Shraddha ni safar - 5 books and stories free download online pdf in Gujarati

શ્રદ્ધા ની સફર - ૫

શ્રદ્ધા ની સફર - ૫ કોલેજ ની સફર

વૃષ્ટિ સાથે મિત્રતા થયા પછી શ્રદ્ધા ના માતા પિતા તેમજ શ્રદ્ધા ના દાદા દાદી ની શ્રદ્ધા માટે ની ચિંતા ખૂબ જ ઓછી થઈ ગઈ હતી. ચિંતા માં ભાગ પડાવવા વૃષ્ટિ જો આવી ગઈ હતી.
કુશલ નું બી.એસ.સી. પૂરું થયા ને લગભગ ત્રણેક વર્ષ જેવો સમય થઈ ગયો હતો. પરંતુ એ હજુ આગળ એમ.બી.એ. નો અભ્યાસ કરવા ઈચ્છતો હતો. એટલે એના માટેની પરીક્ષા ની તૈયારી કરી રહ્યો હતો. અને સાથે સાથે એક કોમ્પ્યુટર ક્લાસ માં એ શિક્ષક તરીકે ની પાર્ટ ટાઈમ જોબ પણ કરી રહ્યો હતો. અને એના લગ્ન માટે સારા ઘરની છોકરીઓની શોધ પણ ચાલુ હતી પરંતુ હાલ એનો પગાર સારો ન હોવાથી સારા ઘરની કન્યા મેળવવી અઘરી હતી. અને એ એવી છોકરી ની તલાશમાં હતો જે એની સાચા અર્થમાં હમસફર બને. અને એ માટે એને સારી નોકરી ની પણ આવશ્યકતા હતી. અને સારી નોકરી તો ત્યારે જ મળી શકે જ્યારે એજ્યુકેશન સારું હોય.
*****
નિત્યા નું બી.કોમ. પૂર્ણ થઈ ગયું હતું અને એ હવે એક્સટર્નલ એમ. કોમ. કરી રહી હતી. અને સાથે સાથે કોમ્પ્યુટર પર ઘરે બેઠા ટાઈપિંગ નું કામ કરી રહી હતી અને પરિવાર ને આર્થિક રીતે મદદરૂપ થતી હતી કારણ કે, શ્રદ્ધા ના પરિવાર ની આર્થિક સ્થિતિ એટલી સારી ન હતી કે એક માત્ર પિતા ના પગારથી જ ઘર ચાલે. એટલે ઘરના દરેક સદસ્ય કંઈ ને કંઈ કામ કરતા જેથી એકલા કૃષ્ણકુમાર પર જ બધો ભાર ન આવી જાય. અને કૃષ્ણકુમાર પણ ઇચ્છતા હતા કે, એમના દરેક સંતાન પગભર થાય જેથી તેમના સંતાનોને કોઈ ઉપર નિર્ભર ન રહેવું પડે.
*****
શ્રદ્ધા હવે કોલેજમાં આવી ગઈ હતી. આજે કોલેજ નો પહેલો દિવસ હતો. વૃષ્ટિ પણ એની સાથે જ રહેતી હંમેશા. પણ શ્રદ્ધા હજુ પણ થોડી શરમાળ તો હતી જ. એ જલ્દીથી કોઈને મિત્ર ન બનાવી લેતી. એના માટે આ કાર્ય કઠિન હતું. પરંતુ વૃષ્ટિ નો સાથ પામવાથી એનામાં થોડી હિંમત આવી હતી. કોલેજ શરૂ થયાને લગભગ ચારેક મહિના જેટલો સમય વીતી ગયો હતો. શ્રદ્ધા ની કોલેજમાં યુથ ફેસ્ટિવલ ની તૈયારી ઓ ચાલી રહી હતી. આજે બધા વિદ્યાર્થીઓ એ જેને જે સ્પર્ધા માં રહેવું હોય એમાં નામ લખાવવાના હતા. વૃષ્ટિ ને નૃત્ય કરવું ખૂબ જ ગમતું હતું. વૃષ્ટિ એ શ્રદ્ધા ને કહ્યું, "ચાલ ને શ્રદ્ધા આપણે સમૂહ નૃત્યમાં ભાગ લઈએ."
