બહારવટીયો Mahadevhar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બહારવટીયો

સવાર નો પહોર છે .અને ગામના ચોરે ડાયરો જામ્યો છે . અને અવ નવી વાતો ચાલે છે.તો વળી કોઈ પની હારી ઓ પાણી ના બેડા લઈ ગામના તળાવ તરફ , વાતો કરતી જાય છે.

તેમાં એક તેજલ નામ ની કન્યા પણ હોય છે.તો વળી કોઈ ખેતર તરફ જતું જોવા મડે છે.

એવામા કેટલાક ઘોડેસવાર આવી પહોચે છે. ઓ ગામ વાસીઓ ..તમારા કીમતી દાગીના મને સોપીદો નહી તો, કોઈ જીવતુ નહી રહે.. ચોરો વિખાઈ જાય છે અને હાફડા ફાફડા થઈ ઘરના બારણા વાસી દે છે.પનીહારીઓ ઘર તરફ આવે છે.તેમાં તેજલ જેનું ચંન્દ્ર જેવુ તેજસ્વી મુખ છે. લાંબા ઘટાદાર એના વાડ જેવી સુંદરતા એવાજ એના સાહસી ગુણો પણ ખરા. એ પહોચે એટલામાં તો બહારવટીયા ત્યાથી નાસી જાય છે. પણ ગામ લોકોની હાંફ હજી બેઠી નથી. પનીહારીઓ અરેરે !! આ અચાનક શું થયુ ગામમાં ચકલુ ફરકતુ નથી !!

ત્યાતો વાતો સંભડાવા લાગે છે બહારવટીયા ની . બહાર વટીયાતો અવાર નવાર ઘુસી આવે ગામ માં પણ તેને વળતો જવાબ આપવા ની કોઈ ની હીંમત નહોતી. પણ તેજલ તો જાણે બધા જ કામોમાં પારંગત તે જલ ની ચતુરાઈ તેણે વિચારી લીધું કે હવે , મારે શું કરવુ એતો એને બાપુ સાથે ખેતરે જવા લાગી ત્યા તે ભાલાફેક અને વિવિધ કરતબ શીખે છે. જે દુશ્મન સામે રક્ષણ આપે.

ગામવાસીઓ તો તેજલ ની હાંસી ઉડાવે છે. પણ તેજલ તો હાર માને એવી નહતી.

તેજલ તો રોજ ગાડામા બેસી ખેતરે જાય .એક દિવસ બને છે એવુ કે જેસો બારવટીયો ફરો થી આવે છે. અને તેજલ નું ગાડુ રોકવા કહે છે. તેજલતો બળદ ને હાક .. મારી ચલાવે છે . બળદ પણ એમ કાંઈ રોઈ એવા નોહતા.

પણ ગાડાનું પૈડુ નીકડી જતા . તેજલ અને જેસા વચ્ચે લડાઈ થાય છે. તેજલ ઘોડા ને ભાલો મારી ઘાયલ કરે છે.અને બહારવટીયા ને હરાવી દે છે.

ગામમા આવાત ની જાણ થાય છે. બધે તેજલ ની વાહ વાહ થાય છે. ગામ મા હવે કોઈ ડરતુ નથી.

ગામ મા ઉત્સવો અને મેડાઓ થાય છે. આનંદ થી આખુ ગામ રહે છે. ગામ ના લોકો ના ખેતરો માં પાક પણ સારો એવો થાય છે. કુદરતના ખોળે રહેતા એ ભોળા માનવીઓ પોતા ના કામ મા લાગી ગયા છે. જેઠ મહીનો આવી ગયો છે. મોરલાઓ જાણે વાદળો સામે મિટ માંડી ને બેઠા છે. વરસાદ આવે છે અને ધરતી આખી લીલી છમ થઈ જાય છે.

કુદરતની ગતી ને કોણ માપી શકે , અતીવૃષ્ટી થાય છે. તેમા નદીના પુરમા તેજલ તણાઈ જાય છે. પણ એને કોઈ માછીમાર નાવડી મા બચાવિ લે છે. ગામલોકો બધેજ ફરી વળે છે છેવટે નીરાશ થઈ જતા રહે છે અને એવુ માની બેસે છે.કે તેજલ હવે તે લોકો સાથે રહી જ નથી. પણ તેજલ બેભાન થઈ ગઈ હોય છે..માછીમાર ના ઘરે હોય છે . ધીમે ધીમે બધુ યાદ આવે છે તે સાજી થાય છે .અને ત્યા થી તે નાસી છુટે છે. ગામ તરફ આવે છે.. ગામના લોકો તેને જોતા ની સાથેજ ડરી જાય છે. ઓ.. ભાઈ ભાગો ભૂત તેજલ નું ભૂત. હવે , બધા તેને ભૂત માની બેસે છે.તેજલ ને જોતજ ડરે છે અને દરવાજા બંધ કરી દે છે.પણ ફરી થી લુટેરુબહારવટીયો આવે છે અને તેજલ ને ખબર પડે છે તે બરાબર તેની સાથે લડે છે. અને ગામજનો ના લુટાયેલ વસ્તુઓ પરત અપેવે છે. ત્યારે ગ્રામજનો તેની સાથે ધીમે રહી ને વાત કરે છે.અને તેજલ બધી વાત કહે છે. ગામલોકો તેનુ સ્વાગત કરે છે. અને ગામ માં ખુસી નુ વાતાવરણ છવાઈ જાય છે..