ઓપેરેશન દિલ્હી - ૨૨ Dhruv vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

ઓપેરેશન દિલ્હી - ૨૨

આ તરફ હુસેનઅલી ભાનમાં આવ્યો ત્યારે તેને તેનું માથું ભારે ભારે લાગતું હતું. થોડી વાર તો કઈ સમજમાં ન આવ્યું પરંતુ થોડી વાર પછી તેને બધું યાદ આવી ગયું. ત્યારે તેના ગુસ્સાનો પાર ન રહ્યો કેમ કે બે છોકરાઓ તેને ઉઠા ભણાવી ગયા. તેણે તરતજ આ સમગ્ર ઘટનાની જાણ એજાજને કરી. વધુમાં જણાવ્યું કે “હવે આ જગ્યા સુરક્ષિત નથી”
“તમે એક કામ કરો ઝડપથી બધો સમાન પેક કરી હોટેલમાંથી ચેક આઉટ કરવાની પ્રોસેસ પૂર્રી કરો ત્યાં સુધીમાં હું કઈ વ્યસ્થા કરવું છું.” એજાજ
એજાજે હુસેન અલી સાથે તેની વાત બધાને જણાવી અને કાસીમ ના બે માણસો ને હોટેલ પર મોકલ્યા. હુસેન અલી ને કાસીમ ના ગોડાઉન પર લઇ આવવા માટે પણ એજાજે આ કામ કરવા જેવું નહતું જેના કારણે એ લોકો આજે મુશ્કેલીમાં મુકાવાના હતા.
@@@@@@@@@

વિપુલે રાજ ના ફોન આવ્યા બાદ રાજદીપ સાથે વાત કરી એ લોકોને મદદ કરવા માટે જણાવ્યું ત્યારબાદ તેણે બીજા એક મિત્ર ને ફોને કરી તેને રાજ સાથે થયેલ તમામ ઘટના ની વાતો કરી તેને રાજદીપ વિશે જણાવ્યું.

વિપુલ ના એ મિત્ર નું નામ સુનીલ હતું. વિપુલ ની વાત સાંભળી સુનીલે તેને કહ્યું “આ તો ઘણી ગંભીર બાબત છે. અમારા બ્યુરો માં પણ એ મેસેજ છે કે કોઈક જગ્યાએ હુમલો થવા નો છે.”

“તો તમે એ બાબતે કોઈ પગલા લીધા કે નહિ.?” વિપુલ

“અમે એ બાબતે પૂર્વ તૈયારી કરી બધા મુખ્ય શહેરો માં પેટ્રોલિંગ તેમજ પુરતો સ્ટાફ અને દરેક શંકાસ્પદ માણસો ની તપાસ ચાલુ કરી દીધેલ છે. પણ હજુ સુધી કશું પણ હાથ લાગ્યું નથી.” સુનીલ

“તું અત્યારે એ લોકોને કશી મદદ કરી શકે એમ હોય તો તું પ્રયત્ન કર જે કેમ કે જ્યાં સુધી હું રાજ ને ઓળખું છું ત્યાં સુધી એ હવે આ ઘટના ને અંત સુધી છોડશે નહિ એ પોતાના જીવની પણ પરવાહ પણ નહિ કરે દેશ માટે.” વિપુલ

“તું રાજ નો કોન્ટેક્ટ નંબર અને ફોટો મોકલી આપ હું તપાસ કરાવી એ લોકોને કોઈ સેઈફ જગ્યાએ રાખવાની વ્યસ્થા કરવું છું,” સુનીલ

ત્યારબાદ વિપુલે સુનીલને રાજનો કોન્ટેક્ટ નંબર તેમજ ફોટો મોકલી આપ્યો.

@@@@@@@@

રાજદીપ,રાજ,પાર્થ,કેયુર અને અંકિત હોટેલના રૂમમાં બેઠા હતા.એ લોકો અત્યારે આગળની યોજના વિશે વિચારી રહ્યા હતા.

