*એક અવસર* વાર્તા... ૨૩-૧-૨૦૨૦
આજના સમયમાં તમે શું અને કેવો નિર્ણય લીધો એનું મહત્વ છે અને લીધેલા નિર્ણય ને વળગી રહી ને સમાજમાં એક દાખલો બેસાડવો એ
જ મહત્વ છે એના માટે હિમ્મત અને માણસાઈ
હોવી જરૂરી છે સાહેબ... બાકી સોસયલ મિડીયામાં લખવું અને મેસેજ ફોરવર્ડ કરી ને ભારતીય સંસ્કૃતિ ને અને સ્ત્રી ને સન્માન આપી શકાય નહીં.. એવી જ એક ઘટનાથી આખો પરિવાર ચર્ચાઈ ગયો..જ્યારે સમાજ બે હિસ્સામાં વે'ચાઈ ગયો એક સચ્ચાઈ ના પક્ષે રહ્યા અને એક સ્ત્રી ની વિરુદ્ધ રહ્યા... આવાં સમાજમાં કોઈ એકલો દીવડો આપી આપીને કેટલું અજવાળું આપે જો સમાજ અને કુટુંબ ના સાથ સહકાર આપે તો મળીને જો દીવડા ને પ્રગટાવીએ તો તહેવાર જેવુ લાગે અને સમાજમાં પડઘો પડે....
મહેસાણા જિલ્લાના નાનકડા ગામમાં હમણાં જ ભાડે રહેવા આવેલા કાઠિયાવાડથી... રેખા બેન અને શૈલેષ ભાઈ...
સાથે દિકરી હતી જે બેજીવસોતી હતી... એક દિકરો હતો કરણ... આજુબાજુના કોઈ સાથે બહું વાત ના કરે... અને દિકરી ચૈતાલી તો કોઈ સાથે વાત જ ના કરે... આજુબાજુના લોકોમાં ચણભણાટ થવા લાગ્યો કે આ છોકરી કુંવારી છે અને મા બનવાની છે એટલે જ અહીં ભાડે રહેવા આવ્યા છે ને કોઈ સાથે બોલતાં નથી પણ પાપ કેટલાં દિવસ છૂપું રહેશે
એક ના એક દિવસ તો છાપરે ચડીને પોકારશે...
આમ લોકો અંદર અંદર ચર્ચા કરતાં... રેખા બેન નાં કાને આ વાતો પડી પણ એમણે ચૂપ રહેવાનું મૂનસિબ માન્યું...
શૈલેષ ભાઈ તો અઠવાડિયામાં શનિ રવિ જ ઘરે આવતા હતા.. કરણ મહેસાણા કોલેજ કરતો અને પા ટાઈમ નોકરી કરતો હતો એટલે એ પણ રાત્રે જ ઘરે આવતો... મા દિકરી આખો દિવસ એકલાં જ હોય એટલે લોકો પણ એમને સંભાળાવા મોટે મોટેથી બોલે... આ બધું સાંભળી ચૈતાલી રડી પડતી... રેખા બેન સમજાવતા કે હજુ તો શરૂઆત છે બેટા. તું આમ હિમ્મત હારી જઈશ તો કેમ ચાલશે... આમ કરતાં સોસાયટીમાં રહેતા એક સંશોધન કરવા વાળા વ્યક્તિ એ રેખા બેન લોકો જ્યાં થી આવ્યા તા એ કાઠિયાવાડ ના ગામ જઈને માહિતી લઈ આવ્યા કે ચૈતાલી કોલેજ રોજ બસમાં જતી આવતી હતી અને કોલેજમાં રોમિયોગીરી કરતો જીતેન. એ જ શહેર ના એ ધનાઢ્ય બાપનો બગડેલો નબીરો હતો...
ચૈતાલી રૂપરૂપના અંબાર હતી પણ સાદગી થી જ રહેતી હતી... ચૈતાલી ની પાછળ પડી ગયો એ જીતેન નબીરો... ચૈતાલી એ ઘરે વાત કરી તો એનાં પિતા અને ભાઈ કોલેજમાં આવી પ્રિન્સીપાલ ને મળ્યા... પ્રિન્સીપાલે જીતેન ને ઠપકો આપ્યો અને આવું ફરી કરશે તો કોલેજમાં થી નિકાળી દઈશ એવી ધમકી આપી...
એક દિવસ જીતેન એનાં બે-ત્રણ લુખ્ખા ભાઈબંધો ને લઈને ચૈતાલી ના ઘરે ગયો અને રેખા બેન ને મોં પર કપડું બાંધી ને બાજુ ના રૂમમાં બાંધી દીધા... ચૈતાલી એ બૂમાબૂમ કરી આજુબાજુના ભેગા થયા એમને ધમકી આપી ને ચૂપ રહેવા કહ્યું અને ચૈતાલી પર એ નરાધમો એ પાશવી અત્યાચાર ગુજાર્યો... ચૈતાલી એ બચવા કોશિશ કરી તો એને માર માર્યો અને હેવાનિયત નો ખેલ ખેલ્યો... ચૈતાલી બેભાન થઈ ગઈ...
