pinkhayeli pritni yad ma books and stories free download online pdf in Gujarati

પીંખાયેલી પ્રીતની યાદમાં..

"પ્રેમ પૃથ્વી પરની એક એવી લાગણી છે..જે ખીલી જાય તો માણસના હૃદયપાર્ટ સુગંધિત થઈ જાય છે. અને અમુક કારણો વશ પાંગરેલો સાચો પ્રેમ જો કરમાઈ જાય તો હૃદયની લાગણીઓનું એટલી હદે મર્ડર થઈ જાય છે કે એમાંથી મૌન લોહીનો પ્રવાહ આખી જીંદગી અવિરત પણે વહ્યા કરે છે"

રાતના નવ વાગી ચુક્યા હતા. પ્રોફેસર સિદ્ધાર્થ આજે પુરપાટ ઝડપે ઇનોવા દોડાવી રહ્યા હતા.ભારી વાહનો સિવાયના બીજા વાહનચાલકો પુરપાટ ઝડપે દોડી રહેલ ઇનોવાની અડફેટથી બચવા પોતાના વાહન રસ્તાની સાઈડમાં ચલાવી રહ્યા હતા. હા આજે અમુક પુરાણી યાદો સાંભરી જતા એને ભૂલવા માટે પ્રોફેસરે થોડોક વધારે પ્રમાણમાં શરાબ પી લીધો હતો.એમ તો દરરોજ એમની પીંખાયેલી પ્રીત એમને સાંભરતી પણ આજે તેઓની લાગણીઓ પરના તમામ બંધ તૂટી ચુક્યા હતા..આંખમાંથી વહેતો આસુંઓનો ધોધ સૂચવી રહ્યો હતો કે બહારથી હસમુખા દેખાતા પ્રોફેસર સિદ્ધાર્થ અંદરથી પૂર્ણપણે તૂટી ચુક્યા હતા.

શહેરનો મુખ્યમાર્ગ વટાવી ઇનોવાને એમની રહેઠાણ તરફ લીધી. ફુલ સ્પીડે આવી રહેલ ઇનોવા જોઈ ગેટમેન પણ ડઘાઈ ગયો પણ પ્રોફેસરને જોઈ જલ્દી ગેટ ખોલ્યો.પ્રોફેસરે થોડીક સ્પીડ સાથે ઇનોવાને આદર્શવીલાના પાર્કિંગ બાજુ હંકારી... ગાડી પાર્ક કરી પ્રોફેસર લથડતા પગે સીડી ચડવા માંડ્યા. ટેરેસ પર પહોંચી જૂની યાદોને વાગોળવા માંડ્યા.. ભૂલવાની ઘણી કોશિશ કરી પણ બધું વ્યર્થ... બંને હાથે આંખ દબાવી દીધી છતાંય એમના માનસપટ ઉપર એક ચહેરો તરવરી રહ્યો..એ ચહેરો હતો એમની પ્રેમિકા રીટાનો.....

વાત એમ હતી કે પ્રોફેસર સિદ્ધાર્થ જ્યારે કોલેજકાળમાં હતા ત્યારે તેમને રીટા જોડે પ્રેમ થયો હતો.કારણ કે એ સમયે સિદ્ધાર્થ ફિઝિક્સનો ટોપર સ્ટુડન્ટ હતો.એની રીતભાત અને બોલવાની અદ્ભૂત છટા જોઈ રીટા પણ સિદ્ધાર્થ પર ઓળઘોળ થઈ ગઈ હતી..પછી તો સિદ્ધાર્થ અને રીટાના પ્રેમપ્રકરણોએ કોલેજનો ખૂણો-ખૂણો સુગંધિત કરી નાખ્યો હતો...... પણ કુદરતની ના મંજૂરી સમજો કે નસીબના વાંક..... રીટા પરિવારજનોને આ રીસ્તો પસંદ ના હોવાથી એમણે રીટાના લગ્ન બીજી જગ્યાએ કરી નાખ્યા...અને બિચારા સિદ્ધાર્થની પ્રીત અધવચ્ચે જ પીંખાઈ ગઈ..

પ્રોફેસર બન્યા પછી સિદ્ધાર્થે લગ્ન કરવાનું જ માંડી વાળ્યું.પરિવારજનોએ ઘણો સમજાવ્યો પણ એકનો બે ના થયો....બત્રીસ વર્ષની ઉંમર થઈ હોવા છતાં તે એક ઘાયલ પ્રેમીની માફક રીટાની યાદમાં જિંદગી ગુજારવા માંડ્યો.

આજે લાગણીઓ ઉપર કાબુ ના રહેતા શરાબના નશામાં ધૂત બની ચુક્યો હતો...આમેય હવે એની એકલવાઈ વેરાન જીંદગીમાં શરાબ સિવાય કોઈ સારું રિલેટિવ્સ હોય એવું એને લાગતું ન હતું...

ખાલી થયેલ શરાબની બોટલનો છુટ્ટો ઘા કર્યો..... તૂટેલી બોટલના ટુકડાઓ ટેરેસ પર છવાઈ ગયા...વધારે દુઃખ સહન ના થતા પ્રોફેસર ફસડાઈ પડ્યા... ચંદ્રની રોશની બોટલના તૂટેલા ટુકડાઓમાંથી આપાત થઈ પ્રોફેસરના કરમાયેલા મુખકમળની છબીને છતી કરી રહી..

ચંદ્ર વાદળાઓ સાથે સંતાકૂકડી રમતો આકાશમાં વિહરી રહ્યો હતો. ચાંદનીની શીતળતા ધીમે-ધીમે વાતાવરણમાં પોતાનો રોફ જમાવીને વાતાવરણે શીતળ બનાવી રહી હતી. રાતરાણી પોતાની ફરજ નિભાવતી હોય એમ પરોઢ તરફ આગળ વધી રહી હતી.

સવાર પડી અને પ્રોફેસરની આંખો ખુલી. એમણે આજુ બાજુ જોયું તો ટેરેસ પર તૂટેલી બોટલના ટુકડાઓ વેરાયેલા પડ્યા હતા. ધીમે-ધીમે તેમને રાત્રે બની ગયેલી ઘટના યાદ આવવા લાગી. એક ઊંડો નીસાસો નાખી ઉભા થયા. ટેરેસ પરથી આજુબાજુના વિસ્તારનું અવલોકન કર્યું. ત્યાં આદર્શવીલાની સામે જ આવેલા એક મોટા લીમડાની ડાળી પર બેઠેલા કાગડા ઉપર નજર સ્થિર થઇ. પ્રોફેસર જ્યારે ટેરેસ પર આવતા ત્યારે લીમડાના ઝાડ ઉપર કાગડાને પોતાની જેમ એકલો અટૂલો જોતાં..


ત્યાં પ્રોફેસર અને કાગડાની નજર એકબીજાને મળી. અને કાગડો કા.. કા.. કરવા લાગ્યો. જાણે પ્રોફેસરને કહેતો ના હોય કે ચિંતા ના કર હું પણ તારા જેમ હું પણ એકલો જ છું.. પ્રોફેસરે કાગડા સામે જોઈને હળવું સ્મિત કર્યું.. અને સીડી ઉતરવા લાગ્યા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED