half words books and stories free download online pdf in Gujarati

અધૂરા વેણ.


અધૂરા વેણ..

💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐

કોણે કહ્યું કે તું શબ્દોથી આઘાત નથી કરતી !??
કરે છે ઘાત જ્યારે પાછી ફરીને વાત નથી કરતી..

💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐

એનું આમ અનિમેષ બની મને નીરખવું,
ને પછી મારા દિલનું અસમયનું સળગવું.

💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐

શમાવી લીધી છે મેં એ પીડા અંગતો તણી,
મારા હાસ્યના મુજ પર ઉપકાર ઘણાં છે.

💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐

માનું છું કે શબ્દોથી દિલનો બધો સાર નથી હોતો,
પણ પ્રણય થોડોક પણ એની બહાર નથી હોતો..

💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐

દર્દ ને આંખોથી ક્યારેય ઓઝલ ન કીધું,
જાણે દિલમાં એને કાયમી સરનામું દીધું.

💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐

મુજ આંખોને ઝીલવા પડશે ઘા હજાર અહીં,
ત્યારે જ તો પ્રણય સર્જાશે એની આંખો મહીં.

💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐

પવનની સાથે જ્યારે પણ તારી લટ લેહરાઈ,
પછી તારી સામે સમુંદ્રની ઓછી પડી ગહેરાઈ..

💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐

મગજ ખૂબ વાપર્યું છે આ ઘર સજાવવા,
બસ દિલ ના વાપર્યું તે એને ઘર બનાવવા..

💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐

એ સાચું છે કે આંસુઓ ક્યારેય બોલતા નથી,
પણ એના વગર દિલના દ્વાર કોઈ ખોલતા નથી..

💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐

ના ચીજ છું હું આ ધરા મહીં બેનામ,
પણ દરેક તોલ નો એક સર્થ્ય ધરાવું છું..

💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐

એ ચા તણાં મિલન ની યાદો હજુ અકબંધ છે,
પુસ્તકમાં સુકાયેલ ગુલાબ ની વાતો અકબંધ છે..

💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐

ક્યાંય નથી ઉમંગ, નથી કયાંય જીવન,
તારા વિના સૂકું છે મારું આ ઉપવન,

આવી ને એકવાર મન મૂકી વરસ ને,
ભીંજાવી દે ને તું સઘળું મુજ તનમન..

💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐

લોકોને લાગ્યું કે મીઠાશ એમની વાણીમાં હતી,
અમને લાગ્યું કે મીઠાશ આંખોના પાણીમાં હતી,

💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐

ખબર નથી પડતી કે જિંદગી ક્યાં આવીને ઊભી,
મળ્યો અર્ણવ કે પછી આવી રણને કાંઠે જ ઊભી..

💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐

તારા કોમળ હોઠોને થોડો વજૂદ અર્પી દે,
મૌન ક્યાં સુધી રહીશ એ બોજ અર્પી દે..

💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐

મુસાફર પ્રેમની રાહો તણાં આજે મને ઇલઝામ આપે છે,
લૂંટાવી છે વસંત જેના ઉપવનમાં આજ પાનખર માંગે છે.

💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐

ઝુકાવી નેણ ક્યારેક ઉઠાવો તો નજર અમારી સામે,
ખુલ્લું આકાશ અર્પ્યું છે અમે તમને ધરતી ની સામે..

💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐

તારી આ વાચાળ આંખોએ મને ભરમાયો છે,
હજારોની ભીડમાં મને એકલો જણાવ્યો છે..

💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐

શબ્દો તણી કરામત તો હું પણ કરી જાણું,
કહો તો મારા દરેક શબ્દ શબ્દે તમને માણું..

💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐

સ્વપ્નને પણ 'પર' નિકળી આવ્યા હતા,કોણ માનશે ??
અમે લાગણીઓના ખેતર વાવ્યા હતા,કોણ માનશે ??

મહોબતમાં પણ આજકાલ લોકો હિસાબ રાખે છે,
અમે વહાવી છે નિરંકુશ પ્રેમ સરિતા ,કોણ માનશે ??

💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐

શું થયું કેમ તારી કલમને, હવે ધાર નથી ???
શેહ નથી લાગી તને? શબ્દો ઉધાર નથી ??

💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐

આમ અમથી અમથી તો વાત શું કરું !?
વગર શબ્દો એ તો હું શરૂઆત શું કરું !?

💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐

આ માણસની જાત,
સીધું કદી માને નહિ;

ઈશ રૂઠ્યો છે આજ,
અમથું મસ્તક નામે નહિ..

💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐

ફૂલોને આજે ફોરમ માટે તરસ ભમરાની લાગી,
પ્રકૃતિના પ્રેમની તણી જોને કેવી કેવી છે ઝાંખી.

💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐

હજુ મંજિલ ની સફરમાં ઘણા ઉતારા મળશે,
ક્યાંક તમારા મળશે ને ક્યાંક અમારા મળશે..

💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐

કોણ કહે છે ?? કે મુક્ત રીતે હું બોલી નથી શકતો ??
મારી આંખોમાં જો કોઈ શબ્દ મને તોળી નથી શકતો.

💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐

Thank you
... ✍️ Er. Bhargav Joshi

💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED