ek vaat kahu dostini - 12 books and stories free download online pdf in Gujarati

એક વાત કહું દોસ્તીની - 12


મનુષ્કા અને આદિત્યનો પ્લાન પિહુને સરપ્રાઈઝ પાર્ટી આપવાનો હતો.આદિત્યએ એને અનોખી રીતે પ્રપોઝ કર્યુ. અને સરુ થઈ એક નવા વિલનની એન્ટ્રી.... સમ્રાટ....
દિવાની એ સમ્રાટની કહાની દિવ્યાને કહેવાની સરુ કરી .
દરેક વ્યક્તિના જીવનમાં કોઈનેકોઈ ઘટના કારણભૂત હોય જે એના ભવિષ્યના સિધ્ધાંતો નક્કી કર્તા હોય છે. કે કોઈ સાથે કેમ વર્તવું , કેવી રીતે વાત કરવી , કોઈ પર વિશ્વાસ કરવો કે ના કરવો . એ અમુક સંજોગો એના માટે ટ્રસ્ટ, લવ , લસ્ટ, રિલેશન્સ, ડ્રીમ અને ઘણું બધુ બદલાય જતું હોય છે .

સમ્રાટના જીવનમા પણ એવી એક ઘટના થઇ હતી . એ 12 માં ધોરણમાં ભણતો હતો . એને એની સાથે ભણતી નિવિ સાથે પ્રેમ થઇ ગયો હતો . નિવિ એને દગો આપતી હતી જેની ખબર સમ્રાટને બહું મોડી પડી હતી. નિવિએ ક્યારેય એને પ્રેમ નહોતો કર્યો ત્યારથી સમ્રાટે નક્કી કરેલુ કે એ માત્ર છોકરીઓને યુઝ કરશે . અને એના ખરાબ આદત પડી ગઈ હતી. આજ સુધી નીવિના બદલામાં ઘણી બધી છોકરીઓની જિંદગી બગાડી દીધી હતી. એને બીજી પણ આદત હતી , જ્યાં સુધી એની નજરોને ગમેલી છોકરીને એ પૂરેપુરી પામી ના લે એ એનો પીછો ક્યારેયના છોડતો . સમ્રાટની પસંદ હવે પિહુ હતી. જ્યારે એણે દિવાનીના મોકલેલા ફોટોસ જોયા ત્યારથી એને પિહુ ...... ના ... ના .. ... પિહુનું શરીર ગમવા લાગ્યું હતું. ટૂંક માં સમ્રાટ હવસનો પૂજારી બની ચૂક્યો હતો.

આ તરફ પિહુ અને આદિત્યના પ્રપોઝ પ્રોગ્રામ પતી ગયો હતો. સનમ સુહાનીને એના ઘરે મૂકવા જતો હતો રસ્તા બેવ વાતો કરતાં હતા . સુહીએ સનમને પાછળથી કસીને પકડતા પૂછ્યું,'' તો ..... સનમ તું ક્યારે પ્રપોઝ કરીશ ??? ''
સનમએ એના ડાબા હાથને પોતાના હદય પર મુક્તા કહયું ,''
" મારી જાનુડી, તુ કે તો ખરી તરત ગોઠવી દવ. તારો સનમ તારા માટે કંઈ પણ કરી શકે હોકે." સુહાનીના ચહેરા પર એક કાતિલ સ્માઈલ આવી ગઈ.
" પણ સનમ જલદી કરજે હોકે કેમકે આજે તો રુહાનીને રીશી કેન્ડલ લાઈટ ડીનર પર ગયા છે. એન્ડ આઇ એમ સ્યોર કે રીશી વિલ પ્રપોઝ ટુ રુહાની. "
સનમએ એના ખભા પર રહેલા સુહાનીમા ગાલ સાથે પોતાની દાઢી ઘસીને ઓકે બેબી બોલ્યો. સુહાનીના આખાય શરીરમા ધ્રૂજારી થઈ ગઈ. અને બેવ વાતોમા વળગી ગયા.


રીશી રુહાનીને કેન્ડલ લાઈટ ડિનર માટે ચિખોદરા ચોકડી પાસે આવેલા કન્ટેઇનર બ્રીસ્ટોમા લઈ ગયો હતો.
ચારે તરફ કાચ અને કન્ટેઇનરમા બેસીને જમવાનો જલસો પડી જાય. સડસડાટ ચાલતી ગાડીઓ, ટ્રાફિકનો ઘોંઘાટ, કન્ટેઇનરમા વાગતું મ્યુઝિક, વાનગીઓની સુગંધ...... અહા આહા હા... મઝા આવી જાય.
રીશીએ લિનનનુ શર્ટ અને વ્હાઇટ પેન્ટ પહેર્યુ હતુ.એના સ્પ્રેની સ્મેલ રુહાનીને મદહોશ કરવા માટે પૂરતી જ હતી. રુહાનીએ વ્હાઇટ અને મલ્ટી કલરના ઉભા પટ્ટા વાળી ટોપ ટુ બોટમ ડંગરી પહેરી હતી. ઉપર તરફ એના ખભા પર માત્ર બે જ પટ્ટી હતી જેમાથી એના માખણ જેવા લીસા ખભા દેખાતા હતા. કાનમા મોટી ચોરસ લૂપ હતી, હોઠ પર ડાર્ક રેડ મેટ લિપસ્ટિક જોતા જ રીશી પાણી પાણી થઈ ગ્યો. આંખો પર આઇ લાઈનર, અને ઍ જ્યારે એના ચહેરા પર આવતી લટને એના લાંબા નખવાળી લાંબી આંગળીઓ વડે પાછળ તરફ ધકેલતી ત્યારે તો યાર.... જાન ન્યોચ્છાવર કરવાનુ મન થઈ જાય.
રીશીએ ચેર પાછળ કરી રુહાનીને બેસાડીએ એનિ સામે આવીને બેસી ગયો.

રીશીના પ્લાન મુજબ વેઈટર પહેલા બે કાચના ગ્લાસમા જ્યુસ આપી જાય છે. રુહાની એનો એવર ફેવરિટ કાચીકેરીનો જ્યુસ જોતા જ ગટકવા મંડે છે. ને રીશી એનો હાથ કપાળ પર પછાડે છે અને ક્ય બોલે એ પહેલા રુહાનીને ખાંસી ચાલુ થઈ જાય છે. રીશી બે હાથ મોઢું ઢાંકીને પહેલી બે આંગડિયો ખસેડીને આંખોમાંથી રુહાનીને જોવે છે. રુહાનિના હાથમા ગ્લાસમા નાખેલી રિંગ આવે છે. અને રિશી સોરી બેબી કહિને હસવા લાગે છે. રુહાનિને પણ હસવુ આવી જાય છે. અને બેવની રિલેશનશીપ શરૂ થાય છે......

હવે જોઇએ આપડા mr. રાઈટ ( યશ) એ દિવાનિ માટે શુ પ્લાન કર્યુ હોય છે. આદિત્યને ત્યાથી નિકળીને યશ દિવાનિને પુછે છે કે તુ મારી સાથે કચ્છ આવીશ?!
" અત્યારે??"
" અરે યાર ફ્લાઈટ છેને... અમદાવાદ થી ભુજ..."
" કઈ ઇમરજન્સી છે???"
" દિવાનિ આવવુ છે કે નય??"
" સારુઉઉઉઉ...... ચલ ... હુ પિહુને કહિ દવ ખાલી ."
દિવાનિને ખભેથી ખેંચીને બોલે છે એને ખબર હવે તુ ચલને યારર ...

ગણતરીના સમયમા તો યશ અને દિવાની માંડવીના દરિયા કિનારે હતા. યશ દિવાનિને ઉચકીને દરિયાની વધુ અંદર લય ગયો. યશએ એનું ડેનિમ ઊંચુ ચડાયુ, લાઈટ બ્લ્યુ શર્ટમાં એ બિલકુલ હીરો લાગતો હતો. પહેલા બે બટન ખુલ્લા હતા. દિવાનિ એમાંથી એના છાતીના વાળ જોઇ શકતી હતી. દિવાનીએ શોર્ટ ડાર્ક બ્લ્યુ સ્કર્ટ અને ઉપર ફ્લોરલ ટોપ પહેર્યું હતું. કાનમા પોમ પોમ ની બુટી પહેરી હતી. રાતનુ અંધારુ હતુ અને માંડવીનો દરિયો પણ પાગલ થયો હતો. યશ ઘુંટણીયે બેસી ગયો. બે હાથ પહોળા કરી મોટેથી બૂમ મારી......
" I LOVE YOU SO MUCH BABY ....."
દિવાનિ પણ એની સાથે નીચે બેસી ગઈ અને એને ટાઈટ હગ કરતા બોલી, હુ પણ તને ખુબ જ પ્રેમ કરુ છું મારી જાન..... "
અને બેવ અંગત પળોમા ખોવાય ગયા....

