ઘણું છે...
સુરજ બની જગને અજવાળવાની કોઈ ઈચ્છા નથી,
દિપક બની મંદિરમાં પ્રકાશ આપી શકાય તો ઘણું છ.
મોટી મોટી નદીઓ બની પૂજાવાની કોઈ ઈચ્છા નથી,
નાનું ઝરણું બની મુસાફરોની તરસ છીપાવી શકાય તો ઘણું છે.
મોટા પર્વતો બની શોભાયમાન થવાની કોઈ ઈચ્છા નથી,
નાની કાંકરીઓ થકી પગથિયું બનાય તો ઘણું છે.
મોટા મોટા લેખો લખી પ્રસિદ્ધ થવાની કોઈ ઈચ્છા નથી,
હૃદયસ્પર્શી ચાર લીટી લખી શકાય તો ઘણું છે .
માન સન્માનમાં યોજાય મોટા સંમેલનો એવી કોઈ ઈચ્છા નથી,
વાચકોનો સ્નેહભીનો પ્રતિસાદ મળે તો ઘણું છે.
સૌને પાછળ રાખી આગળ નીકળી જવાની કોઈ ઈચ્છા નથી,
સૌને સાથે લઈને ચાલી શકાય તો ઘણું
છે.
###########################
જાય છે
પથરાઓ ડૂબી જાય છે ને ફુલડાઓ તરી જાય છે,
કઠોર નહિ કોમળ રહેવાના સંદેશા એ આપી જાય છે..
મદમસ્ત હાથી હારી જાય છે ને કીડીઓનું ટોળું જીતી જાય છે,
ઘમંડ ન રાખી એકજુથ રહેવાનું પરિણામ એ બતાવી જાય છે..
પોપટ પાંજરે પુરાય છે ને ચકલીઓ અનંતે ઉડી જાય છે,
સુંદર મીઠાબોલા ને સાદગીના સાહસ એ સમજાવી જાય છે..
શેઠીયાઓની ઊંધો હણાય જાય છે ને મજૂરો ઘસઘસાટ ઊંઘી જાય છે,
મબલક રૂપિયા નહિ મહેનતની કમાણીજ સુખ આપી જાય છે..
પ્રશંસાના શબ્દો દિલમાં વસી જાય છે ને કટુ વચનો હૃદયે ઘા કરી જાય છે,
મીઠા અને કડવા વેણ વચ્ચેનો તફાવત એ કહી જાય છે..
પાનખર વીતી જાય છે ને વસંત શરૂ થઈ જાય છે,
તડકી પછી છાંયડી પણ આવેજ એના પુરાવા એ આપી જાય છે..
યુવાની વેડફાઈ જાય છે ને બાળપણ જીવી જવાય છે,
કામક્રોધ..મોજશોખ નહિ નિર્દોષતામાં ખરો આંનદ હોવાનું જણાવી જાય છે..
કચરો કિનારે રહી જાય છે પાણી એની મેળે વહી જાય છે ,
મલિન નહિ નિર્મલ રહેવાની બાતમી એ આપી જાય છે..
ધરતી તપી જાય છે ને વાદળ વરસી જાય
છે,
જતાવ્યાં વગર એ પ્રેમનો સાક્ષાત્કાર કરાવી જાય છે..
###########################
કોરોના વરીઅર્સ
કોણ કહે છે રસ્તાઓ પડ્યા ખાલી,
મારા દેશના રખવાળાઓ ઉભા છે ત્યાં ચકોર નજર માંડી..
બહાર નીકળવા પર ભલે પાબંધી આવી,
જીવન જરૂરિયાતની વસ્તુઓ અમારા યોદ્ધાઓએ ઘરે ઘરે પોહચાડી..
કોરોના સાથે લડવાને એકલા નથી દર્દી,
હરાવવાને એને ભગવાન સમાં ડોક્ટરો ઉભા સાથે હર ઘડી..
આપવાને એમનો સાથ નર્સો રહી ઉતાવળી,
દિનરાત જોયા વગર સફાઈ કર્મચારીઓએ ભાગીદારી સારી ફાળવી..
સૌની કોશિશો એક દિવસ રંગ લાવીને રહેશે,
જીવન-મરણની આ લડાઈમાં જિંદગીજ જીતીને રહેશે..
ઉમ્મીદ છે દિલોમાં એક દી અનેરો ઉગશે,
કારણ આપણા ભારતવાસી હંમેશા એકજુથ બની સાથે હશે..
લાખો સલામ એ હર યોદ્ધા કાજ આજ ઓછા પડે,
પોતાની પરવાહ કર્યા વિના જે દેશવાસીઓની રક્ષાર્થે લડે...
###########################
સખી
ચેહરા પર એક અજબ ખુમારી
આંખો એની મસ્ત અણિયારી
બોલવામાં ક્યારેય પાછી ન પડનારી
મનથી ખૂબ જ સુંદર મારી "વ્હાલી"
સખી મારી ન્યારી..તારી તોલે ન આવે કોઈની યારી..
ખુશીઓની પળોને બે ગણી કરનારી
હસતા ચેહરા પાછળનું દર્દ ચપટીમાં સમજનારી
દરેક પ્રોબ્લેમ્સ વગર કહ્યે સમજી જનારી
સલાહ સુચન કર્યા વગર હંમેશા સાથ દેનારી
સખી મારી ન્યારી..તારી તોલે ન આવે કોઈની યારી..
પડતા ક્યારેક મુજને બચાવી ન શકનારી
ત્યારે જાણીજોઈ પોતે મુજ સંગ પડનારી
કાયમ રહે આવીજ તારી મારી યારી
ઈશ પાસે બસ આજ દુઆ છે મારી
સખી મારી ન્યારી તારી..તોલે ન આવે કોઈની યારી..
મારે મન તું છે "બેમિસાલ મિત્રતાની"
જળે ન જગમાં તુજ સમ અન્ય "જીગરી પ્યારી"
જરૂર પડ્યે ધમકાવી પણ જાણનારી
જાણ્યે અજાણ્યે ઘણું શીખવી દેનારી
સખી મારી ન્યારી તારી..તોલે ન આવે કોઈની યારી..
સદાયે બસ તું હસતી રહેજે
સંબંધોને બખૂબી નિભાવતી રહેજે
ઈચ્છા હોય બાકી હવે જે કઈ તારી
પુરી થાય એ સઘળી એજ દુઆ છે "યક્ષિતાની"
સખી મારી ન્યારી..તારી તોલે ન આવે કોઈની યારી...
#########################
નમસ્કાર મિત્રો ..
મારી આ રચના તમને ગમી કે નહિ એ તમારા અમુલ્ય પ્રતિભાવ આપી જરૂરથી જણાવજો અને મારી ભૂલો બતાવવાનું ચુક્સો નહીં.
✍યક્ષિતા પટેલ
THANK YOU SO MUCH 🙏