બસ, પ્રેમ છે AJ Maker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બસ, પ્રેમ છે

બસ, પ્રેમ છે...


“આજે ફરી એને જોઈ, ફરથી પ્રેમ થઇ ગયો...” ૧૬જુલાઈ, ૨૦૧૬ના અમિતે ફેસબુક સ્ટેટસ અપડેટ કર્યું. ૧00થી વધુ લાઈક્સ અને ૨૫થી વધુ કમેન્ટ્સ આવી. જેમાં હર્ષિતાની એક કમેન્ટ હતી, “ઓ હીરો, કોણ છે એ? મને પણ નહિ કે? પ્રપોઝ કર્યું કે નહિ? કહેતો હોય તો હું હેલ્પ કરું, આમ પણ તું સાવ ફટટુ છે.” અમિતે કઈ રીપ્લાય ન આપ્યું, પણ બાકીના ૧૦મિત્રોએ હર્ષિતાના ફેવરમાં રીપ્લાય આપ્યાં. વર્ષ ૨૦૧૧/૧૨માં અમિત અને હર્ષિતા બી.એડ. કોલેજમાં સાથે હતા. બીજા સેમેસ્ટરની શરૂઆતમાંજ અમિતે હર્ષિતાને પ્રપોઝ કરેલું, પણ હર્ષિતાએ ખૂબજ સાહજિકતાથી જણાવી દીધું કે, એ અને અમિતનો ખાસ મિત્ર નીતેશ એકબીજાનાં પ્રેમમાં છે. હર્ષિતાની ‘ના’ કરતાં નીતેશે છુપાવેલી વાતનું અમિતને વધુ દુઃખ થયું, પણ અંતે તેણે સહર્ષ બંનેના પ્રેમનો સ્વીકાર કર્યો અને હર્ષિતાને ખાતરી આપી કે એનો પ્રેમ બંનેની મિત્રતામાં વચ્ચે નહી આવે. કોલેજ પત્યા પછી પણ હર્ષિતા અને અમિત સારા મિત્ર રહ્યાં. અમિત માસ્ટરડીગ્રીમાટે વડોદરા ચાલ્યો ગયો અને ત્યાંથી એમ.એડ. કમ્પ્લીટ કરીને શહેરની બી.એડ. કોલેજમાં જોબ કરવા પાછો આવ્યો. ત્યાં સુધીમાં હર્ષિતા અને નીતેશના લગ્ન થઇ ગયા. હર્ષિતા અને નીતેશના આગ્રહ છતાં, એ લગ્નમાં હાજરી ન આપી શક્યો. આજે શહેરમાં આવતાંની સાથેજ તેણે નીતેશ અને હર્ષિતાને ખરીદી કરતાં જોયાં, થોડીવાર ત્યાંજ છુપાઈને બંનેને જોયા પછી, બી.એડ. સમયના બીજા મિત્ર પ્રશાંતના ઘરે આવીને તેણે ફેસબુક અપડેટ કર્યું.
“યાર હવે તો લગ્ન કરીલે, એણે તો લગ્ન પણ કરી લીધાં. હર્ષિતા માટે હજી શું છે તારા મનમાં?” પ્રશાંતે ફેસબુક અપડેટ જોઇને અમિતને કહ્યું. અમિતે એક ઊંડો શ્વાસ લઈને આંખો બંધ કરીને માત્ર એટલુંજ કહ્યું. “બસ, પ્રેમ છે....”
* * * * *
પ્રેમ જેવા સરળ શબ્દને આજે લોકોએ કોપ્લીકેટેડ બનાવી દીધો છે. જે પ્રેમમાં માત્ર બીજાની ખુશી, સમર્પણ અને અનુભૂતિ છે, તે પ્રેમમાં આજે પોતાની ખુશી, લગ્ન ન થઇ શકવા બદલનો અફસોસ અને ક્યાંક વાસના જોવા મળે છે. કદાચ પ્રેમનાં દેવતા આ બધું જોઇને ખૂબજ દુઃખી થતા હશે.
કાલે જ ફેસબુક પર કાજલ ઓઝા વૈદ્યમેમનો એક વિડીઓ જોયો હતો જેમાં એમણે કહ્યું હતું કે “પ્રેમ કરવાની શક્તિ ઈશ્વરે માત્ર મનુષ્યે આપીછે, જો તમે કોઈને પ્રેમ કરી શકોછો તો પોતાને ભાગ્યશાળી માનો અને ખૂબ પ્રેમ કરો.” એકદમ સાચી વાત કહી એમણે, પણ આ જ મનુષ્યને પ્રેમ એટલે નિસ્વાર્થ ભાવના, સાહજિકતા, સમર્પણ વગેરે જેવા શબ્દો શીખવવા પડે તેમ છે. કારણકે વાસના માટે તો પ્રાણીઓ પણ પ્રેમ કરે છે, એમનામાં પણ મૈથુન ઈચ્છા રહેલી છે, પણ એ પ્રેમ નથી. કદાચ આજે માનવની ભાવનાઓ પણ ધીરે ધીરે પ્રાણીઓ જેવી થતી જાય છે, જે પ્રેમને માત્ર પામવું, મેળવવું વગેરે જેવી કહેવાતી લાગણીઓનો આધાર માની લે છે.
આપણા સમાજમાં એવી માનસિકતા ફેલાઈ રહી છે કે બે અજાણ્યા વ્યક્તિ જો કુંવારા હોય તો જ પ્રેમ કરી શકે, જો બંને માટી એક પણ પરણેલા હોય તો તેને “લફરું” કહેવામાં આવે છે, હા, જો વાસના અંતર્ગત આ સંબંધ બંધાયો હોય તો એ ખોટું છે પણ જ્યાં માત્ર પ્રેમ કરવાની કે મેળવવાની અપેક્ષા હોય ત્યાં આ સંબંધ પવિત્ર છે. કારણકે, ત્યાં પ્રેમ સિવસ બીજી કોઈ અપેક્ષા જ નથી.
“એ મારી કેર કરે, મારો બર્થ ડે યાદ રાખે જો ન રાખી શકે તો મને સાચો પ્રેમ નથી કરતો” જેવા તારણો નીકળી આવે, અને અમુક સપોટર્સ પાછા એમને સપોર્ટ પણ કરે કે સાચી વાત છે એને તારી કદર જ નથી, મેં તો પહેલાં જ કહ્યું હતું કે એ તારે લાયક નથી યુ ડિઝર્વ બેટર ઓપ્શન” જ્યાં ઓપ્શન શોધવા પડે, કે ઓપ્શન દેખાતા થાય ત્યાં સમજજો કે પ્રેમ ક્યારેય હતોજ નહિ.
ક્યારેક પ્રેમની આવી અવદશા જોઇને ખૂદ પ્રેમ પર દયા આવી જાય, કે ક્યાં સાત્ત્વિકતા, નિસ્વાર્થપણું અને વ્યક્તિને આનંદ આપતું પ્રેમ? અને ક્યાં પોતાપણું અને નફરતનું કારણ બની જતું પ્રેમ? કેટલો તફાવત છે બંનેમાં, પણ એ તફાવત જૂજ વ્યક્તિઓ જ સમજી શકે છે.
મારી દૃષ્ટિએ પ્રેમની કોઈ લાંબી લચક વ્યાખ્યાઓ ન હોય મિત્રો ! પ્રેમ એક અનુભૂતિ છે, અનુભવ છે, લાગણી છે જેને માત્ર “આઈ લવ યુ, આઈ લવ યુ 2 “ કહીને વર્ણવી કે દેખાડી ન શકાય. એને માત્ર અનુભવી શકાય અને સામેના વ્યક્તિને ફિલ કરાવી શકાય, બસ, એ સિવસ બીજું કંઈજ ન હોય. કહેવા માટે આ વિષય પર ઘણું છે, કદાચ એક આખી બૂક બની શકે, પણ ટૂંકમાં સમજીએ અને સાચા અર્થમાં કોઈને પ્રેમ, માત્રે પ્રેમ કરતા થઇ, કોઈજ અપેક્ષાઓ, શરતો વગર તો કદાચ પ્રેમનો અર્થ બદલાય કે ન બદલાય પણ આપણું જીવન જરૂર બદલાઈ જશે. એક વખત જરૂર વિચાર કરજો.
By – A.J.Maker