avala tut books and stories free download online pdf in Gujarati

અવળાં તૂત

*અવળાં તૂત*. વાર્તા... ૨૬-૧-૨૦૨૦

આ જીવનમાં બધું જ શક્ય છે. એવી કોઈ વાત કે વસ્તુ નથી જે આજના માણસો ના કરી શકે...બસ તમારી ઈચ્છા શક્તિ અને પ્રયત્ન મજબૂત હોવા જોઈએ...
અને દુનિયાની આંખમાં ધૂળ નાખતા જેને આવડતું હોય એ શ્રધ્ધા ના નામે પોતાના મોજશોખ પૂરા કરીને લાલીયાવાડી ચલાવે છે અને અવળાં તૂત કરે છે...
ઘરનાં જ ભૂવા અને ઘરનાં જ જાગરીયા ( ડાકલાં વગાડનાર ) હોય... તો કોઈ સાચી વસ્તુ નો તાગ મેળવી જ ના શકે...
આ વાત છે ગુજરાત ના એક નાનાં ગામડાં ની...... મોહન ભાઈ ફોજમાં થી ઘણા લાંબા સમય પછી પોતાના ગામ આવે છે..
અને જુવે છે કે ઘરમાં નાનું માતાજી નું મંદિર બનાવ્યું છે ને
નાનો ભાઈ દિનેશ મહારાજ ભુવાજી તરીકે ગાદી પર બેસીને ધૂણે છે અને લોકો પૂછવા અને દર્શન કરવા આવે છે... જાત જાતનો પ્રસાદ અને રોકડ રકમ મૂકવામાં આવે છે... માથે ચૂંદડી ઓઢી ને દિનેશ મહારાજ ધૂણે છે અને એમનો સાળો સુનીલ ડાકલાં વગાડે છે... જો કોઈ સ્ત્રી પગે લાગવા જાય એટલે ભુવાજી એનું માથું ખોળામાં દબાવી દે અને પછી હાકોટા કરી ને આશીર્વાદ આપે... પછી પોતાના અંગત માણસ ને બૂમ પાડે કે એ અલ્યા ભરત આ કુવાશી ને માતાનો પ્રસાદ આપ આ દરબારમાં આવી છે તો એનાં દુઃખ દૂર કરવા રહ્યા... અને પછી એ પ્રસાદ અલગ રૂમમાં થી આપવામાં આવે અને કાયમ માટે એ સ્ત્રી માતાજી ના ડર થી એ દિનેશ ભુવાજી કહે એમ કરતી...
મોહને આ બધું જોયું...
રાત્રે એણે દિનેશ ને કહ્યું આ શું બધાં અવળાં તૂત ચલાવે છે... લોકો ની શ્રધ્ધા નો ગેરલાભ ઉઠાવીને તું તારા મોજશોખ પૂરા કરે છે તને શરમ નથી આવતી... આ માતાજી નું નામ લઈને આવાં ધંધા કરે છે તો માતાજી નો ડર નથી લાગતો...
દિનેશ કહે ભાઈ તમે મને પરણાવી ને ફોજમાં જતાં રહ્યાં અને આ બાજુ મારી નોકરી પણ છૂટી ગઈ પછી મેં નાનાં મોટાં ધંધામાં ઝંપલાવ્યું પણ માથે અપાર દેવું થઈ ગયું... તમને કહું પણ કેમનો???
એક દિવસ આવાં જ ટેન્શનમાં હું ગામના મંદિર માં આરતી કરવા ગયો અને વિચાર આવ્યો કે મંદિર જેવા બીજો કોઈ ધંધો સારો નહીં...
મેં મારી પત્ની અને સાળાને અને મારા મિત્ર ભરત બધાને આમાં સંડોવ્યા... બધાં રાજી થઈ ગયાં કે જે રૂપિયા આવશે એનાં ચાર ભાગ પડશે...
બધાંએ પ્રચાર ફેલાવ્યો કે દિનેશ ને માતાજી આવે છે અને માતાજી એ સ્વપ્ન આપ્યું છે કે દિનેશ જ આ કળિયુગમાં માતાજી ની પ્રેરણા થી બધાંના દુઃખ દૂર કરશે...
ધીમે ધીમે એક બે લોકો આવ્યા... ગામની ભોળી પ્રજા ને શ્રધ્ધા ના નામે ઠસાવી દીધું કે આ જ દિનેશ ભુવાજી છે જે સૌનું સારું કરશે... ગામનાં એ બીજા ને અને બીજા એ ત્રીજા ને કહ્યું ને લોકો આવવા લાગ્યા... એક બે ને કહ્યું કે અમાસ પહેલાં આ કામ થઈ જશે અને કાગને બેસવું ને ડાળનું પડવું એવું થયું.. એટલે લોકો નો ધસારો વધ્યો અને
એટલે ઘરમાં મંદિર બનાવ્યું...
મોહન કહે તું આ બધું બંધ કરી દે હું રૂપિયા આપીશ તને અને નાનો ધંધો ચાલુ કરાવી દઉં...
પણ.. .. દિનેશ ના માન્યો...
કહે તમારે અહીં કેટલું રહેવું ભાઈ...
મારા મામલામાં ના પડશો..
રાત્રે પથારીમાં સૂતા સૂતા મોહન વિચારો માં પડ્યો...
કે... માતા પિતા નાં દેહાંત પછી દિનેશ ને ભણાવ્યો ગણાવ્યો અને પરણાવ્યો પણ આજે એ પૂરેપૂરો બદલાઈ ગયો છે...
આને સાચાં રસ્તે લાવવો પડશે એ મારી દેશ માટે ની ફરજ છે... એ પછી દેશની સરહદ હોય કે આ ગામ...
બીજા દિવસથી મોહને બધાં ને સાચી વાત સમજાવી પણ કોઈ માનવાં તૈયાર નાં થાય...
મોહને ઓળખાણ થકી જાસામા જાણ કરી અને જાસા નાં માણસો એ આવી ને દિનેશ ની પોલ ખોલી નાંખી અને દિનેશ અને એનાં સાગરિતો ને જેલમાં પૂર્યા...
આમ મોહને સાચાં ફોજી ની ફરજ બજાવી અને ખોટાં ધતિંગ કરતાં ઘરનાં જ ભુવાને ઘરનાં ડાકલાં ની મિલીજુલી મંડળી થી ગામને અને બીજા લોકો ને બચાવ્યા...
ભાવના ભટ્ટ અમદાવાદ....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED