ટ્વિસ્ટ વાળો લવ - 39 Ayushiba Jadeja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

ટ્વિસ્ટ વાળો લવ - 39

" ઓય.. હજુ એ ના આવ્યા.... શું થયું હશે....? " - આભાસ

" કઈ નઈ.. તું ચિંતા ના કર... અને તે જોયું ને.. કે રિયા ને એની ચિંતા છે.. એટલે જ તો... અને એ ફ્રેન્ડ 5 વર્ષ પછી મળ્યા.. છે.. કંઈક તો થાય ને... યાર... " - રોહિત

" હાં.. એ પણ છે... પણ.. " - આભાસ

" પણ.. પણ... કઈ નઈ.. તું એ બધું મૂક... અને આપડે આઈસક્રીમ ખાવા જઈએ... ચાલો ચાલો.. અક્ષ... " - આભાસ

" હાં... " - આભાસ

" યે..... આઈસ્ક્રીમ... " - અક્ષ

પણ આભાસ હજુ એજ વિચાર માં હતો... અને એને એમ હતું કે.. રિયા એને બધું કહી ના દેતો સારુ... કેમ કે.. એ હવે આગળ વધી ગઈ છે.. એની લાઈફ માં. અને મને ખબર છે કે એ મને ભૂલી ગઈ છે... એટલે.. અને અક્ષ.. અક્ષ.. નું શું...? ના ના.. હવે અમે બેય નઈ મળી શકીયે.... અને ઓમેય પ્રેમ માં મળવું તો જરૂરી નથી ને... મેં તો લાઈફ ટાઈમ એને જ પ્રેમ કર્યો અને એને જ કરીશ...... બસ... !

" અરે ચાલ ને હવે... બહુ થયું તારું...આ વિચારવાનુ મૂક.. હવે એ " - રોહિત દરવાજે રહ્યો રહ્યો બોલે છે...

" હાં.. ચાલ.. " - આભાસ

પછી એ ત્રણેય અક્ષ ને આઈસ્ક્રીમ ખવડાવવા લઇ જાય છે...

....અને આ બાજુ

" બસ હવે રડવાનું બંધ કર... અને વાતો કર..." - રિયા

" ઓકે.. તું બોલ.. પેલા.. " - મોક્ષિતા

"અ.. મ.....હ..મ.....હું નઈ બોલું.. કઈ.. ! " રિયા.. બીજી બાજુ ફરતા બોલે છે

" કેમ હજુ તારો ગુસ્સો નથી ઉતર્યો...? " - મોક્ષિતા

" હાં... એતો ઉતારી ગયો... પણ એક પ્રોમિસ આપ તો જ બોલું... " - રિયા

" હાં.. બોલ... શું આપું? .. "- મોક્ષિતા

" પેલા તું બોલ કે આપ્યું પ્રોમિસ એમ " - રિયા

" હાં... બાપા હાં. આપ્યું પ્રોમિસ બસ.. હવે તો બોલ "- મોક્ષિતા

" હાં.. ઓકે.. તું મને એ પ્રોમિસ આપ કે. હવે તું મને મૂકી ને નહિ જા... અને તારે જવું હોય તો મને કહી ને જા... અને.. આવી રીતે નઈ... અને તને મારાં કારણે હર્ટ થયું હોય તો તું મને કેતો ખરા.. કે.. મને તારી આ વાત નું ખોટું લાગ્યું.. એમ તો મને કઈ કીધા વગર ચાલી જઈશ.. તો.... તે જોયું ને અત્યારે બે પળ હું તને કીધા વગર જતી હતી.. તો તને ગમ્યું હતું... નહિ ને.. તો વિચાર.. કે મને કેવું લાગ્યું હશે....? " - રિયા

" હાં... પણ ત્યારે પરિસ્થિતિ જ એવી હતી કે.. " - મોક્ષિતાએ વાક્ય અધૂરું મૂક્યું..

" હાં..એતો મને પણ ખબર છે.... પણ..આમ કઈ કીધા વાગર જતું રેવાય... " - રિયા

" પણ ત્યારે શું કરવું ને મને એજ નોતું સમજાતું... " - મોક્ષિતા

" હાં... પણ " - રિયા

" જવાદે ને એ હવે જુના મુર્દા ઉખાડવાથી કઈ જ નથી મળવાનું... " - મોક્ષિતા એ રિયા ને ત્યાં જ અટકાવી..

રિયા ને લાગ્યું કે આશું... મોક્ષિતા હવે આભાસ ને ભૂલી ગઈ..પેલા તો એની દરેક વાત સાંભળવા તૈયાર જ રેતી... અને હવે... ના ના.. મારે અત્યારે એ વાત ના કરવી જોઈએ.. નકામી વાત બગડશે.. એના કરતા... ના કેવું સારુ..

" હાં.. જવાદીધી એ વાત.. ચાલ.. પણ મને પ્રોમિસ તો આપ.. કે હવે તું એવું કઈ જ નઈ કરે... " - રિયા..

" હાં... ઓકે.. પ્રોમિસ... "- મોક્ષિતા

" ઓકે.. " - રિયા

" હવે તો બોલ.. આપ્યું મેં પ્રોમિસ.. " - મોક્ષિતા

પછી.. બને એ ઘણી વાતો કરી.... પણ મોક્ષિતા ને જે ગલતફેમી થઇ હતી એ વાત ક્યાય ના આવી........અને બંને એવા વાતો કરવા લાગ્યા.. કે.. કઈ સવાર, 10 વાગ્યાં ના.. ક્યારે . સાંજ ના 7:30 વાગ્યાં.. એ કઈ ખબર ના પડી.......

"અ.....એક વાત કહું..? " - મોક્ષિતા

" બોલને.." રિયા

" આ અક્ષ.. " - મોક્ષિતા..

મોક્ષિતા અક્ષ વિશે પૂછવા જતી હતી ત્યાં રોહિત નો કોલ આવ્યો.. રિયા એ ઉપાડ્યો..

"બોલો ને મિસ્ટર શેખ ચીલી... " - રિયા..

" વાહ... શેખ ચીલી હું.. એમ.. તું તો... ચીબરી.. જા.. " - રોહિત

" આમ શું નાના છોકરા ની જેમ ઝઘડસ.. ડાઇરેક્ટ વાત કર... " - બાજુ માં રહેલો આભાસ.. બોલ્યો

" અરે શું કામ હતું બોલ ને.. હવે.. " - રિયા

" કામ તો મને હવે ભૂખ લાગી છે... અને તમારો ભરત મિલાપ ખતમ થયો હોય.. તો આવો અહીં... ઘડિયાળ માં જોવો.. 7:30 વાગ્યાં...... છે.. " - રોહિત

" ઓહ.. 7:30 વાગ્યાં... અમને ધ્યાન પણ નથી... " - રિયા

"હાં.. હાં.. તમને જુના ફ્રેન્ડ મળે એટલે અમને ભૂલી જવાના.. " - રોહિત

" અરે એવુ કઈ નથી વાયડા..આવીયે ચાલ... " - રિયા

" ઓકે જલ્દી 10 મિનિટ માં .. હો મને ભૂખ લાગી છે.. " - રોહિત

" ઓકે.. હાં બસ.. અડધી કલાક માં આવશુ.. " - રિયા મસ્તી માં..

" હું જમવા બેસી જઈશ તો.. " રોહિત

" બેશ ક્યાંથી.... ઢીબી નાખું તો.. ફ્રેન્ડ્સ વગર જમવાનું... હોય ક્યાય... " - રિયા..

" હાં... માતાજી.. હાં.. હવે આવો... " રોહિત...

" હાં... આવીએ ચાલ.. " - રિયા..

ફોન કટ થયો...

"શું કીધું આવે છે..? " - આભાસ

" હાં.. એ લોકો આવે છે.. ! " - રોહિત

" પાપા મેં તો જમી લીધું છે.... માલે ( મારે ) છુઈ ( શૂઈ ) જાવુ છે.... " - અક્ષ

" ઓકે...ચાલ.. હું તને સુવડાવી દવ.. " - આભાસ

" સાંભળ. તમે જમીલો.... અક્ષ ને સુવું છે.. તો હું રૂમમાં જાવ છું અને હું જમવા નહિ આવું હો... તમે જમી લેજો... ઓકે.. ને. ! " - આભાસ

" ના... જમવું તો પડે જ ને..એમને એમ ના સુવાય.... એક કામ કર.. તું જા હું તારા માટે કંઈક લઇ આવીશ.. ઓકે.. " - રોહિત

" પાપા.. ચાલો... ને... !... અને પાપા.. તમે હથી ( નથી ) જમ્યા ને... તમે મને સુવાડી ને આવી જજો.. ઓકે.. " - અક્ષ..

" ઓકે... " - આભાસ..

" ચાલ હું આવું જ છું હો... અને સુવાડી દવ... અને એ લોકો આવે તો જમવાનું ચાલુ કરી દેજો... " - આભાસ..

" ના ના.. તું આવ પછી.. ! " - રોહિત

" ઓકે ચાલ આવું હું... હો.. " - આભાસ...

પછી આભાસ અક્ષ ને સુવાડવા રૂમ માં જાય છે..

15 -20 મિનિટમાં ફ્રેશ થઇ ને રિયા અને મોક્ષિતા રૂમ માંથી નીચે આવે છે..

" કેટલી વાર હોય... યાર......... ક્યારની ભૂખ લાગી છે... કોઈ આવતું જ નથી... " રોહિત

" આવી ગયા ને... હવે બંધ થા .. અને આભાસ ક્યાં...? " - રિયા..

મોક્ષિતા રિયાને જોતી રહી...

" અરે એ અક્ષ ને ઊંઘ આવતી હતી... તો એને રૂમ માં સુવાડવા ગયો હમણાં આવવાનું કહી ગયો.. પણ એ હજુ આવ્યો નથી... યાર.. આજે તો ભૂખ્યું જ રેવું પડશે... મારે... " - રોહિત..

" ના ના.. એવુ નહિ થાય.. કઈ.. આવી ગયો હું... " - આભાસ..

" ઓકે ચાલો જમવા જઈએ.. " - રોહિત..

" આ.... આ... જો... થોડી શાંતિ રાખ... " - રિયા

" અરે પણ કેટલી શાંતિ.. ક્યારનો કહું છું... " રોહિત..

" ઓકે.. ઓકે.. ચાલો જમી લઈએ.. " - મોક્ષિતા અને આભાસ બંને સાથે જ બોલ્યા.... અને એકબીજા ની સામું જોયું...

પછી એ ચારેય જમવા ગયા... અને આભાસ અને રોહિત બેઠા.. અને મોક્ષિતા અને રિયા પ્લેટ લેવા ગયા.....

"અ.. હું.. એમ કેતી હતી.. કે.. આભાસ શું જમસે એ પૂછતાં તો ભૂલી ગઈ.. એની માટે શું લવ...? " - રિયા જાણી જોઈને બોલી..

" એમાં પૂછવાનું શું.. હોય.. ફિક્સ જ છે.. નુડલ્સ. અને પીઝા વિથ એક્સટ્રા ચીઝ..અને 1 કોકો -કોલા.. ! - મોક્ષિતા એકદમ કોન્ફિડેન્સ માં બોલી..

" ઓહ.. પાકું ને..? " રિયા ફરી થી જાણી જોઈને બોલી..

પછી મોક્ષિતા ને ખ્યાલ આવ્યો કે એ શું બોલી છે.. પણ હવે શું... બોલી જવાનુ એ બોલી જવાનુ...

" ઓકે.. તો તું જ બનાવ ને.. એની પ્લેટ.. મેં મારી અને રોહિત પ્લેટ બનાવી લીધી.. .. ઓકે... " - રિયા..

" અ...." - મોક્ષિતા..

પછી એ જમવાનું લઇ ને આવતા હોય.. અને પ્લેટ ટેબલ પર મૂકે ત્યાં જ...આભાસ ની જગ્યા એ વિલિયમ્સ પ્લેટ લઇલે છે....

" થૅન્ક્સ ફોર ધીસ... મોક્ષિતા.. " - વિલિયમ્સ

" ઓહકે નો... થૅન્ક્સ.. ઓકે.. " - મોક્ષિતા..

" ઇફ યુ ડોન્ટ માઈન..આઈ કેન જોઈન યુ..? " વિલિયમ્સ

" યા સ્યોર..... પ્લીઝ સીટ.હીઅર.... . " - મોક્ષિતા

" ઓકે થૅન્ક્સ.. " - વિલિયમ્સ.

આભાસ હાથ માનો પાણી નો ગ્લાસ ટેબલ પર જોરથી પછાડે છે..

" મારે નથી જમવું... ભૂખ નથી બાય ... " - આભાસ.

આભાસ નું આવા વર્તન નું કારણ.. રોહિત અને રિયા બને સમજ્યા હતા.....

" મોક્ષિતા તું શું કામ આવું કરે છે...? મને નથી સમજાતું... બંધ કર હવે આ બધું... " - રોહિત.. ચીડાઈ ને બોલે છે..

" પણ.. મેં શું... ક.." - મોક્ષિતા

" કઈ નઈ જવાદે.. મને પણ ભૂખ નથી.. " - રોહિત મોક્ષિતા ને અટકાવી ને બોલે છે..

" અરે પણ થયું શું યાર... મેં કર્યું શું...? " મોક્ષિતા.

" કઈ નઈ... યાર... એમાં તારો વાંક નથી... . " - રિયા

" મને પણ ભૂખ નથી... મારે પણ નથી જમવું.. " - મોક્ષિતા

" અરે... " - રિયા...

ચારેય જમવા ગયા પણ જમ્યા વગર કે રૂમમાં આવ્યા..
.......