ટ્વિસ્ટ વાળો લવ - 40 Ayushiba Jadeja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

ટ્વિસ્ટ વાળો લવ - 40

આભાસના રૂમ માં.. અક્ષ સૂતો હોય છે.. અને આભાસ એના રૂમ ની બાલ્કનીમાં રહેલી ચેર પર બેઠો હોય છે.. અને ત્યાં રોહિત આવે છે...

" તારો દિમાગ ખરાબ છે..? આવી રીતે અવાય...? આમ આવવું કઈ સારુ લાગે... તું જ વિચાર... " - રોહિત નિરાશ થઇ ને બોલે છે

" મારું મન થયું એટલે હું આવ્યો.. ! અને મારે કઈ સારુ લગાડવું નથી... " - આભાસ ચિડાઈ ને..

" અરે આ તારા મનનું મૂક.. અને દિલ નું સાંભળ.. " - રોહિત

" અત્યાર સુધી એજ સાંભળ્યું છે... પણ હવે નથી સાંભળવું... અમે જયારે દિલ નું સાંભળીયે ત્યારે કોઈ ક્યાં સાંભળે છે...? " - આભાસ..

" આવું શું કામ બોલે છે...? શું થયું... વાત તો કર.... ! " - રોહિત

" હવે શું બાકી છે.. કેવાનું.... પતિ ગયું... ! " - આભાસ

" કઈ જ પત્યું નથી... અને મને લાગે છે.. કે તારે હવે એને કહી દેવું જોઈએ " - રોહિત

" ના.. હવે એ સમય જતો રહ્યો છે.... અને હવે.. હું ના કહી શકું.. ! " - આભાસ..

" કેમ.. જતો.. રહ્યો.. અને ઓમેય.. તમે બંને આટલા વર્ષો પછી એકબીજાને મળ્યા... તો.. મને તો એવુ લાગે છે.. કે..હવે.. " - રોહિત

" એતો કેટલી વાર એકબીજા ની સામે આવ્યા.. પણ કઈ વાત થઇ.. ઉલ્ટા ની વધુ બગડી.. અને.. હવે કઈ એવુ વિચારતો પણ નઈ.. એવુ કઈ નહિ થાય.. અને મારી સાથે હવે અક્ષ પણ છે..અને હવે અક્ષ ના મનમાં એના મમ્મી પ્રત્યે સવાલ ઉભા થઇ છે.. અને એને એના મમ્મી ની કમી વધુ ખટકે એ પેલા મારે એની તરફ ધ્યાન આપવું જોઈએ.... અને ઓમેય મોક્ષિતા મને ભૂલી ગઈ છે... અને એ મને જ ભૂલી ગઈ તો પછી અક્ષ ને.. તો ...... ના... ના... હવે હું એને નહિ કહું... . " - આભાસ.. રોહિત ને અટકાવતા બોલે છે..

" પણ... " - રોહિત

" પણ પણ કઈ નઈ.. અને હું એને હવે કોઈ દિવસ નહિ ક્વ કે.. હું એને પ્રેમ કરું છું.. અને.એ મને પ્રેમ કરે કે ના કરે .... હું જીવનભર એને જ પ્રેમ કરીશ.. અને.. મેં એને પ્રેમ કર્યો ત્યારે એવી શરત તો નોતી મૂકીકે એ પણ મને પ્રેમ કરે......અને.. હું તો કરીશ.... અને.. મારી લાઈફ માં અક્ષ પણ છે...... અને આ બાબત માં તારે મારો સાથ આપવાનો છે.. " - આભાસ..

" ઓહ... પાગલ એમાં કઈ કેવાનું ના હોય.. એતો હું આપીશ જ સાથ.. ઓકે.. " - રોહિત..

" ઓકે... " - આભાસ...

અને આ બાજુ..

રિયા અને મોક્ષિતા એના રૂમમાં બેઠા.. હતા અને વાત કરી રહ્યા હતા...

" આભાસ ને આજે બહુ જ હર્ટ થયું છે.. " - રિયા.

" પણ કેમ..? " - મોક્ષિતા

" પણ.. યાર... મને ખબર જ નથી પડતી કઈ.... અને એને મારી વાત નું કેમ ખોટું લાગે..? "- મોક્ષિતા

" વાહ.... વાહ... " - રિયા..

"વાહ... વાહ... નહિ.. હું સાચું કહું છું... યાર શું કરું હું...? મેં શું કર્યું છે...? મને કઈ જ નથી સમજાતું હવે.. ! " - મોક્ષિતા

" તને ખબર નથી કે તારો વાંક શું છે..? " - રિયા

" તો... નથી જ ખબર અને જો ખબર હોય તો હું એ ભૂલ પાછી કરું જ નહિ... ! " - મોક્ષિતા

" પણ તું જ.વિચાર... કે તારો આમ કઈ જ વાંક નથી...? તું પેલે થી વિચાર... " - રિયા

" હું..? " - મોક્ષિતા

" હાં.. હું.. માનું કે સંજોગો નો વાંક હોય.. પણ.. સાંભળ.... પરિસ્થિતિ થી ભાગવાનું ના હોય... ભાગવાથી જો પ્રશ્નો નો ઉકેલ આવતો હોય તો બધા ભાગે જ ને... ! "- રિયા..

" તું.. કેવા શું માંગે છે.. મને સ્પષ્ટ કર... બધું.. " - મોક્ષિતા

" હવે..... જયારે સ્પષ્ટ કરવાનું હતું ત્યારે તારે સ્પષ્ટ કરવું નોતું... અને હવે તું કેસ કે... સ્પષ્ટ કરું.. ! " રિયા

" હાં... " - મોક્ષિતા એટલું જ બોલી..

" તું તારી રીતે વિચાર... કે. શું હશે..? .. "-રિયા.

" પણ.. " - મોક્ષિતા

" હાં.. એટલું કહીશ... કે.. મેં તારી ઉપર ગુસ્સો ઉતાર્યો.. પણ હજુ આભાસે નથી ઉતાર્યો...શાયદ એને એજ વાત ખટકે છે... " - રિયા

" ગુસ્સો...? " - મોક્ષિતા

" સારુ ચાલ હું શૂઈ જાવ તું વિચાર.. કે તારો.. મારો અને આભાસ નો ક્યાં વાંક છે...ઓકે.. બાય ગુડ નાઈટ.. " - રિયા

" ઓકે.. ગુડ નાઈટ.. " - મોક્ષિતા

રિયા ને શૂઈ નોતું જાવુ પણ જો એને સુઈ ના જાત તો મોક્ષિતા એને જાતે ના વિચારત.. કે શું વાંક છે... અને જો રિયા એને એનો વાંક બતાવવા જાત તો શાયદ વાત કંઈક જુદો જ મોડ લઇ લેત.. એટલે રિયા ને થયું કે એને જાતે જ.. વિચારવા દવ... પછી રિયા શૂઈ જાય છે.. અને મોક્ષિતા સુતા સુતા વિચાર કરે છે...

" શું.. સાચે મારો વાંક હશે... યાર... મને તો કઈ જ નથી સમજાતું... પણ... રિયા એમ કેમ બોલી કે આભાસ નો ગુસ્સો.. હજુ બાક્કી છે.. અને એને શું ગુસ્સો હોય.. હું યો એની લાઈફમાં ક્યાય છુ જ નઈ.. અને હાં.. આભાસ જ્યારે થી અહીં આવ્યો છે.. પેલા થી જ એનું વર્તન બદલાયેલું લાગે છે.. પણ કેમ..? ઓહ....શાયદ એવુ તો નથી કે.. હું જ આભાસ ને સમજી ના શકી....... શાયદ ભાઈ કેતા હતા એ સાચું તો નહિ હોય ને... યાર.. મને કઈ જ નથી સમજાતું..... ઓકે... અને... હાં.. અક્ષ ના મમ્મી વિશે પણ મને કઈ જ નથી ખબર... શું છે વાત..? મારે હવે વાત ની જળ શુધી જવું જ પડશે.... અને હું જઈ ને રહીશ.. અને કાલે જ બધા સાથે વાત કરીશ... હાં... એમ વિચારી ને તે બેડ પર બેઠી હોય છે... અને પછી એ શૂઈ જાય છે..

.....
અને સવારે...
વાત હવે ક્યાય પોચી ગઈ છે મારે આભાસ સાથે વાત કરવી છે... અને હું આજે આભાસ સાથે વાત કરીને જ રહીશ.....પણ.. એ આવે તો ને... હું એના રૂમ માં જાવ... ના.. ના.. એમ ના કરાય... અને એમ હું એના રૂમ માં ક્યાં બહાના થી જાવ... ના.. ના.. પણ વાત તો કરવી પડશે ને..!.. ઓહ હાં.. એ હમણાં નીચે આવશે ત્યારે વાત કરી લઇસ.. આવું મોક્ષિતા નીચેના ફ્લોર માં ઉભી ઉભી વિચારતી હોય છે..
ત્યાં રોહિત આવે છે...

" હાઈ.. ગુડ મોર્નિંગ રોહિત " - મોક્ષિતા

" હાઈ.. ગુડ મોર્નીગ.. " - રોહિત.. જરાક નિરાશા ના મૂડ માં બોલે છે..

" અ.....રોહિત.. આભાસ.. ઉઠ્યો..? અને એ આવશે ને... નીચે..? " - મોક્ષિતા

રોહિત ને ખુબ જ અચરજ લાગી કે.. એને આભાસ વિશે પૂછ્યું... પછી એને થયુ કે.. કાલ ની વાત થઇ એટલે પૂછતી હશે... પછી તેને જવાબ આપ્યો..

" હાં.. ઉઠી ગયો છે... અને હમણાં.. આવશે નીચે... પણ તારે એનું શું કામ છે.....? " - રોહિત..

" ના.. ના.. ખાલી પૂછું છું.. " - મોક્ષિતા.

" હાઈ.. ગાઈશ.. ગુડ મોર્નીગ.. " - રિયા આવે છે..

" હાઈ... ગુડ મોર્નીગ.. " - મોક્ષિતા

" હાઈ.. " - રોહિત..

" કેમ શું થયું..? ... વાયડા..આમ રોતલ ની જેમ કેમ બોલે છે.? " - રિયા

" ના.. કઈ.. નઈ...... " - રોહિત..

રિયા ને થયું કે નક્કી કઈ થયું છે.. અને એને એ પણ જાણવું હતું કે.. કાલે પછી.. આભાસ નો મૂડ કેવો હતો... ત્યાં આભાસ આવે છે..

" હાઈ.. " - આભાસ..

" હાઈ... " - મોક્ષિતા, રિયા અને રોહિત બોલ્યા..

" શું મારો હીરો ઉઠ્યો કે નઈ.. " - રિયા

" હાં.. .. એ અક્ષ.. તો ક્યારનો ઉઠી ને.. બાજુ વાળા સાથે.. ખરીદી કરવા પણ ગયો.. " - અક્ષ.

" ઓકે.. " - રિયા..

" અ...આભાસ.. મારે તારી સાથે વાત કરવી છે.. " - મોક્ષિતા અચકાતા બોલી..

" કેમ..? અને મારે કોઈ સાથે કઈ જ વાત કરવી નથી...મારે થોડુંક કામ છે.. ! " - આભાસ.. બીજી બાજુ જોઈને બોલે છે..

" પણ મારે કરવી છે ને.. વાત.. થોડી જ વાર.. 10 મિનિટ.. " - મોક્ષિતા

" પણ મારે નથી કરવી..... વાત ફાઇનલ... "- આભાસ..

રિયા ને થયું કે.. એ બંને વાત કરે ને તો સારુ.. અને કાલ ની વાત ની અશર થઇ લાગે છે મોક્ષિતા પર... સારુ સારુ એ એકદમ ખુશ થાય છે..

" નઈ.. કર વાત એમ? .. નઈ.. કર.. એમ..? " મોક્ષિતા ચિડાઈ ને..

" હાં.. હાં.. હાં.. નઈ કરું.. "- આભાસ..

" ઓકે.. તો હું કરાવીશ.. તને વાત " -મોક્ષિતા..

" હું નઈ કરું.. ! " આભાસ

પછી મોક્ષિતા.. આભાસ નો હાથ પકડીને આભાસના રૂમમાં જાય છે..

" યાર હું ખુશ... છું... " - રિયા

" કેમ..? " - રોહિત

" અરે મોક્ષિતા અને આભાસ વાત કરશે તો બંનેનો મેટર સોલ્વ થઇ જશે.. " - રિયા..

" મને નથી લાગતું... ! કારણકે આભાસ વાત જ નહિ કરે.કારણકે મને એમ આભાસ ને એમ લાગે છે કે મોક્ષિતા એને ભૂલી ગઈ છે.. અને.. . " - રોહિત

" અરે પાગલ જોને.. મોક્ષિતા આભાસ પર હક જતાવે છે.... એનો અર્થ એ જ થાય કે એના મનમાં કઈક તો છે જ... . અને એકવાર આભાસની ભડાસ નીકળી ગઈ ને.. તો પછી એ મળી જ જશે.. " - રિયા..

" પણ.. હક જતાવવા પરથી એવુ ના માની લેવાય.. " -રોહિત

" હાં... હું માનું છું પણ.. પણ પાગલ મને તો એમ જ લાગે છે.. કારણકે અમે પ્લેટ બનાવતા હતા ત્યારે મોક્ષિતા ને હજુ યાદ છે કે આભાસ ને શું ભાવે છે.. અને શું નઈ.. અને એ બંને ને જ ગલતફેમી છે.. કે પ્રેમ નથી.. પણ મને તો લાગે છે... " - રિયા..

" હાં મને પણ.. " - રોહિત પણ ખુશ થઇ જાય છે...
..

" મોક્ષિતા મારો હાથ મૂકી દે... મારે કઈ વાત નથી કરવી.. " - આભાસ..

મોક્ષિતા કઈ જ બોલ્યા વગર એને લઇ જાય છે.. રૂમ માં આવે છે..

" નથી.. કરવી વાત એમ....? પણ મારે કરવી છે... અને.. તારે પણ કરવી પડશે.. " - મોક્ષિતા

" હાં.. કીધુંને મારે નથી કરવી વાત.. ! " આભાસ ચિડાઈ ને.

" તો મેં પણ કીધું કે. મારે વાત કરવી છે.. ! " મોક્ષિતા..

" તારે હંમેશા તારું જ ચલાવવું છે.. બધું... તારે હંમેશા ભાગવું જ છે.. કોઈ ની વાત સાંભળવી નથી.. અને પછી જબરદસ્તી બીજા સાથે વાત કરાવવી છે.. બરાબર ને.. મિસ મોક્ષિતા શર્મા ! " આભાસ ના.. અવાજ માં રહેલો કટાક્ષ એ એકદમ સારી રીતે સમજી ગઈ..

" એવુ કઈ નથી.. આભાસ.. " - મોક્ષિતા..

" એવુ છે જ....તને છે.. ને.. તારે જે ધાર્યું ના થાય ને.. તો તું જબરદસ્તી બીજા સાથે કરાવ.. પણ કરાવ ખરા.. એ નઈ જોવાનું કે બીજા ને કેટલું હર્ટ થાય છે.. બીજા ની અંદર પણ દિલ હોય..... અને બીજા નું દિલ પણ નાજુક જ હોય.. તૂટતાં વાર નથી લાગતી.. " - આભાસ હજુ કટાક્ષ માં..

" આવું કઈ જ નથી આભાસ..! " મોક્ષિતા..

" એમ નઈ એવુ નથી તો કેવું છે? .. કે.. મને.. " - આભાસ..

" નથી ને.. જવાબ? ... " - આભાસ..

" સાળા 5 વર્ષ પેલા.. અરે સોરી... સાળા 5 વર્ષ નઈ.. તું તો નાનપણ થી ભાગશ..." - આભાસ

" 5 વર્ષ પેલા પરિસ્થિતિ એવી હતી.. એટલે.. મને લાગ્યું. "- મોક્ષિતા..

" હાં તને લાગ્યું એટલે ભાગી જવાનુ એમ... મોક્ષિતા પરિસ્થિતિ ભાગવાનું ના હોય... એને હેન્ડલ કરવાની હોય... " - આભાસ.. ચિડાઈ ને

આભાસ ની ભડાસ મોક્ષિતા પર નીકળી રહી છે. એ ખુદ આભાસ પણ નોતો જાણતો...

" હાં...પેલા પેલા મને થયું કે.. એ પરિસ્થિતિ એવી હતી.. તારે સમય જોઈએ.. પણ તું તો સીધી ભાગી જ ગઈ.. " આભાસ..

" તો અત્યારે કહી દેને... બધું.. " - મોક્ષિતા

" કોઈ પણ વાત નો એક સમય હોય.. મિસ મોક્ષિતા શર્મા..... ! " - આભાસ.. હજુ ચિડાઈ ને..

" કહી દે.. " - મોક્ષિતા..

" નથી કેવું મારે... એ સમયે તારે સાંભળવું નોતું.. અને અત્યારે મારે સંભળાવવું નથી... "- આભાસ...

" થઇ ગઈ. છે તમારી 10 મિનિટ.. હવે હું જઈસ.. અમે હવે મને રોકતી અને હું રોકાઈસ પણ નઈ.. બાય.. " - આભાસ.. એટલું કહીને રૂમ ની બહાર આવે છે..

બહાર જતી વખતે.. હાથ ટેબલ સાથે અથડાઈ છે.. અને એક બુક નીચે. પડે છે.. અને એની અંદર રહેલી ચાવી પણ...આભાસને ખબર પડતી નથી કે.. એની ડાયરી નીચે પડી.. ગઈ છે..

અને મોક્ષિતા ને થયું કે.. હાં..સાચે હું આભાસ ને સમજી જ ના શકી..... એ બસ એને જતો જોઈ રહી... એને થયું કે.. આભાસ ને બહુજ હર્ટ થયું છે.. એની અંદર હજુ.. ઘણું ભરેલું છે... અને એ મારે જ બહાર લાવવું પડશે... અને... એ હું લાવી ને જ રહીશ.. અને એ વિચાર સાથે એની નઝર પેલી ડાયરી અને તેમાં થી નીકળી ચાવી પર પડે છે..

.......