poem books and stories free download online pdf in Gujarati

કવિતા

મન એવુ તે વિચારે...

જાણે દુનીયા છે મુઠ્ઠીમાં

અહી તહી ભમે છે , એવુ તે વિચારે...

જાણે પંખી ઓ આઝાદ ને,

માનવ પાંજરે પુરાયો..મન એવુ તે વિચારે..

જાણે પંખી ની કલપના,

થઈ માનવ પર હકીકત..મન એવુ તે વિચારે..

2.સાહેલી

( આજ સથવારો સહીયર નો )

સખી , વિના આ બાળપણ અધુરુ

નીત નીત નવા એવા જગડા રે હારે...

આજ સથવારો સહીયર નો

ઘડીક માં એના અબોલા ,

અને બોલ્યા વિના ચાલે નહી......

આજ સથવારો સહીયર નો

બાધ્યો છે રુડો હીંચકો રે..

પણ એ સહીયર વિના ના હિચેરે...

આજ સથવારો સહીયર નો....

3. ( વેલ )

આ છે મારા ઘર આગણ ની વેલ

એમાં ખીલ્યા છે મારા પ્રાણ સમા ષુષ્પ રે લોલ..

આ છે મારા ઘર આંગણ ની વેલ રે

એમા ખીલ્યા છે યૌવન સમા તરુવર રે લોલ

આ છે મારા ઘર આંગણ ની વેલ રે ..

નીરુ છુ નીત્ય એમા શ્વાસ સમા નીર રે ..લોલ

આછે મારા ઘર આંગણ ની વેલ રે ..

વાયરે એ ડોલતી જાણે પ્રીતમ સંગ રે.... લોલ

આછે મારા ઘર આંગણ ની વેલ રે..

4. ( વનરાઈ ના વાયરા )

મેહુલીયો આવીયો ને હેલ કરી

આ હરખાઈ રહી છે વનરાઈ...

જાણે કાનની વાસંલડી

સુર મધુરા રેલાઈ છે પવનના સુસવાટ થી ,

જાણે કાન ની વાસંલડી ... રે

વનયાઈ ડાળીઓ આમ તેમ ઝુલે છે ,

જાણે કાન ની વાસંલડી .. રે

મોર કરે છે કડા જાણે રિજવવા ઢેલ..

જાણે કાન ની વાસંલડી... રે

નદી ઓ ઉતાવડી આશ સાગર મિલન ની

જાણે કાન ની વાસંલડી ..રે

5.. ( વડલો )

ઊભો છે કોઈ મહાપુરુષ..

ધ્યાન મહાદેવ નું ધરી..

ધારણ કરી જટા...

સાંજ પડયે વાટ જોવે..

જેમ મા બાળક ની ગા વાછલડીની

કલરવ કરતા આવે પંખી નીજ માડે

નથી હલતા પર્ણો જાણે ..

બાળ ની નીદ્રા ભંગ ભય

પરભાતે ઉભો મહાપુરુષ ..

ધ્યાન મહાદેવ નું ધરી..

સુરજ કીરણ આપે આશીષ...

પંખી પુરે સાથ...

કલરવ કરતા ઉડે ઉચે આભ

બપોર ટાણે ભોજન ટેટા

જેમ માં પીરસે પકવાન..

ઉભો છે કોઈ મહા પુરુષ...

ધારણ કરી જટા..

6 . ( કલરવ )

કોયલરાણી છે ધણા નખરાડા ...રે

એવા રંગે છે બોઉ શ્યામલ વરણા...

રે લે છે એતો સુર મધુરા ... રે

કોયલરાણી છે ઘણા નખરાડા .. રે

વાટ જુએ એની... વસંત..

ખીલી સોળ કળા ઓ

આંબલે લાવ્યો રુડો વસંત મંજરી.

કેસુડે ખીલ્યા છે રુડા કેસુડા ...

મહેકાવે છે પુષ્પલતાઓ

કોયલરાણી છે બોઉ નખરાડા

ગીતો ગાય છે મધુર સુરના

વસંત ફોરમ ફેલા વે છે..

પંખી સાદ કરે કોયલ

આવો કલરવ સાથે.....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED