સનમ તમારી વગર - 3 Kumar Akshay Akki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સનમ તમારી વગર - 3

હવે આગળ,

પ્રિયા આ બઘી વાત માં ખોવાણી હતી ત્યારે સોનાલી તેને ચપટી વગાડી તેને જાગતા સપના થી જગાડે છે, સોનાલી : અરે ક્યાં ખોવાય ગયા મેડમ, ચાલો આપણે મોડુ નથી થતું, સસ્સસ્સ્સ..... સોરી મને ભુલાય જ ગયું કે તમને તો ગાડી તેડવા આવશે ને મેડમ ?
સોનાલી જતી હોય છે ત્યાં પ્રિયા તેને રોકે છે,
પ્રિયા કહે છે કે : અરે યાર એક મિનિટ ઉભીરે મને પહેલા કેતી તો જા હું શું પહેરું, ત્યાં સોનાલી બોલી,

સોનાલી : તું મારી બહેન ગમે તે પેર તું સુંદર જ લાગીશ,
એમ કહી સોનાલી જલ્દી થી પ્રિયા ને બાય કહીને ઓફીસે જવા ત્યાં થી નીકળી જાય છે, પ્રિયા તેને રોકવાનો પ્રયત્ન કરે છે પણ તે મારે મોડુ થાય છે એમ કહી તે નીકળી જાય છે.,

પછી સોનાલી ના ગયા પછી પ્રિયા કબાટ માં થી સાડીઓ નો ઢગલો કરી તેના મનમાં મુંજાયા કરે છે કે કઈ સાડી પહેરું તે અલગ - અલગ એક પછી એક સાડી હાથ માં લે છે પણ તે અવઢવ માં રહે છે, પછી તે પોતાના સાથી ની પસંદગી ની સાડી પહેરે છે, તે સાડી પહેરે છે ત્યાં જ એક ફોન આવે છે, તે ફોન ઉપાડે છે તો સામેથી અવાજ આવે છે ' કેમ છો મેડમ ' તે અવાજ પવન, પવન શાહ નો હોય છે, પછી તે દસેક મિનિટ જેટલી વાતો કરે છે, ત્યાં દરવાજા પર બેલ વાગે છે, ત્યાં પ્રિયા કહે છે કે ' એક મિનિટ હું હમણાં આવું દરવાજા પર કોઈ છે. પ્રિયા જઈને દરવાજો ખોલે છે, દરવાજો ખોલતા જ સામે છેડે ડ્રાઈવર હોય છે, ડ્રાઈવર કહે છે : ચાલો મેડમ, તમને લેવા કાર આવી ગઈ છે., ત્યાં પ્રિયા તેમને કહ્યું : બસ એક મિનિટ માં આવી, તમે ત્યાં નીચે રાહ જોવો.
ત્યાં સામેથી પવન શાહ કહે છે કે ' જાવ મેડમ ! તમને ગાડી તેડવા આવી છે જાવ ' ત્યાં આશ્ચર્ય થી ચોંકતા પ્રિયા બોલી : અરે તમને કેમ ખબર તમે તો ઓસ્ટ્રેલિયા છો ને ? શું તમે અહીં આવવાના છો ? પહેલા મને તમે કહો કે શું તમે અહીં ઇન્ડિયા માં આવી ગયા છો ? જલ્દી કહો મારાથી હવે રેવાતું નથી..... પ્લીઝ........... પ્લીઝ...........

પવન શાહ : અરે મેડમ, એક મિનિટ થોડું ઊભાં રહો ને મને બોલવાનો મોકો આપો, હું અત્યારે ઓસ્ટ્રેલિયા માં જ છું ને સાંજે મારી ઇન્ડિયા ની ફ્લાઇટ છે એમાં હું સવારે પહોચીસ ઇન્ડિયા, અને હવે જલ્દી જાવ તમને લેવા કાર આવી ગઈ છે.

પ્રિયા : તમે ખોટું બોલો છો, તમે અહીં છો,

પવન શાહ : ના, ના હું અહીં નથી, હું ઓસ્ટ્રેલિયા છું.

ત્યાં પ્રિયા બોલી કે : જલ્દી આવજો તમારી રાહ જોઇશ, એમ કહી તે ફોન મૂકે છે ને બઁગલા ને લોક દઈને તે નીચે ગાડી તરફ જાય છે. ગાડી માં આખા રસ્તે તે પવન ના જ ફોન ની વાતચીત ને જ લઈને તેમાં ખોવાણી હોય છે તે વિચારતી હોય છે કે શું પવન જૂઠું બોલી રહ્યો છે ? હા તે ખોટું બોલતો હશે તો હું તેમને છોડીશ નહીં., આખા રસ્તે તે જ વાતચીત માં મગ્ન હોય છે ત્યારે તેની કંપની આવી ગઈ હોવા છતાં તેમને ખ્યાલ રહેતો નથી, તે ડ્રાઈવર કહે છે કે ' મેડમ, કંપની આવી ગઈ છે ત્યારે તે ખ્યાલો માં થી બહાર આવે છે. '


આગળ શું થશે તે જાણવા વાંચતા રહો, ' સનમ તમારી વગર '.