ટ્વિસ્ટ વાળો લવ - 41 Ayushiba Jadeja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટ્વિસ્ટ વાળો લવ - 41

મોક્ષિતાની નઝર એ બુક પર પડી... એ બુક લેવા જાય છે... અને પેલા એ ચાવી પણ લે છે... અને એ ચાવી.. એને કંઈક આકર્ષક લાગી.. એ ચાવી હતી પેલા લોકેટ ની જે લોકેટ મોક્ષિતા પાસે છે.. અને એ બુક વાંચવા જાય છે.. અને બુક ના પૂઠા પર લખેલુ છે. ... ચિન્ટુ - ચકલી... અને... આ નામ વાચીને એને હૃદય જોરથી ધબકવા લાગે છે. અને આ નામ જે રીતે લખેલુ છે એજ રીતે પોતાની પાસે રહેલી .ડાયરી માં પણ લખેલુ છે.. . અને એને તરત જ યાદ આવે છે.. કે.. મારાં ભૂતકાળ માં પણ કોઈ ચિન્ટુ નામ ની વ્યક્તિ હતી.... પણ કોણ... ક્યાં... એ નથી ખબર..... પછી એ.. તે બુક ખોલે છે તો.. ત્યાં પેલા જ પતે લખેલુ હોય છે..

" ઓલવેઝ મિસ માય ચકલી.... થિસ ઈશ બુક ફોર યુ માય ચકલી... અને આ વાચી ને મોક્ષિતા ના મનમાં ફાડ પડે છે.... ચિન્ટુ............. હે ભગવાન આ એજ ચિન્ટુ નથી ને... જેનું મારી પાસે લોકેટ છે.. પણ... એની ચાવી મારી પાસે નથી... પછી એ પોતાના હાથ માં રહેલી ચાવી ને જોવે છે... અને વિચારે છે. કે.. ઓહ... શાયદ આ એજ ચાવી નથી ને... હે ભગવાન આભાસ જ..... ચી......... ન્ટુ...... નથી ને... હું જોવ.... મારાં લોકેટ માં.. આ એજ ચાવી... છે.. હાં... હાં..... મોક્ષિતા ધ્રુજી જાય છે.. આભાસ..... ચી.... ન્ટુ.... ઓહ...

પછી મોક્ષિતા આગળ બુક વાંચતી નથી... અને એ તે બુક અને ચાવી લઈને ફટાફટ તેના રૂમમા જ છે... એ પોતાના બેગ માં રહેલી ડાયરી કાઢે છે.. અને તેમાં રહેલું લોકેટ.... એનું હૃદય જોરથી ધબકી રહ્યું છે... અને એક જ અવાજ એના કાને સંભળાય છે... ચિન્ટુ... જ.. આભાસ ? .... ચિન્ટુ જ આભાસ..?....

પછી એ ચાવી થી લોકેટ ખોલવાની કોશિશ કરે છે.... અને ઘડીક વાર માં જ એ લોકેટ ખુલી જાય છે... અને લોકેટ ખુલે ત્યારે બે ફોટોસ હોય છે... એક ચકલી નો જે મોક્ષિતા નો હોય છે અને એક ચિન્ટુ નો... જે આભાસ નો હોય છે.... અને એ ફોટો જોતા જ....જાણે એને યાદ આવે છે... કે હાં... ચિન્ટુ.... મારો મિત્ર.... એને ધીમે ધીમે બધું ભૂતકાળ યાદ આવે છે... અને મોક્ષિતા એ લોકેટ ને જોઈ રહે છે ચિંતા ફોટા પર હાથ પણ ફેરવે છે... અને પછી એને ખબર પડી ગઈ કે.. ચિન્ટુ જ આભાસ છે... !........... ઓહ.. ચિન્ટુ જ આભાસ......

અને પછી એ આભાસ ની બુક હાથ માં લે છે અને આગળ નું પેજ ફેરવે છે તો... તેમાં પણ.. એનો ફોટો હોય છે... અને એ સ્કૂલ ઇવેન્ટ નો ફોટો હોય છે.. જે ફોટો મામાં ના ઘરે જતી વખતે આભાસે લીધો હતો... પછી આગળ ના એક એક પતા માં એની ક્યારે યાદ આવી એ બધુજ લખ્યું હોય છે... એ બુક દ્વારા એની સાથે વાત કરતો હોય એમ એ રીતે બધી વાત એમાં લખી હતી... પછી આગળ લખ્યું હોય છે... કે....

"હું તને મળવા આવ્યો.. પણ જાણ થઇ કે તુંતો હોસ્ટેલ માં જતી રહી છે... મને તો એ પણ નથી ખબર કે તું ક્યારે આવવાની....? .. પણ હું તને ખાસ મળવા આવ્યો... પણ તું નથી....અને હું પણ જાવ હોસ્ટેલ માં..... તને ખબર છે.. કે હવે હું કોલેજ માં આવી ગયો છું.. અને તું પણ.. તો તારી આગળ ની લાઈફ માટે ઓલ ધ બેસ્ટ... અને તું ચિંતા ના કરતી.. હું આવતા વેકેશન માં પાછો આવીશ.. ત્યારે આપડે પાકું.. મળશું... ઓકે... અને હું જે તને કેવાનો છું ત્યારે જ કહીશ....... " અને આગળ એવી જ રીતે એ વાત કરતો હોય એમ લખ્યું હોય છે...

અને પછી આ એન્ડિંગ 5-6 પતા માં.. લખ્યું હોય છે...

" તારી ભૂલ થાય છે... મારી અને રિયા વચ્ચે.. એવુ કઈ નથી... એ બસ ગલતફેમી છે તારી.... તને રિયા અને મેં રોકવાની અને સમજાવવાની કોશિશ કરી પણ તું જતી રહી.... અને પછી હું તારા ઘરે પણ આવ્યો.. પણ તું જતી રહી... અને પછી તારો ઇંતઝાર.. અને પછી એની લાઈફ માં અક્ષ કેવી રીતે આવ્યો એ બધુજ લખેલુ હતું.. અને છેલ્લે 2 પેજ બાક્કી હતા... અને લખ્યું હતું કે.. જેમાં કાલ ની જ તારીખ મારેલી હતી... અને...... લખ્યું હતું કે... હવે હું તને કઈ નઈ કહું.... અને બસ એમ જ તને પ્રેમ કરતો રહીશ... અને આ 3 દિવસ બાક્કી છે.. અને પછી તારી લાઈફ માંથી પણ જતો રહીશ.......

હું તને નહિ ભૂલું ચકલી...મારાં માટે તો તું.. હજુ પણ . મારી એ જ ચકલી રહીશ તું........ ચકલી ચિન્ટુ ની........... !

બુક વાંચ્યા પછી મોક્ષિતાને થાય છે.. કે આ મેં શું કર્યું........?
રિયા સાચું કેતી હતી... એમાં મારો જ વાંક છે.. મેં જ ક્યારેય એના હૃદય ને જાણવાની કોશિશ જ ના કરી....કાશ પેલા મેં એની સાથે વાત કરી લીધી હોત... ! તો આ કઈ થાત જ નહિ... અને હું ને આભાસ ક્યાર ના મળી ગયા હોત.... પણ કઈ વાંધો નઈ... હવે મને ખબર પડી ગઈ છે... એટલે હું એને હવે જવા નહિ દવ..... અને મને ખબર છે કે એ ફક્ત ગુસ્સા માં છે... અને મારાં ચિન્ટુ નો ગુસ્સો ઉતારતા મને આવડે છે.... અને એ પેલા સારુ થયું કે મને ખબર પડી ગઈ... નહિ તો જીવનભર હું મને માફ ના કરી શકત... ઓહ... ચિન્ટુ જ આભાસ.. મારો ચિન્ટુ... ચકલી નો ચિન્ટુ.... અને પછી એ ચિન્ટુ વિશે વિચારે છે.. કે.. અમારી આવી દોસ્તી હતી.... અને પછી તે લોકેટ અને ડાયરી ગળે લગાડી ને રડે છે... અને થોડીવાર પછી શાંત થઇ ને.. એ રૂમ માંથી નીકળી જાય છે...

...
અને આ બાજુ આભાસ નીચે આવે છે ત્યાં..

" શું થયું..? શું કીધું તે મોક્ષિતા ને...? " - રોહિત

" જે કેવાનું હતું એ મેં એને કહી દીધું છે... ! અને હવે મારે એ વિશે કોઈ જ ચર્ચા કરવી નથી. ! " - આભાસ

" પણ.. આભાસ તે એની ગલતફેમી દૂર કરી... કે..? "- રિયા

" ના... મારે હવે કઈ જ કરવું નથી... અને પ્લીઝ રિયા.. તું જા.. એની પાસે.. શાયદ એને મારી વાત નું હર્ટ થયું હશે... એને સંભાળ જા... " - આભાસ...

" ઓહકે પણ તારું શું...? " - રોહિત

" હાં... " - રિયા..

" મારું મૂક.. તું પેલા એની પાસે જા.. " - આભાસ..

રિયા.. જાય છે..અને જઈને જોવે છે.. તો નથી ત્યાં... મોક્ષિતા...! મોક્ષિતા ક્યાં.. એ મોક્ષિતા ના રૂમમાં પણ જઈને આવે છે.. પણ ત્યાં પણ એ નોતી...! રિયા બાલ્કની માંથી બૂમ પાળે છે..

" આભાસ.. રોહિત.. મોક્ષિતા અહીં નથી... ! " - રિયા

" શું.. પણ તે ત્યાં જ હતી.... ! "- આભાસ..

" તો ક્યાં ગઈ..? " - રોહિત

પછી આભાસ અને રોહિત બંને ફટાફટ રૂમમાં જોવા જાય છે.. અને આખુ.. એપાર્ટમેન્ટ પણ તે ત્યાં નથી....

" ક્યાં ગઈ હશે.. એ. " - આભાસ..

" મારે એની સાથે એવી રીતે વાત કરવાની જરૂર નોતી.... એ સાવ પાગલ છે યાર....! શું કરવું મારે એનું..? ..ક્યાં ગઈ હશે એ....? હવે... હું.. અત્યારે એને ક્યાં ગોતુ.....?. " - આભાસ.. આંટા મારતા મારતા કહે છે..

" તું ચિંતા શું કામ કરે છે? એ આવી જશે... અને એ કઈ નાની નથી હવે... ! " -રોહિત

" હાં... અને એ ક્યાંક ગઈ હશે એને કામ હશે એટલે.. સાંજ સુધી વેટ કર... આવી જશે.. " - રિયા

" સાંજ શુધી મારાથી વેટ ના થાય.... એને એકવાર જોઈ લવ એટલે શાંતિ... " - આભાસ

" હું જાવ છું એને ગોતવા..... ઓકે.. " - આભાસ

અને પછી આભાસ એને ગોતવા નીકળી જાય છે....... બાજુ ના પાર્ક માં.... મોલમાં.... રેસ્ટોરન્ટમાં... કેફે માં.. પણ એ નોતી....

પછી.. સવાર થી સાંજ થઇ ગઈ... પણ એ ના મળી... રિયા અક્ષ ને જમાડી અને રૂમ માં સુવડાવી ને પોતે ગાર્ડન માં મોક્ષિતાની રાહ જોતી હોય છે... . અને રોહિત પણ એને ગોતતો હતો ...... અને 8:30 વાગ્યાં પણ એ ના આવી... અને હવે રોહિત પણ આવ્યો... અને થોડીવાર પછી આભાસ પણ આવ્યો... નિરાશ લાગતો હતો... મોક્ષિતાના કઈ જ સમાચાર નથી મળ્યા એ એના મોઢા પર સ્પષ્ટ દેખાઈ આવતું હતું... એ આવ્યો

" ચિંતાના કર.. એ આવી જશે... ! " - રિયા

" પણ 5 વર્ષ પેલા પણ આવી જ રીતે ગઈ હતી... ! " - આભાસ

" એ બીક લાગે છે... કે ક્યાં ફરી થી એ... " - આભાસ..

" ના.. હવે મને નથી લાગતું કે એવુ કઈ પણ એ કરે... ! " - રિયા

" હાં........આભાસ.. તું ચિંતા ના કર એ આવી જશે.. " - રોહિત

" હાં.. ઓકે... " - આભાસ...

રોહિત, રિયા અને આભાસ એમ વાત કરી રહ્યા હોય છે ત્યાં... સ્ટેજ તરફ થી એક જોરથી આવજ આવે છે... ચિન્ટુ ................., ... કોઈ સાંભળે કે ના સાંભળે... આભાસ ને સંભળાય ગયું...આભાસ ને લાગ્યું કે જાણે ચકલી એને બોલાવે છે.... અને ફરી થી એજ દિશામાંથી અવાજ આવે છે...
ચિન્ટુ.....................

અને રોહિત અને રિયા કઈ સમજે એ પેલા આભાસ એ દિશા તરફ ચાલ્યો ગયો... અને અડધી જ મિનિટની અંદર.. એ મોક્ષિતા પાસે સ્ટેજ ની સામે ઉભો રહ્યો... અને જોયું તો મોક્ષિતા ઉભી હતી.... અને મોક્ષિતા ને પણ થયું કે હજુ પણ મારી એક બુમ થી એ આવી જાય છે એનો મતલબ કે એ હજુ મને એટલોજ પ્રેમ કરે છે..... અને એ કઈ જ ના સમજ્યો... કે.....પણ એના મનમાં ઘણા વિચાર આવતા હતા કે અને કેવી રીતે ખબર પડી... શું થયું..? પણ એ બધા વિચાર બાજુ માં રાખી... ને.. મોક્ષિતા પાસે ગયો અને એક જ શબ્દ બોલ્યો... " ચકલી "........અને ત્યારે રોહિત.. રિયા પણ ત્યાં આવી જાય છે... અને આ બૂમ થી બીજા બધા પણ ભેગા થવા લાગે છે.. અને આભાસ અને મોક્ષિતા એ બાબત થી એકદમ અજાણ બનીને.. એકબીજાની સમક્ષ ઉભા હોય છે... અને આભાસ કહે છે... કે..

