દરેક સંબંધ આપણી પાસે બે વસ્તુઓ માંગે છે અને એ છે:1)Personal Space & 2) Quality Time.જો આ બે વસ્તુ આપી શકીએ તો સંબંધ ટકી રહેવાની શક્યતા વધી જાય છે.Personal Space એટલે એવી Space જ્યાં કોઈ વ્યક્તિ એમ કહે આપણને કે મને થોડીવાર એકલું રહેવા દે અને આપણે એમને અને પરિસ્થિતિને સમજીએ અને વાત માનીએ એ જેમ કહે તેમ કરીએ તો એને Personal Space આપી કહેવાય.Ultimately દરેક સંબંધને થોડી Space જોઈતી હોય છે જ્યાં વ્યક્તિ એવું ઇચ્છે કે એના જીવનમાં કોઈ સવાલ જવાબ ન કરે.અત્યારે કોઈ પણ સંબંધ નિભાવવો એને આજીવન ટકાવી રાખવા માટે ઘણા બધા અડચણ આવતી હોય છે કારણ કે હવે મનનો તાગ લેવો અઘરુ થતું હોય છે.આપણને ખબર જ નથી રહેતી કે આપણી કઈ વાત સામે વાળી વ્યક્તિ ને નહિ ગમે અને ક્યારે નાની વાતમાં પણ વાંધો પડી જતો હોય છે.આપણને હંમેશા કોઈનો સાથ, પ્રેમ, હૂંફ ગમતી હોય છે અને આપણને આ બધાની ઝંખના પણ હોય છે.આપણને એકલતા ક્યારેય પસંદ નથી હોતી.અંદરખાને દરેક વ્યક્તિને એવો ડર હોય છે કે આ વ્યક્તિ મને છોડી તો નહીં દેને? પણ જિંદગીની હકીકત આ જ છે કે આપણે જીવનસફરમાં ક્યારેક તો છોડીને જતા હોઈએ છીએ કાં તો આપણા સંગિની આપણો સાથ છોડી ચાલ્યા જાય છે અને થઈ જઈએ છીએ છે આપણે પાછા એકલા.જો આપણે પ્રેમ અને હૂંફને ઝંખીએ છીએ તો આપણે સંબંધ સાચવવાના પ્રયાસ કેમ નથી કરતા? માન્યું કે જ્યાં આપણી કદર ન હોય, જ્યાં કાયમ આપણને જ દોષી જણાવતા હોય તો ત્યાં સંબંધ નિભાવવાની મજા ન આવે ત્યાં Good Bye કહેવામાં જ સાર છે કારણ કે દરેક વસ્તુની મર્યાદા હોય છે એમ આપણી સહનશીલતાની પણ હદ આવી જાય છે.જ્યા આપણા સમજવા અને સમજાવવા છતાં પણ સંબંધમાં સમસલાહ ન થતી હોય તો એ સંબંધનો ભાર પણ ન વેઢરાય.
સંબંધ સજાવવાનો અને સાચવવાનો છે એક સોનેરી નિયમ,
અસત્ય,દેખાડો કરવાની ટેવને બાજુએ મૂકીને,
સથવારો લઈએ પ્રેમ અને સમજણનો,
નિભાવા સંબંધને કોઈ એકને તો નમતું પડે મૂકવું,
બે'ય જણાં જો અહમ રાખે તો નીવડી શકે હાનિકારક સંબંધ માટે,
કોઈ વાતમાં બે પાત્રો હોય હંમેશ સાચા એવું બને કઈ રીતે?
ક્યારેક તો મંતવ્ય પણ જુદા પડતા હોય છે બે વ્યક્તિઓના,
તો એવું કેમ મનાય આપણાથી કે હું સાચી/સાચો?
હોય છે બે જણ પોતાની રીતે સાચા!
સંબંધ નિભાવવાની જવાબદારી કાયમ બે વ્યક્તિઓની હોય છે.એકને જો સંબંધ અળગો કરવો હોય તો બીજા પાત્રમાં એટલી તાકાત પણ હોવી જોઈએ કે એને સમજાવી-મનાવી સંબંધ ટકાવી શકે, બાકી જો બે પાત્રો બાળકની જેમ જિદ્દ કરીને સંબંધ તોડી નાખશે તો એ કેવી રીતે ચાલશે? આખરે ક્યાં સુધી આપણે એકલા રહીશું? છેવટે આપણી એકલતાની પણ હદ તો આવશે જ ને? સંબંધમાં એકબીજાની ભૂલો સ્વીકારવાની અને કબૂલવાની તૈયારી હોવી જોઈએ.કોઈ પણ સંબંધ એકતરફી નથી હોતો,તાળી પણ એક હાથે નથી વગાડી શકતા તો સંબંધ કોઈ એક વ્યક્તિથી કેવી રીતે નભે? સંબંધ નિભાવવાની તૈયારી બે તરફથી હોવી જોઈએ.સંબંધમા બંધન નથી હોતુ,એ આપણને બંધન એટલા માટે લાગે છે કારણ કે આપણે એકબીજાને સરખી રીતે સમજી નથી શકતા માટે પ્રથમ સમજીએ એકમેકને ત્યાર બાદ કોઈ સંબંધ બનાવીએ.કોઈ એક જણથી ભૂલ થઈ જાય તો એને તરત સવાર સુધી ભૂલીને એક નવી શરૂઆત કરીએ.
*रात गई बात गई* આનો અમલ કરીએ તો ઘણા સંબંધની ગૂંચ એમ જ ઉકેલાય જાય.
Conclusion:'પછી જ ફૂલ ને કાંટાઓમાં તિરાડ પડી,
સંબંધો સારા હતા બેઉના વસંત સુધી.'