લાગણીભીની મુલાકાત Bhavna Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણીભીની મુલાકાત

*લાગણીભીની મુલાકાત* વાર્તા.. ૧૪-૧-૨૦૨૦

અનમોલ મળે જયાં લાગણી ના ખજાના.સબંધ એજ લાગે છે મજાના.. આમ જ ક્યાંક વ્હાલ તો ક્યાંક વેદના ની વાત છે, ક્યાંક એક લાગણીભીની મુલાકાત ની વાત છે... વીરહ ની વ્યથા માં ટુકી મુલાકાત છે... ક્યારેક દિવસ વીતી જાય છે બંધ આખે, ક્યારેક ખુલ્લી આંખે ગુજારવી પડે રાત છે.. અને અચાનક જીવનના એ સપના આમ જ પૂરા થઈ જાય છે...
આવી જ એક મજાની ઓફિસની એક મુલાકાત નો પ્રેમ અમર થઈ જાય છે...
ગાંધીનગર ની આઈ.ટી કંપનીમાં નોકરી કરતો અમલ...
ઓફિસમાં બધાને મદદરૂપ બનતો એટલે એ બધાં નો માનિતો હતો..
ઓફિસમાં સાથે કામ કરતી મોનિકા હમણાં ત્રણ મહિના થી જ કંપનીમાં કામે લાગી હતી...
અમલ એન્જીનીયર માસ્ટર ડિગ્રી સાથે પાસ કર્યું હતું તો કોલેજ કેમ્પસમાં થી જ મળેલી આ કંપની માં નોકરી એ લાગ્યો હતો...
અમલ ને જોઈ ને મોનિકા એનાં આવાં અનોખાં વ્યક્તિત્વ તરફ આકર્ષિત થઈ...
મોનિકા ચાંદખેડા રહેતી હતી... રોજ કંપની ની ગાડીમાં આવતી હતી...
અમલ ગાંધીનગર જ રહેતો હતો...
અમલ ઓફિસમાં કામ કરતો હતો .. ઉતરાયણ નજીક હોવાથી સ્ટાફ માં પાંખી હાજરી હતી...
ઘણાં બધાં લોકો પોતાના ગામ અને ઘણાં લોકોને ફરવા જવાનું હોવાથી રજાઓ મૂકી જતા રહ્યા હતાં...
ઓફિસમાં બપોરે રિશેષ પડી... અમલ રોજ કેન્ટિનમાં જઈ જમી લેતો...
આજે મોનિકા અમલના ટેબલ પાસે આવી અને કહ્યું કે હું તમારી સાથે જમી શકું...???
અમલ કહે ચલો સાથે જમી આવીએ...
અમલે ફોર્મલ પેન્ટ અને પ્લેન બ્લ્યુ શર્ટ પહેર્યું હતું જેમાં એની પર્સનાલિટી જોરદાર પડતી હતી... પગમાં બ્લેક બૂટ એનાં વ્યક્તિત્વને એક અનોખો પ્રભાવ પાડતો હતો...
મોનિકા એ પિન્ક સલવાર કુર્તી પહેર્યા હતા અને વાળ છુટ્ટા હતાં અને પગમાં એવીજ પિન્ક કલરની મોજડી હતી...
જેથી એનું રૂપ વધારે નિખરી ઉઠ્યું હતું...
બન્ને વાતો કરતાં કેન્ટિનમા આવ્યા...
જમવાનું મંગાવી રાહ જોવા લાગ્યા...
મોનિકા કહે એક વાત કહું અમલ..
અમલ કહે હાં બોલો..
મોનિકા કહે...
ચાલ એક સંબંધ પતંગ-દોરા જેવો બાંધીએ.. હું દોરો હોઉં અને તું પતંગ બનીને સાથે ઉંચે આભમાં ઉડીએ.. ચાલ એક સંબંધ લાગણી ભીનો બાધીએ... ના તૂટીએ, ના ફાટીએ તેવી કાળજી એકમેક ની રાખીએ..ના કોઈની કાપાકાપી, ના કોઈની દેખાદેખી કરીએ..બસ આભની અનંત દુનિયા આંબવા ને એકમેક ના સથવારે ઉડીએ... અપલક નયને તને જોવાય જાય છે.. ને પછી અા દિલ થી ધબકારો ચૂકી જવાય છે...
મેં તને ઓફિસમાં જોયો એ પહેલી મુલાકાત થી તને પ્રેમ કરું છું...
પણ મને કહેતા સંકોચ થતો હતો...
આજે હિમ્મત કરી છે...
તમારા જવાબ ની રાહ જોવું છું...
અમલ કહે મને પણ એ તારી પહેલી મુલાકાત થી જ તમે ગમો છો ...
પણ મારા માતા-પિતા પચાશ પંચાવન ઉંમરના છે પણ હજુ ય નાના બાળકો જેવા છે...
જે નાની-નાની વાતમાં એકબીજા સાથે ઝઘડી પડે છે...
તો મારે એમને સાચવવાની જવાબદારી છે... મારી મોટી બહેન મેઘા પ્રેમ લગ્ન કરીને લંડન જતી રહી છે...
બીજું કોઈ છે નહીં એટલે હું તમને કંઈ કહી શક્યો નહીં...
પણ જો તમે મારા માતા પિતા ને અપનાવી શકો તો મારી હા છે...
મોનિકા કહે મારા પણ માતા પિતા ની જવાબદારી મારી જ છે ...
મોટી બહેન ના લગ્ન થઈ ગયાં છે... અને એ બેંગલોર છે...
નાનો ભાઈ હજુ ભણે છે અને એ કેનેડા છે ....
તો ...
આપણી જવાબદારી સરખી છે...
જો તમને મારો પ્રેમ મંજૂર હોય તો આપણી ઓફિસમાં ઉતરાયણ ની રજા છે તો મારાં મમ્મી-પપ્પા ને મળી જજો...
અમલ કહે સારું...
ઉતરાયણ ના દિવસે અમલ મોનિકા ના ઘરે જઈને મોનિકા ના માતા પિતાને મળીને બધી વાત કરે છે અને એમની મંજૂરી મેળવે છે...
ઉતરાયણ ના બીજા દિવસે મોનિકા અમલના ઘરે જઈને અમલના માતા-પિતા ને પગે લાગી ને બધી વાત કરે છે...
અને નક્કી કરે છે કે છ મહિના અમલના ઘરે મોનિકા અને એનાં મમ્મી-પપ્પા પણ સાથે રહેશે...
અને બીજા છ મહિના મોનિકા ના ઘરે અમલ‌ અને એનાં મમ્મી-પપ્પા રહેશે... જેથી કોઈ પણ વડીલો એકલાં ના રહે...
અને પ્રેમની ગરીમા જળવાઈ રહે....
પ્રેમ એટલે આપણી તમામ તકલીફોને ભૂલી તારા મારાં એક એક અરમાનોને પુરા કરવા અથાગ બનીને આપણું મથવું..
આમ ઓફિસમાં થયેલી એક મુલાકાત જીવનભર નું સંભારણું બની ગઈ અને લાગણીભીની મુલાકાત જીવવાનું બળ બની ગઈ.....
ભાવના ભટ્ટ અમદાવાદ.....