ek vaat kahu dostini - 13 books and stories free download online pdf in Gujarati

એક વાત કહું દોસ્તીની - 13

રીશી રૂહાનિને પ્રપોઝ કરે છે અને યશ દિવાનિને, મંતવ્ય અને મનુષ્કાનુ બોન્ડ સ્ટ્રોંગ થઈ ગયુ હોય છે. મંતવ્ય સંકેતના ઘરે જઈને સંકેતને જ ધમકાવીને આવે છે. સંકેત ને વેનિશા મળે છે. વેનિશાએ કોઇ પ્લાન બનાવ્યો હોય છે હવે આગળ....

સવાર તો મનુષ્કાએ ભાગ્યે જ જોઇ હસે. એ સવારે વહેલી ઊઠે તો પિહુ બવ જ ખુશ થઈ જાય પણ એ સુખ હજી પિહુને સાંપડયું જ નોહ્તુ. પિહુ મનુષ્કાના ઘરે આવી હોય છે. મનુષ્કા સુતી હોવાથી એ ફોનમા ટાઈમપાસ કરતી હોય છે. ત્યાં અચાનક એને યાદ આવે છે કે કેટલાય દિવસથી મનુષ્કાના ફોનમા મનુષ્કાએ એના વોઇસમા રેકોર્ડ કરેલા એના રોજના અનુભવો સાંભળ્યા જ નથી. આજે સાંભળી લવ. એ મનુષ્કાનો ફોન લઈને બેઠી ત્યાં તો એની તુફાનએ ઉંઘમા ફરીથી બબડવાનુ શરૂ કર્યું. મનુષ્કા કંઈક મંતવ્ય વીસે બોલી રહી હ્તી. પિહુ એ હસીને એને પાગલ કહ્યુ. અને હેડફોન લગાવી રેકોર્ડિંગ સાંભળવા લાગી.

....." આજે પિહુને સરપ્રાઈઝ આપી.એ કેટલી ખુશ હ્તી આદિત્ય સાથે .પણ આ આદિત્યએ મારુ લખીને આપેલુ મસ્ત મજાનું પ્રવચન આપ્યું જ નય. હા હા હા... ( ખડખડાટ હસવા નો અવાજ આવ્યો ). હુ બવ જ ખુશ છું બેવ માટે. પણ ખબર નહી કેમ એક અજીબ ફીલિંગ આવે છે. અને પેલા સમ્રાટને જોઇને તો ખબર નય કેમ અંદર થોડો ડર લાગ્યો મને. મારે પિહુને કહેવુ હતુ . પણ યાર આજે એનો સ્પેશિયલ દિવસ હતો. તો થયુ શુ કામ મૂડ ઑફ કરવો એનો. અને સ્પેશિયલ તો મારા માટે પણ હતો.... મંતવ્ય કિસ્ડ મી. ફર્સ્ટ કિસ ઑફ માય લાઈફ...
વેઇટ... રેકોર્ડિંગ સ્ટોપ કરવુ પડશે કેમ કે એનો જ ફોન આવે છે..... બાય...."....

પિહુ મન મા જ ખુશ થઈ. ચલો મારી તુફાનની નૈયા પાર થઈ જશે. પણ કિસ્મત તો કોને ખબર હોય છે?! સંસારનો નિયમ છે સુખ પછી દુ:ખ........બસ આવુંં કંઈક થવાનુ હતુ.

ત્યાં જ પિહુની નજર મનુષ્કાના કોલ લોગ પર પડે છે. સંકેતના 23 મિસ્ડ કોલ હોય . જેનો ટાઈમ એ આવી ઍ પહેલા નો જ હોય છે. હજી વધારે કંઈ વિચારે એ પહેલા તો સંકેતનો જ ફોન આવે છે. પિહુ ઉઠાવે છે.
" બવ મંતવ્ય મંતવ્ય કરતી હ્તી ને જો તારો મંતવ્ય કેવો છે .પાર્સલ મળશે જોજે હમણા.... "પિહુએ જોયું તો સંકેત મનુષ્કાના પપ્પાને મળીને નિકળતો હતો.
પણ સંકેતને નોહ્તી ખબર કે વાત પિહુ જોડે થઈ જાય છે.

એટલામા નોકર પાર્સલ આપી ગયો. પિહુએ રૂમનો ડોર લોક કરી પાર્સલ ખોલ્યું. જેમાથી મિશા નામની છોકરીના ફોટોસ નિકળ્યા. એનુ બર્થ સર્ટિફિકેટ , મિશા અને મંતવ્ય ના ફોટોસ...... જે એમ પ્રુવ કરવા પૂરતા હતા કે મંતવ્ય મિશાનો બાપ હતો.

બર્થ સર્ટિફિકેટ વાંચતા જ કાગળો બધા એના હાથમા છુટી ગયા.એ એકદમ જ સુધબુધ ખોઇ બેસી....એની આંખોમા પાણી આવી ગયા. એનાથી મનુષ્કા તરફ જોવાય ગયુ. એને મનુષ્કાને ઉઠાડી કહેવાનુ વિચાર્યુ. પણ એ પહેલા એણે આદિત્યને ફોન કર્યો.
" હાય, સ્વીટહાર્ટ.... બોલ કેમ આજ સવાર સવારમાં...." આદિત્ય પુરુ કરે એ પેલા તો પિહુ ભડકાઇ ગઇ એના પર.
" આદિ , તે આ વાત કેમ છુપાવી મારાથી?! મનુષ્કાની લાઈફ બરબાદ કરવા કેમ બેઠો છે તુ??"
" અરે પિહુ પણ થયુ શુ ?"
" શુ થયુ !! આ જો તારા મંતવ્યના કારનામા. હજી 19 નો પરાણે થયો છેને 3 વર્ષની છોકરીનો બાપ છે.... અને તે કીધું કેમ નહિ મિશા વીસે " પિહુ ગુસ્સામા જે આવે તે બોલી રહિ હ્તી.
મિશા નામ સંભળાતા જ આદિત્યને વાતની ખબર પડી ગઈ. " પિહુ , સાંભળ હુ તને આખી વાત કહું છું. તુ સમજે છે એવુ કંઈ નથી." આદિત્ય પિહુને આજીજી કરતા બોલ્યો.
" તો શુ એ મને અહિયા મનુષ્કા ઘરે આવીને સમજાય.. હમણા જ અત્યારે અબી હાલ તુ અહિયા જોઇએ મને. હુ મનુષ્કાની આંખોમા પાણી નહિ જોય શકું સમજ્યોતુ."
આદિત્યને લાગ્યું જાણે બોલતા બોલતા પિહુનો અવાજ તરડાય ગયો અને હમણા જ રડી પડશે.....
" હા... હુ આવું છું...... " આદિત્ય ફટાફટ નીકળ્યો. જતા જતા એણે મંતવ્યને કોલ કર્યો.

આ તરફ મનુષ્કાને પિહુના ગુસ્સાવાડો અવાજ સંભળાતા જ એ આળસ મરડીને બેઠી થઈ ગઈ. " અરે મારી મિકી માઉસ , શુ થયુ ... ........કેમ હોટ પોટેટો પર આટલી બધી ગુસ્સે થઈ જાય છે." બગાસું ખાતા એણે કિધુ .પિહુ એ એને બધી હકિકત જણાવી. અને મનુષ્કાની સવારની સુસ્તી ઍક જ ક્ષણમા ઉડી ગઈ.


આ. તરફ આદિત્યએ જેવો મંતવ્યને ફોન કર્યો મંતવ્ય જસ્ટ નાહીને બહાર આવ્યો હતો. એ બીજુ ક્ય વિચાર્યા વિના જ સીધો બહાર આવેલા આદિ ના બાઇક પાછળ બેસી ગયો. આદિત્ય ઘડીભર એને જોઇ રહ્યો ત્યારે એને ભાન થયુ પોતે કેવી હાલતમા હતો . આદિત્યથી પણ બોલાય ગયુ આવો ગાંડો પ્રેમ તો તુ જ કરી શકે છે હો બાકી....મનુષ્કાના મમ્મી પપ્પા મંદિરે હતા અને વિરાટ ઘરે હતો એટલે કોઇ જ પ્રોબ્લમ જેવું નહોતુ.

મંતવ્ય ટ્રાઉઝરમા હતો અને ઉપર ટિ શર્ટ પહેરવાનુ તો એ ભુલી જ ગયો હતો. આખાય રસ્તે એ એના બાયસેપ્સ બતાવતો આવ્યો અને કેટલીય છોકરીઓને ઘાયલ કરી હસે એની એને ખુદ નહોતી ખબર કેમ કે એને કોઇ કારણ વગર જ મનુષ્કા જોડે પ્રેમ થઈ ગયો હતો. થોડા દિવસ પહેલા જ એ મનુષ્કાને સમજાવતો હતો કે દરેક વસ્તુનુ કારણ હોય છે અને હવે એને જ કોઇ કારણ નોહ્તુ મળતુ કે એ મનુષ્કાને કેમ પ્રેમ કરે છે ઍ પણ આટલી હદ સુધી...

આદિત્ય બાઇક પાર્ક કરીને આવતો હતો અને મંતવ્ય તો એવોને એવો જ મનુષ્કામા રૂમમા આવ્યો. પિહુએ એકદમ એને આવો જોયો એટલે ચિડાયને મોહ ફેરવી લિધું. મંતવ્ય મનુષ્કાને શોધવા લાગ્યો. મનુષ્કા ગેલેરીમા હતી. એણે જોયું તો મનુષ્કા ઊંધી ઉભી રહીને સિગાર પીતી હ્તી. એને નાઈટમ્યૂટમા શોર્ટસ અને ઉપર સ્લીવલેસ ટિ શર્ટ પહેરી હતી. પાછળથી તો એનુ ફિગર ઓર કાતિલ લાગતુ હતુ. એણે મનુષ્કાને એના તરફ ફેરવી . અને સિગાર ફેકાય દીધી. " હુ તને કેવાનો જ હતો આ વાત પણ મને લાગ્યું આ યોગ્ય સમય નથી એટલે ના કિધુ. યાર
થોડક તો ભરોસો રાખ મારી પર . હુ કોઇ ગપ્પું નય સંભળાવુ. " હજીય મનુષ્કાનો ચહેરો સપાટ જ

એટલામા આદિત્ય વિરાટને લઇને આવ્યો. વીરાટે પહેલા મંતવ્યને એના કપબોર્ડમાથી ટિ શર્ટ આપી. આદિત્ય એ પિહુ અને મનુષ્કા તરફ જોતા કહ્યુ તમે વિરાટની વાત તો સાંભળશોને....વિરાટએ બેવને કહ્યુ તમે સમજો છો એમ નથી. એટલે પુરી વાત સાંભળીલો પહેલા મંતવ્યની....

મંતવ્ય અને મનુષ્કા બેડ પર બેઠા , આદિત્ય અને પિહુ સામે કાઉચમા અને વિરાટ ચેર લઈને બેઠો.

