંભીર સ્થિતિમાં સ્ટેશન છોડીને કોઇ અન્ય સ્થળે કે હોટલમાં જવુ મને સલામત ન લાગતા સંપૂર્ણ રાત મેં અન્ય મુસાફરોની જેમજ રેલવે સ્ટેશનમાંજ ગુજારવાનું નક્કી કરી લીધું. થોડા સમયબાદ મેં વેઇટીંગ રૂમ માં જગ્યા માટે તપાસ કરી તો તે પેક થઇ ગયો હતો.સમગ્ર પ્લેટફાર્મ પર અનેક ટ્રેનના મુસાફરો એકઠા થઇ જવાના કારણે પ્લેટફાર્મનું વાતાવરણ મેળા જેવુ લાગતુ હતુ.મેં મારો સામાન લોકર રૂમમાં મુકી દીધો.મારે પ્લેટફોર્મનાં બાંકડા કે નીચે જમીન પર જ રાત ગુજારવાની હતી. બાંકડા બધા જાણે બુક થઇ ગયા હતા.મેં અંતે લોકરરૂમ અને પોલિસરૂમ વચ્ચેના સ્થાન પર મારી બેઠક જમાવી.મે બેઠક લઇને આસપાસ નજર ફેરવતાં મારાથી થોડે જ દૂરનું દ્રશ્ય જોઇને હું ચમક્યો.કોઇ વ્યક્તિની કફન ઓઢાડેલી લાશ જમીન પર પડી હતી અને તેના પગ પાસે સળગતી કેટલીક અગરબત્તીઓ અને ફૂલોનો ઢગલો પડયો હતી.એક એઘોરી જેવી ગંદી ચીતરી ચઢે તેવી દેખાતી વ્યક્તિ તેની બાજુમાં ઉભી રહીને લાશની અંતિમવિધિ કરવા માટે લોકો પાસે પૈસાની માંગણી કરી રહી હતી.આ દ્રશ્યએ મને વર્ષો પહેલાનાં અમદાવાદ રેલવે સ્ટેશન પર પહોંચાડી દીધો.વર્ષો પહેલા અમદાવાદ રેલવે સ્ટેશન પર આવું દ્રશ્ય મેં ઘણી વખત જોયુ હતું.તે સમયમાં ભીખ માંગવાનો આ નવતર ધંધો હતો,મેં જેતે સમયે આ બાબતે પોલિસતંત્રને પણ ફરિયાદ કરી હતી પરંતુ મારા પ્રયાસનું કોઇ પરિણામ આવ્યુ ન હતુ.થોડીવાર બાદ મેં મારા સ્થાનપર લંબાવ્યું.મારી આસપાસના લોકો ધીમેધીમે ઊંઘવા લાગ્યા હતા.આવા વિચિત્ર વાતાવરણમાં ઊંઘ ન આવવા ના કારણે સ્ટેશનના સ્ટોલ પરથી ખરીદેલ કામરૂપ દેશકી જાદૂગરી વાંચવાનું શરૂ કર્યું.કામરૂપ દેશ વિષે નાનપણમાં ઘણુબધું સાંભળ્યુ હતું અને અહીં શિબિરમાં પણ આ મુદ્દે ઘણી વખત ચર્ચા થઇ હતી.પુસ્તકમાં અઘોરી,તાંત્રિક,જાદૂ-ટોના અને ભૂત-પ્રેતનીજ બધી વાતોની ભરમાર હતી.વાર્તાઓ જોરદાર નહીં પણ રસદાર જરૂર હતી.વાંચતા વાંચતા કયારે મારી આંખ લાગી ગઇ તેની મને ખબર જ ના પડી.ઊંઘમાં વાર્તાના પાત્રો મારા સપનામાં અવરજવર કરવા લાગ્યા.એક વખત ઝબકીને હું જાગી ગયો ત્યારે લાશ પાસે અઘોરી જેવો દેખાતો માણસ બે-ત્રણ પોલિસમેન સાથે કશીક માથાકૂટ કરી રહ્યો હતો અને “વો મેરી લાશ...વો મેરી લાશ” એવું કશુંક બબડી રહ્યો હતો અને આસપાસ ટોળું જમા થઇ ગયુ હતું.હું ચાદર વડે મારો ચહેરો ઢાંકીને સૂઇ ગયો. થોડીવાર બાદ ભારે શોરબકોરથી મારી ઊંઘ ઊડી ગઇ.મેં ચહેરા પરથી ચાદર હટાવીને જોયું તો પેલો અઘોરી બિલકુલ મારી બાજુમાંજ ઉભો હતો.તેના પગ રીંછ જેવા બરછટ વાળથી ભરેલા હતા.પગના તળિયામાં મોટા ચીરા પડી ગયા હતા.આંગળીઓ પરના નખ મોટા થઇને જમીન તરફ વળી ગયા હતા અને તેમાં ગંદકી ભરી હતી.જયારે મેં ઓઢેલી ચાદર તેના ખભા ઉપર લટકતી જોઇ અને મારા શરીર પર સફેદ કફન ઓઢાડેલું જોયું તે સમયની સ્થિતી વર્ણવવી મારે માટે અશક્ય છે.મારા શ્વાસ જાણે રોકાઇ ગયા હતા.મારી નજીક ઉભેલો અઘોરી મારા તરફ આંગળી ચીંધી પોલિસ રૂમ તરફ મોં કરીને કર્કશ અને ભારે અવાજમાં બોલી રહ્યો હતો “ યહ મેરી લાશ હૈ..યહ મેરી લાશ હૈ.” આટલું બોલી તેણે મારા તરફ નજર ફેંકી તો મારો જીવ જાણે ગળામાં આવીને અટકી ગયો.હાથપગમાંથી સમગ્ર ચેતના જાણે ચુસાઇ ગઇ અને સમગ્ર શરીર જાણે ગાયબ થઇ ગયું હોય તેવી મારી સ્થિતી થઇ ગઇ.મારો ચહેરો ખુલ્લો જોઇને અઘોરીને ક્રોધ ચઢયો.તેની આંખમાં લોહી ધસી આવ્યું.તેણે તરત મારો ચહેરો કફન વડે ઢાંકી દીધો.હવે મારા માટે જીવવું-મરવું બંને જાણે મુશ્કેલ થઇ ગયું.ચહેરા કે શરીર પરથી કફન હટાવવાની કે કશુંજ કરવાની મારી સૂધબૂધ રહી ન હતી.જાતજાતનાં અવાજો મને સંભળાઇ રહ્યા હતા પરંતુ મને કશુંજ સમજાઇ રહ્યું ન હતું.મારા માટે એક એક ક્ષણ પસાર કરવી કઠીન થઇ રહી હતી.થોડા સમયબાદ થોડીથોડી ચેતના મારામાં પાછી આવી રહી હોય તેમ મને લાગવા લાગ્યું.પ્રાણાયામ અને યોગના અનુભવના સહારે મનને કાબૂમાં કરવાની કોશીશ કરી. થોડી ક્ષણો વીતી ત્યાં ભારે ભરખમ બૂટના અવાજો મારા કાને પડયા.મને કફનમાંથી થોડુ ધૂંધળું દ્રશ્ય મારી નજરે પડયુ તો પોલિસમેનો અને અઘોરી વચ્ચે ખેંચતાણ થઇ રહી હતી.સાથેસાથે ડંડા,ગાળાગાળી,હાકોટાનો ધ્વની પણ સંભળાતો હતો.અઘોરીની સ્થિતી જોઇને જાણે મારામાં શકિત પાછી આવી રહી હતી.અઘોરી પોલિસની પકડમાંથી છૂટવા માટે ગાળાગાળી અને ધમપછાડા કરી રહ્યો હતો.તે જ સમયે મારું શરીર કફન ફંગોળીને જમીન પરથી ઊચકાયું અને તેજગતિથી ભાગવા લાગ્યું અને તે જઇને સીધું પોલિસ સ્ટેશનમાં પહોંચી ગયું.મને ભાન આવ્યું ત્યારે હું જોરજોરથી હાંફી રહ્યો હતો.શરીર પરસેવે રેબઝેબ હતું અને હું ખુરશીમા બેઠો હતો.મારી આસપાસ બે-ત્રણ પોલિસવાળાઓ ઉભા હતા.પોલિસ સ્ટેશન બાહર ટોળુ ભેગુ થયુ હતું અને પોલિસ તેમનો પ્રવાહ ખાળી રહ્યા હતા.એક પોલિસવાળાએ મને પાણીનો ગ્લાસ આપ્યો જે હું એકજ શ્વાસે પી ગયો.નજર બધુંજ જોઇ રહી હતી,કાન બધુંજ સાંભળી રહ્યા હતાં પરંતુ કશુંજ સમજાઇ રહ્યું ન હતું.મને વારંવાર મારી લાશ જ દેખાઇ રહી હતી.થોડીવાર બાદ પોલિસે અઘોરીને કબજે કરીને લોકઅપમાં પૂરી દીધો.એક પોલિસવાળાએ અઘોરી પાસેથી ઝૂંટવી લીધેલી મારી ચાદર,તકિયો અને સ્ટોલ પરથી ખરીદેલ પુસ્તક મારી સામે ટેબલ પર લાવીને મુકી દીધા તો તે મેં એકઝાટકે તેને ફંગોળી દીઘા.પરંતુ જોરદાર ઝાટકો મને ત્યારે લાગ્યો જયારે મેં એક પોલિસમેનને બીજા પોલિસમેનને એવું કહેતા સાંભળ્યો “સાલે હરામજાદે કો બોલાથા દોપહર કે બાદ કોઇ નાટકબાજી મત કરના કલેકટર સાહબ ઔર એસપી સાહબ આને વાલે હૈં.” અરધા કલાક બાદ સ્થિતીમાં ઘણું પરિવર્તન આવી ગયું.વહેલી સવાર થવા આવી હતી.આસામ પૂર્વનું રાજય હોવાથી અહીંયા સવાર ખૂબજ વહેલી થતી હોયછે.પોલિસ સાથેની વાતચીતમાં મેં જયારે જણાવ્યુંકે હું ભારત સરકાર દ્વારા સંચાલિત લેખન શિબિરમાં ગૌહાટીમાં આવ્યો હતો.તો તેમણે શહેરની સ્થિતી સામાન્ય થાય ત્યાં સુધી મારી સલામતી ખાતર શિબિર સંચાલકને મળી તે કહે ત્યાં રોકાઇ જવાની સલાહ આપી.તેમણે મને તેમની પાસે મુકી જવાની તેમણે ઓફર પણ કરી.મેં કશું પણ વિચાર્યા વગર તેમનો આ પ્રસ્તાવ સહર્ષ સ્વીકારી લીધો.થોડીવાર બાદ હું આસામ પોલિસની જીપમાં હતો જે ગૌહાટી શહેરનાં કર્ફ્યુગ્રસ્ત રસ્તા પર પુર ઝડપે દોડી રહી હતી. સમાપ્ત

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED