અદભુત ક્ષણ Bhavna Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અદભુત ક્ષણ

*અદભૂત ક્ષણ*. વાર્તા... ૭-૧-૨૦૨૦

આ જિંદગી માં મનગમતો અભિનય.. કરી લ્યો, પડદો કયારે પડશે...નક્કી નહી.. અનિશ્ચિતતા.... નિશ્ચિત.. છે.
અને જિંદગી ની એ યાદગાર ક્ષણ ક્યારેય ભૂલાતી નથી...
ઘણી વખત આવી ક્ષણો જ માણસના જીવન મરણનો આધાર બની જાય છે....
આ વાત છે.... ૧૯૯૫ ની......
એ દિવસે દિવાળી હતી.... લતાબેન અને પંકજ ભાઈ ને એક દિકરી મેઘલ અને નાનો દીકરો જય હતો...
લતાબેન ને એક આદત હતી છોકરાઓ ને આખું નામ, સરનામું, અને ટેલિફોન નંબર મોઢે કરાવી દીધા હતાં...
પંકજ ભાઈ અને મેઘલ ઉતમનગર મોટા ઘરે ( લતાબેન ના સાસરે ) ગયા હતા...
મેઘલ માટે નવાં કપડાં ની ખરીદી થઈ ગઈ હતી...
આજે જય માટે ખરીદી કરવાની હતી...
તો...
લતાબેન જય ને લઈને સાંજે મણિનગર ખરીદી કરવા ગયાં...
જય ત્યારે પાંચ વર્ષનો હતો....
મણિનગર સ્ટેશને પાસે આવેલી અંબિકા રેડીમેડ ગારમેન્ટ સ્ટોર માં થી કાયમ કપડાં લેતાં કારણ કે એ ચેહર મા ને માનતાં હતા અને મૂળ અડાલજ નાં હતાં...
જય ને અક્ષય કુમાર હિરો બહું ગમતો હતો એટલે એનાં જેવાં કપડાં લેતો...
જય માટે એક જિન્સ પેન્ટ અને ચેકસ ની ડિઝાઈન વાળો શર્ટ લીધો અને પછી જય ની આંગળી પકડી લતાબેન રોડ ક્રોસ કરી ને સામે ની સાઈડ ગયા....
એ ગલીમાં થી પસાર થઈ ચાલતાં ઘરે પહોંચી જવાય અને બીજું કે જય માટે મોજાં, બૂટ પણ લેવાઈ જાય...
અંદર એ ગલીમાં પહોંચ્યા ને મોજાં લઈ આગળ વધ્યા...
ત્યાં જ્યુસ સેન્ટર ની દુકાન આવી...
એક તો દિવાળી નો દિવસ હતો તો ગિરદી પણ બહુ જ હતી...
જ્યારે મણિનગર આવીયે એટલે આ જ રસ્તે જવા આવવાનું એટલે જય ને પણ રસ્તો યાદ હતો...
જય કહે મમ્મી મારે મિલ્દા પિવી છે એટલે લતાબેન કહે સારું...
દુકાન પાસે પણ જ્યુસ ને ઠંડું પિનારા ની ભીડ હતી... એક મિલ્દા માંગી...
જય ને આપી એણે પી લીધું એટલે લતાબેન રૂપિયા આપવા
રહ્યા એટલે જય નો હાથ છૂટી ગયો..
સો ની નોટ ના દૂકાનદાર છૂટા આપે ત્યાં સુધીમાં ભીડમાં જય લતાબેન જેવા કપડાં પહેરેલી વ્યક્તિ ની પાછળ ચાલવા લાગ્યો....
આગળ જઈને મોં જોયું તો રડવા લાગ્યો કે મારી મમ્મી ખોવાઈ ગઈ...
પેલા બેન તો જતાં રહ્યાં...
આ બાજુ રૂપિયા મળી જતા લતાબેને જય ને ના જોયો એ ખૂબ જ ગભરાઈ ગયાં એમણે ગલી ના નાકાં સુધી ભીડમાં થી જઈ શોધ્યો....
પણ
જય ક્યાંય ના દેખાયો...
લતાબેન હાંફળા ફાંફળા થઈ જય નાં નામની બૂમો પાડતાં
પાછા અંબિકા સ્ટોર માં ગયા અને કહ્યું કે એક ફોન કરવા દેશો ઘરે???
અંબિકા વાળા ઓળખે એટલે પુછ્યું શું થયું ભાભી???
અક્ષય ક્યાં ગયો..???
લતાબેન રડી પડ્યા...
અને વાત કરી...
અંબિકા સ્ટોર વાળા એ પાણી આપ્યું પણ લતાબેને ના કહી કે જય મળે પછી જ પાણી પીવું..
ઉતમનગર સાસરે ફોન કર્યો...
અને લતાબેન ના સસરા એ જ ફોન ઉપાડયો...
લતાબેને રડતાં રડતાં બધી વાત કરી...
સસરા એ ફોનમાં જ લતાબેન ને ખખડાવી નાખ્યા...
અને કહ્યું કે ફૂલ વાળા ની ગલી પાસે ઉભી રહે અમે આવીએ છીએ...
સસરા એ મણિનગર નિકળતા સોસાયટીમાં એક વ્યક્તિ ને કહ્યું કે જય ખોવાઈ ગયો છે મણિનગર સ્ટેશને પહોંચો બધાં શોધવા..
આખી ઉતમનગર સોસાયટી ઉમટી પડી...
સાસુ,સસરા અને પંકજ ભાઈ આવ્યા...
આવીને લતાબેન ને જ બોલ્યા...
લતાબેન ની હાલત તો કાપો તો લોહી ના નીકળે એવી થઈ ગઈ...
આખું મણિનગર સ્ટેશન ફરી વળ્યા બધાં...
બધાં દુકાનો વાળા પણ લતાબેન ને ઓળખે એટલે અક્ષય ખોવાયો કહી શોધવા લાગ્યા...
ચારેબાજુ શોધખોળ પછી નાં મળતાં લતાબેન ને એકદમ જ બીપી લો થઈ ગયું ને ચક્કર ખાઈ નીચે પડી ગયાં...
આ બાજુ ઘરના રસ્તે ચાલતો જય રડતો જાય કે મારી મમ્મી ખોવાઈ ગઈ...
એટલામાં એક રૂપરૂપના અંબાર બેન આવ્યા જય પાસે અને પુછ્યું શું થયું બેટા???
જય કહે મારી મમ્મી ખોવાઈ ગઈ છે...
પેલા બહેન કહે તને તારું ઘરનું સરનામું ખબર છે???
જય કહે હા...
બી/ ૨૬
કૌલાશ નિવાસ
કુમકુમ સ્કૂલ ની સામે
ચિત્રકૂટ ધામ...
પેલા બેન કહે ચાલ બેટા હું ત્યાં જ કુભનાથ પાસે રહું છું તને ઘરે મૂકી જવું...
જય ની આંગળી પકડી ને બેન ચાલતા ઘરે આવ્યા...
ઘર બતાવી જય કહે આ મારું ઘર છે...
પણ ઘરે તો તાળું હતું...
એટલે એ બેને બાજુમાં રહેતા વીણાબેન ને જય ની સોંપણી કરી કહ્યું કે આ મણિનગર એકલો રડતો હતો કે મારી મમ્મી ખોવાઈ ગઈ છે તો આપ આનું ધ્યાન રાખો અને એના વાલી ને જાણ કરો..
વીણા બેન કહે સારું...
એમણે મોટાઘર નો ફોન નંબર યાદ હતો તો ત્યાં ફોન કર્યો કે જય અહીં આવ્યો છે એકલો તો લતાબેન ક્યાં છે???
મોટા ઘરે મેઘલ અને લતાબેન ના નણંદ સોનલબેન હતાં....
સોનલબેને સામે રહેતા એક છોકરાં ને આ કહેવા મણિનગર મોકલ્યો...
પેલો છોકરો સાયકલ લઈને મણિનગર ગયો અને પંકજ ભાઈ ને કહ્યું કે જય ચિત્રકૂટ ના ઘરે પહોંચી ગયો છે...
બધાં જ ચિત્રકૂટ પહોંચ્યા...
લતાબેન તો જય ને નજીક બોલાવે પણ જય ને એમ કે મમ્મી મારશે એટલે નજીક ના આવે અને રડતો જાય કે તું ક્યાં ખોવાઈ ગઈ હતી???.
લતાબેન દોડીને જય ને બાહોમાં લઈ લે છે ગળે મળીને જય પણ રડે છે અને લતાબેન પણ ખૂબ રડે છે એ અદભુત ક્ષણ એ જિંદગી ની યાદગાર ક્ષણ બની ગઈ ...
લતાબેને જય ને પુછ્યું કે તને કોણ અહીં મૂકી ગયું તો કહે એક લાલ સાડી વાળા માસી હતાં જેમનાં કપાળમાં લાલ મોટો ચાંદલો હતો અને લાંબો ચોટલો હતો....
લતાબેન ને જય મળ્યો એ એમનો નવો અવતાર મળ્યો ...
એવી અદભૂત યાદગાર ક્ષણ બની રહી જે લતાબેન આજેય ભૂલ્યા નથી....
ભાવના ભટ્ટ અમદાવાદ....