“આવતી કાલે મોલમાં પેલા મંત્રી આવવાના છે.જેને એ લોકો નિશાન બનાવવાના છે. માટે આપણે અત્યારે જ કશું કરવું પડશે.” રાજ.

“પણ હજુ સુધી આપણને પેલા નકશા વિશે પણ ખબર નથી પડી કે એ કઈ જગ્યા ના ફોટા અને નકશાઓ છે.”પાર્થ

પાર્થે હજી વાત પૂરી કરી ત્યાં રાજ ના ફોન પર રીંગ વાગી રાજે નંબર જોયો જે અજાણ્યો હતો. તેણે ફોને ઉપાડ્યો અને સ્પીકર પર રાખ્યો. એ ફોન સુનીલ નો હતો.

“ હેલો મારું નામ સુનીલ છે, હું રાજ સાથે વાત કરી રહ્યો છું?”.સુનીલ.

“હા, મારું જ નામ રાજ છે પણ હું તમને ઓળખતો નથી.” રાજ

“હું સુનીલ મહેતા I.B. ડીપાર્ટમેન્ટ માં કામ કરું છું. તમારો નંબર મને વિપુલે આપ્યો,તમે મને તમારું અત્યાર નું એડ્રેસ જણાવો તો હું અપને મળી રૂબરૂ વાત કરી શકું.” સુનીલ

રાજે બધા સામે પ્રશ્નાર્થ ભાવે જોયું બધાએ સહમતી દર્શાવી ત્યારે રાજે સુનીલ ને હોટેલ નું એડ્રેસ જણાવ્યું. લગભગ એક કલાક પછી તેઓના રૂમ ના દરવાજા પર ટકોરા પડ્યા.રાજે દરવાજો ઉઘાડ્યો. તેની સામે એક યુવાન ઉભો હતો. તેની ઉંચાઈ સાડા પાંચ ફૂટ હતી તે દેખાવે થોડો શ્યામ હતો. તેના ચહેરા પર ટ્રીમ કરેલી દાઢી હતી અને શરીર નો બાંધો આકર્ષક અને મજબૂત હતો તેણે તેનો પરિચય આપતા કહ્યું “હું સુનીલ મહેતા.”

રાજે તેને રૂમ માં આવકાર આપી. પોતાનો અને બધા નો પરિચય કરાવ્યો.

“વિપુલે મને ફોને પર બધી વાતો જણાવી છે છતાં પણ તમે મને પહેલેથી જણાવો.” સુનીલ

રાજે તેને બધી હકીકત થી વાકેફ કર્યો સુનીલે તેની વાત શાંતિ થી સાંભળી.

“આ બધી વાત માં તમે જે નકશા અને ફોટા ની વાત કરો છો એ ફોટા અને નકશા ક્યાંના છે? સુનીલ

“અમે પણ ક્યારે ના એજ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ પણ કશી ગતાગમ પડતી નથી.” રાજ ને બદલે રાજ્દીપે જવાબ આપ્યો.

“ હું જોઈ શકું?” સુનીલે પૂછ્યું.

અંકિતે તેને એ ફોટા બતાવ્યા સુનીલે એ બધા ફોટા પોતાના હેડ ક્વાટર પર મોકલ્યા અને માહિતી એકઠી કરવા કહ્યું. થોડા સમય સુધી બધા વાતો કરતા બેસી રહ્યા.થોડી વાર પછી સુનીલ ના ફોન પર રીંગ વાગી સુનીલ ફોન પર સામેના છેડે થી કહેવાતું સાંભળી રહ્યો હતો તેને ફોન મુક્યો ત્યાં સુધીમાં તેના ચહેરા પર ફરતા ભાવો બધા જોઈ રહ્યા હતા તેને ફોન મૂકી ફોનમાં કહેવાતી વાત તમામને કરી એ સાંભળી બધા શોક થઇ ગયા.