પ્રેમનું પારેવું.. જીગર _અનામી રાઇટર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

પ્રેમનું પારેવું..

કુદરતનું અલૌકિક અને અદ્ભૂતતા ભર્યું સર્જન એટલે "નારી" અને એમાંય જો સ્ત્રીમાં સુંદરતાની બે ચાર પાંખડીઓ ખીલતી હોય તો એ ઘણા લોકોના મુખકમળ હસતા ખીલતા કરી નાખે છે.

અમારી કોલેજમાં આજે એક વાતની ચર્ચાએ જોર પકડ્યું હતું.. એ ચર્ચાનો વિષય હતી એક છોકરી. જેણે આજે પ્રથમ વખત અમારી કોલેજના કમ્પાઉન્ડમાં પગ મુક્યો હતો અને એની અદ્ભૂત સૌંદર્યતાના વખાણો આજે આકાશ આંબી રહ્યા હતા..

એક છોકરો બોલી રહ્યો હતો, "જોઈ લ્યા.. પેલી પિન્ક શર્ટ અને બ્લ્યુ જીન્સ વાળી છોકરીને.. રૂપ તો જુઓ એનું જાણે દિવસે ચમકતો ચાંદ...

'હા યાર જાણે સ્વર્ગમાંથી અવતરેલી કળયુગની અપ્સરા !!! જોઈ લો ,' ચાલતી ચર્ચાનો વેગ વધારવા બીજાએ મમરો મુક્યો..

કોલેજના છોકરાઓ આજે એ નવી છોકરીના ભરપેટ વખાણ કરી રહ્યા હતા.

આ બાજુ કોલેજની છોકરીઓ આ નવી આવેલી છોકરીની બાબતે એકબીજાના કાનમાં કાનાફૂસી કરી રહી હતી.એ જોઈને લાગતું હતું કે જાણે આ નવી છોકરીના આગમનથી એમનું પત્તુ કપાઈ ના જવાનુ હોય..

કોલેજમાં મારો અને મારા બેસ્ટફ્રેન્ડ શિવનો આજે સાતમો દિવસ હતો.. અમે બંને બાળપણથી ભેગા ભણી મોટા થયેલા. શિવો હાજર જવાબી હતો એના કારણે એનું વ્યક્તિત્વ આટલા ટૂંકા સમયગાળામાં કોલેજમાં ખ્યાતિ પામ્યું હતું.

"શિવા જોઈ તે પેલી પિન્ક શર્ટવાળી ને... હું બોલ્યો.

"હા યાર એની ગજબની સુંદરતાની મ્હેકે આજે કોલેજનો ખૂણો-ખૂણો સુગંધિત કરી નાખ્યો છે સાચું કહું જીગા એને જોઈને અત્યારથી જ મારા દિલમાં પ્રેમના પારેવા ઉડવા મંડ્યા છે.. શિવાએ મારી આંખમાં જોઈ કહ્યુ..

અને પછી એ એના દિલમાં દોડી રહેલા પ્રેમના પારેવાને પકડવા ખોવાઈ ગયો..

શિવાને વિચારમાં પડેલો જોઈ મેં કાર્યાલયની કેબીન તરફ નજર ઘુમાવી પણ આ શું ? એ જ ટાઈમે હળવા ધક્કા સાથે કેબિનનો દરવાજો ખુલ્યો.અને એમાંથી એક વયસ્ક માણસ બહાર આવ્યો અને એની પાછળ પેલી અમારી કોલેજમાં આવેલી અપ્સરા સમાન છોકરી.

"શિવા જો પેલી પિન્ક શર્ટવાળી... શિવને ઢંઢોળતાં હું હકવેકથી બોલ્યો.

"ક્યાં...? શિવો જાણે ગાઢ નીંદરમાંથી જાગતો હોય એમ સફાળો બોલી ઉઠ્યો.

તેના ધક્કાથી અઢેલીને ઉભેલું બુલેટ માંડ-માંડ પડતા બચ્યું.. થોડીક દૂર ઉભેલી કોલેજની છોકરીઓ શિવના આવા વર્તનને જોઈ હસી પડી..

કોલેજ પાર્કિંગમાં મેં નજર દોડાવી તો એક બ્લ્યુ જીન્સ અને પિન્ક શર્ટ વાળી છોકરી લાલ મર્સડિઝમાં બેસી રહી હતી. તીણી સિસોટી જેવું મર્સડિઝનું હૉર્ન વાગ્યું.. કમ્પાઉન્ડ માં એક ચક્કર લગાવી ધૂળની ડમરીઓ ઉડાવતી મર્સડિઝને અદ્રશ્ય બનતા હું જોઈ રહ્યો.

પાછળ શિવ તરફ જોયું તો તેણે એના પ્રેમના પારેવાને અદ્રશ્ય થયેલું જોઈ બે-ત્રણ નિસાસા નાખ્યા. થોડી વાર માટે શિવ સૂનમૂન બનીને ઉભો રહ્યો.. હું તેનું આવું અજીબ વર્તન અને પેલી છોકરી પ્રત્યેનું અદ્ભૂત આકર્ષણ જોઈને નવાઈ પામ્યો.

"શિવા.. શું થયું યાર...' મેં એને ઊંડા વિચારમાં ડૂબેલો જોઈને પૂછ્યું..

"કંઈ નહીં યાર.. ખબર નહીં આજે પહેલી વાર કોઈ છોકરી પ્રત્યે અલગ જ રીતે ખેંચાઈ રહ્યો છું..' તેણે ઉપર આકાશ તરફ જોઈને કહ્યું..

"થઇ જાય દોસ્ત.. એક પુરુષને સ્ત્રી તરફ આકર્ષણ ઉદ્દભવે એ સ્વાભાવિક છે..' મેં એના ખભે હાથ મૂકીને કહ્યું.

"અરે તું એને આકર્ષણ સમજે છે.." એણે મારી આંખોમાં જોઈને કહ્યું..

"તો બીજું શું સમજુ હું ? મેં એને પ્રશ્ન કર્યો.

"તું નહીં સમજી શકે..' એણે મારી તરફ જોઈને ફિક્કું સ્મિત કર્યું.

જયારે કોઈ પણ વસ્તુ વિશે હું એને ઊંડાણમાં પૂછતો ત્યારે બસ એનો એક જ જવાબ રહેતો.. "તું નહીં સમજી શકે.."

હું એનો જવાબ સાંભળીને થોડોક હસી પડ્યો.. ભૂખ ન હતી છતાં અમારા પગ કોલેજ કેન્ટીન તરફ ચાલવા લાગ્યા..