એક વાત કહું દોસ્તીની - 8 Patel Mansi મેહ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક વાત કહું દોસ્તીની - 8

સૌથી પહેલાં તો આપ સૌની માફી માગું છું.સમય એવો હતો કે હુ મારી નવલકથા આગળ લખી જ ના શકી.


માફ કરજો.🙏🙏🙏

આગળ આપણે જોયું કે બધા જમ્મુ અને કાશ્મીર ના કેમ્પ માથી પાછા આવી જાય છે અને ફરી વિધાનગર મા ભેગા થાય છે. હવે બધા વચ્ચે ખુુબ સારી દોસ્તી થઈ ગઈ હોય છે. મંતવ્ય ને વિરાટએ સંકેત ને મારવાની સોપારી આપી હતી તોહ બિજી તરફ સંકેત એ મનુષ્કા ને મારવાની. આ મુંઝવણ માથી બહાર નીકળવાનો રસ્તો મંતવ્ય એ શોધી લીધો હતો પણ હજું કોઇ ને કિધો નોહ્તો. મંતવ્ય અને મનુષ્કા સિવાય બધા ની જોડી બની જાય છે.પિહુ અને આદિત્ય, રુશી અને રૂહાની, સનમ અને સુહાની, યશ અને દિવાનિ.

દિવાની આ એમની દોસ્તી ની કહાની એનિ દોસ્ત દિવ્યા ને કહેતી હોય છે. જેમા આપ સૌને આગળ મુજબ કેટલીક ઘટનાઓ બની તેના વીસે લખેલું હતુ. તે મુજબ આદિત્ય નું મર્ડર કોણે કરેલુ ? કયારે? કેમ કરેલું ? અને તે સમયે સનમ હોસ્પિટલ મા કેમ હતો ? સનમ એ એવુ શું જોયું હતુ baleno કાર મા જે જોયને એના થી બાઇક પરની પકડ છુટી ગઈ. પિહુ ને આદિત્ય ના સમાચાર કોણે આપ્યા જેને લીધે એ દુખી હતી?
શુ આ કારણે જ સુહાનિ & રુહાનિ રડતા હતા?

જો તમે આ ભાગ પેહલિ વાર વાંચતા હોવ તો આગળ ના ભાગ પહેલા વાંચી લેશો.
------------‐----------------------------------------------------------

આવી જાવ ફરી એકવાર વિધાનગર મા.
મનુષ્કા અને પિહુ ફ્લાઈટ મા બેસીને પાછા આવી ગયા.રૂહાની અને સુહાનિ થોડા દિવસ બાદ એ બન્ને ને મળવા આવવાના હોઇ છે.

મનુસ્કા અને પિહુ બેવ પિહુ ના ઘરે હતા, ત્યાં વિરાટ આવે છે.
વિરાટ બેવ ને થોડા દિવસ એમના દોસ્તો સાથે ફરવા તેમજ થોડુ hangout કરવા કહે છે. મનુષ્કા ના વહેમ મુજબ એ સાચી હોય છે, કેમ કે એના પપ્પા નિતીનભાઈ એ એની સગાઈ સંંકેત સાથે નક્કી કરી દીધી હોય છ. વિરાટ આ વાત છુપાવવા ની કોશિશ કરે છે.

પિહુ એને શાંત પડવા કહે છે, " ચલ તુફાન આપડે સુહાની રૂહાનિ ના ઘરે જતા આવીએ . સાથે સાથે. દિવાની નુ શુ થયુ એ પુછી લઈશું. શું કહે છે તુ?? "

મનુષ્કા પણ કમને હા પાડે છે. કારણ કે એ પિહુ નિ વાત કયારેય ટાળી શકતી નથી.

વિરાટ ને આ સમયે હમેશાં નિ જેમ પિહુ પર ગર્વ થાય છે.એ ખુશ થાય છે કે એનિ બહેન ના જીવન મા કોઇ તો છે એના સિવાય જે એને સાચવે છે.

પિહુ અને મનુષ્કા બાઇક લય ને નિકળી પડે છે. સાંજના સાડા પાંચ વાગ્યા હતા. બંને જનતા ચોકડી આગળ નિકળી બ્રીજ ચડતા હોય છે.મૌસમ ને લય ને પિહુ વાતચીત ને આરંભે છે.
"અરે તુફાન જોને આજે તો આ વાતાવરણ પણ તારા જેવું તોફાની બનવા માંગે છે નય?!" પિહુ એ કીધું.
મનુષ્કા " હા !! યાર કંઈક વધારે જ તોફાની " મૂડ વિના હા મા હા કહિ એણે.
" યાર તુફાન, તન બ્રીજ પર સાઈડ કાપવા ની બહુ ગમે છે ને તો આજે કેમ નથી કાપતી? જોને પેલા ક્રીપ તારા બાઇક ની સાઈડ કાપી આગળ નિકળી ગ્યા...." પિહુ એ મનુષ્કા નો મૂડ ઠીક કરવા ના બહાને કીધું.
" તને ખબર છે મારો મૂડ નથી યાર નથી મારવી ." મનુષ્કા એ પિહુ ની વાત ટાળતા કહ્યું.
"મનુષ્કા, સમજુ છું તારી પરેશાની.સંકેત ડેફિનેટલી સારો નથી.પણ મને વિરાટ ભાઈ પર પુરો ભરોસો છે.એ કોઇ ને કોઇ રસ્તો જરુર કાડશે." પિહુ એ એને સમજાવતા કહ્યું.
"દુનિયા નિ સૌથી બદનસીબ છોકરી હોઇશ હુ હેને ??" મનુષ્કા થી ડુસકું ભરાય ગયુ.
"તુફાન તુ સેન્ટિ ના થા. એ થવાનું મારુ કામ છે.જે થાય એ સારા માટે થય ને.ચલ હવે મારુ નય તો મંતવ્ય ને યાદ કરી છાની રે ચાલ." પિહુ એને ચિડાવતા બોલી.
"જા જા જરાય નય હોકે. તુ મનાવે એ કાફી છે. અને તુ શુ ક્રશ ને આમ bf બનાવી દે છે." મનુષ્કા મન મા હસતા બોલી.
"ઓહો...હો...વેઇટ એ ક્રશ બની ગ્યો એ પણ હવે તો અમને કોઇ કેહ્તું નથી " રીસાવાની એકટિંગ કરતા પિહુ બોલી.
" ઓ એકટિંગ ની દુકાન બેસ હો.તને આટલુ બી સમજાવાનુ હવે મારે.ખાસ મા ખાસ દોસ્ત છે તુ મારી.દોસ્ત કોને કહેવાય એ પણ ભુલી ગઈ ? મારી આંખો જોઇ તુ બધુ સમજી જાય છે,જો તને આ બીજુ કોઇ મળે ને મારા માટે તો કહેજે " હસતા હસતા બોલી.
એમ ને એમ આળીઅવળી વાતો મા સુહાની-રૂહાનિ નું ઘર આવી જાય છે.

નાનો સરખો બંગલો હતો પરંતુ સજાવટ અને મહેમાનગતિ મા કોઇ જ કચાસ રહી નોહ્તી. આગળ નાનકડો બગીચો, હિંચકો ને ઘણાં બધાં ફૂલ-છોડ હતા. પિહુ ને મનુષ્કા ઘર મા પગ મુકે એ પહેલા તો સુહાની દોડતી દોડતી આવી ને મનુષ્કા ને ગળે વળગી પડી. ને બસ મનુષ્કા નો મૂડ એકદમ ઠીક થય ગ્યો.
ત્યાંજ પિહુ ને યાદ આવ્યું કે એક જાદુ કિ જપ્પી મળે એટલે એનિ તુફાન ઠીક થઈ જાય છે.

મનુષ્કા અને પિહુ હળવો નાસ્તો લય, સુહિ-રૂહી ના માતા પિતા ને મળી ને સુહાની-રૂહાનિ ના રૂમમા જય ને બેસે છે.
રુહાનિ ઘણા દિવસે બેવ ને જોતા ખુબ ખુશ થતા બોલે છે," અરે યાર થોડા દિવસ રોકાઈ ગયા હોય તો, જોકે તુફાન વિના જરાય મઝા ના આવી યાર."
" ચલો ને બધા ફરી મળવા નો પ્લાન કરીએ તો કેવુ? " સુહાની બોલી.
મનુષ્કા " હા , એ વાત મા પોઇંટ છે બાકી. આપડે આપણી દોસ્તી ને એક અનોખો મુકામ પણ આપવો જોઇએ ને . શું કહે છે પિહુ? "
પિહુ એ માથુ ધુણાવ્યું સાથે સાથે એક ક્યુટ સ્માઈલ આપતા કહ્યું " હા, બિચારી સુહિ એ બધી વાત કરી સનમ જોડે પણ એનો ફોન નંબર લેવાનુ જ ભુલી ગઈ?"
સૌ ખડખડાટ હસી પડ્યા.

"તો પહેલા દિવાની કોલ કરીએ . એટલે એનિ સાથે બી વાત થઈ જાય. " રૂહાની બોલી.
મનુષ્કાએ દિવ્યા ને ફોન કર્યો.
રિંગ જતા જ દિવાની નો સામેથી અવાજ આવ્યો " હેય તુફાન વૉટસપ ! યાર બવ મોડી મોડી યાદ આવી હુ તને તો હે?"
મનુષ્કા કંઈ બોલે એ પહેલા તો બાકી ના ત્રણેય બોલવા લાગ્યા.
ઘણાં દિવસે ભેગા થયેલા આથી બધા એ ખુબ વાતો કરી.
ફાઈનલી મળવા નો પ્લાન ગોઠવ્યો.

અરે ચલો ટ્રુથ & ડેર રમીએ? સુહિ એ બધા ને સંબોધતા કહ્યું.
મનુષ્કા એ માથુ હલાવી ના પાડી.
રૂહી એ પુછ્યુ " તો.... મોનોપોલી? "
પિહુ એ મનુષ્કા ની સામે જોઇ કહ્યું " હા..ઍમેય ઘણા દિવસ થયા રમે."
ચારેય સામ સામે બેસી ને મોનોપોલી રમવા લાગ્યા.
સુહિ 1, મનુષ્કા 4 , પિહુ 3 , રૂહી 2 હતા .
સુહાની ને મુંબઈ ખરીદવુ હતુ પણ પાસા મા 6 પડ્યાં.
પિહુ ને 3 પડ્યા ને રુહાની ને 5 પડ્યાં.
એટલે મનુષ્કા ના દાવ પર બધા એકદમ સિરિયસ થય ને જોવા લાગ્યા.
ને તુફાને તો 1 પાડી મુંબઈ પોતાના નામે કરી લિધું.
" ચલ તુફાન હકીકત મા તોય નહિ પણ ગેમ મા તો આ મુંબઈ તારું થયું હોકે." સુહાનિ હસતા હસતા બોલી.
" હા ડાહી હો.. " મનુષ્કા એ એને વળતો જવાબ આપ્યો.
ને બધા ગેમ મા ખોવાય ગયા.
ગેમ પુરી થય પિહુ વિનર હતી.
તરત જ રુહાનિ ને કંઈક યાદ આવ્યુ હોય એમ બોલી, " અરે મનુષ્કા આપડો પ્લાન તો મેસેજ મા લખી દે નહિ તો ભુલી જવાશે."

10 એય દોસ્ત ના નવા નવા બનેલા વૉટએપ ગ્રુપ મા મનુષ્કા નો મેસેજ પડયો.
sunday
સવારે 9 થી 12 મૂવી
હોટેલ મા લંચ
ત્યાર પછી બપોરે ગેમ અને સાંજે પૂલ પાર્ટી મનુષ્કા ના ફાર્મ હાઉસ પર ...
ડિનર cafe મા અને રાત્રે નાઈટ આઉટ...

બધા ખુબ એક્સાઇટેડ થાય ગ્યા આ મેસેજ વાંચી ને.
બસ ત્યાર પછી ટપોટપ મેસેજો નો વરસાદ વરસવા લાગ્યો.
આદિત્ય એ તો તરત જ પિહુ ને કોલ કરી દિધો.
"પિહુ આ સાચું છે ને કે આ તારી તુફાન અમારી સાથે લેટ એપ્રિલ ફૂલ રમે છે " થોડા ડાઉટ સાથે પુછ્યું.
પણ એને શુ ખબર કે મનુષ્કા ને પિહુ બાઇક પર હોવાને લીધે બેવ ના કાન મા એક એક એરપોડ હતા.
એટલે આ સંભાળતા જ મનુષ્કા બોલી ઊઠી," ઓ...હોટપોટટો .. તું શાંતિ બેન ને પકડ હોકે. હુ અહિયા તારા જેવા પ્રેમી પંખીડાઓ નો મિલાપ સંમેલન ગોઠવુ છુ ને તુ મને ટાંગ અડાવે છે હે?!"
" અરે યાર તુ જ કોલ કેમ ઉઠાવે છે મારા. સોરી યાર બસ.હવે તારી મંજૂરી હોય તો હુ માત્ર પિહુ જોડે વાત કરી શકુ?" આદિત્ય પકડાઈ ગયા ના ભાવ સાથે બોલ્યો.
ને મનુષ્કા એ એરપોડ પિહુ ને આપી દિધો ને એ સાઈડ કાપવા લાગી.



આ તરફ મંતવ્યએ એનો પ્લાન બનાવી દિધો હતો.ખબર નહિ કેમ પણ એ સંકેતથી બેફિકર હતો હવે.એને એ વાત બહાર આવે એનુ ટેન્શન જ નોહ્તુ , બલ્કે એ ઇચ્છતો હતો કે એ વાત એ વ્યકિત ને ખબર પડી જય.
સંકેત ના ખરાબ કામ થી એ પણ તંગ આવી ગ્યો હતો. સંકેત ને ઠેકાણે લાવવાનું એને નક્કી કરી દીધું.

મંતવ્ય , આદિત્ય , રીશી , અને યશ સનમ ને લેવા અઅમદાવાદ એરપોર્ટ પર લેવા ગયા હોય છે. સનમ દિલ્હી થી આવતો હોય છે. બધા એક સાથે મનુષ્કા નો ગ્રુપ મા આવેલો મેસેજ વાંચ્યો.
બધા તસ્મોરિરિ camp ની યાદો મા ખોવાય જાય છે.

યશ એક્સાઇટેડ થતા નાની સ્માઈલ કરીને બોલે છે "ચલો દિવાની ને મળાશે." ને બધાએ હુરિયો બોલવી ને એને બરાબર નો ચીડવ્યો.

_________________________


રવિવાર ની સવાર એટલે લેટ ઉઠવા નો દિવસ. બધા ને પોત પોતાનો આખા અઠવાડિયા નો થાક ઉતારવા આ દિવસ મડતો.

પિહુ ને મનુષ્કા ની લેટ ઉઠવાની ટેવની ખબર હોવાથી એ શનિવારે મનુષ્કા ના ઘરે જ સુઇ ગઈ હ્તી. બેવ તૈયાર થયા.
પિહુ એ પોપ્ટી કલરની ઇનર ટી-શર્ટ અને ઉપર બ્લેક કલર ની ઝીણા ઝીણા કાણા વાળી હૂડિ પેહરિ , જોડે લાઈટ ગ્રીન કલરનું પેન્ટ પેહર્યુ હતુ. ખુલ્લા સ્ટ્રેઈટ હેર , લાઈટ આઈ મેકઅપ , પોપ્ટી લૂપ્સ સાથે એ ખુબ જ મસ્ત લાગી રહી હ્તી.
મનુષ્કા તો હમેશાં ની જેમ ઉપર શયોન કલર ના હાફ ટોપ ને ઉપર રેડ કલર નુ ડેનિમ નુ જેકેટ , નીચે બ્લ્યુ કલર નું કાર્ગો પેન્ટ પહેર્યું હતુ. આઈ લાઈનર , હાયલાઈટેડ બ્લ્યુ ખભા સુધી ના કર્લિ હેર ને હાથ મા રોલેક્સ ની વૉચ એકદમ ટોમબોય લાગી રહી હ્તી. બેવ કાર લય ને સુહિ- રૂહી ને લેવા નિકળ્યા.

સોસાયટી ની બહાર જ ઉભા રહ્યા હતા સુહિ-રૂહી ને દિવાની.
દિવાની સવારે સુહિ-રૂહી ના ઘરે આવી ગઈ હ્તી. દિવાની એ શોર્ટ સિલ્વર ટોપ નીચે બ્લેક જેન્ગિસ અને કાન મા ઓક્ષ્સોડાઈસ ના ઝુમ્ખાં પેહર્યા હતા. પાછું માથે એણે ખજુરી ચોટલો વાડયો હતો.એનિ ખૂબસૂરતી આંખો ને એના તરફ ખેચી લે એવી હ્તી.

સુહાની તો મરૂન વન પીસ મા એકદમ હીરોઇન જ લાગતી હ્તી.
પાછું એનુ બેકલેસ વન પીસ એનિ સુંદરતા મા વધારો કરી દેતું હતુ.જોડે એને લાંબી લાઈટ પીન્ક બુટી પેહરિ હ્તી.
રૂહાની એ મોર્ડન સ્ટાઇલ નું શોર્ટ મલ્ટીકલર ટોપ સાથે વ્હાઇટ ધોતી પહેરી હ્તી.કાન મા આરપાર દેખાય એવી ત્રિકોણ આકાર ની ફેશનમાં આવેલી ઈઅર રિંગ પેહરિ હ્તી.

ત્યાં જ....
મનુષ્કા એ બ્રેક પર જોર પગ મૂક્યો . શોર્ટ બ્રેક અને સ્પીડ મા વળાંક ને લીધે ત્યાં રાઉન્ડ શેપ મા ટાયર ના નિશાન પડી ગ્યા.
સુહિ કાર મા બેસતા ની સાથે મનુષ્કા પર ગુસ્સે થઈ ગઈ.
" અબે યુ ક્રેઝી . યાર મનુષ્કા, કેટલુ ખરાબ ડ્રાઈવ કરે છે તું? પાછું હમેશાં ની જેમ બધા બોલે ઍ વાક્ય બોલી કે જીવતા પહોચાડીશ ને થિયેટર સુધી ?

મનુષ્કા મોટે થી હસી ને બોલી," બેબી , તુ જેમા બેઠી છે ને એ તુફાન ની કાર છે થ્રિલર વિના તો એને પણ નથી ચાલતું હોકે !.

દિવાની એ વાત બદલતા પુછ્યું,"આપણે ક્યુ મૂવી જોવા જઈએ છીએ એતો કહે પિહુ. હવે સસ્પેન્સ ના રાખ યાર."

પિહુ " ગાઈસ, આપડે બધા બોલીવૂડ નુ લેટેસ્ટ રોમેન્ટિક મૂવી જોવા જય રહ્યા છીએ એ જેનું નામ મને ખુદ ને ખબર નથી.કેમ કે ટિકિટસ તો બોય્સ લેવા ના છે." પિહુ થી દિવાની નો question માર્ક વાડો ચેહરો જોઇ હસી પડી.



છોકરાંઓ ની તો વાત જ શુ કરવાની રેડી થવા ના મામલે!!
એમ્ને થોડી ને છોકરીયો ની જેમ વાર લાગે.
મંતવ્ય એ અરમાની ની ટી શર્ટ ઉપર ડેનિમ જેકેટ અને નીચે ડીઝલ ના બેલ્ટ સાથે ડેનિમ નુ પેન્ટ.
રુશી એ લીનન નુ શર્ટ અને બ્લેક પેન્ટ પેહ્ર્યુ.
સનમ તો યાર આપડા ફ્યુચર ફિલ્મ મેકર હતા એટલે ફ્લોરલ શર્ટ ને નીચે કાર્ગો પેહ્ર્યું.
યશ એ હૂડિ નિ નીચે ફ્ન્ક પેન્ટ પેહ્ર્યું હતુ.
આદિત્ય એ પૌલ વૉકર ની કોપી કરી હ્તી, એનો ફેવરિટ હીરો જે હતો એટલે કોપી તો કરવો પડે ને!! પ્લેન શર્ટ પહેરીને નીચે ખુલ્લુ પેન્ટ પેહ્ર્યું હતુ.

બધા પોહ્ચ્યા થિયેટર મૂવી જોવા...........

આખીય ગેંગ એકબીજા ના પાર્ટનર ની રાહ જોઇ રહી હ્તી.
ઘણા સમય પછી એકબીજા ને મળવા ના હતા. એક અલગ ઍક્સાઈટમેન્ટ, રોમાંચ અને અંદર ભડકી રહેલી તલબ ની આગ નો અનુભવ કરી રહ્યા હતા.


next part coming soon...

હવે શુ થશે ફાર્મ હાઉસ પર ????

ફાર્મ હાઉસ પર જતાં પેહલા કેટલી કેટલી ઘટના થશે ??

વિચારતા રહો......