બસ હવે સનમ અને સુહાની , મંતવ્ય અને મનુષ્કા ની જ જોડ બાકી હતી......

આદિત્યની પાર્ટી પછી મંતવ્ય અને મનુષ્કા નાઈટઆઉટ કરવા નિકળ્યા.મનુષ્કાએ એને કીધું ઓય આ તરફ લય લે શાંતિથી બેસીએ.

" મન.... ઓ ...મન.... અરે યાર શુ થયુ તને આજે કેમ બોલતી બંધ છે તારી..." મનુષ્કા મંતવ્યના ગાલ ખેંચતા બોલી.
" મંતવ્યને એ માણસ નથી ગમત જે એની પ્રોમિસ ના પાડે." મંતવ્ય મનુષ્કા તરફથી મોં ફેરવી બિજી તરફ કરતા બોલ્યો.
" કેમ મેં ક્યુ પ્રોમિસ નથી પડ્યું ??"
" ઓહ તો મેડમ ને તો યાદ જ નથી." અને મંતવ્યએ એને એના તરફ ખેંચી એના કમરમા હાથ નાખી એની આંખોમા ગુસ્સાથી જોતા કહ્યુ," આજે કિધુતુંને વન પીસ પહેરજે. કેમ ના પહેર્યુ.?"
"તુ મારો બોયફ્રેન્ડ છે? તે તારુ માનું..." મનુષ્કાએ અલ્લડ સ્માઈલ આપતા કહ્યું.
" તો એમ વાત છે. વેઇટ "
મંતવ્યએ આજુબાજુ જોયા વિના જ મનુષ્કાના ચહેરાને બે હાથ વડે પકડીને એના હોઠ પર હોઠ મુકી કિસ કરી દિધી. થોડીવાર બાદ મનુષ્કાનો શ્વાસ ઘુટાવા લાગ્યો.
અને મંતવ્ય મનુષ્કાથી દુર થયો . મનુષ્કા હજી હાંફી રહી હ્તી. મનુષ્કાએ એને કોલરથી પકડયો ," આ શુ હતુ ?! મંતવ્ય WTF " મંતવ્યને લાગ્યું કે મનુષ્કા હમણા રડવા લાગશે. એટલે એ બોલ્યો," મનુષ્કા મને નથી લાગતુ કે મારે તને પ્રપોઝ કરવુ પડે. મનુષ્કાને પોતાની બાહોમા સમાવી એણે કીધું," મારા માટે અનુભવ વધારે જરુરી છે. કોઇને પ્રેમ કરીએ તો એ એને વારે ઘડીએ કહેવુ જરૂરી નથી હોતુ, પણ એ વ્યક્તિ એ પ્રેમ અનુભવે એ જરુરી છે અને તોય તને ખોટું લાગે તો તુ મને કોઇ પણ સજા આપી શકે છે."
જવાબમા મનુષ્કાએ માત્ર ટાઈટ હગ કરી ઍને.....
મનુષ્કા અને મંતવ્યએ ઘણી બધી વાતો કરી. પછી મંતવ્યએને ઘરે મુકવા આવ્યો. બાઇક પરથી મનુષ્કા ઉતરી અને મંતવ્યને ગુડ બાય કીધું. અડધેથી પાછી આવી અને મંતવ્ય એ question માર્ક જેવો ચહેરો કર્યો. તો મનુષ્કાએ મંતવ્યનો ચહેરો પકડ્યો અને રિટર્ન કિસ આપી.
મંતવ્ય હસતા હસતા બોલ્યો," બસ કર મનુ , લહુ મુંહ લગ ગયા..... " અને બેવ હસી પડ્યા.
" હેય , સાંભળ એ વાત પિહુને ના કેહતી હમણા."
" ચીલ મન. નય ક્વ..બાય..."
" બાય... હાર્ટબીટ ..."