જીતેન અને એના સાથીઓ જતાં જતાં પડોશીઓ ને ધમકી આપી કે જો આ લોકો ને સાથ આપ્યો અને પોલીસ માં જાણ કરી તો તમારી બેન દિકરીઓ ની આનાથી વધુ ખરાબ હાલત કરીશ... કહી જીતેન અને એની ગેંગ જતી રહી... એમનાં ગયા પછી એક પડોશી હિમ્મત કરીને રેખાબેન ના હાથ પગ છોડે છે. રેખા બેન બહાર આવી ને ચૈતાલી ની દુર્દશા જોઈ ને રડી પડે છે અને એને કપડાં પહેરાવીને શૈલેષ ભાઈ ને ફોન કરે છે...
શૈલેષ ભાઈ આવ્યા અને પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ લખાવી પણ તરત જ જીતેન ઘરે આવી ધમકી આપે છે કે પ્રિન્સિપાલને ફરિયાદ કરવાનું પરિણામ જોયું ને હજું સંતોષ ના થયો તે પોલીસ ફરિયાદ કરી... હજુ બાકી રહી ગયું છે...
તમારે આ અહીં શાંતિ થી જીવવું છે કે સામુહિક આત્મહત્યા કરવી છે...
ડરના માર્યા શૈલેષ ભાઈ એ પોલીસ ફરિયાદ પાછી લઈ લીધી...
સમય જતાં ચૈતાલી ને આ અત્યાચાર થી ગર્ભ રહી ગયો..
પણ એ આઘાત માં એટલી બધી ડૂબી ગઈ હતી કે એને કે રેખા બહેન ને ધ્યાન જ ના રહ્યું.... અને ગર્ભપાત નો સમય નિકળી ગયો...
એટલે...
એ ગામ ને છોડી ને...
ઘરને તાળું મારી ને અજાણ્યા ગામમાં ભાડે રહેતાં હતાં...
રેખા બહેન ની બાજુમાં ફોજી નું ઘર હતું એ થોડાં દિવસો ની રજા લઈ ને માતા પિતાને મળવા આવે છે અજીતસિંહ ફોજી...
અને પેલાં સંશોધન કર્તા ભાઈ બધાને ભેગા કરીને આ લોકો ને ઘર ખાલી કરી જવા ધમકાવે છે કે પેલો જીતેન શોધતો અહીં આવશે તો અમને પણ નહીં જીવવા દે... રેખા બેન અને ચૈતાલી બધાં ને વિનંતી કરે છે પણ કોઈ સાંભળતું નથી આ બૂમાબૂમ અજીતસિંહ સાંભળીને બહાર આવે છે અને પૂરી વાત જાણે છે અને પછી બધાને ધમકાવી ને ઘરે મોકલે છે... અને રેખા બેન અને ચૈતાલી ને આશ્વાસન આપે છે...
પછી ઘરે જઈને પોતાના માતા પિતાને કહે છે કે આમાં ચૈતાલી નો શું વાંક છે???
હું ચૈતાલી નો સ્વિકાર કરવા માગું છું એના આવનાર બાળક સાથે...
માતા પિતા સમજાવે છે પણ અજીતસિંહ એક જ વાત કરે છે કે તમે એનો સ્વીકાર કરો તો એની જિંદગી સુધરી જશે...
આમ પણ હું તો ફોજી છું... સરહદ પર કંઈક થઈ જાય તો તમારૂ કોણ???
અજીતસિંહ ના માતા પિતા હા પાડે છે...
ત્રણેય ભેગા થઈને રેખા બેન ને વાત કરી ચૈતાલી ને સમજાવે છે...
અજીતસિંહ ચૈતાલી ને કહે હું તને એક વચન આપું છું મને એક અવસર આપ હું આવનાર બાળક નો બાપ જ બની રહીશ અને તને પત્ની તરીકે નો હક આપીશ પણ ક્યારેય તારા શરીર પર માલિકી હક્ક નહીં જતાવુ...
રેખા બેન કહે ચૈતાલી ના પિતા આવે પછી વાત...
શૈલેષ ભાઈ આવ્યા અને એમણે પણ અજીતસિંહ ની વાત માન્ય રાખી...
અજીતસિંહ ની રજા પૂર્ણ થાય એ પહેલાં કોર્ટમાં ચૈતાલી અને અજીતસિંહ ના લગ્ન થઈ ગયાં...
સોસાયટીમાં થી બધાં એ વિરોધ નોંધાવ્યો પણ અજીતસિંહ પાસે કોઈનું કંઈ ચાલ્યું નહિ...
સમય જતાં ચૈતાલી એક દિકરા ની મા બની...
રેખા બેન અને શૈલેષ ભાઈ પાછાં પોતાના ગામ જતાં રહ્યાં...
ચૈતાલી અજીતસિંહ ના માતા પિતા ની દિલથી સેવા કરે છે...
ભાવના ભટ્ટ અમદાવાદ.....