Shraddha ni safar - 7 books and stories free download online pdf in Gujarati

શ્રદ્ધા ની સફર - ૭

શ્રદ્ધા ની સફર-૭ વિયોગ ની સફર

કુશલ ને આજે બરોડા જવાનું હતું. કુસુમબહેન એ કુશલ માટે બધા મનપસંદ નાસ્તાઓ અને મીઠાઈ ઓ બનાવી રાખ્યા હતા. ભોજન પણ આજે કુશલને ભાવતું જ બનાવ્યું હતું. બપોરે જમીને એ આજે રાજકોટ થી બરોડા માટે રવાના થવાનો હતો અને એ માટે કૃષ્ણકુમાર એ પોતાના મિત્ર ની મદદથી ટેક્સીની વ્યવસ્થા કરી આપી હતી.
મા ને હંમેશા એ ચિંતા રહેતી જ હોય છે કે દીકરાને ત્યાં હોસ્ટેલમાં રહેવાનું થશે તો એને સારું જમવાનું મળશે કે નહીં? સારું હશે તો પણ ઘર જેવું તો નહીં જ હોય અને એમાંય વિશેષ કરીને મા ના હાથનું તો નહીં જ મળે એવું જગતના કોઈ પણ ખૂણામાં રહેલી મા ને લાગતું હોય છે. તો કુસુમબહેન પણ કંઈ આમાંથી બાકાત નહોતા. એમને પણ કુશલ ની એટલી જ ચિંતા હતી. મા તો આખરે મા હોય છે. દીકરાથી દૂર થવાનું દુઃખ મા ને સૌથી વધુ હોય છે.કુસુમબહેન પણ દીકરાના જવાથી ઉદાસ હતા. એમણે કુશલ નો બધો સામાન પેક કરી રાખ્યો હતો.
*****
બપોરે બધા જમવા બેઠા હતા. કદાચ આજનું ભોજન આખા પરિવાર નું સજોડે છેલ્લું ભોજન હતું. ફરી હવે ક્યારે એ મોકો મળશે એ કોઈ જાણતું નહોતું. સરસ્વતી બહેન, કૃષ્ણકુમાર, કુસુમબહેન, કુશલ, નિત્યા અને શ્રદ્ધા બધાના મોઢા પર એક ઉદાસી છવાયેલી હતી. એવું નહોતું કે એમને કુશલ ના જવાની ખુશી નહોતી પણ એ જતો રહેશે એના વિયોગ નું દુઃખ વધુ હતું. શ્રદ્ધા નો પરિવાર એવો પરિવાર હતો કે જેના દરેક સભ્યો હળીમળીને રહેતા અને સુખદુઃખ માં એકબીજા ની હિંમત પણ હતા. જીવનના સારા નરસા પ્રસંગે તેઓ એકબીજા સાથે સદાય અડીખમ ઉભા રહેતા. કુશલ એના પરિવાર નો એનો એક પાયો હતો અને આજે એ એક પાયો ઓછો થવાનો હતો.
*****
અંતે જુદાઈની એ ક્ષણ આવી જ ગઈ. બધા ઈચ્છતા હતા કે, આ ક્ષણ ક્યારેય ન આવે પણ સમય આગળ ક્યાં કોઈનું ચાલ્યું છે? કુશલનો બધો સામાન ટેક્ષીમાં મુકાઈ ગયો હતો. જતાં પહેલાં એ એના દાદીને પગે લાગ્યો. દાદી એ એને આશીર્વાદ આપ્યા. ત્યારબાદ એ પોતાના માતાપિતાને પગે લાગ્યો. એમણે પણ એને આશીર્વાદ આપ્યા અને ખૂબ મન લગાવીને ભણવાનું કહ્યું. અને એ પણ કહ્યું, "કોઈપણ વસ્તુ ની કે પૈસાની જરૂર પડે તો બિલકુલ મૂંઝાતો નહીં. કંઈ પણ તકલીફ આવે તો અમને કહેતા બિલકુલ અચકાઇશ નહીં."
ત્યારપછી કુશલ નિત્યા પાસે આવ્યો. એણે એને બાય કહ્યું. નિત્યા એ પણ કુશલને અશ્રુભીની વિદાય આપી. અને છેલ્લે કુશલ શ્રદ્ધા પાસે આવ્યો. એણે શ્રદ્ધા ની સામે જોયું અને શ્રદ્ધા એ પણ ભાઈની સામે જોયું. બંને ભાઈબહેન ની નજર મળી અને શ્રદ્ધા એ અત્યાર સુધી રોકી રાખેલા આંસુઓ ને ચોધાર વહાવવા લાગી. "ભઈલા..!!!" એટલું બોલીને એ કુશલને ભેટી પડી અને ખૂબ જ રડવા લાગી. એનું રડવાનું શાંત જ નહોતું થતું. કુશલ એ એને સમજાવતાં કહ્યું, "શ્રદ્ધા, હું ખાલી 2 વર્ષ માટે ભણવા જ જાઉં છું અને વેકેશનમાં તો ઘરે આવવાનો જ છું તો તું આટલું બધું કેમ રડે છે?"
"મને તારા વિના બિલકુલ નહીં ગમે ભઈલા. હવે મારો ને નિત્યા નો ઝઘડો થશે ત્યારે મારા પક્ષમાં કોણ બોલશે?"
"કેમ દાદી છે ને? એ બોલશે ને તારા પક્ષમાં." કુશલ એ કહ્યું.
એટલે દાદી પણ બોલ્યા, "હા, શ્રદ્ધા, હું બોલીશ તારા પક્ષમાં."
