આર્યરિધ્ધી - ૪૮ અવિચલ પંચાલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આર્યરિધ્ધી - ૪૮


સંધ્યાની વાત સાંભળીને રિદ્ધિ, મેઘના સહિત બધા એકબીજા સામે જોવા લાગ્યા. કોઈપણ સંધ્યાની વાત માનવા માટે તૈયાર નહોતું. આર્યવર્મનને બધા આર્યવર્ધન સમજી રહ્યા હતા. રિદ્ધિ ગુસ્સાથી બોલી, “સંધ્યા, તું ખોટું કહી રહી છે. આ તારો પતિ નથી. આ આર્યવર્ધન છે, મારો પ્રેમ.”

એટલે આર્યવર્મન સંધ્યા પાસે આવ્યો અને તેના ખભા પર હાથ મૂકીને રિદ્ધિ સામે જોઈને બોલ્યો, “પ્રેમ અને વહેમમાં ખૂબ જ ઓછું અંતર હોય છે. અને આપ સૌના મનમાં અત્યારે ઘણા પ્રશ્નો થઈ રહ્યા હશે. પણ અત્યારે રાત થઈ ગઈ છે એટલે તમે અત્યારે આરામ કરી લો. હું તમને બધાને પ્રોમિસ કરું છું કે કાલે તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે.” આટલું કહીને આર્યવર્મન નીકળી ગયો એટલે સંધ્યા પણ તેની સાથે નીકળી ગઈ.

આર્યવર્મન અને સંધ્યાના ગયા પછી થોડી વાર સુધી કોઈ કઈ બોલ્યું નહીં પણ રાજવર્ધન તેનું મૌન તોડીને રિદ્ધિ સામે જોતાં બોલ્યો, “મેઘના, હવે આપણે રિદ્ધિને આરામ કરવા દેવો જોઈએ.” તેની વાત સાંભળીને મેઘનાએ રિદ્ધિ સામે જોયું તો રિદ્ધિ સૂનમૂન થઈને બેસી રહી હતી.

મેઘનાએ રાજવર્ધન સામે જોયું અને બોલી, “મારે દીદી સાથે રોકાવવું છે તો તમે આરામ કરી લો.” રાજવર્ધનને આ સાંભળીને રૂમમાંથી બહાર નીકળીને લિફ્ટ તરફ આગળ વધ્યો પણ ત્યાં ભૂમિ તેની પાછળ આવી. ભૂમિએ રાજવર્ધનને બૂમ પાડી એટલે રાજવર્ધન ઊભો રહી ગયો. રાજવર્ધન બોલ્યો, “શું થયું? તે મને બોલાવ્યો?”

“બસ તને તારા રૂમ સુધી મૂકવા માટે તારી સાથે આવું છું.” ભૂમિએ રાજવર્ધનનો હાથ પકડીને કહ્યું. ભૂમિ રાજવર્ધનને તેના રૂમમાં લઈ ગઈ. રૂમમાં ગયા પછી ભૂમિએ દરવાજો બંધ કરી દીધો. આ જોઈને રાજવર્ધને ભૂમિને દરવાજો બંધ કરવાનું કારણ પૂછ્યું પણ ભૂમિ કઈ બોલી નહીં.

રાજવર્ધન તેના બેડ પાસે ઊભો હતો એટલે ભૂમિ તેની પાસે આવીને ઊભી રહી. રાજવર્ધને ભૂમિની આંખોમાં જોયું તો તેને એક અજીબ પ્રકારનો નશો દેખાઈ રહ્યો હતો. ભૂમિએ રાજવર્ધનનું શીશ બંને હાથેથી પકડીને પોતાના અધરોને તેના અધરો પર મૂકી દિધા. ભૂમિ અને રાજવર્ધન બંને એકબીજાના અધરોનું રસપાન કરવા લાગ્યાં પણ અચાનક રાજવર્ધનની નજર બેડ પાસે રહેલા ટેબલ પર પડી. તેના પર રાજવર્ધન અને મેઘનાની તસવીર હતો.

