ટીના.....ટીના નુ બાળપણ વિતી રહયુ હોઈ છે.ધીમે ધીમે મોટી થવા લાગે છે.અરે જોત જોતા માતો એ 10ધોરણ પાસ કરી દે છે ...અને કેટલાય મિત્રો સખી ઓ જાણે વરસાદ પછી આવેલા નદીના પુરની જેમ વહીજતા હોય તે મ,પોત પોતા ની દુનીયા માં પરોવઈ જાછે,ટીના પણ ઉચ્ચ અભ્યાસ કરે છે...અને હવેતો ટીના ઘણી મોટી થઈ ગઈ કયારેક તેના જુના મિત્રો યાદ કરતી અને ઘણી વખત લાગણીશીલ બની જતી... તેની પોતા ની અનોખી દુનીયા બનતી જતી હતી..યુવાનીના આંગણમાં ડગલા માંડવા લાગી..બસ એનુ તો સપનુ હતુ સાદગી ભર્યુ જીવન પણ વિધીના લેખજ અંતે સાચા નીવડે છે. વકીલાત નો અભ્યાસ કરતી,ત્યા નીકુંજ નામનુ પાત્ર જે તેના બાળપણ નુ ભેરુ હોય છે તે અચાનક તે શહેર માં મડે છે,અરે ટીના! તું...ટીના તો અચંબામાં પડી જાય છે.ઓહ!નીકુંજ તુ અહી.એક અનોખુસ્મિત આપે છે અને બંને જણા કોફીપીવા જાય છે.ધીમે ધીમે બંને એક બીજા ને ખુબ સારી રીતે ઓડખવા લાગે છે.ભલે, મિત્ર તો બાળપણ ના છે ,પરંતુ સમય સાથે માણસ ના જીવનમાં પણ પરી વર્તનો આવે છે. હવે, બંને એક બીજને અવારનવા મડે છે.ટીના ને ફુલો ઘણા ગમે એટલે તે જયારે પણ નીકુંજ ને મડતી ફુલ વિશે જરુર વાત કરતી , અને અવાર નવાર તેના નાનકડા બગી ચામા જઈ બેસે, તે બધી વાતો નીકુંજ સાથે વાગોડતી એટલામાં નીકુંજ તેની માટે લાવેલુ ફુલ આપે છે. ટીના માત્ર સ્મિત આપે અને આખો જાણે લજામણીના છોડની જેમ નીચે ઢળી જાય છે. ફરી બંને છુટા પડે છે, અને આમ તો બંને નવરાશ મડી નથી કે એક બીજા ના કોલ ની રાહ જોવા લાગે, જાણે માત્ર એવુ લાગે જાણે અમ ની અનોખી દુનીયા જ છે.અને કયારેક તો બંને ટહેલવા નીકડી પડતા બંને એક બીજાના અભ્યાસ ની વાતો કરતા અને બસ ફરી પોત પોતા ના ઘર તરફ પ્રયાણ કરતા નીકુંજ ને મન ટીના વસવા લાગી હતી ટીના ના ઘરમાં પણ,જણે ટીના ની ચિંતા પિતા ને કોરી ખાતી હતી, કેમકે ટીના હવે જુવાન થઈ ગઈ હતી અને આ બાજુ ટીના પોતાની અલગ દુનીયા માં ખોવાયેલી હતી સમય છે,એતો એનુ કામ કરે ધીમે ધીમે વિતવા લાગે છે.બંને નો અભ્યાસ પુર્ણ થાય છે નીકુંજને મન એમ હોઈ છે કે, નોકરી મડતા જ હુ ઘરમાં વાત કરીશ ટીના વિશે પરંતુ નીયતી ના ખેલ કોન ટાળી શકે ટીના પરીવાર સાથે વાત સહેમત કરે છે. અને તેના લગનની તૈયારી થાય છે.ટીના પરીવાર ના એ લાડકોડ જોઈ પરીવાર ની ખુશી એજ એની ખુશી માંને છે. મન તો કયારેક નીકુંજ પાસે દોટ મુકતુ હતું પરંતુ ટીના એ જાણે મન ને અને તેના પવિત્ર હદય ને લગામ આપી દીધી હતી ઘરમા તો માત્ર ખુશી છવાઈ જાય છે. અને સખી ઓ સહેલી ઓ મશ્કરી કરી ચીઢવે છે. અને કોઈ કહે છે કે વાહ કેટલી ભાગ્યવાન છે. એટલા મા સખી ઓ લગ્ન ના ગીતો ગાવા લાગે છે અને છેવટે ટીના પિયર છોડી સાસરીયા મા જાય છે.ત્યા પણ ખુશી થી રહેવા લાગે છે.નીકુંજ ને ખબર પડે છે ત્યારે થોડી વાર નીઃશબ્દ થઈ જાય છે અને તે મનો મન બધુ વાગોડે છે પણ એ હવે શુ કામનું નીકુંજ ખુબ સમજદાર હોય છે.તે બધા થી બાર નીકડી પોતા નું જીવન આગડ ચલા વે છે.નીકુંજ અને ટીના બંને પોતા ની અલગ દુનીયા મા ખુશ રહેવા લાગે છે.ઘણો લાંબો સમય વિત્યા પછી અચાનક તેઓ ફરી એજ કોફીશોપ પર મડે છે. પણ બંને એક બીજા સામુ જોઈ ચુપચાપ જતા રહે છે.