શ્રદ્ધા હવે થોડી શાંત પડી. ટેક્ષી આવી ગઈ હતી. કુશલ હવે ટેક્ષીમાં બેઠો. એણે ટેક્ષીમાંથી હાથ ઊંચો કરી બધાને બાય કહ્યું.
અને ટેક્ષી ત્યાંથી ધુમાડા ના ગોટા ઉડાડતી ચાલી ગઈ. જ્યાં સુધી ટેક્ષી દેખાતી બંધ ન થઈ ત્યાં સુધી શ્રદ્ધા એને જોતી જ રહી. ટેક્ષી દેખાવાનું બંધ થયું એટલે શ્રદ્ધા પોતાના રૂમમાં જઈને તકિયો મોઢા આડો રાખીને ખૂબ જોરજોરથી રડવા લાગી. એના રૂદનથી આખો તકિયો ભીંજાઈ ગયો હતો. આજે એ ભાઈના વિયોગ થી ખૂબ દુઃખ પામી હતી. એવું લાગતું હતું જાણે એના ભાઈનો વિયોગ એના માટે અસહ્ય હતો. જાણે એ એકલી પડી ગઈ હોય એવું લાગતું હતું.
*****
કુશલ હવે બરોડા પહોંચી ગયો હતો. એનું ભણવાનું શરૂ થઈ ગયું હતું. એ ખૂબ મન લગાવીને ભણતો. ભણવાની સાથે સાથે ત્યાં એને ઘણા નવા મિત્રો પણ બન્યા. અને નવરાશ ની પળો માં એ ક્યારેક પોતાની ડાયરીમાં કવિતા પણ લખતો. એની આ કળા કોઈ જાણતું નહોતું સિવાય કે શ્રદ્ધા. અને કુશલને પણ એ જ્ઞાન નહોતું કે શ્રદ્ધા ને એ કવિતા લખે છે એની જાણ છે. શ્રદ્ધા આ વાત એટલે જાણતી હતી કે, એક વખત કુશલ ની કવિતા લખેલી ડાયરી એના હાથમાં આવી ગઈ હતી અને શ્રદ્ધા એ ભાઈની લખેલી કવિતાઓ વાંચી પણ પછી એને થયું કે, ભાઈ કોઈને જણાવવા નથી માંગતો તો પછી મારે મૌન જ રહેવું જોઈએ એમ વિચારી એ કુશલ નો આ ભેદ જાણવા છતાં મૌન રહી.
*****
કુશલ નું ભણવાનું હવે પૂરું થવા આવ્યું હતું. વેકેશનમાં જ્યારે એ ઘરે આવતો ત્યારે પરિવાર ના દરેક સદસ્યો ના ચેહરા પર ખુશી છવાઈ જતી. એમ કરતાં બે વર્ષ વીતી ગયા. કુશલ ની કોલેજ માં કેમ્પસ ઈન્ટરવ્યુ માં જ એને બોમ્બે ની સારી કંપની માં નોકરી મળી ગઈ હતી. દરમિયાન શ્રદ્ધા નું પણ ભણવાનું પૂરું થઈ ગયું હતું. એનું પણ બી. કોમ. પૂર્ણ થઈ ગયું હતું. અને નિત્યા ના લગ્નની વાતો ચાલી રહી હતી.
*****
અને એક દિવસ નિત્યા માટે એક છોકરા નું માંગું આવ્યું. બંને પરિવારો એકબીજાને મળ્યા. નિત્યા ને રવિ નામનો એક છોકરો પસંદ પડ્યો અને રવિ ને પણ નિત્યા પસંદ પડી. અને બંને ને એકમેકના પરિવાર પણ પસંદ પડ્યા. રવિ એન્જીનીયર હતો જે જામનગર માં આવેલી રિલાયન્સ રિફાઈનરી માં નોકરી કરતો હતો.
થોડા સમય માં જ નિત્યા અને રવિની સગાઈ કરવામાં આવી. કૃષ્ણકુમાર ના ઘરમાં આ પહેલો પ્રસંગ હતો એટલે એમણે ખૂબ ધામધૂમથી નિત્યા ની સગાઈ કરી. અને લગભગ એક વર્ષ પછી બંને ના લગ્ન કરવા એવું સર્વાનુમતે નક્કી થયું.
નિત્યા ની સગાઈ થવાથી હવે શ્રદ્ધા ને એ એકલી પડી જશે એવો ડર લાગવા માંડ્યો. હંમેશા બહેન ની આગળ પાછળ ફર્યા કરતી શ્રદ્ધા ને હવે સમય ખૂબ ઝડપથી વીતી રહ્યો છે એવું લાગવા માંડ્યું.
*****
નિત્યા ના લગ્નનો સમય નજીક આવી લાગ્યો હતો એ દરમિયાન બીજી સારી વાત એ થઈ કે, કુશલ ને બીજી બેંગલોરની સારી કંપનીમાં વધુ પગારની નોકરી મળી અને એ બેંગ્લોર જતો રહ્યો.
*****
નિત્યા ના લગ્નનો સમય હવે નજીક આવી લાગ્યો હતો. ઘરમાં એના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. અને અંતે એ દિવસ આવી ગયો જેની બધાં ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. અને શ્રદ્ધા માટે તો આ ખુશી ની સાથેસાથે બહેનના વિયોગ નો પણ દિવસ હતો.
*****
ભાઈ કેરો વિયોગ હજુ વીત્યો માંડ જ્યાં
બહેનના વિયોગ ની શરણાઈ વાગી ત્યાં.
શ્રદ્ધા એક ઓર વિયોગને જીરવશે ક્યાં?
*****

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED