The Author AJ Maker અનુસરો Current Read એક રાત By AJ Maker ગુજરાતી સામાજિક વાર્તાઓ Share Facebook Twitter Whatsapp Featured Books ધ ગ્રેટ રોબરી - 4 વિશ્વની એ લુંટ જેના લુંટારા ઝડપાયા નથી.... હીરા અને ઝવેરાતની... સંઘર્ષ જિંદગીનો - 3 ( ગયા અંકથી આગળ )સવાર પડે છે. અને અજય પથારીમાંથી ઉઠે છે.... મારા અનુભવો - ભાગ 25 ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 25શિર્ષક:- હતાશાલેખક:- શ્રી સ્વ... લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-35 લવ રિવેન્જ-2 Spin off Season-2 પ્રકરણ-35 “કૂઉઉઉઉ....!” “પ્... પાવર ઓફ યોર સબકોન્શીયસ માઈન્ડ અચેતનમન ખુબ સમજદાર છે. એ તમારા બધા પ્રશ્નોના જવાબો જાણે છે.... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા શેયર કરો એક રાત (21) 1.2k 4k એક રાત“એ એક રાતે મારું આખું જીવન બદલી નાખ્યું આકાશ, ઉમર નો અડધો પડાવ પાર કર્યા પછી પણ હું બીજા કોઈની નથી થઇ શકી.” તાજ હોટેલના રૂમમાં કપડા વ્યવસ્થિત કરીને આકાશ સામે બેસતાં વૈશાલી એ કહ્યું. વૈશાલી અને આકાશ કોલેજ સમયથી પ્રેમમાં હતાં. સાથે રહેવાના બહાને એક જ કંપનીમાં જોબ કરી. પણ આકાશના રૂઢીચુસ્ત પરિવારમાં ઈતર જ્ઞાતિમાં પ્રેમ લગ્ન કરવા માટે કોઈ સ્થાન ન હતું. ઘણા પ્રયાસો પછી પણ બંને એક ન થઇ શક્યા. ખૂબજ દુઃખ સાથે અલગ થવા માટે બંને મળ્યા હતા. વરસાદના દિવસોમાં જયારે કોઈ યુગલ એક થવાના સપનાં સેવતું હોય ત્યારે આ બંને અલગ થવાના અને વિરહમાં રીબાવાના દિવસો માટે તૈયારી કરી રહ્યા હતા. પણ એ જ વરસાદે બંનેનું પ્રથમ અને અંતિમ મિલન સર્જ્યું. બહાર વરસાદ ધોધમાર વરસી રહ્યો હતો અને હોટેલના રૂમમાં બંનેનો પ્રેમ પ્રથમ અને અંતિમ વખત એકબીજા પર વરસી રહ્યો હતો. એ એક રાત બાદ પરિવારના આગ્રહના કારણે આકાશે લગ્ન કર્યા, ફેમીલી બિઝનેસ સંભાળ્યું અને બિઝનેસ વધારવા માટે શહેર છોડીને મુંબઈ આવી ગયો. જયારે વૈશાલી એ આકાશ સિવાય બીજા કોઈનો પડછયો પણ પોતા પર પડવા ન દીધો. એ સંપૂર્ણ થયા પછી પણ અધૂરી જ રહી, એકલી રહી, પણ ક્યારેય આકાશનો કોન્ટેક્ટ કરવા નો પ્રયાસ ન કર્યો. સમય જતાં વૈશાલી એ પોતાનું બિઝનેસ સ્થાપ્યું અને બિઝનેસ ને વધારવામાં જ પોતાનું જીવન ગાળ્યું. આકાશની યાદો સાથે, વિરહની, એકાંત ની વેદના સાથે.વર્ષો પછી પોતાની કંપનીને રી-પ્રેઝન્ટ કરવા વૈશાલી મુંબઈ એક બિઝનેસ ફેસ્ટિવલમાં આવી, જ્યાં ફરીથી એની મુલાકાત આકાશથી થઇ. વર્ષો પછીનો પ્રેમ પાછો જાગૃત થયો અને બંને તાજમાં એકાંતમાં મળ્યાં. લગ્ન જીવન વિશેના સવાલ સામે વૈશાલીનો આવો જવાબ સાંભળીને આકાશ ડગાઈ ગયો. બહાર વરસાદ ધોધમાર વરસવા લાગ્યો હતો અને અંદર આકાશની આંખોમાંથી એ એક રાત સાથે વિતાવ્યાનો અને વૈશાલીનું જીવન એકાંત ભર્યું કરવાનું દુઃખ મુશળધાર વરસી રહ્યું હતું.* * * * *ખૂબ જ કપરી પરિસ્થિતિ સર્જાય છે જયારે આપણે જાતેજ આપણા માટે ફરિયાદી બની જઈએ છીએ. અસીલ પણ આપણે, ગુન્હેગાર પણ આપણે, વકીલ પણ આપણે અને જજ પણ આપણેજ હોઈએ છીએ અને ખાસ કરીને પશ્ચાતાપની ભાવના ત્યારે અતિશય ડંખવા મંડે છે જયારે સામેએ વાળી વ્યક્તિએ પ્રેમના કારણે કોઈ ફરિયાદ જ ન કરી હોય, અને આખું જીવન કોઈ જાતની ફરિયાદ કર્યા વિના બંને એ કરેલી ભૂલનું પરિણામ એકલા ભોગવી હોય.કહેવા માટે કે વિચારવા માટે એકલા જીવવું સહેલું છે, કારણ કે મુવી કે સીરીયલમાં ઘણા પાત્રોને એકલા જીવતા જોયા હોય છે, ક્યારેક કોઈક વ્યક્તિ પણ એવા મળી જાય છે જે પોતે એકલા રહ્યા હોય. પરંતુ મુવી કે સીરીયલ વાળા એ એકલા જીવવાવાળા પાત્રની એકાંતની વેદના દર્શાવી નથી શકતા, અને આપણે જોએલી વ્યક્તિનું દુઃખ આપણે જોઈ નથી શકતા. એમણે એકાંતના સમયમાં અનુભવેલી પીડા અસહ્ય અને અવર્ણનીય હોય છે ઘણી વખત અકથનીય પણ હોઈ શકે. જેથી આપણે માત્ર એમની હિંમતને જોઈએ શકીએ છીએ વધાવી શકીએ છીએ, પણ એ હિંમત કેળવવા માટે એમણે લાગેલો સમય અને એ સમય દરમિયાન એમણે ભોગવેલી યાતનાઓ વિષે આપણે સમજી શકતા નથી કે સમજવા માટે સમર્થ પણ હોતા નથી.આ વાર્તામાં પણ એવુજ છે, આકાશની એકલાની ભૂલ ન હતી, છતાંય એકાંત ભોગવવાનો વારો માત્ર વૈશાલીનો આવ્યો. જ્યારે તેને પોતાની ભૂલનું ભાન થયું ત્યારે વૈશાલીનું જીવન વ્યતીત થઇ ચૂક્યું હતું. જે દિવસોમાં પોતે પૂર્ણ દામ્પત્ય ભોગવી રહ્યો હતો, પરિવાર સાથે ખુશીઓ મનાવી રહ્યો હતો એ દિવસોમાં વૈશાલી કોઈજ જાતની ફરિયાદ કર્યા વગર એકાંત, વેદના, વ્યથા, તરસથી જજૂમી રહી હતી.મુવીસનાં સોન્ગ્સમાં કે ડાયલોગ્સમાં સાંભળવું ખૂબ જ સારું લાગે છે કે “તું એકવખત મળી જાય તો આખું જીવન હું તારી યાદોમાં વિતાવી દઈશ.” (આ સંદર્ભ બીજા ઘણા અર્થમાં પણ લેવાતો હોય છે.) પણ જયારે હકીકતમાં આવું બને ત્યારે એક વખત મળ્યાનો સંતોષ ગમે તેટલો મોટો હોય પણ સાથે ન રહી શકવાના અને એના પછી હંમેશ માટે એકલા રહી જવાના વિચારો ઘણાયનાં ઓશિકા ભીંજવી નાખતા હોય છે.સંબંધ પર કોઈ પણ કારણોસર પૂર્ણ વિરામ લાવું પડ્યું હોય, પણ એ પૂર્ણ વિરામ લાવતા પહેલા ક્યાંક એવું કોઈ પગલું તો નથી ભરી લીધું ને કે બીજી વ્યક્તિ એ પગલું ભરવાની સજા આજીવન ભોગવતી રહે એ ખાસ વિચારવાની જરૂર છે. એકલા રહેવાનો નિર્ણય વૈશાલીનો જ હતો, પણ એ પહેલા જે પગલું લેવાયું એમાં સંમતિ બંનેની હતી, પણ પરિણામ ભોગવવાનું માત્ર વૈશાલીને ફાળે આવ્યું. આકાશ જ ગુન્હેગાર છે એવો તાત્પર્ય નથી પણ આપણે જેને પ્રેમ કરીએ છીએ ક્યાંક એ આપણા કારણે દુઃખી ન થાય એ વિચારીને આગળ વધવું જરૂરી છે. સુખમાં ભાગીદાર ન બની શકીએ તો કંઈ નહિ પરંતુ એના દુઃખનું કારણ તો ન જ બનીએ, એના એકાંતનું, કાંટાળા જીવનનું કારણ ન બનીએ એટલું એક વખત જરૂર વિચાર કરજો.By - A.J.Maker Download Our App