જીવનમાં જોઈએ બીજું શું??
અશ્રુ વહેતી આંખોને લૂછનાર,
આથી બીજું જોઈએ શું?
ઉદાસીમાં હસાવી શકે એવું એક જણ,
આથી વિશેષ બીજું જોઈએ શું?
આપણી પરવા કરી શકે એવી વ્યક્તિ,
જીવનમાં જોઈએ બીજું શું?
આપણા ગુસ્સા પાછળનું કારણ સમજી શકે,
બીજું જોઈએ શું જીવનમાં?
દુઃખને પણ આપણા સુખમાં ફેરવી શકે એવો સાથ,
જોઈએ બીજું શું જીવનમાં?
આપણા અહમને સમજી શકે,
આથી વિશેષ જોઈએ બીજું શું?
આપણી ચૂપકીદી ને સમજી શકે એવી વ્યક્તિ,
આથી બીજું જોઈએ શું?
ગમતી વ્યક્તિનો સાથ જોઈએ આજીવન,
જીવનમાં જોઈએ બીજું શું?
સમજી શકે આપણને દરેક સ્થિતિમાં,
જોઈએ બીજું શું જીવનમાં?
આપણી એકલતાને દૂર કરી શકે એવી વ્યક્તિ,
બીજું જોઈએ શું જીવનમાં?
આ જો બધું આપ્યું છે જિંદગી તે મને,
તો હવે આથી વધારે માંગુ બીજું શું તારી પાસે હું??
**********
ले ले जिंदगी मेरा इम्तिहान तु,
अभी तेरा दौर चल रहा है,
जब आएगा वक्त मेरा तब लेंगे तेरा भी इम्तिहान तगड़ा,
थोड़ा सब्र कर लें, शाय़द मेरे दिन ख़राब हो सकते हैं,
पर तु नहीं!
**********
ये जिंदगी भी ज़िद्दी है मेरे तरह,
मैं थक कर रूकना नहीं चाहती,
और उसे मुझे इस सफर में हराने से फुर्सत नहीं,
देख ले तु ये कहीं तेरी ज़िद्द तुझ पर ही भारी न हो,
क्योंकि तु जितना हराएगी उतनी बार मेरे जितने का हौसला दुगुना होता जायेगा,
वादा मेरा रहा ये तुझसे, तुझे हराकर मैं जितूंगी,
है यह चुनौती तुझको, मुझे हराने का हर प्रयास कर लें तुं,
पर तेरी हर कोशिश नाकाम रहेगी,
मैं तेरी यह रणभूमि की हूं एक शूरवीर योद्धा,
जो तेरी दी गई हुई छोटी-छोटी समस्या से घबराकर,
रख दूं मैं मेरे शस्त्र नीचे,
और कर लूं मैं शरणागति तेरी स्वीकार!!
***********
*એક કપ ચા*
ચાલ જિંદગી,આજ આપણે સાથે બેસીને Coffee પીએ,
બોલ તું Coffee પીસ?
તારા માટે કરાવું કઈ Coffee ઓર્ડર?
Dalgona કે Cappuccino?
કે તને ફાવશે ટપરીની Coffee?
આજે સાથે બેસીને કરીએ થોડી ગપશપ,
અને થોડા થઇએ હળવા જીવનમાં,
તને નહીં પીવી Coffee?
તો તારે ચા પીવી છે?
બોલ કઈ ચા મંગાવું તારા માટે,
કે માણીએ આપણે ચાની ચૂસકી કપરી પર જ,
આજે તું જે કહીશ એ બધું કરીશ હું,
કારણ આજ મારે તને ખુશ જોવી છે,
મારે તને તાજગીસભર જોવી છે આજે,
અને તારી સાથે જ વાતો કરીને ઉમેરવો છે જીવનમાં મારા અનેરો ઉત્સાહ,
તને પણ હું જીવવાની ચાવી બતાવું,
અને એનું નામ છે 'એક કપ ચા'!
********
જો જિંદગી, તારી આ સફરમાં કોઈ કેટલો પ્રેમ કરે છે કોઈને,
જિંદગી તારી આ સફરમાં કોઈ કેટલું છે ફિદા કોઈ પર,
ચાલ જિંદગી, તને હું શીખવું કે કોઈના જેવું કેમ બનાય છે,
તારી આ સફરમાં બધા કોઈકને ચાહે છે, તો ક્યારેક તું પણ એમને મન મૂકીને લાગણી વરસાવી દે ને,
એ કેટલાં પ્રયાસ કરે છે તને ખુશ કરવાના,
તો હવે તું પણ અમને રાજી કરી દે ને,
આમ શું કરે છે તું,
ચાલ ને માની જાને હવે,
અને વિસરાવી દે ને તું અમારા સમસ્ત દુઃખ,
તું પણ થઈ જો કોઈ પર ફિદા, તને તારી જ પરિભાષા સમજાય જશે!
*********
જિંદગી, મંઝિલ સુધી મારી પહોંચવામાં ગતિ સહેજ ધીમી છે,
નથી પહોંચી એ Finishing Line સુધી,
તો તું એમ ન સમજતી કે હું હારી ગઈ તારાથી,
તુજ ને હરાવી હું હારી જાવું એમાંની છું,
તે હજી ક્યાં જોઈ છે મારી ક્ષમતા,મારું સામર્થ્ય પણ બાકી તારે જોવાનું,
હું લડી તારા અનેક પડકારો સામે,અને જીતી પણ ખરી હું,
તો પણ તને શોખ છે મુજને પડકારવા નો?
લલકાર તું લલકાર મને, જોવું મુજને તું કેટલું લલકારી શકે છે મને,
મારે જોવો છે તારો પડકારોનો ખજાનો,
હું પણ તો જોવુ તું મારા માટે લાવે ક્યાંથી આટલી ચુનૌતી?
મને મંજૂર છે તારા સઘળા પડકાર,
બસ તું એટલું જણાવી દે કે હું જીતું તો ભેટ શું આપીસ મને?
કઈ નહીં ચાલ માત્ર અભિનંદન પાઠવી દેજે!