હુ બવ નાનો હતો જ્યારે મારા મમ્મી પપ્પાનુ ખૂન થઈ ગયુ. અમેરિકામા રહેતા હતા અમે. પપ્પાને ન્યૂયૉર્ક ખુબ ગમી ગયેલુ એટલે ત્યાં જ સેટલ થઈ ગયા. રીયલ એસ્ટેટ નો બિઝનેસ હતો પપ્પાનો પણ એમની ઇમાનદારી તો હમેશા એમની દુશ્મન જ રહી છે. હુ 5મા ધોરણમા હતો અને મારી બહેન 3મા. મોમ ડેડના ગયા પછી દાદિ સિવાય અમારુ કોઇ નહોતુ. પપ્પાએ અનાથ છોકરી સાથે પ્રેમ લગ્ન કર્યા એ કોઇને ઘરે નહોતુ ગમ્યુ. મારી મમ્મી NGOમા હ્તી. એ અનાથ હતી એટલે એ આ કામમાં જ પોતાને પરોવી રાખતી. પણ પપ્પા સાથે મુલાકાત થયા બાદ બધુ બદલાય ગયુ. અને બેવ પરણી ગયાં. પપ્પાએ વખતે નવા જ હતા બિઝનેસમા તોય ઘણી પ્રગતિ થઈ હોય છે.
ઍમના ભાઈઓ એ એમની સાદાઇનો લાભ ઉઠાવ્યો. બધી મિલ્કત લુંટિ લિધી. અમેરિકા આવ્યા પછી પપ્પાએ ફરિ સાહસ કર્યુ અને ભારત કરતા વધારે પ્રગતિ સાંધી લિધી. દાદિને હમેશાએ પોતની પાસે જ રાખતા. જેમ દૂધનો દાજ્યો છાશ પણ ફુંકી ફુંકીને પીવે એમ પપ્પા હવે બધા આસતીનના સાપને ઓળખી ગયા હતા. દાદિ અને મમ્મીના સપોર્ટને લીધે પપ્પાએ ખુબ પ્રગતિ કરિ. એમના ભાઈઓને વધુ લાલસા જાગી અને ભારતમા બેઠા બેઠા જ ખૂન કરાવી દિધુ. એ સમયે હુ મારી બહેન દાદિ પપ્પાની મુહબોલી બહેન એવા પ્રિત ને ત્યાં હતા. એટલે બચી ગયા. પ્રિતને ખબર પડતા જ અમને પપ્પાના ખાસ દોસ્તને ત્યા અમને મોકલી દિધા. જેમને ત્યાં અમે લગભગ આખુંય બાળપણ પસાર કર્યું હતું . જ્યારે પ્રિત દાદીને બધું જ કહેવા આવી ત્યારે મે બધુ જ સાંભળી લિધું. મમ્મી પપ્પાના બેસણામા જ્યારે પપ્પાના મોટા ભાઈ અને નાના ભાઈ આવ્યા ત્યારે મારા દિમાગમા ઝનુન પસાર થઈ ગયુ.
મારી પાસે રિવોલ્વર હતી પપ્પાની એ લઈને મે મોટા પપ્પા અને કાકાને સીધી છાતીમા ગોળી મારી. દાદી અને પ્રિત બેવ હેબતાઇ ગયા. દાદીએ પોલીસને જાણ કરી.

બધા ઍક્ધાર્યા મંતવ્યની કહાની સાંભળી રહ્યા હતા. ખુન જેવો વાતો આવતા પિહુ આદિત્યને ગળે વળગીને બધુ સાંભળતી હતી.

પછીના બે વર્ષ મેં બાળકોની જેલમા વિતાવ્યા અને મેં નાની ઉમરે દુનિયાને સમજી લિધી. પ્રિત મારો કેસ લડતી હતી અને જેવો છુટયો મને ખબર પડી કે દાદીએ તો મને જેલ થય પછી સદમા મા જ મરી ગયા. પણ દાદી જતા પહેલા મારી બહેન પપ્પાના ખાસ દોસ્તને ત્યાં આપી દિધી અને એ અને દત્તક લઇને ભારત આવી ગયા. દાદી એ બધી જ પ્રોપર્ટી અને પૈસા મારા નામે કર્યા જેથી હુ જેલમા છું ત્યાં સુધીમા મારી બહેન પર કોઇ નજર ના રાખે અને સલામત નિકળી જાય. દાદી સમજી ગયા હતા કે નાની ઉમરે મેં ખોટો માર્ગ લય લીધો હતો પણ ખુદને અને મારા પિતાના બિઝનેસને સંભાળી શકીશ. એ મારા માટે એક કાગળમા લખીને ગયા. " તારા પિતાના મૌતનો સાચો બદલો લેવો હોય તો તારી સગી ફોઇથી તારી બહેનને બચાવીને રાખજે અને તારા પિતાના બિઝનેસને ઊંચાઈઓ પર પહોચાડજે. જેમ તુ મારો પૌત્ર હોવા છતા સત્યનો સાથ આપ્યો અને તને
જેલ થઈતી તેમ તુ સત્યના સાથ માટે કંઈક કરજે. કોઇનુ ખુન કરી લેવાથી મરેલા મુડદા પાછા નથી આવતા દિકરા. તુ હજી ઘણો નાનો છે તુ પ્રિતને છોડીને ક્યાય ન જતો...... " આખોય પત્ર હુ વાંચી તો ગયો પણ એ ઉંમરમા મને આખાય પત્રમા એક જ વસ્તુ પર વધારે ધ્યાન ગયુ એ હતુ પપ્પાનો બચી ગયેલો એક કાતિલ જે હતી મારી ફોઇ. જે ભારતમા હતી. એટલે હુ પ્રિતને ગેમ તેમ સમજાવી ભારત આવી ગયો. દિલ્હીમા રહીને ભણવા લાગ્યો જ્યાં વિરાટ મલ્યો. એની સાથે દોસ્તી થઈ.
પણ મેં મારા કામને અંજામ આપી દીધો હતો પણ મને નોહ્તી ખબર કે એને નાની દિકરી હસે....

મંતવ્યની આંખો ભરાય આવી. મનુષ્કાએ એને પાણી આપ્યું. અને ફરી એણે આગળ કહેવાનુ સરુ કર્યુ.

મને અમેરિકાનિ જેલમા રહીને ખરાબ સંગ થઈ ગયો હતો. હુ ડ્રગ્સ લેતોતો, વ્હિસ્કી, બીયર , બકાર્ડિ , કોઇ બ્રાન્ડ બાકી નથી દારુની જે મેં ટેસ્ટ ના કરી હોય. પણ હા કોઇ છોકરી સાથેના લફળા નોહ્તા. પણ અહિયા આવીને વિરાટ મળ્યો અને એણે મારી લાઈફ સુધારી દિધી. પ્રિત ફોઇની છોકરી મિશાને NGO મા આપી આવ્યા. અને ગિલ્ટ દુર કરવા હુ એને મળવા જતો. એમા જુઠું બર્થ સર્ટિફિકેટ બનવાનુતુ એટલે પ્રિતએ મને પુછીને મારુ નામ લખી દીધું.

જીંદગી આવી જ છે.પોતના જ પોતના થઈને દગો આપી પારકા બની જાય છે અને પારકા , પારકા થઈને પણ પ્રેમ આપી પોતના બની જાય છે. પ્રિત સગી ફોઇ નોહ્તી છતા સગા ભાઈના છોકરા સમજી આજ સુધી અમારુ ધ્યાન રાખે છે. અને વિરાટ થકી થયેલા દોસ્ત... રામ , આદિ , રીશી , યશ ........ અને ત્સોમોરિરિમા તમેં બધા ભટકાઈ ગયા. દોસ્ત નામની કોઇ ચીઝ ના હોત ને તો ખબર નહિ સુ થાત મારુ આ દુનિયામા.....


એટલે મિશા મારી ફોઇની દિકરી છે મનુ... plz વિશ્વાસ કર મારો....

આઇ ટ્રસ્ટ યુ મન..... સો સોરી બેબી...

ઇટ્સ ફાઇન થયા કરે....

ત્યાં પિહુ બોલી વેઇટ.. તારી બહેન ક્યા છે?? અને તારા પપ્પાના ખાસ દોસ્ત....

મંતવ્યએ મનુષ્કાની સામે જોયું. મનુષ્કાએ એને આંખોથી સંમતિ આપી. પણ એને લાગ્યું મંતવ્ય નય કહી શકે એટલે એ જ બોલી.

પિહુ....... પિહુ તુ જ મંતવ્યની બહેન છે..... લંડનના તારા બાળપણના ફોટોસ તમે ફરવા ગયાતા એના જ હતા બાકી તારા મોમ ડેડ પણ અમેરિકા જ રહેતા હતા અને એ જ મંતવ્યના પપ્પાના ખાસ દોસ્ત હતા...

મંતવ્ય??!! મારો ભાઈ.....

હવે તુ ઉંમરનુ બહાનુ ના કાડતી કેમ કે સ્કૂલ પ્રમાણે તારા જેટલો અને બાકી વિરાટથી વર્ષ નાનો છું. મંતવ્ય બોલ્યો.

પિહુ અને મંતવ્ય એકબીજાને ભેટી પડ્યા. વર્ષો પછી બેવ ભાઈ બહેન એકબીજાને મળ્યા. ખુબ રડયા , એકબીજાને હુંફથી જોયાં. પિહુ ખુબ ખુશ થઇ ગઇ. મંતવ્યતો સાતમા આસમાને પહોંચી ગયો. અને પાર્ટી અનાઉન્સ કરી દિધી.....

આદિત્યને મિશા નિ જ ખબર હ્તી. મંતવ્યની બહેન પિહુ હસે એ એને નતી ખબર.
એટલે આદિત્ય બોલ્યો," અરે યાર મંતવ્ય ખરુ કર્યુ તે. તારે બનવાનુતુ દિયર અને થઇ ગયો મારો સાળો......"

અને બધા હસી પડ્યા. મનુષ્કા ભાવુક થઈને વિરાટ ભૈયાને ભેટી પડી.

મંતવ્ય અને આદિત્ય બોલ્યા ," તો અમે જઈએ ?? ચલ પિહુ તને ઉતારતા જઈશુ....."

પિહુ ના પાડે છે કેમ કે આજે એ મનુષ્કા સાથે રહેવા માગતી હોય છે. ત્યાં જ પિહુના ફોન પર સમ્રાટ ના ટપોટપ મેસેજ પડે છે.

" બે તુફાન આનુ શુ કરીશું ...... યારર ..."
" મેસેજ તો જો શુ છે..."

બેવ મેસેજ જોવે છે પુરેપુરા ફ્લિર્ટ કરતા મેસેજો હતા.

હાઈ પિહુ....
યુ લૂક સો અમેઝીંગ બેબી...
બાય ધી વે , કેન વી બીકમ ફ્રેંડ્સ ??....
અને 2 -3 ફાલતુ શાયરીઓ.....

પિહુ ,આ આમ સહેલાઈથી પીછો છોડે એમ લાગતું નથી હોકે.... આપડે સાવચેતી રાખવી પડશે.

હા તુફાન તુ છે ને એટલે મને કોઇ ટેન્શન નથી.....
ઇ લવ યુ મેરી તુફાનનનનન બોલતા જ એ મનુષ્કાને વળગી પડી....

બેવ બહેનપણીએ ઘણાં ટાઈમ પછી હગ કરી. અને ફરીથી વાતો ના વડા કરવા લાગ્યા....તો હવે સમ્રાટ શુ કરશે????

શુ દરેક વસ્તુ પાછળ કારણ હોય કે ના હોય??? આ સવાલ નો જવાબ તો મારી પાસે પણ નથી. તમારી પાસે હોય તો મને જરુરથી કહેજો.....


Instagram: the._mansi_.23
Next part coming soon......


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED