ઓવર ટાઈમ AJ Maker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

ઓવર ટાઈમ

ઓવર ટાઈમ


“પપ્પા આજે પણ મારા પ્રોગ્રામમાં ન આવ્યા, એમને મારા ટેલેન્ટની કદર જ નથી” ૧૬વર્ષના વિશ્વાસે ટ્રોફી સોફાપર ફેકીને ગુસ્સામાં બાજુના સોફા પર બેસતાં કહ્યું. “બેટા, એ ઓફીસના કામમાં ફસાઈ ગયા હશે અથવા ઓવર ટાઇમ કર્યો હશે. તારા પપ્પા આપણા માટેજ મહેનત કરે છે ને...” નિશાએ પોતાના પતિ રાકેશની પરિસ્થિતિ સમજાવતાં કહ્યું. રાકેશ ઘણીવખત આવીજ રીતે ઓફિસમાં બીઝી થઇ જતો અને વ્યવહારમાં, પ્રસંગોમાં કે વિશ્વાસની સ્કૂલના ફંક્શનમાં પહોચી ન શકતો. ત્યારે નિશા વિશ્વાસને સમજાવતી. રાકેશે બાળપણમાં પૈસાની અછતના કારણે ઘણી ઈચ્છાઓ મારી હતી અને જુવાનીમાં પૈસા ભેગા કરવા માટે ઈચ્છાઓ અધૂરી છોડી હતી. પોતે જોએલા દિવસો તેના પરિવારને ન જોવા પડે એટલામાટે તે ઓવર ટાઇમ કરતો, પોતાના શોખ પૂરા ન કરતો, બને ત્યાં સુધી પોતા માટે વધુ ખર્ચ પણ ન કરતો, પરંતુ ઘરના સભ્યો માટે ક્યારેય કોઈપણ વસ્તુ ઓછી ન પાડવા દેતો. એમને દરેક સુવિધાઓ પૂરી પાડતો. પણ પોતે ક્યારેય એ સુવિધાઓ ભોગવી ન શકતો. કોઈપણ જાતની ફરિયાદ કર્યા વગર એ બસ કામમાં પરોવાયેલો રહેતો. ઘરનાં સભ્યોને ક્યારેય એ વાતની ભનક ન પાડવા દેતો કે તેણે ક્યાં ક્યાં પોતાની કઈ ઈચ્છા અધૂરી છોડી છે. ક્યારેય એ વાત માટે ઘરમાં તંગ વાતાવરણ ઉભું ન કરતો કે ન કોઈને કઈ કહેતો. પોતાના રોજંદારીના જીવનમાં હમેશા ખુશ જ રહેતો. પૈસાનું જીવનમાં શું મહત્વ છે? તે એ ખૂબજ સારી રીતે સમજતો હતો. એમ કહી શકાય કે ઘરમાં સુખની દિવાળી આપવા એ પોતાના સુખને દીવાસળી દઈ ને જીવી રહ્યો હતો.
રાત્રે ૧0:૩૦વાગે પોતાની ઓફિસની ચેમ્બરમાં ઓવર ટાઇમ કરી રહેલો ૩૮ વર્ષનો વિશ્વાસ આ બધું યાદ કરી રહ્યો હતો. વર્ષો પહેલા તેના પિતા જે પરિસ્થિતિમાં જીવ્યા હતા આજે એવી જ પરિસ્થિતિમાં વિશ્વાસ જીવી રહ્યો હતો. આવા સમયે તેને પિતાએ કરેલા સંઘર્ષોનો ખ્યાલ આવતો. ત્યારેજ તેનો ફોન વાગ્યો. “મેઘાની સ્કૂલનું ફંક્શન પતિ ગયું છે તેને ફર્સ્ટ પ્રાઈઝ મળ્યું છે. અમે ઘરે જવા માટે નીકળી ગયા છીએ તમે હવે સીધા ઘરેજ આવજો.” વિશ્વાસે ફોનમાંજ મેઘાને અભિનંદન પાઠવ્યા અને પાછો પોતાના કામે વળગી ગયો.
* * * * * *
‘પિતા’ આ શબ્દને વરદાનમાં જ સંઘર્ષ, ત્યાગ અને બલિદાન મળેલા છે. ગમે તેવી બેફિકરાઈથી જીવતો પુરુષ હોય, પણ જ્યારે તે પિતા બને છે ત્યારે જાણે તેનો એક નવો જ જન્મ થાય છે. આ નવો જન્મ જીવનનાં અંત સુધી જવાબદારીઓથી ભરેલો જ રહે છે, ઇચ્છાએ કે અનિચ્છા એ એક પિતામાં આવા ગુણોનો વિકાસ કુદરતી રીતે જ થઇ જાય છે. પરિવાર માટે આખું જીવન ખર્ચવાના બદલામાં એને કંઈ વિશેષ જોઈતું નથી હોતું, પરંતુ ઘણી વખત બદલામાં બાળકો દ્વારા અને ક્યારેક પત્ની કે પરિવાર દ્વારા મળતા મીઠા કે કડવા ઠપકા પણ હસતા મોઢે સહન કરવાં પડે છે. કારણ કે એમની પાસે ફરિયાદ સાંભળવા માટે પિતા છે, પણ એક પિતા પાસે એની ફરિયાદ સાંભળનારું કોઈ જ નથી હોતું. કદાચ ક્યારેક કોઈક સામે હૃદય ખોલીને આવા વિષયમાં વાત પણ જો કરે તો સામે થી જવાબદારીનું ભાન કરાવનારા લોકોના લાંબા લાંબા પ્રવચનો સાંભળવા પડે છે.
આપણા સમાજમાં પહેલેથી જ પુરુષને ફરિયાદ કરવાનો અધિકાર આપવામાં જ નથી આવ્યો. હા, એક સંતાન તરીકે, એક ભાઈ તરીકે કે પછી પ્રેમી તરીકે એ ક્યારેક ફરિયાદ કરી શકે છે, ક્યારેક જૂજ પ્રસંગોમાં એવું જોઈ શકાય કે પતિ બન્યા પછી પણ એની ફરિયાદ કોઈ સાંભળનારું મળે, પરંતુ એક પિતા બન્યા પછી કોઈ જ જાતની ફરિયાદ એના તરફથી સમજવી તો ખૂબ દૂરની વાત છે, પણ માત્ર સાંભળવી પણ કોઈ યોગ્ય નથી સમજતું. બીજા લોકોનું કે સમાજનું તો ચાલો સમજ્યા, એ જતું કરી શકાય, પરંતુ અમુક પ્રસંગોમાં તો એવું જોયું છે કે ખૂદ તેની પત્ની પણ પતિના સ્ટ્રગલને સમજવાની જગ્યાએ તેને દોષ દેવા લાગી જાય છે. આવા સમયે એક પતિ અને પિતા બન્નેની સહન શક્તિની ખરી કસોટી થાય છે.
પુરુષ જો ઓછું કમાય તો આળસુ કે અસમર્થ ગણાય, વધુ કમાવવા માટે વધુ કામ કરે, વધુ સમય ઘરથી બહાર રહે તો ઘર માટે બેફીકર, કઠોર કે પૈસાનો પુજારી અને એમાં પણ જો મન હળવું કરવા મિત્રો સાથે બેસવા જાય તો રખડું માનવામાં આવે. જ્યાં જ્યાં આ વાર્તાની પાત્ર નિશા જેવી સમજદારી જોવા મળે ત્યાં ત્યાં પુરુષ એક પિતા તરીકે સાચા અર્થમાં જવાબદાર સાબિત થાય છે. પણ, જ્યાં આવી સમજદારીનો અભાવ હોય છે, ત્યાં એક પુરુષ એક પિતા કે એક પતિ તરીકે પણ સમાજની નજરમાં યોગ્યતા નથી મેળવી શકતો.
એક પિતાના પૌરુષત્વને ઠેસ પહોચાડવા કરતાં તેની માનસિક અને શારીરિક પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરીએ, તેની અંદર ધરબાયેલી લાગણીઓને સમજવાનો પ્રયાસ કરીએ તો કદાચ ક્યારેય એક પુરુષ પોતાને એક પિતા તરીકે અસફળ નહિ માને, પરિણામે પરિવાર દ્વારા મળતો પ્રેમ અને પત્ની દ્વારા મળતી હૂંફ તેની માનસિક સ્વસ્થતામાં, મુશ્કેલીઓ સામે લડવાની તેની ક્ષમતામાં અઢળક સુધારો અને વધારો કરી દેશે.
By – A.J.Maker