આજના યુગનો રાવણ Bhavna Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આજના યુગનો રાવણ

*આજના યુગનો રાવણ*. વાર્તા..

મોજીલાલ નામ પ્રમાણે જ મોજીલા હતાં... મોજીલાલ ની હાઈટ બોડી હતી અને કાયમ સફેદ સફારી જ પહેરતાં... પણ મનનાં તો કાળા જ હતાં... મોજીલાલ ના પત્ની કુસુમબેન સીધા,સાદા અને ભક્તિ ભાવ વાળાં હતાં...
મોજીલાલ ને બલ્બ બનાવાની ફેક્ટરી હતી... જ્યાં બધાં કારીગરો અને સ્ત્રીઓ પણ કામ કરતી હતી... મોજીલાલ એ સ્ત્રી ઓ ને નાની મોટી મદદ કરતાં અને પછી નોકરી ના સમય પહેલાં એમનાં ઘરે પહોંચી એમના છોકરાઓ ને ઘરવાળા ને મદદ કરી એક સારા માણસ હોવાની છાપ પાડી દે... પછી એ સ્ત્રી નો ઉપયોગ કરી ને કહે જો તેં કોઈ ને આ વાત કરી તો નોકરીમાં થી નિકાળી દઈશ...
અને
તારાં ઘરે આવી તારાં ઘરનાં ને કહીશ કે તું જ એવી છું... મેં તને રંગે હાથે પકડી તો હવે એ મારી ઉપર આરોપ મુકે છે એવું કહીશ....
અને સાંભળ
મને ખુશ રાખીશ તો મારી રાણી બનાવી રાખીશ...
આમ અલગ-અલગ સ્ત્રીઓ ને આવું કહી ને ફસાવે અને રંગરેલિયા મનાવતા...
મોજીલાલ ને બે દિકરા અને એક દિકરી હતાં... મોટા દિકરાનું નામ રોશન હતું... નાનાં નું નામ પ્રિતેશ હતું... દિકરી નું નામ સંગીતા હતું...એ લોકો ભણતાં હતાં...
કુસુમ બેન ના કાને ઘણી વખત આવી વાતો આવતી પણ એ તો એમ જ કહે આખો દિવસ જેમ ફરવું હોય એમ હરેફરે ...
રાત્રે તો ઘરે જ આવશે ને... જશે ક્યાં???
આમ મોજીલાલ પોતાના રૂપિયા અને શેઠ પણા નો ભરપુર ફાયદો ઉઠાવે...
ફેક્ટરીમાં માતાજી નું મંદિર બનાવ્યું હતું તો સવાર સાંજ ધૂપ કરે અને કપાળમાં કંકુ નો મોટો ચાંદલો કરે...
આજુબાજુની ફેક્ટરી નાં કોઈ પગે લાગવા આવે તો જાણે પોતે કોઈ સંત હોય એમ આશિર્વાદ આપે...
અને જો કોઈ સ્ત્રી આવી અને પગે લાગી તો બરડા માં હાથ મૂકીને આશિર્વાદ આપે એ બહાને હાથ ફેરવી લે...
હદ તો ત્યાં થાય મોજીલાલ ની કે પોતાના નાના ભાઈઓ પત્ની ને પણ પોતાની જાળમાં ફસાવી દે...
મોજીલાલ જે એરિયામાં રહેતા હતા ત્યાં ગીતા કરીને એક છોકરી રહેતી હતી એની વિધવા માં સાથે તો એને આવતા જતા જોઈ ને પોતાની ફેક્ટરીમાં નોકરી એ રાખી અને પછી એને એવી ફસાવી અને એનો ઉપયોગ કરી ને છોડી દીધી ...
ગીતા હાલ પણ ગાંડી ( પાગલ ) થઈ ને ફરે છે અને સફેદ કપડાં વાળા ને પથ્થરો મારે છે...
રાવણ તો ખરેખર સારો હતો જેણે સીતા માતા ને હાથ પણ નહોંતો લગાવ્યો તોય એને દશેરા એ બાળવામાં આવે છે...
અને આવાં ને રાવણ લખતાં ય રાવણ નું અપમાન થયું હોય એવું લાગે છે...
એનાં કરતાં...
આવાં મોજીલાલ ને જીવતાં સળગાવી દેવા જોઈએ...
પણ અફસોસ
એવું કંઈ થતું જ નથી..
કારણકે આ બધા અંઠગ ખેલાડી હોય છે અને અભિનય કરીને લોકો માં પોતાની સારી છાપ ઉભી કરે એટલે એમની સામે આંગળી કોણ ચીંધે...
અને એનો જ ફાયદો ઉઠાવે આવાં મોજીલાલ...
પાછાં મોટા મોટા નેતાઓ, પોલીસ અને માથાભારે તત્વો સાથે સારો સંબંધ રાખે....
નાતમાં રૂપિયા આપી આગળ પડતાં મદદગાર બની બેઠા હોય.... તો કોણ કોનો વિશ્વાસ કરે...
મોજીલાલ પણ ખૂબ જ ચાલાક હતાં એટલે જ રોજબરોજ એ નવી નવી સ્ત્રીઓ ને ફસાવતા...
કુટુંબના પણ મોજીલાલ થી ડરતાં...
રોશન ને વીસ વર્ષ થયા એટલે નાતમાં થી દુર ના સાવ નાના ગામડામાં રહેતી આશા સાથે લગ્ન કરાવી દીધા...
ગામ આખાની સ્ત્રીઓ ની આબરૂ લૂટનારો... ઘરમાં એવાં નિયમો રાખ્યા હતા કે માથે ઓઢી ને ફરવાનું અને સસરા કે ઘરના પુરુષો સામે બેસવાનું નહીં... છોકરાઓ ને પણ પાંગળા કરી દેવામાં આવ્યા હતાં કે જેથી અવાજ ના ઉઠાવી શકે... પોતાના જ ધંધામાં રાખ્યા એ પણ ખાલી ઓફિસમાં બેસવાનું બીજું કોઈ જ્ઞાન કે કોઈ કેળવણી ના આપી...
કે જેથી ધંધો સંભાળી શકે..
છોકરાઓ ને મહીને વાપરવા પાંચ પાંચ હજાર આપી દે...
એટલે
છોકરાઓ પણ ખોટાં રસ્તે જ આગળ વધ્યા.. વ્યસન માં ડૂબી ગયા..
સંગીતા ને સોસાયટી ના છોકરા સાથે પ્રેમ થઈ ગયો તો છોકરા ને અને એનાં ઘરનાં ને મારી મારી ને અધમરા કરી દીધા અને સંગીતા જોડે રાખડી બંધાવી દીધી...
એક વર્ષ પછી કોલેજ ના છોકરા સાથે ફરતાં જોઈ ગયા તો ..
ઘરે સંગીતા ને મારી અને એ કોલેજ નાં છોકરાની વોચ રાખી
એનો એક્સીડન્ટ કરાવી પતાવી દીધો...
મોજીલાલ આવાં ક્રૂર પણ હતાં...
માણસાઈ નું તો નામોનિશાન નહોતું બસ પોતાનો ફાયદો જ જોવાનો..
નાતમાં થી છોકરો અને છોકરી શોધી પ્રિતેશ અને સંગીતા ને પરણાવી દીધાં....
પ્રિતેશ ની પત્ની માલા મધ્યમવર્ગની હતી....
માલા ના પપ્પા ને મોજીલાલે દારૂ ની લતે ચઢાવી દીધા... અને માલા ની મમ્મી ને ફસાવી દીધા અને કહ્યું કે જો વેવાણ તમે તમારા દિકરી નું ભલું ઈચ્છતા હોય તો હું કહું એમ કરજો અને જો કોઈ ને કંઈ કહ્યું તો જાન થી હાથ ધોવા પડશે...
એક દિવસ માલા ના મમ્મી ઘરે આવ્યા અને આશા રસોડામાં કામ કરતી હતી... માલા અને પ્રિતેશ તો બહાર ગયાં હતાં...
મોજીલાલ એ દિવસે ઘરે જ હતાં... કુસુમ બેન મંદિરમાં દર્શન કરવા ગયા હતાં...
અને મોજીલાલ માલા ની મમ્મી ને બાહોમાં લઈ લીધાં અને આશા નું રસોડામાં થી બહાર આવવું...
આશા આ જોઈ ચોંકી ગઈ.... મોજીલાલ ની નજર આશા પર પડી...
એમણે આશા ને ખુબ ધમકાવી અને ડરાવી...
આશા પછી તો જુદી રહેવા જતી રહી પણ એની જિંદગી માં એમણે દુઃખ ના કાંટા જ પાથરી દીધા...
આશા જુદી રહેવા ગઈ પછી એને મોજીલાલ ની અનેક કરતૂતો ની જાણ થઈ....
એણે રોશન ને વાત કરવા કોશિશ કરી જોઈ પણ એ તો એનાં પિતા વિરુદ્ધ એક શબ્દ સાંભળવા તૈયાર નથી...
અને આશા ને આ સચ્ચાઈ બહાર લાવવી હતી એણે પ્રયત્ન ચાલુ રાખ્યા...
પણ એ હારી ગઈ... કોણ વિશ્વાસ કરે...
મોજીલાલ નો રૂવાબ અને રૂપિયા જો હતાં...
પણ કહેવાય છે ને ભગવાન ને ઘેર દેર છે પણ અંધેર નથી...
આજે એ કહેવત મોજીલાલ પર સાચી પડી છે...
મોજીલાલ ના નાના દિકરા પ્રિતેશ નો દિકરો દીપ પંદર વર્ષ નો છે પણ દાદાની જિંદગી નર્ક થી બદતર કરી દીધી છે ... જો માગે એટલાં રૂપિયા ના આપે તો ઘરનાં બધાં ને રૂમમાં પૂરી દે છે અને તોડફોડ કરે છે....
અને ઘરમાં બધાને ધમકી આપ્યા કરે કે હું આત્મ હત્યા કરી લઈશ પણ દાદા તમારી વાતો બહાર પાડી ને જઈશ...
હાલ મોજીલાલ દીપ થી ડરી ને જીવે છે....
ભાવના ભટ્ટ અમદાવાદ....