*એક ફોજીની કહાની* વાર્તા... ૨૫-૧-૨૦૨૦
આમ જ જીવનભરના તોફાન ખાળી રહ્યો છું હું...ફક્ત ઈશ્વર ના મોઘમ ઈશારે ઈશારે જીવન સફર હાંકી રહ્યો છું..
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું એવી હાલકડોલક જિંદગી છે શોધું છું એવો દરિયો જેની પ્રતીક્ષા કિનારે કિનારે મળે...
આ વાત છે ૧૯૩૦ ની ... લૂણાવાડા ગામમાં રહેતા મગનલાલ એમ ભટ્ટ ની...
મગનલાલ હાઈટ બોડી અને દેખાવમાં ખુબ સુંદર હતાં..
ખુબ જ હોશિયાર અને નિડર હતાં
પણ લાગણીશીલ ખુબ હતાં..
એ જમાનામાં તો એવી કોઈ સુવિધા કે ટેલિફોન હતાં નહીં...
મગનલાલ મેવાડા બ્રાહ્મણ હતા...
ગામમાં ઘર હતું અને ખેતી કરવા જમીન હતી... પ્રાથમિક શિક્ષણ લીધું હતું...
એક દિવસ મગનલાલ ના પિતા ને ખેતરમાં એરુ આભડી ગયો તો એમનું દેહાંત થઈ ગયું...
મગનલાલ ને નાની ઉંમરે આ આકરો ઘા લાગ્યો..
એમનું મન કશામાં લાગતું નહોતું...
એમ કરતાં બે વર્ષ થયા અને એમની માતા એક અસહ્ય માંદગી માં પ્રભુ ધામ ચાલ્યા ગયા...
મગનલાલ ના માથે તો જાણે આભ ટૂટી પડ્યું...
તમે પૂછશો નહી કે અમને કેમ છે, અમે સારા છીએ એ તમારો વહેમ છે, બરબાદ તો થઈ ગયા આ જિંદગી માં હવે,
પણ થોડી અમારા પર ઈશ્વરની રહેમ છે....
એમણે જે જમીન હતી એ કુટુંબના ભાઈ ઓ ને આપી દીધી..
અને દેશની સેવા કરીશ એમ કહી ને નાની ઉંમરમાં ફોજમાં ભરતી થઈ ગયા... ત્યારે ક્યાં કોઈ પરીક્ષા આપવાની જરૂર ન હતી...
મગનલાલ નેવી માં સેવા આપવા લાગ્યા ..
અંગ્રેજો નું શાસન હતું ત્યારે...
થોડા સમય પછી બીજું વિશ્વયુદ્ધ થયું...
મગનલાલ એમાં જોડાયા અને જિંદગી દેશને જ અર્પણ કરવી એ ભાવના સાથે યુધ્ધ માં લડત આપી...
અને એ બધાં જાંબાજ ફોજી ઓ એ બીજા વિશ્વયુદ્ધ માં અંગ્રેજો ને સાથ આપ્યો...
પણ કેટલાય સૈનિકો ને બારુદ અને દારુગોળા થી હાથ પગમાં તકલીફ થઈ ગઈ...
મગનલાલ ને પણ બન્ને હાથમાં આંગળીઓ ખવાઈ ગઈ...
જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા... સરકારી ખર્ચે દવા ચાલુ થઈ પણ બહુ ફાયદો ના થયો...
ફોજમાં થી ઘરે મોકલવામાં આવ્યા...
પોતાના ગામ આવ્યાં..
ગામમાં રહેતા કુટુંબના લોકો એ સમજાવ્યા કે લગ્ન કરી લો નહીં તો આ જિંદગી કેમ જીવવી ..
એક સગાં મારફતે નાતના ચૂનિલાલ ના દિકરી આનંદીબેન સાથે લગ્ન થયા...
આનંદીબેન ની ઉંમર ત્યારે તેર વર્ષની જ હતી...
એમણે આવી ને જોયું કે મગનલાલ ફોજમાં થી આવ્યા છે તો બીજું કોઈ કામ કાજ કરી શકતા નથી...
આનંદીબેને પીટીસી કરીને સ્કૂલ માં ટીચર તરીકે ની નોકરી ચાલુ કરી અને ઘર પણ સંભાળ્યું...
મગનલાલ ફોજમાં પાછાં ગયા પણ એમનાં હાથમાં તકલીફ હોવાથી રજા પર રાખ્યા...
એક બહાદુર અને નીડર જવાન ને આમ ઘરમાં બેસી રહેવું ગમે નહીં એટલે પૂજા ભક્તિ ચાલુ કરી..
એક દિકરો જન્મ્યો ગોપાલ અને એક દિકરી અનસૂયા..
એક દિવસ ની વાત .. એ દિવસ ગોઝારો સાબિત થયો..
ગોપાલ અઢી વર્ષ નો જ હતો અને રમતાં રમતાં બહાર નીકળી જાય છે અને માતાજી ના મંદિર પાસે એક ટ્રેક્ટર ની હડફેટે આવી જાય છે તો એ પણ પ્રભુધામ જતો રહ્યો...
ત્યારે દિકરી અનસૂયા નવ મહિના ના જ હતાં...
મગનલાલ ને સંસાર પ્રત્યે મન ઉઠી ગયું...
એ સૂનમૂન થઈ ગયા..
એમને મનમાં એવું થતું કે હું કશું કરી શકતો નથી અને ઘર પણ આનંદી બેન જ ચલાવતા...
એમણે પોતાની જરૂરિયાત પર કાપ મૂકી દીધો...
ફરીવાર ફોજ માં જોડાવા પ્રયત્ન કર્યો પણ એમને ફોજ માં એમની આંગળીઓ ની તકલીફ ને લીધે લીધાં નહીં...
મગનલાલ ને દેશની સેવા માટે જ જીવવું મરવું હતું.. અને ફોજમાં પણ ના જવાયું પાછું એટલે એમને આઘાત લાગ્યો અને એ ડિપ્રેશન માં જતાં રહ્યાં...
એક બહાદુર ફોજી પોતાની બાકીની જિંદગી હતાશા ના શિકાર બની ને જીવ્યા...
હું જીવ્યો છું ત્યાં સુંધી કાંટા જ વેઠ્યા છે ફોટા પર ફૂલ ચઢાવીને નાં કરતાં માંરી મસ્તી... આ હસ્તી વતનની માટીમાં ફના થવા બની હતી.. કેવી બની ગઈ ગુમનામ આ જિંદગી..
ભાવના ભટ્ટ અમદાવાદ....