આ જોઈને રાજવર્ધને ભૂમિને તરત ધક્કો મારીને પોતાનાથી અલગ કરી દીધી અને પોતે દૂર જઈને ઊભો રહી ગયો. ભૂમિ બેડ પર ઊભી થઈને રાજવર્ધન પાસે આવીને બોલી, “શું થઈ ગયું છે તને? કેમ મને ધક્કો મારી દીધો?”

“તું ફક્ત મારી દોસ્ત છે પણ મેઘના મારી પત્ની છે. હું મેઘનાની સાથે દગો ના કરી શકું. તું અત્યારે અહીંથી બહાર ચાલી જા. હું તારો ચહેરો પણ જોવાં માંગતો નથી.” રાજવર્ધન બાલ્કની પાસે જઈને બોલ્યો. “પણ મારો એવો કોઈ ઇરાદો નથી. હું તો બસ...” ભૂમિ આટલું બોલી ત્યાં રાજવર્ધને તેને બોલતાં અટકાવી દીધી.

ફરીથી રાજવર્ધને ભૂમિને રૂમમાંથી બહાર જવા માટે કહ્યું એટલે ભૂમિ કઈ પણ બોલ્યા વગર રૂમનો દરવાજો બંધ કરીને નીકળી ગઈ. રાજવર્ધન થોડીવાર સુધી એમજ ઊભો રહ્યો. દસ મિનિટ પછી રૂમનો દરવાજો ખૂલ્યો અને નોક થયો એટલે રાજવર્ધનને ગુસ્સો આવ્યો. તેને લાગ્યું કે ભૂમિ પાછી આવી છે એટલે તે ગુસ્સાથી બોલ્યો, “તને એકવાર ના પાડી ને કહ્યુંને કે હું તારો ચહેરો જોવાં માંગતો નથી તો પછી...” રાજવર્ધન દરવાજા સામે જોઈને બોલતાં અટકી ગયો.

તેની સામે મેઘના ઊભી હતી. મેઘના તરત રાજવર્ધન પાસે આવીને કિસ કરવા લાગી પણ રાજવર્ધન તેનાથી અળગો થઈને બોલ્યો, “મેઘના, હું અત્યારે આરામ કરવા માંગુ છુ” આટલું કહીને રાજવર્ધન બેડ પર સૂઈ ગયો. મેઘના પણ રાજવર્ધનની વાત સમજી ગઈ અને તે પણ સૂઈ ગઈ.

રિદ્ધિના રૂમમાં રિદ્ધિ અને ક્રિસ્ટલ હતાં. એકધારું રડીને રિદ્ધિની હાલત ખરાબ થઈ ગઈ હતી. ક્રિસ્ટલ તેને શાંત કરવાના અનેકવાર પ્રયત્ન કર્યો પણ રિદ્ધિના આસું રોકાઈ રહ્યા નહોતાં એટલે ક્રિસ્ટલે રિદ્ધિને પોતાના ખોળામાં સૂઈ જવા માટે કહ્યું. રિદ્ધિ ક્રિસ્ટલના ખોળામાં સૂઈ ગઈ પછી ક્રિસ્ટલ તેના માથા પર હાથ ફેરવવા લાગી છતાં રિદ્ધિ શાંત થઈ નહીં એટલે ક્રિસ્ટલે રિદ્ધિના ગળાની મર્મસ્થાને રહેલી ચેતા દબાવી તેનાથી રિદ્ધિ બેહોશ થઈ ગઈ.

ત્યારબાદ ક્રિસ્ટલે રિદ્ધિને ઊંચકીને વ્યવસ્થિત રીતે સૂવાડીને અને પોતે પણ તેની સાથે સૂઈ ગઈ. મધરાતનો સમય થયો ત્યારે સંધ્યા ટેલિસ્કોપ વડે આકાશના તારા જોતી હતી. એ સમયે આર્યવર્મન પાછળથી આવીને હળવેથી સંધ્યાને કમરમાંથી પકડી લીધી.

આર્યવર્મનની આ હરકતથી સંધ્યા પોતાને છોડાવતાં નકલી ગુસ્સાથી બોલી, “આ શું કરે છે?” આર્યવર્મને સંધ્યાને પોતાની તરફ ફેરવીને બાહોમાં જકડીને તેના કપાળ પર એક કિસ કરીને બોલ્યો, “મારી રાણીને પ્રેમ કરું છું.” સંધ્યાએ પોતાને છોડાવીને બાલ્કનીમાંથી સોળેકળાએ ખીલેલા ચંદ્રને જોઈ રહી. એટલે આર્યવર્મને સંધ્યાને ફરીથી કમરેથી પોતાની બાહોમાં જકડીને પૂછ્યું, “શું વિચારે છે મારી રાણી?”

સંધ્યાએ પોતાનું માથું આર્યવર્મનની છાતી પર ટેકવીને બોલી, “આ નીરવ શાંતિ અને આ ચંદ્ર કેટલો સુંદર છે. કાશ આ નજારો હંમેશા આવો જ રહે!” આર્યવર્મન એક હુંકાર ભરતાં બોલ્યો, “સંધ્યા, ક્યારેક નીરવ શાંતિ આવનાર તુફાનના ચેતવણી હોય છે અને જે વસ્તુ જેટલી વધારે સુંદર હોય તે તેટલી જ ખતરનાક હોય છે. અને હવે રાત વધારે થઈ ગઈ છે તો સૂઈ જઈએ.” આટલું કહીને આર્યવર્મને સંધ્યાને છોડી દીધી.

એટલે સંધ્યા બાલ્કનીનો દરવાજો બંધ કરીને બોલી, “થોડી વાર રાહ જો, હું ચેન્જ કરી લવ.” પછી તે બાથરૂમમાં ચાલી ગઈ. આર્યવર્મન બેડ પર બેસીને પોતાને આવતી કાલના દિવસ માટે તૈયાર કરવા લાગ્યો. આવતી કાલે તે બધા સમક્ષ જે રહસ્યોનો પટારો ખોલવાનો હતો તેનાથી બધાને ભયંકર આંચકો લાગવાનો હતો. તે પોતાની આંખો બંધ કરીને મનમાં બોલ્યો, “ભાઈ, મારી મદદ કરો. હું તમારા વગર અધૂરો છું. મને કોઈ રસ્તો બતાવો.”

ત્યાં જ દરવાજો ખુલવાનો અવાજ સંભળાયો એટલે આર્યવર્મને બાથરૂમ તરફ નજર કરી. ત્યાં સંધ્યા લાલ રંગના સિલકી નાઇટડ્રેસમાં ઊભી હતી જેમાથી તેના આંતરવસ્ત્ર દેખાઈ રહ્યા હતાં. આ જોઈને આર્યવર્મન ઊભો થઈને સંધ્યા પાસે ગયો અને તેણે પોતાની બાહોમાં ઊંચકી લઇને બેડ પાસે આવ્યો. ત્યાર બાદ તે બંને એકબીજામાં ખોવાઈ ગયા. ઘણાવાર સુધી તેમની વચ્ચે એકબીજાને થક્વી દેવાની હરોળ ચાલતી રહી. મોડી રાત્રે એકબીજાને તૃપ્ત કરીને એકબીજાની બાહોમાં સમાઈને સૂઈ ગયા.

આ બધાની વચ્ચે ફક્ત ભૂમિ જ જાગી રહી હતી. તેને એકલીને જ ખ્યાલ હતો કે આગળના સમયમાં કેવા ભયંકર વળાંકો આવવાના છે.

આર્યવર્મન કયું રહસ્ય જાણતો હતો ? ભૂમિએ રાજવર્ધન સાથે અજુગતું વર્તન શા માટે કર્યું ? ભૂમિ આર્યવર્મનનું નામ સાંભળીને કેમ ડરી ગઈ હતી ? જાણવા માટે વાંચતા રહો આર્યરિધ્ધી...