" ભૂત જેવી.... ! ચીબાવલી... તને ખબર નથી પડતી... જયારે હોય ત્યારે આમ હાલી જ નીકળવાનું.... કઈક કઈએ કે ના કઈએ... જતું જ રેવાનું..... તને ખબર છે.. કેટલી ચિંતા થઇ તારી... એક દમ પાગલ... જવાનો શોખ છે ને બહુજ.... જા... જતી રે.... જા... અત્યારે જ જતી રે.... " - આભાસ ગુસ્સા માં બોલે છે...

અને મોક્ષિતા એના મીઠાં ગુસ્સા ને પણ.. સાંભળી રહી હોય છે..અત્યારે એને શું કરવું શું નઈ.. એ કઈ જ નથી સમજાતું.... એટલી ખુશ છે.. કે એ વર્ણવી શક્તિ નથી... એની સમક્ષ એનો ચિન્ટુ ઉભો છે...

" ઓહ... હેલો.... તને કહું છું ડોબી... ક્યાં ગઈ હતી....? અને જતી રે અહીં થી.... " " - આભાસ

પછી મોક્ષિતા બોલે છે કે..

" ટોમ એન્ડ ઝેરી.... ટોમ એન્ડ ઝેરી... " - મોક્ષિતા આભાસ નું નાક ખેંચે છે

" ચિન્ટુ - ચકલી... ચિન્ટુ - ચકલી.. " - આભાસ.. એટલો ગુસા માં હોય છે...... તોય એ બોલી જાય છે...

" સાથ રહે બને ... " મોક્ષિતા આ બોલતા આભાસ તરફ હાથ લંબાવે છે

" ઝઘડૉ કરે બને .. " - આભાસ આ બોલતા મોક્ષિતા ના લંબાએલા હાથ પર હાથ મૂકે છે

" દોસ્ત છે મારો... " - મોક્ષિતા આ બોલતા એના ગાલ ખેંચે છે

" સૌથી સવાયો . " - આભાસ આ બોલતા પોતાનો કોલર ઊંચો કરે છે..

" ચકલી વાયડી પણ એજ દોસ્ત મારી " - આભાસ આ બોલતા મોક્ષિતા નો ચોટલો ખેંચે છે..

" વાયડૉ... વાયડૉ... ચિન્ટુ વાયડૉ.... " - મોક્ષિતા આ બોલતા આભાસ ના માથા પર હાથ ફેરવી ને એનું માથું વીખી નાંખે છે...

અને પછી બને સામ સામે તાલિ પાળે છે...

રોહિત અને રિયા બંને જોઈજ રહે છે... અને એમને ખુશીની સાથે દંગ પણ રહી જાય છે.. કે મોક્ષિતા ને ખબર કેવી રીતે પળી....

અને પછી આભાસ ને મગજ માં આવે છે.. કે આ ચકલી જેવી તૈયાર થઇ છે...

અને મોક્ષિતા આભાસ ને એજ યલો કલર ની ટોપી પેરાવે છે.. અને આભાસ માટે એજ ચોકલેટ લાવે છે જે એની ભાવતી... અને કહે છે..

" ચાલ ચિન્ટુડા... આ લે ચોકલેટ અને ખવડાવ મને... ! " - મોક્ષિતા જે પેલા કહેતી એજ બોલી...

" નઈ ખવડાવું જા.. ચકલી... ! " - આભાસ અદપ વારી ને બીજી બાજુ ફરી જાય છે.. જે પેલા કરતો..

" નઈ ખવડાવે... એમ... " - મોક્ષિતા

" હાં... હું નઈ ખવડાવું ... "- આભાસ..

" તો હું.. તારા ગાલ ખેંચીસ... " - મોક્ષિતા એમ કહી ને ગાલ ખેંચે છે..

" ઓહ.. ચકલી મારાં ગાલ ખેંચીસ તોય નઈ ખવડાવું... જા.. " - આભાસ... ફરી થી એજ.. બોલ્યો

" તો હું તારું માથું વીખીસ... " - એમ કહી ને મોક્ષિતા એનું માથું વીખી નાંખે છે

" તોય નઈ ખવડાવું... " - આભાસ

" એમ.. તો મારે ખાવી જ નથી... જા.. " - મોક્ષિતા

" ખાઈલે.. હાથે.. " - આભાસ..

" ઓકે.. હું ખાઈશ.... રોહિત ખવડાવ મને... " - મોક્ષિતા કટાક્ષ માં.. જે એ પેલા કરતી

" નઈ હો... હું જ ખવડાવિસ બીજું કોઈ નઈ.. " - આભાસ મોક્ષિતાના હાથ માં રહેલી ચોકલેટ લઇ લે છે... અને એને ખવડાવે છે

" કેમ નોતી ખવડાવીને " - મોક્ષિતા હસતા

" તારો ફક્ત હું જ દોસ્ત છું બીજું કોઈ નઈ.... " - આભાસ મોક્ષિતા નો હાથ પકડતા કહે છે

" કેમ તું કઈ છો....? " - મોક્ષિતા

" હાં... ચકલી નો ચિન્ટુ.... " - આભાસ..

" અને હાં એનો જ રહીશ... હો.. " - આભાસ

" ઓકે.. તો મારો જ રહીશ ને....? " - મોક્ષિતા

આ સવાલ જયારે મોક્ષિતા પૂછે છે... ત્યારે એને રિયલાઇસ થાય છે કે..હું જુના ચિન્ટુ માં જતો રહ્યો હતો... અને અત્યાર ની પરિસ્થિતિ વિચાર કરતા પણ જુદી છે....... અને એ વિચાર આવતા... એ મોક્ષિતા ના હાથ મૂકીદે છે...

" હવે કઈ નઈ થાય અને હવે હું તારો નથી... .. ! " આભાસ એમ કહી ઉભો થવા જાય છે...

" તું મારો જ છે.. અને મને ખબર છે... કે.. તું મને જ પ્રેમ કરે છે... મેં તારી બુક વાંચી... " - મોક્ષિતા

" હું તને પ્રેમ કરું છું... આભાસ... ! " મોક્ષિતા..

જે શબ્દો સાંભળવા આટલુ આભાસે કર્યું... આજે એ શબ્દો સાંભળવા મળ્યા જ... .
અને એજ શબ્દો આજે આભાસ ના કાન માં વારંવાર સાદ કરે છે....

" બોલને... ચિન્ટુ.... શું તું પણ મને...? " - મોક્ષિતા

" ના... હું નથી કરો તને પ્રેમ... ! " - આભાસ

આ શબ્દો સાંભળીને રિયા અને રોહિત બંને દંગ... આ શું બોલે છે.. આ... અને ખુદ મોક્ષિતા પણ... મોક્ષિતા નિરાશ થઇ જાય છે...

" અરે પાગલ.. તને જ કરું છું.... નાનપણ થી... અને તું જ છો મનમાં... મારાં એટલે તો અત્યાર શુધી બીજી કોઈ આવી જ નહિ..મારી લાઈફ માં.. .. હું.. પણ તને જ પ્રેમ કરું છું.... " - આભાસ...

" ચિન્ટુ... " - મોક્ષિતા

" ચકલી " - આભાસ

અને પછી એ બંને એકબીજા ને હગ કરી લે છે.....

અને રોહિત અને રિયા પણ બહુજ ખુશ... રિયા ની આંખ માં આંશુ આવી જાય છે...
અને રોહિત એ જોવે છે...

" હેય... હેય..... અરે મારી પાગલ... દોસ્ત.. તું કેમ રડે છે...? " - રોહિત..

" અરે.. જાને હવે વાયડા આ ખુશી ના આંશુ છે.... " - રિયા

" ઓય રડી... એ રડી..... " - રોહિત

" જાને વાયડા..... હવે તું... માર ખાઈશ.. " - રિયા

અને રોહિત.... રિયાનો હાથ પકડીને મોક્ષિતા અને આભાસ પાસે લઇ જાય છે...

" સાંભળો.. બને.. તમારા બેય ના કારણે.. મારી બેસ્ટ ફ્રેન્ડ રડે છે.. એ મને નો ગમે હો.. !" - રોહિત

આભાસ અને મોક્ષિતા રિયા સામું જોવે છે...

" ઓહ.. માય બેસ્ટી... કેમ રડે.. છે.. તું..?. " - મોક્ષિતા રિયા ને હગ કરે છે..

" અરે કઈ નઈ... આ એક નંબર નો ફેકુચંદ છે.. ! " - રિયા...

" ઓહકે... " આભાસ

" ચાલો હેપી એન્ડિંગ " - રોહિત

" હાં... ફાઇનલી... " - રિયા....

........