નૃત્ય નું નામ સાંભળતા જ શ્રદ્ધા એ તરત જ વૃષ્ટિ ને હા પાડી અને કહ્યું, "હા, વૃષ્ટિ ચાલ જઈએ."
શ્રદ્ધા ની ભાગ લેવાની સંમતિ વૃષ્ટિ માટે એક સાનંદાશ્ચર્ય હતું. શ્રદ્ધા આટલી જલ્દી થી હા પાડશે એ એના માટે અકલ્પ્ય હતું પણ એણે હા પાડી એ વાતની ખુશી પણ હતી.
બંને એ સમૂહ નૃત્યમાં નામ લખાવ્યું અને નામ લખાવ્યા પછી ના એક અઠવાડિયા પછી બધાનું ફાઈનલ સિલેક્શન થવાનું હતું.
એક અઠવાડિયું વીતી ગયું. આજે સિલેક્શન ની પ્રક્રિયા નો આરંભ થયો. સૌથી પહેલાં નાટક માટેના વિદ્યાર્થીઓનું સિલેક્શન કરવામાં આવ્યું. ત્યારબાદ સમૂહ વૃંદગાન માટે ની પસંદગી ની પ્રક્રિયા આરંભાઈ. ત્યાર પછી શાસ્ત્રીય સંગીત ના કલાકારો ની પસંદગી થઈ. ત્યારપછી અનુક્રમે દુહા-છન્દ, માઈમ, એકપાત્રીય અભિનય,શાસ્ત્રીય નૃત્ય માટે વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી. અને હવે છેલ્લો વારો સમૂહ નૃત્ય ના કલાકારો પસંદ કરવાનો હતો. જેમણે જેમણે સમૂહનૃત્ય માં નામ લખાવ્યા હતા એ દરેક નો એક પછી એક વારો આવી રહ્યો હતો અને જેમનું નૃત્ય સારું લાગે એ બધાં ને શિક્ષકો પસંદ કરી રહ્યા હતા અને એ બધાં માંથી જ છેલ્લે ફાઈનલ ટીમ બનવાની હતી.
*****
કુલ આઠ જણાની સમૂહનૃત્યમાં પસંદગી કરવાની હતી. જેમાં ચાર ભાઈઓ અને ચાર બહેનો ની પસંદગી કરવાની હતી. અને જેમનું પણ સિલેક્શન થતું એ દરેક વિદ્યાર્થીઓને કોરિયોગ્રાફર નૃત્ય શીખવાડતા. શ્રદ્ધા ની કોલેજમાં આ પરંપરા ઘણા વરસોથી ચાલી રહી હતી.
*****
સાત જણાનું સિલેક્શન થઈ ગયું હતું. જેમાંની એક વૃષ્ટિ પણ હતી. હવે માત્ર એક જ જણાનું સિલેક્શન બાકી હતું. અને હવે માત્ર બે જ જણા બચ્યા હતા. જેમાંની એક શ્રદ્ધા હતી અને બીજી આરતી. પહેલો વારો આરતીનો આવ્યો. એણે ખૂબ જ સુંદર નૃત્ય કર્યું. આરતીનું નૃત્ય પત્યા પછી શ્રદ્ધા નો વારો આવ્યો. આરતીનું નૃત્ય જોયા પછી શ્રદ્ધા નો વારો આવ્યો એટલે વૃષ્ટિ ને ચિંતા થવા લાગી કે, શ્રદ્ધા નૃત્ય બરાબર કરી તો શકશે ને?
અને શ્રદ્ધા એ નૃત્ય કરવા માટે નું પોતાનું સ્થાન ગ્રહણ કર્યું. બધાની નજર હવે શ્રદ્ધા પર મંડાઈ.
*****
શ્રદ્ધા ચાલી હવે કોલેજ ની સફર પર.
ને ડગ માંડ્યા એણે નૃત્યની સફર પર.
નૃત્યકેરી સફરને શું કરશે એ હવે પાર?
હોશભર્યા ડગ અડગ રહેશે આ પથ પર?
*****

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED