એકતા Bhavna Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

એકતા

*એકતા* વાર્તા... ૨૮-૧-૨૦૨૦

આપણાં પરિવાર ના ગાઢ સંબંધમાં પણ એટલી જગ્યા તો રાખવી કે. પરિવાર ની દરેક વ્યક્તિ છૂટથી શ્વાસ લઇ શકે...!
અમુક પરિવાર માં સંબંધ એવા પારદર્શક પણ હોય છે, જેમાં બધા એકબીજાને બધી જ વાત કરી શકતા હોય છે. પરિવારમાં પ્રેમ તો કરતા હોય છે એકબીજાને પણ પ્રેમનો ઈઝહાર કર્યા વગર. અને છતાંય એકતા નાં તાંતણે બંધાયેલા હોય છે... દુનિયા શું વિચારશે એ પારદર્શક પરિવાર ચિંતા કરતા નથી પણ પરિવાર શું વિચારશે એ જ ચિંતા કરે છે... અમદાવાદમાં રહેતા રાજન અને આરતી. મધ્યમવર્ગીય માણસો પણ સ્વાભિમાન થી જીવવામાં માને... પોતે કોઈ પાસે હાથ ના ફેલાવે પણ બીજા ને સદાય મદદરૂપ બનતાં...
રાજન અને આરતી બન્ને નોકરી કરી ને ઘર ચલાવતા..
એમને એક દિકરી મેઘના અને દિકરો જતન હતાં...
બન્ને સંતાનો ખુબ જ સમજું અને ડાહ્યાં હતાં અને ભણવામાં ખૂબ જ હોંશિયાર હતાં...
બન્ને ને મણિનગર ની એક સારી પ્રખ્યાત સ્કૂલ માં ભણવા મૂક્યા...
આમ કરતાં મેઘના દસમાં ધોરણમાં આવી તો એને કાંકરિયા પાસે ના એક ક્લાસીસમાં ટ્યુશન રખાવ્યું..
એટલે રોજ સાયકલ પર મણિનગર થી કાંકરિયા જવું આવું પડે મેઘના ને ... મેઘના ને ખુબ ડર લાગતો હતો...
એટલે
એક દિવસ આરતી મેઘના ને લઈને વન ટ્રીલ ગાર્ડન માં લઈ ગઈ અને કહ્યું કે બેટા મારી વાત ધ્યાનથી સાંભળ જો માતા પિતા થી સારાં કોઈ જ સાચાં દોસ્ત હોય નહીં...
એટલે આજે આપણે હાથ મિલાવીને પહેલાં પાક્કી દોસ્તી કરીએ...
અને મેઘના અને આરતી એ હાથ મિલાવીને દોસ્તી કરી..
હવે સાભળ જો આ જમાનામાં કોઈ પણ પુરુષ નો ભરોસો કરવો જ નહીં અને કોઈ છોકરો તારા રૂપના વખાણ કરે તો ફુલાઈ જવું નહીં એની વાત ના સાંભળી હોય એમ જ રહેવું... અને ત્રીજું કે તારા દાદા ની ઉંમર ના પુરુષો નો પણ વિશ્વાસ કરવો નહીં... એ લોકો મદદ માંગવા ના બહાને અને આશિર્વાદ આપવાનાં બહાને શરીરને સ્પર્શ કરતાં હોય છે..
આમ બેડટચ વિશે આરતી એ મર્યાદા પૂર્વક શબ્દો માં સમજાવ્યું...
જો કોઈ ખોટી રીતે હેરાનગતિ કરે તો.. પગમાં ચંપલ હોય એ કાઢી ને છુટ્ટું મારવાનું અને બૂમાબૂમ કરી મુકવાની..
હવે ડરીશ નહીં ને બેટા...
હવે એક વચન આપ બેટા કે તને કોઈ છોકરો ગમે અને તેને સાચો પ્રેમ કરે તો સૌથી પહેલાં જાણ તું મને કરશે પછી જ આગળ વધજે...
મેઘના કહે હા મમ્મી વચન...
આમ કરતાં મેઘના બારમાં ધોરણમાં આવી...
અને જતન દશમાં ધોરણમાં આવ્યો...
એક દિવસ જતન ને પણ બગીચામાં લઈ જઈ ને આરતી એ પહેલાં દોસ્તી કરી અને મર્યાદિત શબ્દો દ્વારા એને પણ સમજાવ્યું ... અને પછી કહ્યું કે કોઈ પણ છોકરી ની જિંદગી બરબાદ નહીં કરવાની... આપણી ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર જાળવવાના છે ... તું છોકરો છે એટલે તને પરવાનો નથી મળતો કે દશ છોકરી ઓ ને ફેરવીને એક જોડે લગ્ન કરે‌. જેને પ્રેમ કરે એની સાથે જિંદગી નિભાવવા ની હોય તો જ પ્રેમ કરજે..
હવે દિકરા એક વચન આપ..
કે તને જો કોઈ છોકરી ગમે તો પહેલાં મને જાણ કરજે...
જતન કહે પાક્કું મમ્મી...
આમ આરતી અને રાજન ભાઈ બાળકો સાથે પારદર્શક સંબંધ બાંધી ને રહેતા...
મેઘના કોલેજમાં આવી અને એને નિકુંજ જોડ પ્રેમ થઈ ગયો..
એણે ઘરે આરતી ને વાત કરી કે મને નિકુંજ ગમે છે..
આરતી એ કહ્યું કે શું નાત છે???
મેઘના કહે ઠક્કર..
આરતી કહે આપણે બ્રાહ્મણ છીએ મને નાતનો કોઈ જ વાંધો નથી બેટા ...
પણ...
આ કોઈ ઢીંગલા ઢીંગલી નાં ખેલ નથી આ ના ગમ્યું તો બીજું...
તું હજું પાક્કું વિચાર કે આ સાચો જ પ્રેમ છે ને કે આ ઉંમરનું આકર્ષક છે???
જો તારું દિલ કહે કે સાચો પ્રેમ છે તો આગળ વધીએ..
અને બીજું સુખ મળે કે દુઃખ એ નિભાવવા ની તૈયારી સાથે જ આગળ વધજે..
મેઘના એ બે દિવસ વિચારવા લીધાં...
પછી ફરી એ જ વાત કે એ નિકુંજ જોડે જ લગ્ન કરશે..
આરતી એ રાજન ને વાત કરી...
રાજન અને આરતી એ બીજા દિવસે નિકુંજ ને મળવા ઘરે બોલાવ્યો ...
નિકુંજ ઘરે આવ્યો...
આરતી અને રાજને જોયું કે મેઘના ની તોલે નિકુંજ ના આવી શકે..
ક્યાં નમણી અને નાજુક, દેખાવડી મેઘના ..
અને ક્યાં નિકુંજ ..
નિકુંજ ને પણ રાજને અને આરતી એ કહ્યું કે પ્રેમ એટલે આખી જિંદગી એકબીજા નાં ગમા અણગમા બધું સહન કરવું પડે... એકબીજા ને મદદરૂપ બની ને સમજીને ચાલવું પડે..
જો નિકુંજ બેટા તારો સાચો પ્રેમ હોય અને આજીવન મેઘના નો સાથ નિભાવવાનો હોય તો અમે લગ્ન કરી આપવા તૈયાર છીએ...
નિકુંજે હા કહી...
પછી નિકુંજ નું ઘર જોઈ.. એનાં માતા-પિતા ને મળી ને લગ્ન કરાવી દીધા...
આમ કરતાં જતન કોલેજમાં આવ્યો એને સરલ નામની ઔદિચ્ય બ્રાહ્મણ સમાજ ની છોકરી સાથે પ્રેમ થઈ ગયો...
એણે આરતી ને વાત કરી..
એ સરલ ને મળી..
પછી બન્ને ના લગ્ન કરાવી દીધા..
આજે સરલ ને આરતી પણ એક સારા દોસ્ત બનીને એકબીજાને વાતો શેર કરે છે...
આખાં પરિવાર નો માહોલ પારદર્શક છે...
પરિવારમાં એકતા છે અને ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા ને સંસ્કાર નો વારસો જોવા મળે છે...
ભાવના ભટ્ટ અમદાવાદ....