સંકેત મંતવ્યના ઘરે જઈને એને ધમકાવવા માંગતો હતો. એની વાતએ અખિલને કહેતો હતો ફોન પર .
સંકેત જેવો બહાર નિકળવા ગયો કોઇ બારી કુદીને અંદર આવ્યુ. સંકેત સજાગ થય ગયો. એને રીવોલ્વર લોડ કરી રાખી અને પાછળ જોયું તો મંતવ્ય હતો.
" ઓહ ટોક અબાઊટ ડેવિલ એન્ડ ડેવિલ ઇસ હીયર..."
સંકેતએ દાંત કચકચાવીને કહયુ.
" તો તારા બાપાએ તો તારી ખબર લેવા આવવુ પડેને મારા વ્હાલા... " મંતવ્યએ પણ રિવોલ્વર ખિસ્સામા મુક્તા કહ્યુ.
" જો મંતવ્ય મનુષ્કા મારી છે અને એ મારી નય તો કોઇની નય. મરતા પહેલા પણ એને અડકવાનો હક માત્ર મને છે તને..... નય"
" એ તો મારી થઈ ચુકી છે પણ સંકેત... અને મારે તને તો સમજાવુ નય પડે કે મારી વસ્તુઓ હોય કે વ્યક્તિઓ એમના પર કોઇ મુસીબત આવે તો મંતવ્ય પણ સુલ્તાન મિર્ઝા બની જાય છે. "
" હા હા હા હા ..... તો તને હવે એ વાતની પડી જ નથી એમ ને....."
" ના. જેને કહેવાની હતી એને ખબર છે બધુ જ.. અને હા હુ તો તને કેટલાક પ્રૂફ બતાવવા આવ્યો હતો.તુ બેલ પર છુટયો છે. કેસમાંથી નહિ યાદ છે ને."
સંકેતને આ વાત સાંભળીને પરસેવો છુટી ગયો.
" તુ.. .. તુ એવુ ના કરી શકે..... મંતવ્ય તને હુ બરબાદ કરી દઇશ....."
" સપના મા પણ તુ એ નહી કરી શકે.... તુ મા#@$% હતો અને રહેવાનો."
મંતવ્ય ત્યાંથી નીકળી ગયો.

મનુષ્કાને કોલ કરી દિધો કે બધુ થઈ ગ્યું છે. શાંતિથી સુઇ જા હવે. બાઇક ચલાવતા ચલાવતા એ એરપોડથી વાતો કરતો હતો.
" બાય ધ વે, મન તારે....." કઇ પુછે એ પહેલા તો મંતવ્યએ કહ્યુ," એમ જ ને મારે કોઇ gf હ્તી કે નહી અને કોઇને કિસ કરીતિ કે નય . તો સાંભળો ઝાંસીના રાણી તુ પહેલી , મારો પ્રેમ પહેલો તુ , મારી પહેલી કિસની હકદાર તુ...... બધુ જ તુ અને ફકત તુ. "
" અરે વાહ...... અને સારું પ્રપોઝલ કોણ કરે...." અને ખડખડાટ હસી પડ્યા બેવ....

સંકેત આ તરફ ખુબ જ ગુસ્સામા હતો. ત્યાં જ અખિલનો ફોન આવ્યો.
" બોસ કોઇ વેનીશા તમારા માટે પુછપરછ કરે છે!!"
"હમ્મ.... કેવી દેખાય છે? હોટ અને સૅક્સી હોય તો એડ્રેસ આપી દે..." સંકેતની આંખોમા હવસ ઉભરાઈ આવી.
" હા બોસ . માલ તો છે જ."
" તો મોકલ....."

આ એ જ વેનિશા હતી જે ત્સોમોરિરિ કેમ્પમા મનુષ્કાના ગૃપને મળી હતી. જેણે મનુષ્કાની આંખો સામે એક છોકરીનો રેપ કરાવવાની કોશિશ કરી હતી.

સંકેત પણ વિચારવા લાગ્યો કે આ કોણ હસે??
ત્યાં જ વેનિશા આવી..
વેનિશા એ આવત જ પુછ્યુ તુ જ સંકેત છે ને જેની મનુષ્કા સાથે ટૂંક સમયમાં જ એન્જંગમેંટ છે.
" હા હુ જ છું. વેનિશાને ઉપરથી નીચે જોતા એ બોલ્યો.
ખરેખરેખર છોકરી કાતિલ લાગતી હ્તી.
અને ઍ પછી જે વેનિશાએ કહ્યુ એ સંકેતને માનવામા ન આવ્યુ. કેમ કે બેવના નિશાના પર મંતવ્ય અને મનુષ્કા જ હતા......અને વેનિશાનો પ્લાન પરફેક્ટ હતો. સંકેત બસ સપના મા ખોવાય ગયો.

વેનિશા નો પ્લાન શુ હસે???

વાંચતા રહો જલદી મળીએ.....

અને હા.... મને જરુર જણાવજો... આ નવલકથામા મે જે પ્રેમકથા ઉમેરીને જે ગુસ્તાખી કરી છે એ તમને કેવી લાગી........

Instagram: the._mansi_.23

Next part coming soon

બીજા રસપ્રદ વિકલ્પો