anokha badhan books and stories free download online pdf in Gujarati

અનોખાં બંધન

*અનોખા બંધન* વાર્તા.. ૨૭-૧-૨૦૨૦

ઓગણીસો એસીના દાયકાની વાત છે. મા - બાપે નક્કી કર્યું એ પ્રમાણે પરણી ગયા. લગ્નની રાતે જ એકબીજાના મોં જોવા મળે. અતુલ અને અનિલા પહેલી રાતે જ એકબીજાના સંપર્કમાં આવ્યા. બન્ને ના સ્વભાવમાં આસમાન જમીનનો ફરક હતો. બંન્નેની પસંદગી પણ ખુબ જ અલગ હતી એક ને પૂર્વ ગમે એક ને પશ્ચિમ આમ આ રામ મિલાઈ જોડી હતી. બન્ને ની ખાવા પીવાની વસ્તુઓ પણ વિરોધા ભાસી હતી. અતુલ ને તીખું ખાવાનું જોઈએ અને અનિલાને ગળ્યું જોઈએ. છતાંય તેમનો સંસાર સુખરૂપ ચાલ્યો. અતુલને બાપ દાદાના વખતનો ધંધો હતો તે સંભાળતો અને અનિલા ઘર સંભાળતી. અતુલ નાની નાની વાતમાં ગુસ્સે થઈ જતો પણ અનિલા એકદમ શાંત હતી. એ બધું સમજી ને સંભાળી લેતી.... અતુલ ને પોતાની જવાબદારી નું કંઈ પડી જ નહોતી એને તો મોજ મસ્તી અને શેર સપાટા અને ગપાટા જ પસંદ હતાં... જ્યારે અનિલા જવાબદાર વ્યક્તિ હતી એ પોતાની ફરજ બખુબી નિભાવતી અને પરિવાર ને વફાદાર રહેતી.... પણ છતાંય એ બન્ને નો અનોખો પ્રેમ હતો... જો એક ને તાવ આવે તો બીજા ને તાવ આવી જ જાય.... આમ આ બન્ને નું આત્મા થી આત્મા નું જોડાણ કંઈક અલગ જ હતું...
એક દિવસ અતુલ ને ફેક્ટરીમાં હાથમાં વાગ્યું તો ઘરે અનિલા બહાર શાકભાજી લેવા નિકળી તો એ જાળીએ અથડાતાં એને પણ હાથે વાગ્યું...
સમય જતાં એક દિકરો થયો એનું નામ જેનિલ પાડ્યું...
થોડો મોટો થતાં જેનિલ ને ભણવા મુકયો...
જેનિલ ભણવામાં હોંશિયાર હતો .. સાથે ખુબ જ દેખાવડો પણ હતો...
અનિલા ની જવાબદારી વધી ગઈ એણે જેનિલ ને ભણાવાનો અને ઘર પણ સંભાળવાનું...
એક દિવસ અતુલ ને ખુબ જ તાવ આવ્યો.. અનિલા એ વિકસ લગાવી ને માથે પાણી ના પોતા મૂકવાના ચાલુ કર્યા અને અનિલા ને એકદમ જ ઠંડી ચડી ને તાવ આવ્યો...
જેનિલ ઘરે જ હતો એ ગામમાં જઈ ને ડોક્ટર ને બોલાવી લાવ્યો...
આમ આ બન્ને ની કંઈક અલગ જ આત્મયિતા હતી...
આમ કરતાં જેનિલ મોટો થયો અને ભણવા માટે અમેરિકા ગયો અને ત્યાં ભણતાં ભણતાં પા ટાઈમ જોબ કરે આમ ત્યાં તે સ્થિર થઈ ગયો અને બે વર્ષે એક વખત મા બાપ ને મળી ગયો...
જેનિલે ત્યાં જ ભણવા આવેલી અને સાથે જોબ કરતી હેમા જોડે લગ્ન કરી લીધા...
માતા પિતા ને ફોન થી જાણ કરી દીધી...
એક વર્ષ માં આવી ને માતા પિતા ને બન્ને પગે લાગી ગયા.. અતૂલ અને અનિલા ખુબ ખુશ થયા અને આશિર્વાદ આપ્યા...
હેમા પણ લાગણીશીલ હતી તો સાથે રહી એટલાં દિવસ આ બન્ને ની ખુબ સેવા ચાકરી કરી અને અનિલા ને રસોઈ માં થી રજા આપી...
જેનિલ અને હેમા પાછાં અમેરિકા ગયા અને એક દિકરી અને એક દિકરો થયાં...
આમ કરતાં જેનિલે ત્યાં પોતાનો મોટેલ લીધો અને પોતાનું ઘર પણ લીધું...
અચાનક જેનિલ ને મન ખેંચાવા લાગ્યું તો એ હેમા અને બાળકો ને મૂકીને તાત્કાલિક પંદર દિવસ માટે ટીકીટ કઢાવી ને ગામ આવે છે..
જેનિલ ને જોઈ ને અતૂલ અને અનિલા ખુબ જ રાજી થયા અને ખુબ જ વાતો કરી ને બીજા દિવસે સવારે જ અતૂલને છાતીમાં દુખાવો ઉપડ્યો અને અનિલા એ જેનિલને ઉઠાડ્યો... પિતા ની આવી હાલત જોઈને જેનિલે તાત્કાલિક નજીક ના શહેરમાં હોસ્પિટલમાં લઈ ગયો... ડોક્ટર એ તપાસી ને કહ્યું કે એટેક છે આઈ.સી.યુ... માં દાખલ કરી ટ્રીટમેન્ટ ચાલુ કરી અને આ બાજુ ઘરે અનિલા ને ભારે એટેક આવ્યો અને એ અતૂલ પહેલા જ સુહાગન પ્રભુધામ પહોંચી ગઈ...
જેનિલ બાજુવાળા ભાભી ને માતા પાસે બેસાડીને ગયો હતો એમણે ફોન કરી જેનિલ ને જાણ કરી આ સાંભળીને જેનિલ કંઈ નિર્ણય લે એ પહેલાં ડોકટરે આવીને કહ્યું કે તમારાં પિતા ને બચાવી શક્યા નથી...
જેનિલ તો આ અનોખા બંધન જોઈ જ રહ્યો...
આઘાતમાં જેનિલ ઉતરી ગયો એને સમજ નહોતી પડતી શું કરવું અને કેમ કરવું એટલામાં જ હેમા નો ફોન આવ્યો અને જેનિલ ઘ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો અને બધી વાત કરી ...
હેમા પણ રડી પડી...
ગામમાં પણ બધાં આ બન્ને ના પ્રેમ ને સલામ કરી અને એક સાથે બે અંતિમયાત્રા નીકળી અને આખું ગામ અને સગાંવહાલાં પણ હિબકે ચડ્યા...
ભાવના ભટ્ટ અમદાવાદ....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED